પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

Jeremiah Chapter 23

1. “ઇસ્રાએલના દેવ યહોવા તેમની પ્રજાના રખેવાળો વિષે આ પ્રમાણે કહે છે, “જે ધેટાંપાળકો મારા બીડના ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે. તેઓને હાય હાય!” આ યહોવાના વચન છે. 2. તેની પ્રજાનું ધ્યાન રાખવાની જેમની ફરજ હતી તે ઘેટાંપાળકો માટે યહોવા આમ કહે છે, એ તમે છો જેણે મારા ટોળાને વિખેરીને ભગાડી મૂક્યાં છે, તમે ક્યારેય તેમની પર ધ્યાન નથી આપ્યું, હવે હું તમે કરેલા દુષ્કૃત્યો માટે તમને સજા કરીશ એવું યહોવા કહે છે. 3. “પરંતુ મારા લોકોમાંના બચેલાઓને હું જાતે જે દેશોમાં મેં તેમને હાંકી કાઢયા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેમના વાડામાં પાછા લાવીશ. ત્યાં તેઓનો વંશવેલો ફૂલશે-ફાલશે અને વૃદ્ધિ પામશે. 4. હું એવા પાળકોની નિમણૂંક કરીશ જેઓ તેમની સંભાળ રાખે. એટલે પછી તેમને બીવાનું કે ડરવાનું રહેશે નહિ. તેમની સતત ગણતરી કરવામાં આવશે જેથી કોઇ ભૂલું પણ નહિ પડે.” આ યહોવાના વચન છે. 5. યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી “અંકુર” ઉગાવીશ, તેને રાજા તરીકે પસંદ કરીશ. જે ડહાપણપૂર્વક રાજ્ય શાસન કરશે અને દેશમાં ન્યાય અને નીતિમત્તાની આણ વર્તાવશે. 6. તેની કારકિદીર્ દરમ્યાન યહૂદિયાનો અને ઇસ્રાએલનો ઉદ્ધાર થશે અને તેઓ સુરક્ષિત રહેશે લોકો તેમને યહોવા અમારું ન્યાયીપણું છે. એ નામે બોલાવશે.” 7. યહોવા કહે છે, “હવે એવો સમય આવશે, જ્યારે લોકો સમ ખાતી વખતે એમ નહિ કહે કે, ‘હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લાવનાર યહોવાના નામે સોગંદ લઉં છું!’ 8. પણ એમ કહેશે કે , ‘ઇસ્રાએલના વંશજોને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેમને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી ફરી પાછા લાવનાર જીવતા યહોવાના સમ!’ તેઓ તેમની પોતાની ભૂમિમાં વસશે.” 9. અતિ કપટી જૂઠા પ્રબોધકોથી મારું હૃદય વ્યથિત થયું છે. હું ભયથી જાગી જાઉં છું અને દ્રાક્ષારસ પીધેલાં માણસની જેમ લથડીયાં ખાઉં છું, કારણ કે તેઓ માટે ભયંકર શિક્ષા રાહ જુએ છે, અને તેઓની વિરુદ્ધ યહોવાએ ન્યાયાસનનાં પવિત્ર વચનો ઉચ્ચાર્યાં છે. 10. કારણ કે દેશ વ્યભિચારીઓથી ભરાઇ ગયો છે; આ શાપને કારણે દેશ ઘેરી વ્યથામાં છે અને દુકાળ પડ્યો છે. લોકો ખોટા માગેર્ છે અને તેઓ પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરતા નથી. 11. યહોવા કહે છે, “પ્રબોધકો અને યાજકો બંને ષ્ટ થઇ ગયા છે. મેં તેમને મારા મંદિરમાં પણ દુષ્ટતા આચરતા જોયા છે. 12. તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય તથા લપસણા થઇ ગયા છે. અંધકારમય જોખમી માર્ગ પર તેઓનો પીછો પકડવામાં આવશે અને તેઓ પછડાશે. કારણ કે હું તેમના પર વિપત્તિ લાવવાનો છું. જ્યારે તેઓનો સમય આવશે ત્યારે તેઓને તેમનાં સર્વ પાપોની સજા કરવામાં આવશે. 