પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
2 શમએલ
1. પછી યહોવાએ પ્રબોધક નાથાનને દાઉદ પાસે મોકલ્યો, અને તેની પાસે પહોંચ્યા પછી નાથાન બોલ્યો, “એક નગરમાં બે માંણસો રહેતા હતા. એક ધનવાન હતો અને બીજો ગરીબ હતો.
2. શ્રીમંત પાસે ઘણાં ઘેટાં તથા ઢોર હતાં.
3. પણ પેલા ગરીબ માંણસ પાસે એક નાની ઘેટી સિવાય કંઈ જ નહોતું. તેણે ઘણી મુશ્કેલીઓ વેઠીને ખરીધું હતું. તે ઘેટું તેનાં બાળકોને ખૂબ પસંદ હતું. તે તેના ઘરમાં તેના છોકરાઓ ભેગી જ મોટી થતી હતી. તે તેની થાળીમાંથી જમતી, તેના પ્યાલામાંથી પાણી પીતી અને તેના ખોળામાં સૂતી હતી. તે તેને દીકરીની જેમ ઊછેરતો હતો.
4. “એક દિવસ કોઈ યાત્રી પેલા પૈસાદાર માંણસને ત્યાં આવ્યો પણ પોતાનાં ઘેટાંબકરાંમાંથી અથવા ઢોરોને તે માંણસ માંટે રાંધવા માંર્યા નહિ; એટલે તેણે પેલા ગરીબ માંણસના ઘેટાંના બચ્ચાને લઇને પોતાને ત્યાં આવેલા મહેમાંન માંટે રાંધી.”
5. આ સાંભળીને દાઉદ તે માંણસ પર એકદમ ગુસ્સે થયો અને બોલ્યો, “યહોવાના સમ, આવું કાર્ય કરનાર માંણસને મૃત્યુદંડ આપવો જોઈએ.”
6. તે આવી ક્રૂર રીતે વત્ર્યો, ગરીબનું ઘેટું ચોરી લીધું તેથી તેણે તે ગરીબને તે ઘેટાંના બચ્ચાની કિંમતની ચારગણી કિંમત આપવી જ પડશે.”
7. ત્યારે નાથાને દાઉદને કહ્યું, “એ માંણસ તું જ છે. ઇસ્રાએલના દેવ યહોવાએ તને કહેવડાવ્યું છે કે, ‘મેં તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર્યો, તારા ધણી શાઉલના હાથમાંથી તને બચાવ્યો,
8. મેં તેનું રાજય તને આપ્યું, અને તેની સ્ત્રીઓ તને પત્ની તરીકે આપી; મેં તને ઇસ્રાએલ અને યહૂદાનું રાજય આપ્યું, અને આ બધું જો ઓછું પડયું હોત તો તને આવું બીજું ઘણું બધું આપ્યું હોત.
9. તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે,
10. તેં એ માંણસને આમ્મોનીઓના કબજામાં ફેંકીને માંરી નાખ્યો છે અને તેની પત્નીને તારા ઘરમાં રાખી છે. તરવાર તારા કુટુંબને છોડશે નહિ. તેઁ ઊરિયાની પત્નીને તારી બનાવી, આ રીતે તેં માંરું અપમાંન કર્યુ છે.’
11. તેથી યહોવા કહે છે, ‘હું તારા પર મુશ્કેલીઓ લાવીશ. પોતાના જ કુટુંબીજનો તારા પર આફત લાવશે. હું તારી પત્નીઓને લઈને તારા દેખતાં બીજા માંણસોને આપી દઈશ. અને ધોળે દિવસે જાહેરમાં તેઓ તેની સાથે સૂશે જેથી દરેક જણ જોઇ શકે.
