1. હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું:જેમ મેં ગલાતિયાની મંડળીઓને આજ્ઞા આપી તેમ જ તમે પણ કરો.
|
2. હું આવું ત્યારે તમારે ઉઘરાણાં કરવા ન પડે, માટે દર અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના દરેકે પોતાની કમાણી પ્રમાણે કંઈક રાખી મૂકવું.
|
3. જ્યારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારું દાન યરુશાલેમ લઈ જવાને મોકલીશ.
|
6. હું તમારી સાથે કદાચ રહીશ, અથવા શિયાળો પણ કાઢીશ કે, જેથી જ્યાં હું જાઉં ત્યાં તમે મને મારે માર્ગે પહોંચાડો.
|
7. કેમ કે હમણાં જતાં જતાં તમારી મુલાકાત લેવાની મારી ઇચ્છા નથી, કેમ કે જો પ્રભુની ઇચ્છા હશે તો હું થોડી વાર તમારી સાથે રહેવાની આશા રાખું છું.
|
10. પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, એ વિષે સંભાળ રાખજો; કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.
|
11. એ માટે કોઈએ તેને તુચ્છ માનવો નહિ, પણ શાંતિથી તમે તેને પહોંચાડજો કે, તે મારી પાસે આવે. કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની હું રાહ જોઉં છું.
|
12. હવે ભાઈ આપોલસ વિષે મારે એટલું જ કહેવું છે કે ભાઈઓની સાથે તમારી પાસે આવવાને મેં તેને બહુ વિનંતી કરી. અને હમણાં આવવાની તેની બિલકુલ ઇચ્છા નહોતી. પણ જ્યારે તેને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.
|
15. ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તેઓ અખાયાનું પ્રથમફળ છે, અને તેઓ સંતોની સેવામાં લાગુ રહ્યા, માટે હું તમને વિનંતી કરું છું કે,
|
17. સ્તેફનાસ, ફોર્તુનાતસ તથા અખાઈકસના આવવાથી હું આનંદ પામું છું, કેમ કે તમારા તરફથી જે અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે.
|
19. આસિયાની મંડળીઓ તમને સલામ કહે છે, આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં એકઠી થતી મંડળી પ્રભુમાં તમને ઘણી સલામ કહે છે.
|