પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; બાથ-શેબાની પાસે ગયા પછી તેની પાસે નાથાન પ્રબોધક આવ્યો, તે વખતનું. હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં ઉલ્લંઘન ભૂંસી નાખો.
2. મારા અન્યાયથી મને પૂરો ધૂઓ, અને મારા પાપથી મને શુદ્ધ કરો.
3. કેમ કે મારાં ઉલ્લંઘન હું જાણું છું, અને મારું પાપ નિત્ય મારી આગળ છે.
4. તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને જે તમારી દષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો ત્યારે તમે ન્યાયી ઠરો, અને તમે ન્યાય કરો ત્યારે તમે નિર્દોષ ઠરો.
5. હું અન્યાયીપણામાં જન્‍મ્યો, અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો.
6. તમે અંત:કરણથની સત્યતા માગો છો; અને મારા હ્રદયને તમે જ્ઞાન શીખવશો.
7. ઝૂફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો, તો હું હિમ કરતાં ધોળો થઈશ.
8. મને હર્ષ તથા આનંદ સંભળાવો; એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
9. મારાં પાપ તરફ નજર ન કરો; મારા સર્વ અન્યાય ભૂંસી નાખો.
10. હે ઈશ્વર, મારામાં શુદ્ધ હ્રદય ઉત્પન્ન કરો; અને મારા આત્માને નવો અને દઢ કરો.
11. તમારી સંમુખથી મને કાઢી મૂકતા નહિ; અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતા નહિ.
12. તમારા તારણનો હર્ષ મને પાછો આપો; અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.
13. ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ; અને પાપીઓ તમારી તરફ ફરશે.
14. હે ઈશ્વર, મારા તારણના ઈશ્વર, ખૂનના દોષથી મને મુક્ત કરો; એટલે મારી જીભ તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાશે.
15. હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો; એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.
16. કેમ કે તમે યજ્ઞથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.
17. ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હ્રદયને ધિક્કારશો નહિ.
18. તમે કૃપા કરીને સિયોનનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને [ફરી] બાંધો.
19. ત્યારે ન્યાયીપણાના યજ્ઞોથી, દહનીયાર્પણ તથા સકળ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; ત્યારે તેઓ તમારી વેદી પર ગોધાઓનું અર્પણ કરશે.

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 51 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 51
1. મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; બાથ-શેબાની પાસે ગયા પછી તેની પાસે નાથાન પ્રબોધક આવ્યો, તે વખતનું. હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં ઉલ્લંઘન ભૂંસી નાખો.
2. મારા અન્યાયથી મને પૂરો ધૂઓ, અને મારા પાપથી મને શુદ્ધ કરો.
3. કેમ કે મારાં ઉલ્લંઘન હું જાણું છું, અને મારું પાપ નિત્ય મારી આગળ છે.
4. તમારી, હા, તમારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને જે તમારી દષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે; તેથી જ્યારે તમે બોલો ત્યારે તમે ન્યાયી ઠરો, અને તમે ન્યાય કરો ત્યારે તમે નિર્દોષ ઠરો.
5. હું અન્યાયીપણામાં જન્‍મ્યો, અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો.
6. તમે અંત:કરણથની સત્યતા માગો છો; અને મારા હ્રદયને તમે જ્ઞાન શીખવશો.
7. ઝૂફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો, તો હું હિમ કરતાં ધોળો થઈશ.
8. મને હર્ષ તથા આનંદ સંભળાવો; એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
9. મારાં પાપ તરફ નજર કરો; મારા સર્વ અન્યાય ભૂંસી નાખો.
10. હે ઈશ્વર, મારામાં શુદ્ધ હ્રદય ઉત્પન્ન કરો; અને મારા આત્માને નવો અને દઢ કરો.
11. તમારી સંમુખથી મને કાઢી મૂકતા નહિ; અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતા નહિ.
12. તમારા તારણનો હર્ષ મને પાછો આપો; અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.
13. ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ; અને પાપીઓ તમારી તરફ ફરશે.
14. હે ઈશ્વર, મારા તારણના ઈશ્વર, ખૂનના દોષથી મને મુક્ત કરો; એટલે મારી જીભ તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાશે.
15. હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો; એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.
16. કેમ કે તમે યજ્ઞથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.
17. ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે; હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હ્રદયને ધિક્કારશો નહિ.
18. તમે કૃપા કરીને સિયોનનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને ફરી બાંધો.
19. ત્યારે ન્યાયીપણાના યજ્ઞોથી, દહનીયાર્પણ તથા સકળ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; ત્યારે તેઓ તમારી વેદી પર ગોધાઓનું અર્પણ કરશે.
Total 150 Chapters, Current Chapter 51 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References