પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ચર્મિયા

Notes

No Verse Added

ચર્મિયા પ્રકરણ 5

1. યરુશાલેમના મહોલ્લાઓમાં આમતેમ ફરો, અને જુઓ ને જાણો, ને તેના ચોકોમાં શોધો, ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય, તો હું તેને ક્ષમા કરીશ. 2. જો કે, જીવતા યહોવાના સમ, એમ કહીને તેઓ સોગન ખાય છે; તોપણ ખરેખર તેઓ જૂઠા સમ ખાય છે.” 3. હે યહોવા, તમારી આંખો સત્યની તરફ નથી? તમે તેઓને માર્યા છે, પણ તેઓ દુ:ખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છે, પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી; તેઓએ પોતાનાં મુખ ખડક કરતાં કઠણ કર્યાં છે; તેઓ [તમારી તરફ] ફરવા ના કહે છે. 4. મેં વિચાર્યું ખરેખર તેઓ સામાન્ય [લોકો] છે; તેઓ મૂર્ખ છે, કેમ કે તેઓ યહોવાનો માર્ગ અને પોતાના ઈશ્વરની ધર્મનીતિ જાણતા નથી. 5. હું ખાનદાન માણસોની પાસે જઈને તેઓની સાથે વાત કરીશ, કેમ કે તેઓ યહોવાનો માર્ગ અને પોતાના ઈશ્વરની ધર્મનીતિ જાણે છે.” પણ તેઓએ સર્વાનુમતે ઝૂંસરી ભાંગી નાખી છે અને જોતરો તોડી નાખ્યાં છે. 6. તે માટે વનમાંનો સિંહ તેઓને મારી નાખશે, અરણ્યમાં વરુ તેઓને ફાડી ખાશે, ચિત્તો તેઓનાં નગરો પર તાકી રહેશે, જે કોઈ તેમાંથી બહાર આવશે તેને તેઓ ફાડી નાખશે. કેમ કે તેઓના અપરાધો ઘણાં થયા છે, તેઓનાં ફિતૂરી કામો વધ્યાં છે. 7. “હું કેમ કરીને તને ક્ષમા કરી શકું? તારા પુત્રોએ મારો ત્યાગ કર્યો છે, ને જેઓ ઈશ્વર નથી તેઓના સમ ખાધા છે; મેં તેઓને [ખવડાવીને] તૃપ્ત કર્યા હતા, ત્યારે તેઓએ વ્યભિચાર કર્યો, અને વેશ્યાઓનાં ઘરોમાં [તેઓનાં ટોળેટોળાં] ભેગાં થયાં. 8. તેઓ સવારે મસ્ત ઘોડાઓના જેવા હતા; દરેક પોતાના પડોશીની સ્ત્રીને જોઈને ખોંખારા કરતો. 9. તે બધી બાબતોને માટે તેમને હું જોઈ નહિ લઉં શું?” એમ યહોવા કહે છે; “અને મારો જીવ એવી પ્રજા પર વૈર નહિ લે શું? 10. તેના કોટ પર ચઢો, ને તેનો નાશ કરો; પણ સંપૂર્ણ નાશ કરશો નહિ: તેની ડાંખળીઓ લઈ જાઓ, કેમ કે તેઓ યહોવાની નથી. 11. કેમ કે ઇઝરાયલના વંશ તથા યહૂદાના વંશે મારો ઘણો વિશ્વાસઘાત કર્યો છે, ” એવું યહોવા કહે છે. 12. તેઓએ યહોવાનો નકાર કર્યો છે, ને કહ્યું છે, “આ તો [યહોવાની વાત] નથી! અમારા પર વિપત્તિ આવશે નહિ. અને અમે તરવાર તથા દુકાળ જોઈશું નહિ. 13. પ્રબોધકો તો વાયુરૂપ થઈ જશે, [પ્રભુનું] વચન તેઓમાં નથી. તેઓની પોતાની ગતિ એવી થશે.” 14. તમે આવી વાત કરો છો તે માટે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તારા મુખમાં મારા વચનો અગ્નિરૂપ કરીશ, તથા આ લોકોને બળતણરૂપ કરીશ, તે તેઓને ખાઈ જશે.” 