પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
નિર્ગમન
1. હવે ઇઝરાયલના જે પુત્રો મિસર દેશમાં આવ્યા તેમનાં નામ આ છે; પ્રત્યેક માણસ પોતાના કુટુંબકબીલા સહિત યાકૂબની સાથે આવ્યો.
2. રૂબેન, શિમયોન, લેવી તથા યહૂદા;
3. ઇસ્સાખાર, ઝબુલોન તથા બિન્યામીન;
4. દાન તથા નફતાલી, ગાદ તથા આશેર.
5. અને યાકૂબને પેટે બધાં મળીને સિત્તેર સંતાનો થયાં હતાં; અને યૂસફ તો તેઓની અગાઉ મિસરમાં હતો.
6. પછી યૂસફ તથા તેના સેર્વ ભાઈઓ તથા તે પેઢીનાં સર્વ માણસો મરી ગયાં.
7. અને ઇઝરાયલપુત્રો સફળ થઈને ઘણાં જ વધ્યા, ને વિસ્તાર પામીને અતિ સમર્થ થયા; અને તેઓથી દેશ ભરપૂર થઈ ગયો.
8. હવે મિસર દેશ ઉપર એક નવો રાજા થયો કે જે યૂસફને ઓળખતો નહોતો.
9. તેણે પોતાના લોકોને કહ્યું, “જુઓ, ઇઝરાયલી લોકો આપણા કરતાં ઘણા તથા બળવાન છે;
10. માટે ચાલો, આપણે તેઓ પ્રત્યે ચાલાકીથી વર્તીએ; નહિ તો તેઓ વધી જશે, ને કોઈ લડાઈ જાગે ત્યારે એવું બને કે તેઓ આપણા શત્રુઓની સાથે મળી જઈને આપણી સામે લડે, ને દેશમાંથી નીકળી જાય.”
11. માટે તેઓને માથે બોજ નાખીને તેઓને દુ:ખ દેવા માટે તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂકયા. અને તેઓએ ફારુનને દુ:ખ દેવા માટે તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂકયા. અને તેઓએ ફારુનને માટે પીથોમ તથા રામસેસ નગરો વખારોને માટે બાંધ્યાં.
12. પણ જેમ જેમ તેઓ તેમને દુ:ખ દેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધ્યા ને વિશાળ વિસ્તાર પામતા ગયા. અને ઇઝરાયલી લોકોથી તેઓ ત્રાસ પામ્યા.
13. અને મિસરીઓએ ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી.
14. અને ચૂનો તથા ઈંટો પાડવાના કામમાં તથા ખેતરમાં સર્વ પ્રકારની મજૂરી કરવામાં તેમની પાસે સખત ચાકરી કરાવીને તેઓએ તેમની જિંદગી કષ્ટમય કરી. તેમની પાસે જે જે ચાકરી તેઓ કરાવતા હતા તે બધી સખત વેઠ હતી.
15. અને હિબ્રૂ દાયણો જેઓમાંની એકનું નામ શિફા તથા બીજીનું નામ પૂઆ હતું, તેઓને મિસરના રાજાએ આજ્ઞા કરીને કહ્યું,
16. “જ્યારે તમે હિબ્રૂ સ્‍ત્રીઓ પાસે દાયણનું કામ કરવા જાઓ, ને જ્યારે તમે તેઓને પ્રસુતિ સમયે જુઓ, ત્યારે જો છોકરો જન્મે તો તેને જીવતી રહેવા દેવી.”
17. પણ તે દાયણો ઈશ્વરનું ભય રાખનારી હતી, ને મિસરના રાજાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે ન કરતાં તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી.
18. અને મિસરના રાજાએ તે દાયણોને બોલાવીને તેઓને કહ્યું, “તમે છોકરાઓને જીવતા રાખ્યા એમ કેમ?”
19. ત્યારે તે દાયણોએ ફારુનને કહ્યું, “કારણ એટલું જ છે કે હિબ્રૂ સ્‍ત્રીઓ મિસરી સ્‍ત્રીઓ જેવી નથી; કેમ કે તેઓ એવી ચાલાક છે કે તેઓની પાસે દાયણો પહોંચે તે પહેલાં તો તેઓ જન્મ આપી દે છે.”
20. એ માટે ઈશ્વરે દાયણોનું ભલું કર્યું, અને લોક વધીને ઘણા સમર્થ થયા.
21. અને એમ થયું કે દાયણો ઈશ્વરનું ભય રાખનારી હતી માટે ઈશ્વરે તેઓને કુટુંબવાળી કરી.
22. અને ફારુને પોતાના સર્વ લોકોને ફરમાવ્યું, “જે પ્રત્યેક છોકરો જન્મે તેને તમારે નદીમાં ફેંકી દેવો, અને પ્રત્યેક છોકરીને તમારે જીવતી રહેવા દેવી.”

