પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
યશાયા
1. આશૂરના રાજા સાર્ગોનના મોકલ્યાથી જે વર્ષે સેનાધિપતિ આશ્દોદ આવ્યો, ને આશ્દોદની સાથે લડીને તેણે એને જીતી લીધું;
2. તે જ સમયે યહોવા આમોસના દીકરા યશાયાની મારફતે આ પ્રમાણે બોળ્યા: “જા, તારી કમર પરથી ટાટ ઉતાર, ને તારા પગમાંથી જોડા કાઢ.” તેમ કરીને તે ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફરવા લાગ્યો.
3. યહોવાએ કહ્યું, “મિસર તથા કૂશ સંબંધી ત્રણ વર્ષ સુધી ચિહ્ન તથા કૌતુકને અર્થે, મારો સેવક યશાયા જેમ ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફર્યો છે;
4. તેમ આશૂરનો રાજા મિસરના બંદીવાનોને તથા કૂશના પ્રવાસીઓને, જુવાન તથા વડીલોને ઉઘાડે શરીરે તથા પગે, નગ્નાવસ્થામાં, મિસરને લાજ લાગે એવી રીતે, લઈ જશે.
5. ત્યારે તેઓ પોતાના આશાસ્પદ કૂશને લીધે, અને પોતાના ગૌરવ મિસરને લીધે ગભરાઈને લજવાશે.
6. તે દિવસે આ કાંઠાનો રહેવાસી કહેશે કે, જુઓ, આપણું આશાસ્થાન, જ્યાં આશૂરના રાજાથી છૂટકો પામવા આપણે સહાયને માટે દોડતા હતા, તેની આ દશા છે; તો આપણે હવે કેવી રીતે બચીશું?’”

Notes

No Verse Added

Total 66 Chapters, Current Chapter 20 of Total Chapters 66
યશાયા 20
1. આશૂરના રાજા સાર્ગોનના મોકલ્યાથી જે વર્ષે સેનાધિપતિ આશ્દોદ આવ્યો, ને આશ્દોદની સાથે લડીને તેણે એને જીતી લીધું;
2. તે સમયે યહોવા આમોસના દીકરા યશાયાની મારફતે પ્રમાણે બોળ્યા: “જા, તારી કમર પરથી ટાટ ઉતાર, ને તારા પગમાંથી જોડા કાઢ.” તેમ કરીને તે ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફરવા લાગ્યો.
3. યહોવાએ કહ્યું, “મિસર તથા કૂશ સંબંધી ત્રણ વર્ષ સુધી ચિહ્ન તથા કૌતુકને અર્થે, મારો સેવક યશાયા જેમ ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફર્યો છે;
4. તેમ આશૂરનો રાજા મિસરના બંદીવાનોને તથા કૂશના પ્રવાસીઓને, જુવાન તથા વડીલોને ઉઘાડે શરીરે તથા પગે, નગ્નાવસ્થામાં, મિસરને લાજ લાગે એવી રીતે, લઈ જશે.
5. ત્યારે તેઓ પોતાના આશાસ્પદ કૂશને લીધે, અને પોતાના ગૌરવ મિસરને લીધે ગભરાઈને લજવાશે.
6. તે દિવસે કાંઠાનો રહેવાસી કહેશે કે, જુઓ, આપણું આશાસ્થાન, જ્યાં આશૂરના રાજાથી છૂટકો પામવા આપણે સહાયને માટે દોડતા હતા, તેની દશા છે; તો આપણે હવે કેવી રીતે બચીશું?’”
Total 66 Chapters, Current Chapter 20 of Total Chapters 66
×

Alert

×

gujarati Letters Keypad References