12. તેં જે કયુઁ તે તો ખાનગીમાં કર્યું હતું, પણ હું તો આ કાર્ય ધોળે દહાડે બધા ઇસ્રાએલીઓ જુએ એ રીતે કરીશ.”‘
13. દાઉદે નાથાન સમક્ષ કબૂલ કર્યુ, “મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યુઁ છે.”નાથાને જવાબ આપ્યો, “યહોવાએ તને આ પાપ માંટે પણ ક્ષમાં આપી છે. તું મરીશ નહિ,
14. પણ તેં આમ કરીને જે યહોવાના શત્રુઓનું તેને માંટેનું માંન ગુમાંવડાવ્યું છે, તેથી તારું નવજાત બાળક મરી જશે.”
15. તેથી નાથાન પોતાને ઘેર પાછો ફર્યો. ઊરિયાની પત્નીને દાઉદથી જે સંતાન અવતર્યો તેને યહોવાએ સખત માંદગીમાં પટકયો.
16. દાઉદ તે બાળકને યહોવાની પાસેથી જીવતદાન અપાવવા ખૂબ આજીજી કરી, અને ઉપવાસ કરીને આખી રાત જમીન ઉપર પડી રહ્યો.
17. તેના દરબારીઓએ તેને ભોંય ઉપરથી બેઠો કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઊઠયો નહિ; અને તેમની સાથે તેણે ભોજન પણ લીધું નહિ.
18. સાતમાં દિવસે તે બાળકનું મૃત્યુ થયું. દાઉદને આ સંદેશો આપવાનો હતો જે આપવા ચાકરોની હિંમત ચાલી નહિ, તેમણે વિચાર્યું, “બાળક જીવતું હતું, ત્યારે તો તે આપણું કહેવું સાંભળતો નહોતો, પણ હવે જ્યારે બાળક મરી ગયું છે એમ જો આપણે તેને કહીએ તો તે તેને કાંઇ અનિષ્ટ કરશે.”
19. દાઉદનું ધ્યાન ગયું કે તેના સેવકો એકબીજાના કાનમાં વાતો કરતા હતા, એટલે તે સમજી ગયો કે બાળક મરી ગયું છે. તેથી તેણે પૂછયું, “બાળક મરી ગયુ?”અને તેઓએ કહ્યું, “હા, એ મરી ગયું છે.”
20. પછી દાઉદ ભૂમિ પરથી ઊઠયો, સ્નાન કર્યુ; શરીર પર અત્તર લગાડયું અને નવાં વસ્ત્રો પરિધાન કર્યા, પછી તેણે યહોવાના મંદિરમાં જઈને ભજન કર્યું. પછી તેણે ઘેર જઈને ખાવાનું માંગ્યું અને પીરસ્યું તેટલું ખાધું.
21. દાઉદના ચાકરો વિસ્મય પામ્યા, તેમણે તેને પૂછયું, “આ કેવું? જયારે છોકરો જીવતો હતો ત્યારે તમે અન્ન ત્યાગ કર્યો અને તેને માંટે રડ્યા, પરંતુ અત્યારે હવે તે મૃત્યુ પામ્યો, ત્યારે તમે ઊઠીને ખાધું!”
22. તેણે કહ્યું, “બાળક હજી જીવતું હતું ત્યારે મેં એવું ધારીને અન્ન છોડી દીધું અને હું રડયો કે, કદાચ યહોવા માંરા ઉપર દયા કરે અને બાળક જીવી જાય,
23. પણ હવે એ મરી ગયું છે, ત્યારે હું શા માંટે અન્ન ત્યાગ કરું? હું થોડો જ એને પાછો જીવતો કરી શકવાનો છું? હું જ તેની પાસે જઈશ; તે કંઈ પાછો માંરી પાસે આવવાનો નથી.”
24. ત્યારબાદ દાઉદે તેની પત્ની બાથ-શેબાને આશ્વાસન આપ્યું; પછી તે તેની સાથે સૂતો અને થોડા સમય બાદ તેણે એક પુ્ત્રને જન્મ આપ્યો. દાઉદે તેનું નામ સુલેમાંન પાડયું. અને યહોવાને તેના પર પ્રેમ હતો.
