પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
1. ત્યારબાદ દાઉદ ગયો અને યોનાથાન પોતાના ગામે પાછો આવ્યો.દાઉદ નોબ નગરમાં અહીમેલેખ યાજકને મળવા ગયો, અહીમેલેખે તેને જોયો એટલે તે કાંપવા લાગ્યો, તેણે પૂછયું, “તું કેમ એકલો છે? કેમ તારી સાથે કોઇ નથી?”
2. એટલે દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું કે, “રાજાએ મને એમ કહીને આદેશ કર્યો છે કે, હું તને ખાનગી કામ પર મોકલી રહ્યો છું. તેના વિષે કોઇને ખબર પડવી જોઇએ નહિ. મેં માંરા માંણસોને મને એક જગા પર મળવાનું કહ્યું.
3. અત્યારે હવે એ કહો કે ભોજન માંટે શું છે? પાંચેક રોટલી છે? હોય તો આપો, જે હોય તે લાવો.”
4. પછી યાજકે દાઉદને કહ્યું, આપણી પાસે સાદી રોટલી બિલકુલ નથી, આપણી પાસે માંત્ર પવિત્ર રોટલી છે, જો તે અને તારા માંણસોએ કોઇ સ્ત્રીઓથી દૂર રહેલા હોય તો તમે તે ખાઈ શકો છો.”
5. દાઉદે કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે અમે કોઇ સ્ત્રી સાથે જાતિય સંબધ નથી કર્યો, માંરા માંણસો સામાંન્ય ફરજો પર લડવા જાય છે ત્યારે પણ પોતાની જાતને શુદ્ધ રાખે છે. આજે પણ આ વિષેશ કર્તવ્ય માંટે તેઓએ પોતાની જાતને શુદ્ધ રાખી છે.”
6. યાજકે ત્યાં બીજી રોટલી ન હતી તેથી તેમને પવિત્ર રોટલી આપી. જે યહોવાની સમક્ષ અર્પણ તરીકે મૂકવામાં આવી હતી. દરરોજ તાજી પવિત્ર રોટલી અર્પણ કરવામાં આવતી.
7. તે દિવસે શાઉલનો એક માંણસ ત્યાં હતો, તેને યહોવા સમક્ષ રાખવામાં આવ્યો હતો; તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ભરવાડોનો મુખ્ય હતો.
8. દાઉદે અહીમેલેખને કહ્યું, “તમાંરી પાસે કોઇ શસ્ર છે જેવંુ કે ભાલો અથવા તરવાર? હું માંરી તરવાર કે ભાલો માંરી સાથે લાવ્યો નથી, કારણ, રાજાનું કામ તાકીદનું હતું.”
9. યાજકે ઉત્તર આપ્યો, “માંરી પાસે ગોલ્યાથ પલિસ્તીની તરવાર છે, જેને તમે એલાહની ખીણમાં માંરી નાખ્યો હતો, તે કપડાંમાં વીંટાંળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તારી ઈચ્છા હોય તો તે લે; માંરી પાસે બીજી કોઇ નથી.”તેથી દાઉદે કહ્યું, “એના જેવી એકે નથી; તેથી એ મને આપ.”
10. દાઉદ ઊભો થયો અને શાઉલથી આખીશનાં રાજા પાસે નાસી ગયો.
11. રાજાના સેવકોએ આખીશને કહ્યું, “આ શું તે દેશનો રાજા દાઉદ નથી? એને વિષે જ લોકો નાચતાં નાચતાં ગાતાં નહોતા કે,“શાઉલે હજારોને સંહાર્યા છે,પણ દાઉદે તો લાખોને?”
12. દાઉદે આ સાંભળ્યું ત્યારે રાજા આખીશ તેને શું કરશે તે વાતથી એ ગભરાયો.
13. પછી તેણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો. તેણે નગરના દરવાજા પર લીટા દોર્યા, અને દાઢી ઉપર લાળના રેલા ઉતારવા માંડયા.
14. આખીશે પોતાના સેવકોને કહ્યું, “તમે જુઓ છો કે એ માંણસ ગાંડો છે, પછી એને માંરી પાસે શા માંટે લાવો છો?”
15. માંરી પાસે ગાંડા માંણસોની ખોટ છે કે તમે આ માંણસને માંરી હજૂરમાં ગાંડા ચાળા કરવાને લાવ્યા છો? શું આવા માંણસને માંરા ઘરમાં રાખવાનો છે?”