13. “મેં સમરૂનના પ્રબોધકોમાં ઘૃણાજનક વસ્તુઓ જોઇ છે; તેઓએ બઆલ દેવને નામે પ્રબોધ કર્યો છે અને ઇસ્રાએલીઓને ખોટે માગેર્ દોર્યા છે. 14. પરંતુ યરૂશાલેમના પ્રબોધકોમાં તો મેં આનાથી પણ ભયંકર કૃત્યો જોયાં છે; તેઓ વ્યભિચાર કરે છે, અને અન્યોને છેતરે છે, દુષ્ટ માણસોને સાથસહકાર આપે છે જેથી દુષ્ટતામાંથી કોઇ પાછું વળતું નથી; મારે મન તેઓ બધા સદોમ અને ગમોરાના લોકો જેવા છે, જેઓ સંપૂર્ણ રીતે ષ્ટ થઇ ગયા છે.” 15. તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને કડવી વેલ ખવડાવીશ અને ઝેર પાઇશ કારણ કે તેઓને લીધે આ દેશ દુષ્ટતાથી ભરાઇ ગયો છે.” 16. સૈન્યોનો દેવ યહોવા કહે છે, “મારા લોકોને મારી આ ચેતવણી છે. જ્યારે આ જૂઠા પ્રબોધકો તમને પ્રબોધ કરે છે અને તમને જૂઠી આશાઓ આપે ત્યારે તમે સાંભળશો નહિ. તેઓ ધડમાથા વગરની વાતો કરે છે, તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતાં. 17. જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેમને કહેવાય છે કે, “તમારી સાથે બધું સારું થશે, જેઓ પોતાની ઇરછા મુજબ વતેર્ છે તેમને કહે છે, કોઇ પણ આફતથી તમારે ગભરાવાની જરૂર નથી, 18. હા, જ્યાં યહોવાએ પોતાનો સંદેશો જાહેર કર્યો હતો ત્યાં આ બધા પ્રબોધકોમાંથી કોણ ત્યાં ઊભું હતું અને તેને ધ્યાનથી સાંભળ્યો હતો? કોઇ પણ પ્રબોધકે ધ્યાનથી સાંભળવાની કાળજી રાખી છે ખરી? 19. આ યહોવાના ક્રોધનો વંટોળ ચડ્યો છે; એ ધૂમરી લેતો લેતો દુષ્ટોને માથે અફળાશે. 20. તેઓની વિરુદ્ધ જે શિક્ષા યહોવાએ ઉચ્ચારી છે તેનો સંપૂર્ણ અમલ થશે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ. પાછળથી જ્યારે યરૂશાલેમનું પતન થશે ત્યારે મેં જે કહ્યું છે તે તમે સમજી શકશો. 21. યહોવાએ કહ્યું, “આ પ્રબોધકોને મેં મોકલ્યા નથી. છતાં તેઓ દોડાદોડ કરે છે; મેં આ લોકોને કઇં કહ્યું નથી. છતાં તેઓ મારે નામે બોલે છે. 22. તેઓ જો મારી મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હોત તો મારા લોકોને મારી વાણી સંભળાવી હોત અને તેમને ખોટે માગેર્થી અને ખોટાં કાર્યોથી પાછા વાળ્યા હોત.” 23. “શું હું એ દેવ છું કે જે દૂરના સ્થળે રહે છે? અથવા શું હું એ દેવ છું જે પોતાના લોકોની નજીક રહે છે? 24. શું કોઇ મારાથી પોતાને સંતાડી શકે? શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?” આ યહોવાના વચન છે. 25. તેઓ કહે છે, “ગઇ રાત્રે યહોવા તરફથી મને એક સ્વપ્નદર્શન થયું. તે સાંભળો, ‘અને પછી તેઓ મારા નામે જૂઠી વાતો કરે છે.’ 26. આવું કયાં સુધી ચાલશે? જો તેઓ ‘પ્રબોધકો’ છે તો તેઓ જૂઠા પ્રબોધકો છે અને તેઓ જે કહે છે તે સર્વ ઉપજાવી કાઢેલું છે. 27. તેઓ એકબીજાને સ્વપ્નોની વાત કહીને મારું નામ ભૂલાવી દેવાની કોશિશ કરે છે. બરાબર એવી જ રીતે-જેમ તેમના પિતૃઓ મારું નામ ભૂલીને બઆલદેવનું નામ લેતા થયા હતા. 28. આ જૂઠાં પ્રબોધકોને પોતાનાં સ્વપ્નો કહેવા દો અને મારા સંદેશાવાહકોને પણ વિશ્વાસપૂર્વક મારું પ્રત્યેક વચન કહેવા દો. ઘઉંની તુલનામાં તેનાં ફોતરાની શી કિંમત? 29. મારુ વચન આગ જેવુ નથી? ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવુ નથી? 30. “એટલે મારો વિરોધ એકબીજાના શબ્દો ચોરી લઇ એને મારે નામે ખપાવનાર પ્રબોધકો સામે છે. 31. જે પ્રબોધકો પોતાની વાણીને મારી વાણી તરીકે ખપાવે છે. તેમની સામે મારો વિરોધ છે. 32. જુઓ હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું જેમના સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. મેં તેઓને મોકલ્યા નથી. અને મારા લોકને માટે તેઓની પાસે કોઇ સંદેશો નથી, જેઓ તેમના માટે કઇક છે.” એમ યહોવા કહે છે. 33. પછી યહોવાએ મને કહ્યું, “જ્યારે લોકોમાંથી કોઇ એક યાજક અથવા કોઇ પ્રબોધક તેમનામાંથી કોઇ તને પૂછે કે, ‘યહોવાએ કયા સંદેશા દ્વારા તારી પર બોજો7 નાખ્યો છે?’ તો તારે જવાબ દેવો કે, ‘તમે જ યહોવા પર બોજારુંપ છો અને તે તમને ફગાવી દેશે.”‘ એમ યહોવા કહે છે. 34. “જો કોઇ પ્રબોધક કે યાજક કે કોઇ બીજો ‘યહોવાની વાણી ભારરૂપ છે.’ એમ કહેશે તો હું તેને અને તેનાં કુટુંબને ભારે પડીશ. 35. તમે અંદરોઅંદર એકબીજાને પૂછી શકો છો, ‘યહોવાનો સંદેશો શો છે? યહોવા શું કહે છે?” એવો જ પ્રયોગ કરવો. 36. આજ પછી, તમારે ક્યારે પણ ‘યહોવાનો બોજો ‘ એમ બોલવું નહીં, જે કોઇ તેનો ઉપયોગ કરશે તે ખરેખર મુશ્કેલીમાં મુકાઇ જશે કારણ કે તેઓ, મેં જે કહ્યું છે તેનો અવળો અર્થ કરે છે અને લોકોને, એમ કહી છેતરે છે કે આ એ છે જે જીવતા જાગતા દેવ, આપણા યહોવા દેવ જે દરેક વસ્તુ પર શાસન કરે છે.-કહે છે. 37. “તમે આદરપૂર્વક પ્રબોધકને પૂછી શકો, ‘યહોવાનો સંદેશ શો છે? તેણે તમને શું કહ્યું છે?’ 38. મેં તમને આ શબ્દો નહિ વાપરવા માટે ચેતવણી આપી છે છતાં જો તમે યમિર્યાને પૂછો છો, ‘યહોવા તરફથી આજે શું બોજ છે? 39. પછી જે તમે મને ભારરૂપ છો, તે ભાર હું ફેંકી દઇશ. તમને તથા આ નગરને જે મેં તમને અને તમારા પિતૃઓને આપ્યું હતું. મારી નજરથી બહાર કરી દઇશ. 40. અને હું તમારાથી કદી ભૂલાય નહિ એવી નામોશી અને નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર આણીશ.”‘
1. “ઇસ્રાએલના દેવ યહોવા તેમની પ્રજાના રખેવાળો વિષે આ પ્રમાણે કહે છે, “જે ધેટાંપાળકો મારા બીડના ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે. તેઓને હાય હાય!” આ યહોવાના વચન છે. .::. 2. તેની પ્રજાનું ધ્યાન રાખવાની જેમની ફરજ હતી તે ઘેટાંપાળકો માટે યહોવા આમ કહે છે, એ તમે છો જેણે મારા ટોળાને વિખેરીને ભગાડી મૂક્યાં છે, તમે ક્યારેય તેમની પર ધ્યાન નથી આપ્યું, હવે હું તમે કરેલા દુષ્કૃત્યો માટે તમને સજા કરીશ એવું યહોવા કહે છે. .::. 3. “પરંતુ મારા લોકોમાંના બચેલાઓને હું જાતે જે દેશોમાં મેં તેમને હાંકી કાઢયા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેમના વાડામાં પાછા લાવીશ. ત્યાં તેઓનો વંશવેલો ફૂલશે-ફાલશે અને વૃદ્ધિ પામશે. .::. 4. હું એવા પાળકોની નિમણૂંક કરીશ જેઓ તેમની સંભાળ રાખે. એટલે પછી તેમને બીવાનું કે ડરવાનું રહેશે નહિ. તેમની સતત ગણતરી કરવામાં આવશે જેથી કોઇ ભૂલું પણ નહિ પડે.” આ યહોવાના વચન છે. .::. 5. યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી “અંકુર” ઉગાવીશ, તેને રાજા તરીકે પસંદ કરીશ. જે ડહાપણપૂર્વક રાજ્ય શાસન કરશે અને દેશમાં ન્યાય અને નીતિમત્તાની આણ વર્તાવશે. .::. 6. તેની કારકિદીર્ દરમ્યાન યહૂદિયાનો અને ઇસ્રાએલનો ઉદ્ધાર થશે અને તેઓ સુરક્ષિત રહેશે લોકો તેમને યહોવા અમારું ન્યાયીપણું છે. એ નામે બોલાવશે.” .::. 7. યહોવા કહે છે, “હવે એવો સમય આવશે, જ્યારે લોકો સમ ખાતી વખતે એમ નહિ કહે કે, ‘હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લાવનાર યહોવાના નામે સોગંદ લઉં છું!’ .::. 8. પણ એમ કહેશે કે , ‘ઇસ્રાએલના વંશજોને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેમને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી ફરી પાછા લાવનાર જીવતા યહોવાના સમ!’ તેઓ તેમની પોતાની ભૂમિમાં વસશે.” .::. 9. અતિ કપટી જૂઠા પ્રબોધકોથી મારું હૃદય વ્યથિત થયું છે. હું ભયથી જાગી જાઉં છું અને દ્રાક્ષારસ પીધેલાં માણસની જેમ લથડીયાં ખાઉં છું, કારણ કે તેઓ માટે ભયંકર શિક્ષા રાહ જુએ છે, અને તેઓની વિરુદ્ધ યહોવાએ ન્યાયાસનનાં પવિત્ર વચનો ઉચ્ચાર્યાં છે. .::. 10. કારણ કે દેશ વ્યભિચારીઓથી ભરાઇ ગયો છે; આ શાપને કારણે દેશ ઘેરી વ્યથામાં છે અને દુકાળ પડ્યો છે. લોકો ખોટા માગેર્ છે અને તેઓ પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરતા નથી. .::. 11. યહોવા કહે છે, “પ્રબોધકો અને યાજકો બંને ષ્ટ થઇ ગયા છે. મેં તેમને મારા મંદિરમાં પણ દુષ્ટતા આચરતા જોયા છે. .::. 12. તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય તથા લપસણા થઇ ગયા છે. અંધકારમય જોખમી માર્ગ પર તેઓનો પીછો પકડવામાં આવશે અને તેઓ પછડાશે. કારણ કે હું તેમના પર વિપત્તિ લાવવાનો છું. જ્યારે તેઓનો સમય આવશે ત્યારે તેઓને તેમનાં સર્વ પાપોની સજા કરવામાં આવશે. .::. 13. “મેં સમરૂનના પ્રબોધકોમાં ઘૃણાજનક વસ્તુઓ જોઇ છે; તેઓએ બઆલ દેવને નામે પ્રબોધ કર્યો છે અને ઇસ્રાએલીઓને ખોટે માગેર્ દોર્યા છે. .::. 14. પરંતુ યરૂશાલેમના પ્રબોધકોમાં તો મેં આનાથી પણ ભયંકર કૃત્યો જોયાં છે; તેઓ વ્યભિચાર કરે છે, અને અન્યોને છેતરે છે, દુષ્ટ માણસોને સાથસહકાર આપે છે જેથી દુષ્ટતામાંથી કોઇ પાછું વળતું નથી; મારે મન તેઓ બધા સદોમ અને ગમોરાના લોકો જેવા છે, જેઓ સંપૂર્ણ રીતે ષ્ટ થઇ ગયા છે.” .::. 15. તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને કડવી વેલ ખવડાવીશ અને ઝેર પાઇશ કારણ કે તેઓને લીધે આ દેશ દુષ્ટતાથી ભરાઇ ગયો છે.” .::. 16. સૈન્યોનો દેવ યહોવા કહે છે, “મારા લોકોને મારી આ ચેતવણી છે. જ્યારે આ જૂઠા પ્રબોધકો તમને પ્રબોધ કરે છે અને તમને જૂઠી આશાઓ આપે ત્યારે તમે સાંભળશો નહિ. તેઓ ધડમાથા વગરની વાતો કરે છે, તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતાં. .::. 17. જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેમને કહેવાય છે કે, “તમારી સાથે બધું સારું થશે, જેઓ પોતાની ઇરછા મુજબ વતેર્ છે તેમને કહે છે, કોઇ પણ આફતથી તમારે ગભરાવાની જરૂર નથી, .::. 18. હા, જ્યાં યહોવાએ પોતાનો સંદેશો જાહેર કર્યો હતો ત્યાં આ બધા પ્રબોધકોમાંથી કોણ ત્યાં ઊભું હતું અને તેને ધ્યાનથી સાંભળ્યો હતો? કોઇ પણ પ્રબોધકે ધ્યાનથી સાંભળવાની કાળજી રાખી છે ખરી? .::. 19. આ યહોવાના ક્રોધનો વંટોળ ચડ્યો છે; એ ધૂમરી લેતો લેતો દુષ્ટોને માથે અફળાશે. .::. 20. તેઓની વિરુદ્ધ જે શિક્ષા યહોવાએ ઉચ્ચારી છે તેનો સંપૂર્ણ અમલ થશે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ. પાછળથી જ્યારે યરૂશાલેમનું પતન થશે ત્યારે મેં જે કહ્યું છે તે તમે સમજી શકશો. .::. 21. યહોવાએ કહ્યું, “આ પ્રબોધકોને મેં મોકલ્યા નથી. છતાં તેઓ દોડાદોડ કરે છે; મેં આ લોકોને કઇં કહ્યું નથી. છતાં તેઓ મારે નામે બોલે છે. .::. 22. તેઓ જો મારી મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હોત તો મારા લોકોને મારી વાણી સંભળાવી હોત અને તેમને ખોટે માગેર્થી અને ખોટાં કાર્યોથી પાછા વાળ્યા હોત.” .::. 23. “શું હું એ દેવ છું કે જે દૂરના સ્થળે રહે છે? અથવા શું હું એ દેવ છું જે પોતાના લોકોની નજીક રહે છે? .::. 24. શું કોઇ મારાથી પોતાને સંતાડી શકે? શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?” આ યહોવાના વચન છે. .::. 25. તેઓ કહે છે, “ગઇ રાત્રે યહોવા તરફથી મને એક સ્વપ્નદર્શન થયું. તે સાંભળો, ‘અને પછી તેઓ મારા નામે જૂઠી વાતો કરે છે.’ .::. 26. આવું કયાં સુધી ચાલશે? જો તેઓ ‘પ્રબોધકો’ છે તો તેઓ જૂઠા પ્રબોધકો છે અને તેઓ જે કહે છે તે સર્વ ઉપજાવી કાઢેલું છે. .::. 27. તેઓ એકબીજાને સ્વપ્નોની વાત કહીને મારું નામ ભૂલાવી દેવાની કોશિશ કરે છે. બરાબર એવી જ રીતે-જેમ તેમના પિતૃઓ મારું નામ ભૂલીને બઆલદેવનું નામ લેતા થયા હતા. .::. 28. આ જૂઠાં પ્રબોધકોને પોતાનાં સ્વપ્નો કહેવા દો અને મારા સંદેશાવાહકોને પણ વિશ્વાસપૂર્વક મારું પ્રત્યેક વચન કહેવા દો. ઘઉંની તુલનામાં તેનાં ફોતરાની શી કિંમત? .::. 29. મારુ વચન આગ જેવુ નથી? ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવુ નથી? .::. 30. “એટલે મારો વિરોધ એકબીજાના શબ્દો ચોરી લઇ એને મારે નામે ખપાવનાર પ્રબોધકો સામે છે. .::. 31. જે પ્રબોધકો પોતાની વાણીને મારી વાણી તરીકે ખપાવે છે. તેમની સામે મારો વિરોધ છે. .::. 32. જુઓ હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું જેમના સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. મેં તેઓને મોકલ્યા નથી. અને મારા લોકને માટે તેઓની પાસે કોઇ સંદેશો નથી, જેઓ તેમના માટે કઇક છે.” એમ યહોવા કહે છે. .::. 33. પછી યહોવાએ મને કહ્યું, “જ્યારે લોકોમાંથી કોઇ એક યાજક અથવા કોઇ પ્રબોધક તેમનામાંથી કોઇ તને પૂછે કે, ‘યહોવાએ કયા સંદેશા દ્વારા તારી પર બોજો7 નાખ્યો છે?’ તો તારે જવાબ દેવો કે, ‘તમે જ યહોવા પર બોજારુંપ છો અને તે તમને ફગાવી દેશે.”