પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
નિર્ગમન

નિર્ગમન પ્રકરણ 5

1 લોકોની સાથે વાત કર્યા પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. તેઓએ કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવા કહે છે, ‘માંરા લોકોને માંરા માંનમાં ઉત્સવ ઊજવવા રણમાં જવા દે.”‘ 2 પરંતુ ફારુને કહ્યું, “યહોવા વળી કોણ છે? હું શા માંટે તેના આદેશ માંનું? શા માંટે હું ઇસ્રાએલીઓને જવા દઉં? તમે જેને યહોવા કહો છો, તેને હું ઓળખતો નથી, તેથી હું ઇસ્રાએલીઓને જવા દેવાની ના પાડું છું.” 3 ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, “હિબ્રૂઓના દેવે અમને લોકોને દર્શન આપ્યાં છે, એટલા માંટે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને રણમાં ત્રણ દિવસ પ્રવાસ કરવા દો. ત્યાં અમે અમાંરા દેવ યહોવાને એક યજ્ઞ અર્પણ કરીશું, જો અમે એ પ્રમાંણે નહિ કરીએ તો તેમનો ક્રોધ ભભૂકી ઊઠશે અને અમાંરો નાશ કરશે. તે અમને મરકી કે તરવારનો ભોગ બનાવશે.” 4 પરંતુ ફારુને તેમને કહ્યું, “હે મૂસા અને હારુન, તમે લોકોને હેરાન શા માંટે કરો છો? તમે તે લોકોના કામમાં આડા આવો છો, તેમને તેમનું કામ કરવા દો. તમાંરે બન્નેએ પણ તમાંરું કામ શરુ કરવું જોઈએ. 5 જુઓ, હમણા અહીં ઘણા મજૂરો છે અને તમે તે લોકોને કામમાંથી આરામ આપવા ઈચ્છો છો?”ફારુને લોકોને સજા કરી 6 બરાબર તે જ દિવસે ફારુને ઇસ્રાએલના લોકો પાસે સખત કામ લેવાનો આદેશ મુકાદમોને આપ્યો. અને ઇસ્રાએલના મુખીઓને હુકમ કર્યો કે, 7 “હવે તમાંરે એ લોકોને ઈંટો બનાવવા માંટે પરાળ આપવું નહિ; એ લોકોને જાતે જઈને પરાળ ભેગું કરવા દો. 8 પરંતુ ધ્યાન રાખજો, અત્યાર સુધી એ લોકો જેટલી ઈંટો બનાવતા આવ્યા હતા તેટલી જ ઈંટો એમની પાસે બનાવડાવજો, એમાં ઘટાડો થવો જોઈએ નહિ, કારણ કે, હવે તે લોકો આળસુ થઈ ગયા છે. તેથી બૂમો પાડે છે કે, અમને અમાંરા દેવના યજ્ઞો કરવા અમને જવા દો. 9 એટલા માંટે તે લોકો પાસે વધારે સખત કામ લો. એમને કામમાં રોકી રાખો. પછી એમની પાસે મૂસાની જૂઠી વાતો સાંભળવાનો સમય જ નહિ રહે.” 10 તેથી એ લોકોના મુકાદમોએ અને મુખીઓએ લોકોની પાસે જઈને કહ્યું, “ફારુને નિર્ણય કર્યો છે કે, તે તમને લોકોને ઈંટો બનાવવા માંટે પરાળ નહિ આપે. 