Notes

No Verse Added

Total 40 Chapters, Current Chapter 1 of Total Chapters 40
નિર્ગમન 1:20
1. હવે ઇઝરાયલના જે પુત્રો મિસર દેશમાં આવ્યા તેમનાં નામ છે; પ્રત્યેક માણસ પોતાના કુટુંબકબીલા સહિત યાકૂબની સાથે આવ્યો.
2. રૂબેન, શિમયોન, લેવી તથા યહૂદા;
3. ઇસ્સાખાર, ઝબુલોન તથા બિન્યામીન;
4. દાન તથા નફતાલી, ગાદ તથા આશેર.
5. અને યાકૂબને પેટે બધાં મળીને સિત્તેર સંતાનો થયાં હતાં; અને યૂસફ તો તેઓની અગાઉ મિસરમાં હતો.
6. પછી યૂસફ તથા તેના સેર્વ ભાઈઓ તથા તે પેઢીનાં સર્વ માણસો મરી ગયાં.
7. અને ઇઝરાયલપુત્રો સફળ થઈને ઘણાં વધ્યા, ને વિસ્તાર પામીને અતિ સમર્થ થયા; અને તેઓથી દેશ ભરપૂર થઈ ગયો.
8. હવે મિસર દેશ ઉપર એક નવો રાજા થયો કે જે યૂસફને ઓળખતો નહોતો.
9. તેણે પોતાના લોકોને કહ્યું, “જુઓ, ઇઝરાયલી લોકો આપણા કરતાં ઘણા તથા બળવાન છે;
10. માટે ચાલો, આપણે તેઓ પ્રત્યે ચાલાકીથી વર્તીએ; નહિ તો તેઓ વધી જશે, ને કોઈ લડાઈ જાગે ત્યારે એવું બને કે તેઓ આપણા શત્રુઓની સાથે મળી જઈને આપણી સામે લડે, ને દેશમાંથી નીકળી જાય.”
11. માટે તેઓને માથે બોજ નાખીને તેઓને દુ:ખ દેવા માટે તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂકયા. અને તેઓએ ફારુનને દુ:ખ દેવા માટે તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂકયા. અને તેઓએ ફારુનને માટે પીથોમ તથા રામસેસ નગરો વખારોને માટે બાંધ્યાં.
12. પણ જેમ જેમ તેઓ તેમને દુ:ખ દેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધ્યા ને વિશાળ વિસ્તાર પામતા ગયા. અને ઇઝરાયલી લોકોથી તેઓ ત્રાસ પામ્યા.
13. અને મિસરીઓએ ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી.
14. અને ચૂનો તથા ઈંટો પાડવાના કામમાં તથા ખેતરમાં સર્વ પ્રકારની મજૂરી કરવામાં તેમની પાસે સખત ચાકરી કરાવીને તેઓએ તેમની જિંદગી કષ્ટમય કરી. તેમની પાસે જે જે ચાકરી તેઓ કરાવતા હતા તે બધી સખત વેઠ હતી.
15. અને હિબ્રૂ દાયણો જેઓમાંની એકનું નામ શિફા તથા બીજીનું નામ પૂઆ હતું, તેઓને મિસરના રાજાએ આજ્ઞા કરીને કહ્યું,
16. “જ્યારે તમે હિબ્રૂ સ્‍ત્રીઓ પાસે દાયણનું કામ કરવા જાઓ, ને જ્યારે તમે તેઓને પ્રસુતિ સમયે જુઓ, ત્યારે જો છોકરો જન્મે તો તેને જીવતી રહેવા દેવી.”
17. પણ તે દાયણો ઈશ્વરનું ભય રાખનારી હતી, ને મિસરના રાજાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે કરતાં તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી.
18. અને મિસરના રાજાએ તે દાયણોને બોલાવીને તેઓને કહ્યું, “તમે છોકરાઓને જીવતા રાખ્યા એમ કેમ?”
19. ત્યારે તે દાયણોએ ફારુનને કહ્યું, “કારણ એટલું છે કે હિબ્રૂ સ્‍ત્રીઓ મિસરી સ્‍ત્રીઓ જેવી નથી; કેમ કે તેઓ એવી ચાલાક છે કે તેઓની પાસે દાયણો પહોંચે તે પહેલાં તો તેઓ જન્મ આપી દે છે.”
20. માટે ઈશ્વરે દાયણોનું ભલું કર્યું, અને લોક વધીને ઘણા સમર્થ થયા.
21. અને એમ થયું કે દાયણો ઈશ્વરનું ભય રાખનારી હતી માટે ઈશ્વરે તેઓને કુટુંબવાળી કરી.
22. અને ફારુને પોતાના સર્વ લોકોને ફરમાવ્યું, “જે પ્રત્યેક છોકરો જન્મે તેને તમારે નદીમાં ફેંકી દેવો, અને પ્રત્યેક છોકરીને તમારે જીવતી રહેવા દેવી.”
Total 40 Chapters, Current Chapter 1 of Total Chapters 40
×

Alert

×

gujarati Letters Keypad References