2. યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના સમયમાં, એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે, યહોવાનું વચન એની પાસે આવ્યું.
|
3. વળી યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના સમયમાં, અને યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર સિદકિયાના અગિયારમા વર્ષની આખર સુધી, એટલે તે વરસના પાંચમા મહિનામાં યરુશાલેમનો બંદીવાસ થતાં સુધી તે વચન આવ્યું.
|
5. “ગ્રભસ્થાનમાં ઘડયા પહેલાં મેં તને ઓળખ્યો હતો, અને ગર્ભસ્થાનાંથી બહાર આવ્યા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને માટે મેં તને પ્રબોધક નીમ્યો છે.”
|
7. ત્યારે યહોવાએ મને કહ્યું, “હું બાળક છું, એમ જ બોલ! જેઓની પાસે હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું, અને જે કંઈ હું તને ફરમામું તે તારે બોલવું.
|
9. પછી યહોવાએ પોતાનો હાથ લાંબો કરીને મારા મુખને અડકાડયો; અને તેમણે મને કહ્યું, “જો, મેં મારાં વચન તારા મુખમાં મૂકયાં છે.
|
10. ઉખેડવા તથા પાડી નાખવા, અને વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા માટે, મેં આજે તને પ્રજાઓ તથા રાજ્યો પર નીમ્યો છે.”
|
11. વળી યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું:“હે યર્મિયા, તું શું જુએ છે?” મેં કહ્યું, “હું બદામડીનો ફણગો જોઉં છું.”
|
12. ત્યારે યહોવાએ મને કહ્યું, “તેં બરાબર જોયું છે; કેમકે મારું વચન સંપૂર્ણ સરવા સંબંધી હું જાગૃત છું.”
|
13. વળી બીજીવાર યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું એક ઊકળતું હાલ્લું જોઉં છું; અને તેનું મુખ ઉત્તર તરફ વળેલું છે.”
|
15. કેમ કે યહોવા કહે છે, જો, હું ઉત્તરનાં રાજ્યોમાંના સર્વ કુળોને બોલાવીશ; અને તેઓ આવશે, ને યરુશાલેમના દરવાજાઓની પાસે, તથા આસપાસ તેના સર્વ કોટોની સામે, તથા યહૂદિયાનાં સર્વ નગરોની સામે, તેઓ પોતપોતાનું આસન ઊભું કરશે.
|
16. જેઓએ મને છોડીને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, તથા પોતાને હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે, તેઓની બધી દુષ્ટતાને લીધે હું તેઓની સામે મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ.
|
17. એ માટે તું તારી કમર બાંધીને ઊઠ, તથા જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહે. તેમને લીધે તું ગભરાઈશ નહિ, રખેને તેઓની આગળ હું તને ગભરાવું.
|
18. જો, આખા દેશની સામે, યહૂદિયાના રાજાઓની સામે, મેં આજ તને કિલ્લાબંધ નગર, લોઢાના સ્તંભ તથા પિત્તળના કોટ જેવો કર્યો છે.
|
19. તેઓ તારી સાથે યુદ્ધ કરશે, પણ તને હરાવશે નહિ; કેમ કે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવા કહે છે.”
|