11 તમાંરે જાતે જ તમાંરા માંટે પરાળ ભેગું કરવા જવું પડશે. તેથી જાઓ, પરાળ ભેગું કરો. પરંતુ તમે લોકો પહેલા જેટલી ઈંટો બનાવતા હતા તેમાં સહેજ પણ ઘટાડો કરવામાં નહિ આવે.” 12 આથી પ્રત્યેક વ્યક્તિ આખા મિસર દેશમાં પરાળ બનાવવા માંટે ખૂંપરા વીણવા ફેલાઈ ગયા. 13 મુકાદમો સખત કામ કરવા માંટે તાકીદ કરતા જ રહ્યા. “પહેલાં પરાળ મળતું હતું, ને રોજ જેટલું કામ કરતા હતા તેટલું જ તમાંરે પૂરું કરવું પડશે. 14 ફારુનના મુખીઓએ ઇસ્રાએલીઓ ઉપર જે મુકાદમો દેખરેખ રાખવા નિયુક્ત કર્યા હતા તેમને ખૂબ માંર માંરીને પૂછવામાં આવતું કે, ઈટો અત્યાર સુધી જેટલી બનાવતા હતા તેટલી આજકાલ અગાઉની જેમ કેમ પૂરી કરતા નથી?” 15 એટલે ઇસ્રાએલીઓના મુખીઓ ફારુનની સમક્ષ આવીને પોકાર કરવા લાગ્યા, “તમે તમાંરા સેવકો સાથે આવો વર્તાવ કેમ રાખો છો? 16 તમાંરા સેવકોને પરાળ આપવામાં આવતું નથી તેમ છતાં અમને એમ કહેવામાં આવે છે કે ઈંટો પાડો; જરા જુઓ તો ખરા, તમાંરા સેવકોને કેવો માંર માંરવામાં આવે છે! ખરેખર, વાંક તો તમાંરા માંણસોનો છે.” 17 એટલે ફારુને કહ્યું, “તમે બધા તો આળસુ લોકો છો, તેથી કહો છો કે અમને યહોવાના યજ્ઞો કરવા જવા દો. 18 “માંટે હવે જાઓ, કામે લાગી જાઓ, તમને પરાળ આપવામાં નહિ આવે; અને નક્કી કરેલી ઈંટો તો તમાંરી વરઘી પ્રમાંણે પૂરી કરવી જ પડશે.” 19 હિબ્રૂ મુકાદમોને જાણમાં આવ્યું કે તેઓ તકલીફમાં છે. તેમને ખબર હતી કે તેઓ માંણસો પાસેથી પહેલા જેટલી ઈંટો તૈયાર નથી કરાવી શકતા. 20 અને પછી ફારુનની પાસેથી તેઓ નીકળ્યા ત્યારે મૂસા અને હારુન તેઓને રસ્તામાં મળ્યા. તેઓ તેમની રાહ જોતા ઊભા હતા. 21 તેઓએ મૂસા અને હારુનને કહ્યું, “તમે શું કર્યુ છે એ યહોવા જુએ અને તમને સજા કરે. કારણ તમે અમને ફારુન અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને અમાંરી હત્યા કરવા માંટે તેઓને એક બહાનું આપી દીધું છે.” 22 ત્યારે મૂસાએ યહોવાને પ્રાર્થના કરી અને કહ્યું, “હે યહોવા, તમે આ લોકોના આવા ભૂંડા હાલ શા માંટે કર્યા? વળી તમે મને જ શા માંટે મોકલ્યો? 23 કારણ કે હું તમાંરા નામે ફારુન સાથે વાત કરવા આવ્યો ત્યારથી તેણે આ લોકોનું ભૂંડુ કરવા માંડયુ છે, અને તમે તમાંરા લોકોને બચાવવાં માંટે કશું જ કર્યુ નથી.”
