1. દાઉદનું ગીત. હે યહોવા, હું તમને વિનંતી કરીશ; હે મારા ખડક, મારી તરફ તમારા કાન બંધ ન રાખો; રખેને તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો કબરમાં ઊતરી જનારાના જેવો હું થઈ જઈશ.
|
2. હું તમને અરજ કરું છું તથા તમારા પરમપવિત્રસ્થાન તરફ મારા હાથ જોડું છું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળો.
|
3. જેઓ મોઢે શાંતિ અને હ્રદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટો અને કુકર્મીઓની સાથે મને ધકેલી ન કાઢો.
|
4. તેઓનાં કૃત્ય પ્રમાણે, અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો. તેઓને યોગ્ય બદલો આપો.
|
5. તેઓ યહોવાનાં કૃત્યો તથા તેમના હાથનાં કામો લેખવતા નથી, માટે તે તેઓને તોડી પાડશે અને તેઓને સ્થિર કરશે નહિ.
|
7. યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે. મારા હ્રદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે, અને મને સહાય મળી છે; માટે મારા હ્રદયમાં અત્યાનંદ થાય છે. ગાયનથી હું તેમની આભારસ્તુતિ કરીશ.
|
9. તમારા લોકને તારો, અને તમારા વારસાને આશીર્વાદ આપો; વળી તેઓનું પાલનપોષણ કરો, અને સદા તેઓને ઊંચકી રાખો.
|