2. સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો સ્વીકાર કરો, અને જે જે બાબતોમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો. કેમ કે તે પોતે જ ઘણાને તથા મને પોતાને પણ સહાય કરનાર થઈ છે.
|
4. તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે. તેઓનો આભાર એકલો હું જ નહિ, પણ વિદેશીઓમાંની સર્વ મંડળીઓ પણ માને છે.
|
5. વળી તેઓના ઘરમાં જે મંડળી છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઈનેતસ જે ખ્રિસ્તને માટે આસિયાનું પ્રથમફળ છે, તેને સલામ કહેજો.
|
7. મારા સગા તથા મારી સાથેના બંદીવાન આન્દ્રોનિક્સ તથા જુનિયાસને સલામ કહેજો; તેઓ પ્રેરિતોમાં નામીચા છે, અને મારાથી અગાઉ ખ્રિસ્તમાં આવેલા છે.
|
12. પ્રભુમાં મહેનત કરનારીઓ ત્રુફેનાને તથા ત્રુફોસાને સલામ કહેજો. વહાલી પેર્સિસ જેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો.
|
14. આસુંક્રિતસ, ફલેગોન, હેર્મેસ, પાત્રોબાસ તથા હર્માસને, અને તેઓની સાથે બીજા જે ભાઈઓ છે, તેઓને સલામ કહેજો.
|
15. ફિલોલોગસને તથા જુલિયાને, નેરીઅસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો.
|
17. હવે, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળે છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ભાગલા પાડે છે ને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો.
|
18. કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.
|
19. પણ તમારું આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે, અને તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું. અને મારી ઇચ્છા એવી છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની, અને ભૂંડી બાબતો વિષે ભોળા હો.
|
20. શાંતિદાતા ઈશ્વર, શેતાનને વહેલો તમારા પગ નીચે છૂંદી નંખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન.
|
23. મારો તથા આખી મંડળીનો યજમાન ગાયસ તમને સલામ કહે છે. શહેરનો ખજાનચી એરાસ્તસ તથા ભાઈ કવાર્તસ તમને સલામ કહે છે.
|
25. હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે, અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે,
|
26. તે મર્મ ના પ્રકટીકરણ પ્રમાણે, મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દઢ કરવાને જે શક્તિમાન છે,
|