પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર
1. ચઢવાનું ગીત. હે યહોવા, જે સર્વ દુ:ખો દાઉદે વેઠ્યાં તે તેના લાભમાં સંભારો;
2. તેણે યહોવાની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ [ઈશ્વર] ની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા કરી કે,
3. “જ્યાં સુધી યહોવાને માટે હું મકાન ન મેળવું, અને યાકૂબના સમર્થ [ઈશ્વર] ને માટે નિવાસસ્થાન [તૈયાર ન કરું];
4. ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું, અને મારા પલંગ પર નહિ સૂઉં;
5. વળી મારી આંખોને ઊંઘ, અને મારાં પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”
6. આપણે એફ્રાથા પાસે એ વિષે સાંભળ્યું; તે આપણને વનનાં ક્ષેત્રોમાં મળ્યો.
7. આપણે પ્રભુના મંદિરમાં જઈએ; તેમના પાયાસનની આગળ તેમને ભજીએ.
8. હે યહોવા, તમે તમારા સામર્થ્યના કોશની સાથે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.
9. તમારા યાજકો ન્યાયીપણાથી વેષ્ટિત થાઓ; અને તમારા ભક્તો હર્ષનાદ કરો.
10. તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્તનું મુખ પાછું ન ફેરવો.
11. યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી, “હું તારી ગાદી પર તારા સંતાનને બેસાડીશ;” તેથી તે ફરી જશે નહિ.
12. “જો તારા દીકરા મારો કરાર, અને જે સાક્ષ્ય હું તેમને શીખવું તે પાળે, તો તેઓનાં સંતાન પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.”
13. કેમ કે યહોવાએ સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છયું છે.
14. “આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ; કેમ કે મેં તેને ઇચ્છયું છે.
15. નિશ્ચે હું તેના અન્‍નને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.
16. હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ, તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.
17. ત્યાં હું દાઉદને માટે શિંગ ચઢાવીશ; મારા અભિષિક્તને માટે મેં દીવો તૈયાર કર્યો છે.
18. તેના શત્રુઓને હું લાજથી ઢાંકી દઈશ; પણ તેના પોતાના પર તેનો મુગટ દીપશે.”

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 132 of Total Chapters 150
ગીતશાસ્ત્ર 132:3
1. ચઢવાનું ગીત. હે યહોવા, જે સર્વ દુ:ખો દાઉદે વેઠ્યાં તે તેના લાભમાં સંભારો;
2. તેણે યહોવાની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ ઈશ્વર ની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા કરી કે,
3. “જ્યાં સુધી યહોવાને માટે હું મકાન મેળવું, અને યાકૂબના સમર્થ ઈશ્વર ને માટે નિવાસસ્થાન તૈયાર કરું;
4. ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું, અને મારા પલંગ પર નહિ સૂઉં;
5. વળી મારી આંખોને ઊંઘ, અને મારાં પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”
6. આપણે એફ્રાથા પાસે વિષે સાંભળ્યું; તે આપણને વનનાં ક્ષેત્રોમાં મળ્યો.
7. આપણે પ્રભુના મંદિરમાં જઈએ; તેમના પાયાસનની આગળ તેમને ભજીએ.
8. હે યહોવા, તમે તમારા સામર્થ્યના કોશની સાથે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.
9. તમારા યાજકો ન્યાયીપણાથી વેષ્ટિત થાઓ; અને તમારા ભક્તો હર્ષનાદ કરો.
10. તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્તનું મુખ પાછું ફેરવો.
11. યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી, “હું તારી ગાદી પર તારા સંતાનને બેસાડીશ;” તેથી તે ફરી જશે નહિ.
12. “જો તારા દીકરા મારો કરાર, અને જે સાક્ષ્ય હું તેમને શીખવું તે પાળે, તો તેઓનાં સંતાન પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.”
13. કેમ કે યહોવાએ સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છયું છે.
14. “આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં રહીશ; કેમ કે મેં તેને ઇચ્છયું છે.
15. નિશ્ચે હું તેના અન્‍નને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.
16. હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ, તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.
17. ત્યાં હું દાઉદને માટે શિંગ ચઢાવીશ; મારા અભિષિક્તને માટે મેં દીવો તૈયાર કર્યો છે.
18. તેના શત્રુઓને હું લાજથી ઢાંકી દઈશ; પણ તેના પોતાના પર તેનો મુગટ દીપશે.”
Total 150 Chapters, Current Chapter 132 of Total Chapters 150
×

Alert

×

gujarati Letters Keypad References