પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
યશાયા
1. જેઓ અન્યાયી કાયદા ઘડે છે અને અન્યાયી ચુકાદાઓ લખે છે;
2. અને આ રીતે ગરીબોને ન્યાય મળતો અટકાવો છો અને દલિતોના હક છીનવી લો છો. અને વિધવાઓની અને અનાથોની યાતનાઓમાંથી તમે લાભ મેળવો છો.
3. તમે ન્યાય ને દિવસે, જ્યારે દૂર દેશથી તમારા પર વિનાશ ઊતરશે ત્યારે તમે શું કરશો? કોની પાસે મદદ માટે દોડશો? તમારી માલમિલ્કત ક્યાં મૂકી જશો?
4. યુદ્ધમાં કપાઇને પડ્યા વગર કે કેદ પકડાઇ નીચી મૂંડીએ ઘસડાયા વિના તમારો છૂટકો જ નથી. તમારા કમોર્ને લીધે યહોવાનો રોષ નહિ ઉતરે. તેનો હાથ હજી ઉગામેલો જ રહેશે.
5. પ્રભુએ કહ્યું, “આશ્શૂર તો મારા ગુસ્સાનો દંડૂકો છે, તેના હાથમાં મારા ગુસ્સાની લાઠી છે!
6. હું તેને અધમીર્ પ્રજા સામે મોકલું છું, મારો રોષ જગાડનાર લોકો સામે જઇ તેમને લૂંટવા, તેમની માલમિલ્કત પડાવી લેવા અને રસ્તા પરના કીચડની જેમ તેમને રોળી નાખવા જણાવું છું.
7. “તેનો પોતાનો વિચાર તો જુદો જ છે, તેના મનમાં જુદી જ યોજના છે. વિનાશ કરવાનો જ તેનો વિચાર છે, અનેક પ્રજાઓનો સંહાર કરવાનો તેનો નિર્ધાર છે.
8. તે કહે છે, ‘મારા સેનાપતિઓ બધાં રાજા નથી?
9. કાલ્નો અને કાર્કમીશ, હમાથ અને આર્પાહ, દમસ્ક અને સમરૂન બધાંના મેં એકસરખા હાલ કરી નાખ્યા છે.
10. મારો હાથ જ્યાં યરૂશાલેમ અને સમરૂન કરતાં જેઓની કોતરેલી મૂર્તિઓ હતી એવાં રાજ્યોમાં પહોંચી ગયો છે.
11. તો જે રીતે સમરૂન અને ત્યાંના દેવોના જેવા હાલહવાલ કર્યા છે, તેવા હાલહવાલ શું હું યરૂશાલેમનાં અને ત્યાંની મૂર્તિઓના નહિ કરું?”‘
12. પણ સિયોન પર્વત પર અને યરૂશાલેમમાં પોતાનું કામ પતાવ્યા પછી યહોવા આશ્શૂરના રાજાને તેની ઉદ્ધત બડાશો માટે અને તેના તુમાખીભર્યા અભિમાન માટે સજા કરશે.
13. આશ્શૂરનો રાજા કહે છે, “મારા પોતાના બાહુબળથી અને ડહાપણથી મેં આ કર્યુ છે; હું કેટલો ચતુર છું? રાષ્ટોની સરહદોને મેં હઠાવી દીધી છે. તેમના ભંડારો લૂંટયા છે, અને આખલાની જેમ તેમના રાજાઓને પગ નીચે કચડ્યા છે.
14. રેઢા પડેલા માળાનાં ઇંડાની જેમ પ્રજાની સંપત્તિ મારા હાથમાં આવી પડી છે. મેં આખી દુનિયા ઉપાડી લીધી છે; નથી એકે પાંખ ફફડી, કે નથી એકે ચાંચ ઉઘડી કે નથી કોઇએ ચી’ કર્યુ.”
15. શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ હાંકશે? શું કરવત તેના ખેંચનાર આગળ શેખી મારશે? એ તો લાઠી તેના ઘૂમાવનારને ઘૂમાવે અથવા છડી જે લાકડું નથી એવા માણસને ઉપાડે એના જેવી વાત છે!
16. તે માટે સૈન્યોના દેવ યહોવા તેના બળવાન યોદ્ધાઓમાં ભયંકર બિમારીઓ મોકલશે; તેમનાં દેહમાં અગ્નિ જેવી જવાળા ભડભડતી રહેશે.
