1. અને યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓએ પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનાં ઝીણાં વસ્ત્ર બનાવ્યાં. તેમ હારુનને માટે પણ તેઓએ પવિત્ર વસ્ત્ર બનાવ્યાં.
|
3. અને તેમણે સોનાનાં પાતળાં પતરાં ઘડીને તેમને કાપીને તેના તાર બનાવ્યા, એ માટે કે તેમને નીલ તથા જાંબુડા તથા કિરમજી તથા ઝીણા શણની સાથે નિપુણ કારીગરીથી વણે.
|
5. અને એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા માટે તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો, નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો, તથા ઝીણા કાંતેલા શણનો હતો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
|
6. અને તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને, તેમના પર ઇઝરાયલી કુળના નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડયાં.
|
7. અને યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓને ઇઝરાયલી લોકો માટે સ્મરણપાષાણો થવા માટે એફોદની સ્કંધપટીઓ પર લગાડયા.
|
8. અને મૂસાએ એફોદના જેવી બનાવટનું તથા નિપુણ કારીગરની કારીગરીનું ઉરપત્ર બનાવ્યું; એટલે સોનાનું, નીલ તથા જાંબુડા તથા કિરમજી તથા ઝીણા કાંતેલા શણનું બનાવ્યું.
|
14. અને પાષાણો તેઓનાં નામ પ્રમાણે એટલે ઇઝરાયલી કુળનાં નામ પ્રમાણે બાર હતા; બારે કુળોમાંના પ્રત્યેકનું નામ એકેક પાષાણ પર મુદ્રાના જેવી કોતરણીથી કોતરેલું હતું.
|
16. અને તેઓએ સોનાનાં બે ચોકઠાં તથા સોનાની બે કડીઓ બનાવી; અને તે બે કડીઓ તેઓએ ઉરપત્રના બે છેડા પર લગાડી.
|
18. અને તે ગૂંથેલી બે સાંકળીઓના બાકીના બે છેડાને બે ચોકઠાંમાં જડીને તેઓએ તેમને એફોદના આગલા ભાગમાં તેની સ્કંધપટીઓ પર લગાડયા.
|
19. અને તેઓએ સોનાની બે કડીઓ બનાવીને તેઓને ઉરપત્રના બે છેડા પર, એટલે અંદરની બાજુએ એફોદ તરફની કોર પર લગાડી.
|
20. અને તેઓએ સોનાની બીજી બે કડીઓ બનાવીને એફોદની સ્કંધપટીઓની નીચલી બાજુએ, તેના આગલા ભાગમાં તેના સાંધાની નજીક, એફોદના નિપુણ કારીગરીના પટકાનિ ઉપલી બાજુએ તેઓને લગાડી.
|
21. અને તેઓએ નીલરંગી ફીતથી ઉરપત્રને તેની કડીઓ વડે એફોદના નિપુણ કારીગરીના પટકા ઉપર રહે, ને ઉરપત્ર એફોદથી છૂટું પડી ન જાય; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
|
23. અને જામાની વચ્ચે તેનો છેદ કવચના છેદ જેવો હતો, ને તે ફાટી ન જાય માટે તેણે આસપાસથી તે ઓટી લીધો હતો.
|
26. એટલે પહેરીને સેવા કરવા માટે, જામાના ઘેરને ફરતી એક ઘૂઘરી ને એક દાડમ, એક ઘૂઘરી ને એક દાડમ, એમ લગાડયાં; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
|
29. તથા ઝીણા કાંતેલા શણનો, તથા નીલ જાંબુડા તથા કિરમજી રંગનો, ભરત ભરનારની કારીગરીનો કમરપટો બનાવ્યો; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
|
30. અને તેઓએ ચોખ્ખા સોનાનું પવિત્ર મુગટનું પતરું બનાવ્યું, ને તેના પર, ‘યહોવાને માટે પવિત્ર, ’ એવો લેખ, મુદ્રાના જેવી કોતરણીથી કોતર્યો.
|
31. નઅએ તેને પાઘડીની ટોચે બાંધવા માટે તેઓએ તેને નીલ રંગની ફીત લગાડી; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
|
32. મુલાકાતમંડપના માંડવાનું બધું કામ એ પ્રમાણે પૂરું થયું; અને યહોવાએ મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ કર્યું.
|
33. અને તેઓ મંડપ મૂસા પાસે લાવ્યા, એટલે મંડપ તથા તેનો સર્વ સામાન, તેના ચાપડા, તેનાં પાટિયાં, તેની ભૂંગળો, તથા તેના સ્તંભો, તથા તેની કૂંભીઓ;
|
37. શુદ્ધ દીપવૃક્ષ તથા તેના દીવા, એટલે તે પર ગોઠવવાના દીવા, તથા તેનાં સર્વ પાત્રો, તથા રોશનીને માટે તેલ;
|
40. આંગણાના પડદા, તેના સ્તંભ, તથા તેની કૂંભીઓ, તથા આંગણાના દરવાજાનો પડદો, તેની દોરીઓ, તથા તેની ખીલીઓ, તથા મુલાકાતમંડપને માટે માંડવાની સેવાનાં સર્વ પાત્રો;
|
41. પવિત્રસ્થાનમાં સેવા કરવાને ઝીણાં વણેલાં વસ્ત્રો, તથા યાજકપદ બજાવવા માટે હારુન યાજકને માટે પવિત્ર વસ્ત્રો, તથા તેના દીકરાઓને માટે વસ્ત્રો તે બધું તેઓ લાવ્યા.
|
43. અને મૂસાએ બધું કામ જોયું, તો જુઓ, તેઓએ તે પૂરું કર્યું હતું; જેમ યહોવાએ આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે તેઓએ તે કર્યું હતું; અને મૂસાએ તેમને આશીર્વાદ આપ્યો.
|