25. એટલે તેણે નાથાન માંરફતે સંદેશો મોકલ્યો કે, યહોવાને માંટે એનું નામ યદીદયા રાખવું,
26. આમ્મોનીઓના પાટનગર રબ્બાહ ઉપર યોઆબે લડાઇ કરી અને તે કબજે કર્યું.
27. યોઆબે સંદેશવાહકો મોકલીને દાઉદને સંદેશો મોકલ્યો : “મેં રબ્બાહ ઉપર હુમલો કર્યો છે અને પાણીના નગરને કબજે કર્યુ છે.
28. તમે બાકીનું લશ્કર ભેગું કરી જાતે શહેરને ઘેરો ઘાલી કબજે કરી લો, નહિ તો માંરે એ કબજે કરવું પડશે, અને એ માંરે નામે ઓળખાશે.”
29. આથી દાઉદ સૈન્ય લઈને રબ્બાહ ગયો અને તેને જીતી લીધું.
30. તે નગરમાંથી પુષ્કળ લૂંટ યરૂશાલેમ લઈ જવામાં આવી. રબ્બાહના રાજાનો મૂલ્યવાન રત્નો જડેલો એક તાલંત સોનાનો મુગટ દાઉદે પોતાના માંથા પર મૂકયો.
31. વળી શહેરના લોકોને લઈ જઈને તેણે તેમની પાસે કરવત, તીકમ અને કુહાડા વડે મજૂરી કરાવી અને તેમને ઇટઁવાડામાં કામે લગાડયા. તેણે આમ્મોનીઓના સર્વ નગરોની આ દશા કરી, અને પછી તે અને તેના બધા માંણસો યરૂશાલેમ પાછા ફર્યા.

રેકોર્ડ

Total 24 પ્રકરણો, Selected પ્રકરણ 12 / 24
1 પછી યહોવાએ પ્રબોધક નાથાનને દાઉદ પાસે મોકલ્યો, અને તેની પાસે પહોંચ્યા પછી નાથાન બોલ્યો, “એક નગરમાં બે માંણસો રહેતા હતા. એક ધનવાન હતો અને બીજો ગરીબ હતો. 2 શ્રીમંત પાસે ઘણાં ઘેટાં તથા ઢોર હતાં. 3 પણ પેલા ગરીબ માંણસ પાસે એક નાની ઘેટી સિવાય કંઈ જ નહોતું. તેણે ઘણી મુશ્કેલીઓ વેઠીને ખરીધું હતું. તે ઘેટું તેનાં બાળકોને ખૂબ પસંદ હતું. તે તેના ઘરમાં તેના છોકરાઓ ભેગી જ મોટી થતી હતી. તે તેની થાળીમાંથી જમતી, તેના પ્યાલામાંથી પાણી પીતી અને તેના ખોળામાં સૂતી હતી. તે તેને દીકરીની જેમ ઊછેરતો હતો. 4 “એક દિવસ કોઈ યાત્રી પેલા પૈસાદાર માંણસને ત્યાં આવ્યો પણ પોતાનાં ઘેટાંબકરાંમાંથી અથવા ઢોરોને તે માંણસ માંટે રાંધવા માંર્યા નહિ; એટલે તેણે પેલા ગરીબ માંણસના ઘેટાંના બચ્ચાને લઇને પોતાને ત્યાં આવેલા મહેમાંન માંટે રાંધી.” 5 આ સાંભળીને દાઉદ તે માંણસ પર એકદમ ગુસ્સે થયો અને બોલ્યો, “યહોવાના સમ, આવું કાર્ય કરનાર માંણસને મૃત્યુદંડ આપવો જોઈએ.” 6 તે આવી ક્રૂર રીતે વત્ર્યો, ગરીબનું ઘેટું ચોરી લીધું તેથી તેણે તે ગરીબને તે ઘેટાંના બચ્ચાની કિંમતની ચારગણી કિંમત આપવી જ પડશે.” 