Notes

No Verse Added

Total 31 Chapters, Selected Chapter 21 / 31
1 Samuel 21:58
1 ત્યારબાદ દાઉદ ગયો અને યોનાથાન પોતાના ગામે પાછો આવ્યો.દાઉદ નોબ નગરમાં અહીમેલેખ યાજકને મળવા ગયો, અહીમેલેખે તેને જોયો એટલે તે કાંપવા લાગ્યો, તેણે પૂછયું, “તું કેમ એકલો છે? કેમ તારી સાથે કોઇ નથી?” 2 એટલે દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું કે, “રાજાએ મને એમ કહીને આદેશ કર્યો છે કે, હું તને ખાનગી કામ પર મોકલી રહ્યો છું. તેના વિષે કોઇને ખબર પડવી જોઇએ નહિ. મેં માંરા માંણસોને મને એક જગા પર મળવાનું કહ્યું. 3 અત્યારે હવે એ કહો કે ભોજન માંટે શું છે? પાંચેક રોટલી છે? હોય તો આપો, જે હોય તે લાવો.” 4 પછી યાજકે દાઉદને કહ્યું, આપણી પાસે સાદી રોટલી બિલકુલ નથી, આપણી પાસે માંત્ર પવિત્ર રોટલી છે, જો તે અને તારા માંણસોએ કોઇ સ્ત્રીઓથી દૂર રહેલા હોય તો તમે તે ખાઈ શકો છો.” 5 દાઉદે કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે અમે કોઇ સ્ત્રી સાથે જાતિય સંબધ નથી કર્યો, માંરા માંણસો સામાંન્ય ફરજો પર લડવા જાય છે ત્યારે પણ પોતાની જાતને શુદ્ધ રાખે છે. આજે પણ આ વિષેશ કર્તવ્ય માંટે તેઓએ પોતાની જાતને શુદ્ધ રાખી છે.” 6 યાજકે ત્યાં બીજી રોટલી ન હતી તેથી તેમને પવિત્ર રોટલી આપી. જે યહોવાની સમક્ષ અર્પણ તરીકે મૂકવામાં આવી હતી. દરરોજ તાજી પવિત્ર રોટલી અર્પણ કરવામાં આવતી. 7 તે દિવસે શાઉલનો એક માંણસ ત્યાં હતો, તેને યહોવા સમક્ષ રાખવામાં આવ્યો હતો; તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ભરવાડોનો મુખ્ય હતો. 8 દાઉદે અહીમેલેખને કહ્યું, “તમાંરી પાસે કોઇ શસ્ર છે જેવંુ કે ભાલો અથવા તરવાર? હું માંરી તરવાર કે ભાલો માંરી સાથે લાવ્યો નથી, કારણ, રાજાનું કામ તાકીદનું હતું.” 9 યાજકે ઉત્તર આપ્યો, “માંરી પાસે ગોલ્યાથ પલિસ્તીની તરવાર છે, જેને તમે એલાહની ખીણમાં માંરી નાખ્યો હતો, તે કપડાંમાં વીંટાંળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તારી ઈચ્છા હોય તો તે લે; માંરી પાસે બીજી કોઇ નથી.”તેથી દાઉદે કહ્યું, “એના જેવી એકે નથી; તેથી એ મને આપ.” 10 દાઉદ ઊભો થયો અને શાઉલથી આખીશનાં રાજા પાસે નાસી ગયો. 11 રાજાના સેવકોએ આખીશને કહ્યું, “આ શું તે દેશનો રાજા દાઉદ નથી? એને વિષે જ લોકો નાચતાં નાચતાં ગાતાં નહોતા કે,“શાઉલે હજારોને સંહાર્યા છે,પણ દાઉદે તો લાખોને?” 12 દાઉદે આ સાંભળ્યું ત્યારે રાજા આખીશ તેને શું કરશે તે વાતથી એ ગભરાયો. 13 પછી તેણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો. તેણે નગરના દરવાજા પર લીટા દોર્યા, અને દાઢી ઉપર લાળના રેલા ઉતારવા માંડયા. 14 આખીશે પોતાના સેવકોને કહ્યું, “તમે જુઓ છો કે એ માંણસ ગાંડો છે, પછી એને માંરી પાસે શા માંટે લાવો છો?” 15 માંરી પાસે ગાંડા માંણસોની ખોટ છે કે તમે આ માંણસને માંરી હજૂરમાં ગાંડા ચાળા કરવાને લાવ્યા છો? શું આવા માંણસને માંરા ઘરમાં રાખવાનો છે?”
Total 31 Chapters, Selected Chapter 21 / 31
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References