‘ એમ યહોવા કહે છે. .::. 34. “જો કોઇ પ્રબોધક કે યાજક કે કોઇ બીજો ‘યહોવાની વાણી ભારરૂપ છે.’ એમ કહેશે તો હું તેને અને તેનાં કુટુંબને ભારે પડીશ. .::. 35. તમે અંદરોઅંદર એકબીજાને પૂછી શકો છો, ‘યહોવાનો સંદેશો શો છે? યહોવા શું કહે છે?” એવો જ પ્રયોગ કરવો. .::. 36. આજ પછી, તમારે ક્યારે પણ ‘યહોવાનો બોજો ‘ એમ બોલવું નહીં, જે કોઇ તેનો ઉપયોગ કરશે તે ખરેખર મુશ્કેલીમાં મુકાઇ જશે કારણ કે તેઓ, મેં જે કહ્યું છે તેનો અવળો અર્થ કરે છે અને લોકોને, એમ કહી છેતરે છે કે આ એ છે જે જીવતા જાગતા દેવ, આપણા યહોવા દેવ જે દરેક વસ્તુ પર શાસન કરે છે.-કહે છે. .::. 37. “તમે આદરપૂર્વક પ્રબોધકને પૂછી શકો, ‘યહોવાનો સંદેશ શો છે? તેણે તમને શું કહ્યું છે?’ .::. 38. મેં તમને આ શબ્દો નહિ વાપરવા માટે ચેતવણી આપી છે છતાં જો તમે યમિર્યાને પૂછો છો, ‘યહોવા તરફથી આજે શું બોજ છે? .::. 39. પછી જે તમે મને ભારરૂપ છો, તે ભાર હું ફેંકી દઇશ. તમને તથા આ નગરને જે મેં તમને અને તમારા પિતૃઓને આપ્યું હતું. મારી નજરથી બહાર કરી દઇશ. .::. 40. અને હું તમારાથી કદી ભૂલાય નહિ એવી નામોશી અને નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર આણીશ.”‘
  • Jeremiah Chapter 1  
  • Jeremiah Chapter 2  
  • Jeremiah Chapter 3  
  • Jeremiah Chapter 4  
  • Jeremiah Chapter 5  
  • Jeremiah Chapter 6  
  • Jeremiah Chapter 7  
  • Jeremiah Chapter 8  
  • Jeremiah Chapter 9  
  • Jeremiah Chapter 10  
  • Jeremiah Chapter 11  
  • Jeremiah Chapter 12  
  • Jeremiah Chapter 13  
  • Jeremiah Chapter 14  
  • Jeremiah Chapter 15  
  • Jeremiah Chapter 16  
  • Jeremiah Chapter 17  
  • Jeremiah Chapter 18  
  • Jeremiah Chapter 19  
  • Jeremiah Chapter 20  
  • Jeremiah Chapter 21  
  • Jeremiah Chapter 22  
  • Jeremiah Chapter 23  
  • Jeremiah Chapter 24  
  • Jeremiah Chapter 25  
  • Jeremiah Chapter 26  
  • Jeremiah Chapter 27  
  • Jeremiah Chapter 28  
  • Jeremiah Chapter 29  
  • Jeremiah Chapter 30  
  • Jeremiah Chapter 31  
  • Jeremiah Chapter 32  
  • Jeremiah Chapter 33  
  • Jeremiah Chapter 34  
  • Jeremiah Chapter 35  
  • Jeremiah Chapter 36  
  • Jeremiah Chapter 37  
  • Jeremiah Chapter 38  
  • Jeremiah Chapter 39  
  • Jeremiah Chapter 40  
  • Jeremiah Chapter 41  
  • Jeremiah Chapter 42  
  • Jeremiah Chapter 43  
  • Jeremiah Chapter 44  
  • Jeremiah Chapter 45  
  • Jeremiah Chapter 46  
  • Jeremiah Chapter 47  
  • Jeremiah Chapter 48  
  • Jeremiah Chapter 49  
  • Jeremiah Chapter 50  
  • Jeremiah Chapter 51  
  • Jeremiah Chapter 52  
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References