15. યહોવા કહે છે, “જુઓ, હે ઇઝરાયલના વંશ, હું તમારા પર દૂરથી એક પ્રજા લાવીશ. તે તો પરાક્રમી પ્રજા છે, તે પુરાતન પ્રજા છે, તેની ભાષા તું જાણતો નથી, ને તે જે બોલે છે તે તું સમજતો નથી. 16. તેઓનો ભાથો ઉઘાડી કબર છે, તેઓ સર્વ શૂરવીરો છે. 17. તારાં પુત્રપુત્રીઓના ઉપયોગને માટે જે તારો પાક તથા અન્ન છે તે તેઓ ખાઈ જશે. તેઓ તારાં ઘેટાં તથા તારાં ઢોરઢાંકને ખાઈ જશે. તેઓ તારી દ્રાક્ષા તથા તારી અંજીરી [નાં ફળ] ને ખાઈ જશે. તારાં જે કિલ્લાબંધ નગરો પર તું ભરોસો રાખે છે, તેઓને તે યુદ્ધશસ્ત્રથી પાડી નાખશે. 18. તોપણ તે સમયમાં હું તમારો સંપૂર્ણ નાશ કરીશ નહિ, એવું યહોવા કહે છે.” 19. જ્યારે તમે પૂછશો, “અમારા ઈશ્વર યહોવાએ અમને એ બધું [દુ:ખ] કેમ આપ્યું છે?” ત્યારે તું તેઓને કહેજે, “જેમ તમે મારો ત્યાગ કરીને તમારા દેશમાં પારકા દેવની સેવા કરી છે, તેમ જે દેશ તમારો નથી તેમાં તમે પારકાઓની સેવા કરશો.” 20. યાકૂબના વંશજોને આ કહી સંભળાવો, ને યહૂદિયામાં આ પ્રગટ કરો: 21. “હે મૂર્ખ અને બેવકૂફ લોકો, તમે આંખો છતાં જોતા નથી, અને કાનો છતાં સાંભળતા નથી, હવે તમે આ સાંભળો: 22. યહોવા કહે છે શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ નહિ ધ્રૂજશો? મેં હંમેશને માટે સમુદ્રને માટે રેતીની મર્યાદા ઠરાવી છે કે, તે તેને ઓળંગી શકે નહિ. 23. પણ આ લોકનું હ્રદય બંડખોર તથા બળવાખોર છે; તેઓ બંડ કરીને ગયા છે. 24. ‘આપણા ઈશ્વર યહોવા, જે યોગ્ય સમયે પહેલો તથા છેલ્લો વરસાદ આપે છે, જે આપણે માટે કાપણીના નીમેલા સપ્તાહો રાખી મૂકે છે, તેનાથી આપણે બીહીએ’ એમ તો પોતાના હ્રદયમાં કહેતા નથી. 25. એ [કૃપાદાનો] તો તમારા અન્યાયોએ દૂર કર્યાં છે, ને તમારાં પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે. 26. કેમ કે મારા લોકોમાં દુષ્ટો દેખાય છે; જેમ પારધીઓ ગુપ્ત રહીને તાકે છે તેમ તેઓ તાકીને જુએ છે. તેઓ મનુષ્યને પકડવાને માટે છટકું માંડે છે. 27. જેમ પાંજરું પક્ષીઓથી ભરેલું છે, તેમ તેઓનાં ઘરો કપટથી [મેળવેલા દ્રવ્યથી] ભરેલાં છે. તેથી તેઓ મોટા અને દ્રવ્યવાન થયા છે. 28. તેઓ પુષ્ટ તથા તેજસ્વી થયા છે. વળી તેઓ દુષ્ટ કર્મો કરતાં હદબહાર જાય છે. તેઓ દાદ, અનાથોની દાદ, સાંભળતા નથી, છતાં તેઓ આબાદ થાય છે. અને દરિદ્રીઓનો હક તેઓ ધ્યાનમાં લેતા નથી. 29. (યહોવા કહે છે, ) એ બધી બાબતો માટે શું હું તેઓને જોઈ નહિ લઈશ? મારો જીવ એવી પ્રજા પર વૈર નહિ લે? 30. ઘોર તથા ભયંકર વાત દેશમાં બની છે: 31. પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે; પણ છેવટે તમે શું કરશો?”