7 ત્યારે નાથાને દાઉદને કહ્યું, “એ માંણસ તું જ છે. ઇસ્રાએલના દેવ યહોવાએ તને કહેવડાવ્યું છે કે, ‘મેં તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર્યો, તારા ધણી શાઉલના હાથમાંથી તને બચાવ્યો, 8 મેં તેનું રાજય તને આપ્યું, અને તેની સ્ત્રીઓ તને પત્ની તરીકે આપી; મેં તને ઇસ્રાએલ અને યહૂદાનું રાજય આપ્યું, અને આ બધું જો ઓછું પડયું હોત તો તને આવું બીજું ઘણું બધું આપ્યું હોત. 9 તો પછી તેં દેવની આજ્ઞાની ઉપેક્ષા શા માંટે કરી? તેની નજરમાં જે ખોટું છે તે શા માંટે કર્યુ? તેં હિત્તી ઊરિયાને તરવારના ઘાથી માંરી નાખ્યો છે, 10 તેં એ માંણસને આમ્મોનીઓના કબજામાં ફેંકીને માંરી નાખ્યો છે અને તેની પત્નીને તારા ઘરમાં રાખી છે. તરવાર તારા કુટુંબને છોડશે નહિ. તેઁ ઊરિયાની પત્નીને તારી બનાવી, આ રીતે તેં માંરું અપમાંન કર્યુ છે.’ 11 તેથી યહોવા કહે છે, ‘હું તારા પર મુશ્કેલીઓ લાવીશ. પોતાના જ કુટુંબીજનો તારા પર આફત લાવશે. હું તારી પત્નીઓને લઈને તારા દેખતાં બીજા માંણસોને આપી દઈશ. અને ધોળે દિવસે જાહેરમાં તેઓ તેની સાથે સૂશે જેથી દરેક જણ જોઇ શકે. 12 તેં જે કયુઁ તે તો ખાનગીમાં કર્યું હતું, પણ હું તો આ કાર્ય ધોળે દહાડે બધા ઇસ્રાએલીઓ જુએ એ રીતે કરીશ.”‘ 13 દાઉદે નાથાન સમક્ષ કબૂલ કર્યુ, “મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યુઁ છે.”નાથાને જવાબ આપ્યો, “યહોવાએ તને આ પાપ માંટે પણ ક્ષમાં આપી છે. તું મરીશ નહિ, 14 પણ તેં આમ કરીને જે યહોવાના શત્રુઓનું તેને માંટેનું માંન ગુમાંવડાવ્યું છે, તેથી તારું નવજાત બાળક મરી જશે.” 15 તેથી નાથાન પોતાને ઘેર પાછો ફર્યો. ઊરિયાની પત્નીને દાઉદથી જે સંતાન અવતર્યો તેને યહોવાએ સખત માંદગીમાં પટકયો. 16 દાઉદ તે બાળકને યહોવાની પાસેથી જીવતદાન અપાવવા ખૂબ આજીજી કરી, અને ઉપવાસ કરીને આખી રાત જમીન ઉપર પડી રહ્યો.
17 તેના દરબારીઓએ તેને ભોંય ઉપરથી બેઠો કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઊઠયો નહિ; અને તેમની સાથે તેણે ભોજન પણ લીધું નહિ.