17. ઇસ્રાએલના દીવારૂપ પવિત્ર દેવ જ અગ્નિની પ્રચંડ જવાળા બની જશે. અને તે એક દિવસમાં પેલા કાંટાઝાંખરાને બાળીને ભસ્મીભૂત કરી નાખશે.
18. તેના વન ઉપવનના વૈભવને, કોઇ માંદા માણસને તેનો રોગ સમાપ્ત કરી નાખે તેમ સંપૂર્ણ રીતે સમાપ્ત કરી નાખશે.
19. તેના વનમાં બાકી રહેલા ઝાડ એટલાં ઓછાં હશે કે એક બાળક પણ તેને ગણી શકે.
20. તે સમયે ઇસ્રાએલના બચવા પામેલા માણસો પોતાને ઘા કરનાર દેશ ઉપર આધાર રાખવાનું છોડી દઇ સાચેસાચ ઇસ્રાએલના પવિત્ર દેવ પર આધાર રાખતા થશે;
21. બાકી રહેલા યાકૂબના વંશજો મહાબળવાન દેવ પાસે પાછા આવશે.
22. ઇસ્રાએલીઓ સાગરની રેતી જેટલા હશે, તોયે તેમાંથી ફકત થોડા બાકી રહેલા માણસો જ પાછા આવશે, એમનો વિનાશ નિર્માઈ ચૂક્યો છે, અને પ્રતિશોધ તો પૂરની જેમ આવી રહ્યો છે.
23. સૈન્યોના પ્રભુ યહોવાએ, પોતે જાહેર કર્યું હતું તે મુજબ સમગ્ર ભૂમિનો વિનાશ કરવા કૃત નિશ્ચય છે.
24. તેથી મારા માલિક સૈન્યોના દેવ યહોવા આ મુજબ કહે છે, “હે સિયોનમાં વસવાટ કરતા મારા લોકો, આશ્શૂરના લોકો મિસરના લોકોની જેમ લાઠીથી તમને મારે અને દંડા ઉગામે તોયે તમે તેમનાથી બીશો નહિ.
25. કારણ કે થોડા જ સમયમાં મારો ક્રોધ તેમનો વિનાશ કરશે.”
26. હું, સૈન્યોનો દેવ યહોવા, મેં, જેમ ઓરેબના ખડક પાસે મિદ્યાનના લોકોને માર્યા હતા તેમ આશ્શૂરના લોકોને ફટકારીશ. અને હું તેમની સામે દંડ ઉગામીશ જેમ મેં સમુદ્ર પર આવેલા મિસર પર કર્યુ હતું તેમ.
27. તે દિવસે આશ્શૂરનો બોજો તમારા ખભા પરથી ઊતરી જશે અને તેની ઝૂંસરી તમારી ડોક પરથી ફગાવી દેવામાં આવશે.
28. તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોનમાં થઇને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે.
29. તેઓ ખીણની પાર આવ્યા છે; ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે; રામા થથરે છે, શાઉલનું ગિબયાહ નાસાનાસ કરે છે;
30. હે બાથ ગાલ્લીમ, હાંક માર; હે લાઇશાહ, કાળજી પૂર્વક સાંભળ, હે અનાથોથ, તેને જવાબ દે.
31. માદમેનાહના લોકો નાસભાગ કરે છે, ગેબીમના લોકો જીવ બચાવવા ભાગે છે.
32. હુમલાખોરો આજે જ નોબમાં મુકામ કરશે. અને સિયોનના પર્વત ભણી, યરૂશાલેમ ભણી તે મુઠ્ઠી ઉગામશે.
33. પરંતુ અમારા માલિક સૈન્યોનો પ્રભુ યહોવા, ફટકા સાથે કોઇ વૃક્ષની ડાળીઓની જેમ તેમને કાપી નાખશે; તે ઊંચા, મજબૂત ઝાડોને કાપી નાખશે અને તેને જમીન પર ફેંકી દેશે;
34. કુહાડીથી કપાતાં જંગલના ઝાડોની જેમ તે તેમને કાપી નાખશે અને લબાનોનનાં ભવ્યમાં ભવ્ય વૃક્ષો પણ ધરાશાયી થઇ જશે.