1. યરુશાલેમના મહોલ્લાઓમાં આમતેમ ફરો, અને જુઓ ને જાણો, ને તેના ચોકોમાં શોધો, ન્યાય કરનાર અને સત્યને માર્ગે ચાલનાર એવો કોઈ પુરુષ મળે, એવો એક પણ હોય, તો હું તેને ક્ષમા કરીશ. .::. 2. જો કે, જીવતા યહોવાના સમ, એમ કહીને તેઓ સોગન ખાય છે; તોપણ ખરેખર તેઓ જૂઠા સમ ખાય છે.” .::. 3. હે યહોવા, તમારી આંખો સત્યની તરફ નથી? તમે તેઓને માર્યા છે, પણ તેઓ દુ:ખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છે, પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી; તેઓએ પોતાનાં મુખ ખડક કરતાં કઠણ કર્યાં છે; તેઓ [તમારી તરફ] ફરવા ના કહે છે. .::. 4. મેં વિચાર્યું ખરેખર તેઓ સામાન્ય [લોકો] છે; તેઓ મૂર્ખ છે, કેમ કે તેઓ યહોવાનો માર્ગ અને પોતાના ઈશ્વરની ધર્મનીતિ જાણતા નથી. .::. 5. હું ખાનદાન માણસોની પાસે જઈને તેઓની સાથે વાત કરીશ, કેમ કે તેઓ યહોવાનો માર્ગ અને પોતાના ઈશ્વરની ધર્મનીતિ જાણે છે.” પણ તેઓએ સર્વાનુમતે ઝૂંસરી ભાંગી નાખી છે અને જોતરો તોડી નાખ્યાં છે. .::. 6. તે માટે વનમાંનો સિંહ તેઓને મારી નાખશે, અરણ્યમાં વરુ તેઓને ફાડી ખાશે, ચિત્તો તેઓનાં નગરો પર તાકી રહેશે, જે કોઈ તેમાંથી બહાર આવશે તેને તેઓ ફાડી નાખશે. કેમ કે તેઓના અપરાધો ઘણાં થયા છે, તેઓનાં ફિતૂરી કામો વધ્યાં છે. .::. 7. “હું કેમ કરીને તને ક્ષમા કરી શકું? તારા પુત્રોએ મારો ત્યાગ કર્યો છે, ને જેઓ ઈશ્વર નથી તેઓના સમ ખાધા છે; મેં તેઓને [ખવડાવીને] તૃપ્ત કર્યા હતા, ત્યારે તેઓએ વ્યભિચાર કર્યો, અને વેશ્યાઓનાં ઘરોમાં [તેઓનાં ટોળેટોળાં] ભેગાં થયાં. .::. 8. તેઓ સવારે મસ્ત ઘોડાઓના જેવા હતા; દરેક પોતાના પડોશીની સ્ત્રીને જોઈને ખોંખારા કરતો. .::. 9. તે બધી બાબતોને માટે તેમને હું જોઈ નહિ લઉં શું?” એમ યહોવા કહે છે; “અને મારો જીવ એવી પ્રજા પર વૈર નહિ લે શું? .::. 10. તેના કોટ પર ચઢો, ને તેનો નાશ કરો; પણ સંપૂર્ણ નાશ કરશો નહિ: તેની ડાંખળીઓ લઈ જાઓ, કેમ કે તેઓ યહોવાની નથી. .::. 11. કેમ કે ઇઝરાયલના વંશ તથા યહૂદાના વંશે મારો ઘણો વિશ્વાસઘાત કર્યો છે, ” એવું યહોવા કહે છે. .::. 12. તેઓએ યહોવાનો નકાર કર્યો છે, ને કહ્યું છે, “આ તો [યહોવાની વાત] નથી! અમારા પર વિપત્તિ આવશે નહિ. અને અમે તરવાર તથા દુકાળ જોઈશું નહિ. .::. 13. પ્રબોધકો તો વાયુરૂપ થઈ જશે, [પ્રભુનું] વચન તેઓમાં નથી. તેઓની પોતાની ગતિ એવી થશે.” .::. 14. તમે આવી વાત કરો છો તે માટે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તારા મુખમાં મારા વચનો અગ્નિરૂપ કરીશ, તથા આ લોકોને બળતણરૂપ કરીશ, તે તેઓને ખાઈ જશે.” .::. 