18 સાતમાં દિવસે તે બાળકનું મૃત્યુ થયું. દાઉદને આ સંદેશો આપવાનો હતો જે આપવા ચાકરોની હિંમત ચાલી નહિ, તેમણે વિચાર્યું, “બાળક જીવતું હતું, ત્યારે તો તે આપણું કહેવું સાંભળતો નહોતો, પણ હવે જ્યારે બાળક મરી ગયું છે એમ જો આપણે તેને કહીએ તો તે તેને કાંઇ અનિષ્ટ કરશે.” 19 દાઉદનું ધ્યાન ગયું કે તેના સેવકો એકબીજાના કાનમાં વાતો કરતા હતા, એટલે તે સમજી ગયો કે બાળક મરી ગયું છે. તેથી તેણે પૂછયું, “બાળક મરી ગયુ?”અને તેઓએ કહ્યું, “હા, એ મરી ગયું છે.” 20 પછી દાઉદ ભૂમિ પરથી ઊઠયો, સ્નાન કર્યુ; શરીર પર અત્તર લગાડયું અને નવાં વસ્ત્રો પરિધાન કર્યા, પછી તેણે યહોવાના મંદિરમાં જઈને ભજન કર્યું. પછી તેણે ઘેર જઈને ખાવાનું માંગ્યું અને પીરસ્યું તેટલું ખાધું. 21 દાઉદના ચાકરો વિસ્મય પામ્યા, તેમણે તેને પૂછયું, “આ કેવું? જયારે છોકરો જીવતો હતો ત્યારે તમે અન્ન ત્યાગ કર્યો અને તેને માંટે રડ્યા, પરંતુ અત્યારે હવે તે મૃત્યુ પામ્યો, ત્યારે તમે ઊઠીને ખાધું!” 22 તેણે કહ્યું, “બાળક હજી જીવતું હતું ત્યારે મેં એવું ધારીને અન્ન છોડી દીધું અને હું રડયો કે, કદાચ યહોવા માંરા ઉપર દયા કરે અને બાળક જીવી જાય, 23 પણ હવે એ મરી ગયું છે, ત્યારે હું શા માંટે અન્ન ત્યાગ કરું? હું થોડો જ એને પાછો જીવતો કરી શકવાનો છું? હું જ તેની પાસે જઈશ; તે કંઈ પાછો માંરી પાસે આવવાનો નથી.” 24 ત્યારબાદ દાઉદે તેની પત્ની બાથ-શેબાને આશ્વાસન આપ્યું; પછી તે તેની સાથે સૂતો અને થોડા સમય બાદ તેણે એક પુ્ત્રને જન્મ આપ્યો. દાઉદે તેનું નામ સુલેમાંન પાડયું. અને યહોવાને તેના પર પ્રેમ હતો. 25 એટલે તેણે નાથાન માંરફતે સંદેશો મોકલ્યો કે, યહોવાને માંટે એનું નામ યદીદયા રાખવું, 26 આમ્મોનીઓના પાટનગર રબ્બાહ ઉપર યોઆબે લડાઇ કરી અને તે કબજે કર્યું. 27 યોઆબે સંદેશવાહકો મોકલીને દાઉદને સંદેશો મોકલ્યો : “મેં રબ્બાહ ઉપર હુમલો કર્યો છે અને પાણીના નગરને કબજે કર્યુ છે. 28 તમે બાકીનું લશ્કર ભેગું કરી જાતે શહેરને ઘેરો ઘાલી કબજે કરી લો, નહિ તો માંરે એ કબજે કરવું પડશે, અને એ માંરે નામે ઓળખાશે.” 29 આથી દાઉદ સૈન્ય લઈને રબ્બાહ ગયો અને તેને જીતી લીધું. 30 તે નગરમાંથી પુષ્કળ લૂંટ યરૂશાલેમ લઈ જવામાં આવી. રબ્બાહના રાજાનો મૂલ્યવાન રત્નો જડેલો એક તાલંત સોનાનો મુગટ દાઉદે પોતાના માંથા પર મૂકયો. 31 વળી શહેરના લોકોને લઈ જઈને તેણે તેમની પાસે કરવત, તીકમ અને કુહાડા વડે મજૂરી કરાવી અને તેમને ઇટઁવાડામાં કામે લગાડયા. તેણે આમ્મોનીઓના સર્વ નગરોની આ દશા કરી, અને પછી તે અને તેના બધા માંણસો યરૂશાલેમ પાછા ફર્યા.
Total 24 પ્રકરણો, Selected પ્રકરણ 12 / 24
×

Alert

×

Gujarati Letters Keypad References