રેકોર્ડ

Total 66 પ્રકરણો, Selected પ્રકરણ 10 / 66
1 જેઓ અન્યાયી કાયદા ઘડે છે અને અન્યાયી ચુકાદાઓ લખે છે; 2 અને આ રીતે ગરીબોને ન્યાય મળતો અટકાવો છો અને દલિતોના હક છીનવી લો છો. અને વિધવાઓની અને અનાથોની યાતનાઓમાંથી તમે લાભ મેળવો છો. 3 તમે ન્યાય ને દિવસે, જ્યારે દૂર દેશથી તમારા પર વિનાશ ઊતરશે ત્યારે તમે શું કરશો? કોની પાસે મદદ માટે દોડશો? તમારી માલમિલ્કત ક્યાં મૂકી જશો? 4 યુદ્ધમાં કપાઇને પડ્યા વગર કે કેદ પકડાઇ નીચી મૂંડીએ ઘસડાયા વિના તમારો છૂટકો જ નથી. તમારા કમોર્ને લીધે યહોવાનો રોષ નહિ ઉતરે. તેનો હાથ હજી ઉગામેલો જ રહેશે. 5 પ્રભુએ કહ્યું, “આશ્શૂર તો મારા ગુસ્સાનો દંડૂકો છે, તેના હાથમાં મારા ગુસ્સાની લાઠી છે! 6 હું તેને અધમીર્ પ્રજા સામે મોકલું છું, મારો રોષ જગાડનાર લોકો સામે જઇ તેમને લૂંટવા, તેમની માલમિલ્કત પડાવી લેવા અને રસ્તા પરના કીચડની જેમ તેમને રોળી નાખવા જણાવું છું. 7 “તેનો પોતાનો વિચાર તો જુદો જ છે, તેના મનમાં જુદી જ યોજના છે. વિનાશ કરવાનો જ તેનો વિચાર છે, અનેક પ્રજાઓનો સંહાર કરવાનો તેનો નિર્ધાર છે. 8 તે કહે છે, ‘મારા સેનાપતિઓ બધાં રાજા નથી? 9 કાલ્નો અને કાર્કમીશ, હમાથ અને આર્પાહ, દમસ્ક અને સમરૂન બધાંના મેં એકસરખા હાલ કરી નાખ્યા છે. 10 મારો હાથ જ્યાં યરૂશાલેમ અને સમરૂન કરતાં જેઓની કોતરેલી મૂર્તિઓ હતી એવાં રાજ્યોમાં પહોંચી ગયો છે. 11 તો જે રીતે સમરૂન અને ત્યાંના દેવોના જેવા હાલહવાલ કર્યા છે, તેવા હાલહવાલ શું હું યરૂશાલેમનાં અને ત્યાંની મૂર્તિઓના નહિ કરું?”‘ 12 પણ સિયોન પર્વત પર અને યરૂશાલેમમાં પોતાનું કામ પતાવ્યા પછી યહોવા આશ્શૂરના રાજાને તેની ઉદ્ધત બડાશો માટે અને તેના તુમાખીભર્યા અભિમાન માટે સજા કરશે. 13 આશ્શૂરનો રાજા કહે છે, “મારા પોતાના બાહુબળથી અને ડહાપણથી મેં આ કર્યુ છે; હું કેટલો ચતુર છું? રાષ્ટોની સરહદોને મેં હઠાવી દીધી છે. તેમના ભંડારો લૂંટયા છે, અને આખલાની જેમ તેમના રાજાઓને પગ નીચે કચડ્યા છે. 14 રેઢા પડેલા માળાનાં ઇંડાની જેમ પ્રજાની સંપત્તિ મારા હાથમાં આવી પડી છે. મેં આખી દુનિયા ઉપાડી લીધી છે; નથી એકે પાંખ ફફડી, કે નથી એકે ચાંચ ઉઘડી કે નથી કોઇએ ચી’ કર્યુ.” 15 શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ હાંકશે? શું કરવત તેના ખેંચનાર આગળ શેખી મારશે? એ તો લાઠી તેના ઘૂમાવનારને ઘૂમાવે અથવા છડી જે લાકડું નથી એવા માણસને ઉપાડે એના જેવી વાત છે! 16 તે માટે સૈન્યોના દેવ યહોવા તેના બળવાન યોદ્ધાઓમાં ભયંકર બિમારીઓ મોકલશે; તેમનાં દેહમાં અગ્નિ જેવી જવાળા ભડભડતી રહેશે. 