15. યહોવા કહે છે, “જુઓ, હે ઇઝરાયલના વંશ, હું તમારા પર દૂરથી એક પ્રજા લાવીશ. તે તો પરાક્રમી પ્રજા છે, તે પુરાતન પ્રજા છે, તેની ભાષા તું જાણતો નથી, ને તે જે બોલે છે તે તું સમજતો નથી. .::. 16. તેઓનો ભાથો ઉઘાડી કબર છે, તેઓ સર્વ શૂરવીરો છે. .::. 17. તારાં પુત્રપુત્રીઓના ઉપયોગને માટે જે તારો પાક તથા અન્ન છે તે તેઓ ખાઈ જશે. તેઓ તારાં ઘેટાં તથા તારાં ઢોરઢાંકને ખાઈ જશે. તેઓ તારી દ્રાક્ષા તથા તારી અંજીરી [નાં ફળ] ને ખાઈ જશે. તારાં જે કિલ્લાબંધ નગરો પર તું ભરોસો રાખે છે, તેઓને તે યુદ્ધશસ્ત્રથી પાડી નાખશે. .::. 18. તોપણ તે સમયમાં હું તમારો સંપૂર્ણ નાશ કરીશ નહિ, એવું યહોવા કહે છે.” .::. 19. જ્યારે તમે પૂછશો, “અમારા ઈશ્વર યહોવાએ અમને એ બધું [દુ:ખ] કેમ આપ્યું છે?” ત્યારે તું તેઓને કહેજે, “જેમ તમે મારો ત્યાગ કરીને તમારા દેશમાં પારકા દેવની સેવા કરી છે, તેમ જે દેશ તમારો નથી તેમાં તમે પારકાઓની સેવા કરશો.” .::. 20. યાકૂબના વંશજોને આ કહી સંભળાવો, ને યહૂદિયામાં આ પ્રગટ કરો: .::. 21. “હે મૂર્ખ અને બેવકૂફ લોકો, તમે આંખો છતાં જોતા નથી, અને કાનો છતાં સાંભળતા નથી, હવે તમે આ સાંભળો: .::. 22. યહોવા કહે છે શું તમે મારાથી બીતા નથી? શું તમે મારી આગળ નહિ ધ્રૂજશો? મેં હંમેશને માટે સમુદ્રને માટે રેતીની મર્યાદા ઠરાવી છે કે, તે તેને ઓળંગી શકે નહિ. .::. 23. પણ આ લોકનું હ્રદય બંડખોર તથા બળવાખોર છે; તેઓ બંડ કરીને ગયા છે. .::. 24. ‘આપણા ઈશ્વર યહોવા, જે યોગ્ય સમયે પહેલો તથા છેલ્લો વરસાદ આપે છે, જે આપણે માટે કાપણીના નીમેલા સપ્તાહો રાખી મૂકે છે, તેનાથી આપણે બીહીએ’ એમ તો પોતાના હ્રદયમાં કહેતા નથી. .::. 25. એ [કૃપાદાનો] તો તમારા અન્યાયોએ દૂર કર્યાં છે, ને તમારાં પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે. .::. 26. કેમ કે મારા લોકોમાં દુષ્ટો દેખાય છે; જેમ પારધીઓ ગુપ્ત રહીને તાકે છે તેમ તેઓ તાકીને જુએ છે. તેઓ મનુષ્યને પકડવાને માટે છટકું માંડે છે. .::. 27. જેમ પાંજરું પક્ષીઓથી ભરેલું છે, તેમ તેઓનાં ઘરો કપટથી [મેળવેલા દ્રવ્યથી] ભરેલાં છે. તેથી તેઓ મોટા અને દ્રવ્યવાન થયા છે. .::. 28. તેઓ પુષ્ટ તથા તેજસ્વી થયા છે. વળી તેઓ દુષ્ટ કર્મો કરતાં હદબહાર જાય છે. તેઓ દાદ, અનાથોની દાદ, સાંભળતા નથી, છતાં તેઓ આબાદ થાય છે. અને દરિદ્રીઓનો હક તેઓ ધ્યાનમાં લેતા નથી. .::. 29. (યહોવા કહે છે, ) એ બધી બાબતો માટે શું હું તેઓને જોઈ નહિ લઈશ? મારો જીવ એવી પ્રજા પર વૈર નહિ લે? .::. 30. ઘોર તથા ભયંકર વાત દેશમાં બની છે: .::. 31. પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે; પણ છેવટે તમે શું કરશો?” .::.
