પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તીથ. દાઉદનું ગીત. હે યહોવા, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.
2. તમારા શત્રુઓને કારણે તમે બાળકોને તથા ધાવણાંઓને મુખે તમારું બળ પ્રગટ કર્યું છે કે, શત્રુને તથા વૈરીને તમે શાંત પાડો.
3. આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું વિચાર કરું છું,
4. ત્યારે [હું કહું છું કે,] માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?
5. કેમ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો સૃજ્યો છે, અને તમે તેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકો છો.
6. તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ તળે તમે બધું મૂક્યું છે:
7. એટલે સર્વ મેંઢાં તથા ઢોર, હા, રાની પશુઓ પણ.
8. આકાશનાં પક્ષીઓ, સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રમાં જે કંઈ ચાલે છે તે [બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે].
9. હે યહોવા, અમારા ઈશ્વર, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે!

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 8 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 8
1. મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તીથ. દાઉદનું ગીત. હે યહોવા, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.
2. તમારા શત્રુઓને કારણે તમે બાળકોને તથા ધાવણાંઓને મુખે તમારું બળ પ્રગટ કર્યું છે કે, શત્રુને તથા વૈરીને તમે શાંત પાડો.
3. આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું વિચાર કરું છું,
4. ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?
5. કેમ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો ઊતરતો સૃજ્યો છે, અને તમે તેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકો છો.
6. તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ તળે તમે બધું મૂક્યું છે:
7. એટલે સર્વ મેંઢાં તથા ઢોર, હા, રાની પશુઓ પણ.
8. આકાશનાં પક્ષીઓ, સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રમાં જે કંઈ ચાલે છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.
9. હે યહોવા, અમારા ઈશ્વર, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે!
Total 150 Chapters, Current Chapter 8 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References