17 ઇસ્રાએલના દીવારૂપ પવિત્ર દેવ જ અગ્નિની પ્રચંડ જવાળા બની જશે. અને તે એક દિવસમાં પેલા કાંટાઝાંખરાને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. 18 તેના વન ઉપવનના વૈભવને, કોઇ માંદા માણસને તેનો રોગ સમાપ્ત કરી નાખે તેમ સંપૂર્ણ રીતે સમાપ્ત કરી નાખશે. 19 તેના વનમાં બાકી રહેલા ઝાડ એટલાં ઓછાં હશે કે એક બાળક પણ તેને ગણી શકે. 20 તે સમયે ઇસ્રાએલના બચવા પામેલા માણસો પોતાને ઘા કરનાર દેશ ઉપર આધાર રાખવાનું છોડી દઇ સાચેસાચ ઇસ્રાએલના પવિત્ર દેવ પર આધાર રાખતા થશે; 21 બાકી રહેલા યાકૂબના વંશજો મહાબળવાન દેવ પાસે પાછા આવશે. 22 ઇસ્રાએલીઓ સાગરની રેતી જેટલા હશે, તોયે તેમાંથી ફકત થોડા બાકી રહેલા માણસો જ પાછા આવશે, એમનો વિનાશ નિર્માઈ ચૂક્યો છે, અને પ્રતિશોધ તો પૂરની જેમ આવી રહ્યો છે. 23 સૈન્યોના પ્રભુ યહોવાએ, પોતે જાહેર કર્યું હતું તે મુજબ સમગ્ર ભૂમિનો વિનાશ કરવા કૃત નિશ્ચય છે. 24 તેથી મારા માલિક સૈન્યોના દેવ યહોવા આ મુજબ કહે છે, “હે સિયોનમાં વસવાટ કરતા મારા લોકો, આશ્શૂરના લોકો મિસરના લોકોની જેમ લાઠીથી તમને મારે અને દંડા ઉગામે તોયે તમે તેમનાથી બીશો નહિ. 25 કારણ કે થોડા જ સમયમાં મારો ક્રોધ તેમનો વિનાશ કરશે.” 26 હું, સૈન્યોનો દેવ યહોવા, મેં, જેમ ઓરેબના ખડક પાસે મિદ્યાનના લોકોને માર્યા હતા તેમ આશ્શૂરના લોકોને ફટકારીશ. અને હું તેમની સામે દંડ ઉગામીશ જેમ મેં સમુદ્ર પર આવેલા મિસર પર કર્યુ હતું તેમ. 27 તે દિવસે આશ્શૂરનો બોજો તમારા ખભા પરથી ઊતરી જશે અને તેની ઝૂંસરી તમારી ડોક પરથી ફગાવી દેવામાં આવશે. 28 તે આયાથ આવી પહોંચ્યો છે, તે મિગ્રોનમાં થઇને ગયો છે; મિખ્માશમાં તે પોતાનો સરસામાન રાખી મૂકે છે. 29 તેઓ ખીણની પાર આવ્યા છે; ગેબામાં તેઓએ ઉતારો કર્યો છે; રામા થથરે છે, શાઉલનું ગિબયાહ નાસાનાસ કરે છે; 30 હે બાથ ગાલ્લીમ, હાંક માર; હે લાઇશાહ, કાળજી પૂર્વક સાંભળ, હે અનાથોથ, તેને જવાબ દે. 31 માદમેનાહના લોકો નાસભાગ કરે છે, ગેબીમના લોકો જીવ બચાવવા ભાગે છે. 32 હુમલાખોરો આજે જ નોબમાં મુકામ કરશે. અને સિયોનના પર્વત ભણી, યરૂશાલેમ ભણી તે મુઠ્ઠી ઉગામશે. 33 પરંતુ અમારા માલિક સૈન્યોનો પ્રભુ યહોવા, ફટકા સાથે કોઇ વૃક્ષની ડાળીઓની જેમ તેમને કાપી નાખશે; તે ઊંચા, મજબૂત ઝાડોને કાપી નાખશે અને તેને જમીન પર ફેંકી દેશે; 34 કુહાડીથી કપાતાં જંગલના ઝાડોની જેમ તે તેમને કાપી નાખશે અને લબાનોનનાં ભવ્યમાં ભવ્ય વૃક્ષો પણ ધરાશાયી થઇ જશે.
Total 66 પ્રકરણો, Selected પ્રકરણ 10 / 66
×

Alert

×

Gujarati Letters Keypad References