  • ચર્મિયા પ્રકરણ 1  
  • ચર્મિયા પ્રકરણ 2  
  • ચર્મિયા પ્રકરણ 3  
  • ચર્મિયા પ્રકરણ 4  
  • ચર્મિયા પ્રકરણ 5  
  • ચર્મિયા પ્રકરણ 6  
  • ચર્મિયા પ્રકરણ 7  
  • ચર્મિયા પ્રકરણ 8  
  • ચર્મિયા પ્રકરણ 9  
  • ચર્મિયા પ્રકરણ 10  
  • ચર્મિયા પ્રકરણ 11  
  • ચર્મિયા પ્રકરણ 12  
  • ચર્મિયા પ્રકરણ 13  
  • ચર્મિયા પ્રકરણ 14  
  • ચર્મિયા પ્રકરણ 15  
  • ચર્મિયા પ્રકરણ 16  
  • ચર્મિયા પ્રકરણ 17  
  • ચર્મિયા પ્રકરણ 18  
  • ચર્મિયા પ્રકરણ 19  
  • ચર્મિયા પ્રકરણ 20  
  • ચર્મિયા પ્રકરણ 21  
  • ચર્મિયા પ્રકરણ 22  
  • ચર્મિયા પ્રકરણ 23  
  • ચર્મિયા પ્રકરણ 24  
  • ચર્મિયા પ્રકરણ 25  
  • ચર્મિયા પ્રકરણ 26  
  • ચર્મિયા પ્રકરણ 27  
  • ચર્મિયા પ્રકરણ 28  
  • ચર્મિયા પ્રકરણ 29  
  • ચર્મિયા પ્રકરણ 30  
  • ચર્મિયા પ્રકરણ 31  
  • ચર્મિયા પ્રકરણ 32  
  • ચર્મિયા પ્રકરણ 33  
  • ચર્મિયા પ્રકરણ 34  
  • ચર્મિયા પ્રકરણ 35  
  • ચર્મિયા પ્રકરણ 36  
  • ચર્મિયા પ્રકરણ 37  
  • ચર્મિયા પ્રકરણ 38  
  • ચર્મિયા પ્રકરણ 39  
  • ચર્મિયા પ્રકરણ 40  
  • ચર્મિયા પ્રકરણ 41  
  • ચર્મિયા પ્રકરણ 42  
  • ચર્મિયા પ્રકરણ 43  
  • ચર્મિયા પ્રકરણ 44  
  • ચર્મિયા પ્રકરણ 45  
  • ચર્મિયા પ્રકરણ 46  
  • ચર્મિયા પ્રકરણ 47  
  • ચર્મિયા પ્રકરણ 48  
  • ચર્મિયા પ્રકરણ 49  
  • ચર્મિયા પ્રકરણ 50  
  • ચર્મિયા પ્રકરણ 51  
  • ચર્મિયા પ્રકરણ 52  
×

Alert

×

gujarati Letters Keypad References