1. લોકોની સાથે વાત કર્યા પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. તેઓએ કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવા કહે છે, ‘માંરા લોકોને માંરા માંનમાં ઉત્સવ ઊજવવા રણમાં જવા દે.”‘ 2. પરંતુ ફારુને કહ્યું, “યહોવા વળી કોણ છે? હું શા માંટે તેના આદેશ માંનું? શા માંટે હું ઇસ્રાએલીઓને જવા દઉં? તમે જેને યહોવા કહો છો, તેને હું ઓળખતો નથી, તેથી હું ઇસ્રાએલીઓને જવા દેવાની ના પાડું છું.” 3. ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, “હિબ્રૂઓના દેવે અમને લોકોને દર્શન આપ્યાં છે, એટલા માંટે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને રણમાં ત્રણ દિવસ પ્રવાસ કરવા દો. ત્યાં અમે અમાંરા દેવ યહોવાને એક યજ્ઞ અર્પણ કરીશું, જો અમે એ પ્રમાંણે નહિ કરીએ તો તેમનો ક્રોધ ભભૂકી ઊઠશે અને અમાંરો નાશ કરશે. તે અમને મરકી કે તરવારનો ભોગ બનાવશે.” 4. પરંતુ ફારુને તેમને કહ્યું, “હે મૂસા અને હારુન, તમે લોકોને હેરાન શા માંટે કરો છો? તમે તે લોકોના કામમાં આડા આવો છો, તેમને તેમનું કામ કરવા દો. તમાંરે બન્નેએ પણ તમાંરું કામ શરુ કરવું જોઈએ. 5. જુઓ, હમણા અહીં ઘણા મજૂરો છે અને તમે તે લોકોને કામમાંથી આરામ આપવા ઈચ્છો છો?”ફારુને લોકોને સજા કરી 6. બરાબર તે જ દિવસે ફારુને ઇસ્રાએલના લોકો પાસે સખત કામ લેવાનો આદેશ મુકાદમોને આપ્યો. અને ઇસ્રાએલના મુખીઓને હુકમ કર્યો કે, 7. “હવે તમાંરે એ લોકોને ઈંટો બનાવવા માંટે પરાળ આપવું નહિ; એ લોકોને જાતે જઈને પરાળ ભેગું કરવા દો. 8. પરંતુ ધ્યાન રાખજો, અત્યાર સુધી એ લોકો જેટલી ઈંટો બનાવતા આવ્યા હતા તેટલી જ ઈંટો એમની પાસે બનાવડાવજો, એમાં ઘટાડો થવો જોઈએ નહિ, કારણ કે, હવે તે લોકો આળસુ થઈ ગયા છે. તેથી બૂમો પાડે છે કે, અમને અમાંરા દેવના યજ્ઞો કરવા અમને જવા દો. 9. એટલા માંટે તે લોકો પાસે વધારે સખત કામ લો. એમને કામમાં રોકી રાખો. પછી એમની પાસે મૂસાની જૂઠી વાતો સાંભળવાનો સમય જ નહિ રહે.” 10. તેથી એ લોકોના મુકાદમોએ અને મુખીઓએ લોકોની પાસે જઈને કહ્યું, “ફારુને નિર્ણય કર્યો છે કે, તે તમને લોકોને ઈંટો બનાવવા માંટે પરાળ નહિ આપે. 11. તમાંરે જાતે જ તમાંરા માંટે પરાળ ભેગું કરવા જવું પડશે. તેથી જાઓ, પરાળ ભેગું કરો. પરંતુ તમે લોકો પહેલા જેટલી ઈંટો બનાવતા હતા તેમાં સહેજ પણ ઘટાડો કરવામાં નહિ આવે.” 12. આથી પ્રત્યેક વ્યક્તિ આખા મિસર દેશમાં પરાળ બનાવવા માંટે ખૂંપરા વીણવા ફેલાઈ ગયા. 13. મુકાદમો સખત કામ કરવા માંટે તાકીદ કરતા જ રહ્યા. “પહેલાં પરાળ મળતું હતું, ને રોજ જેટલું કામ કરતા હતા તેટલું જ તમાંરે પૂરું કરવું પડશે. 14. ફારુનના મુખીઓએ ઇસ્રાએલીઓ ઉપર જે મુકાદમો દેખરેખ રાખવા નિયુક્ત કર્યા હતા તેમને ખૂબ માંર માંરીને પૂછવામાં આવતું કે, ઈટો અત્યાર સુધી જેટલી બનાવતા હતા તેટલી આજકાલ અગાઉની જેમ કેમ પૂરી કરતા નથી?” 15. એટલે ઇસ્રાએલીઓના મુખીઓ ફારુનની સમક્ષ આવીને પોકાર કરવા લાગ્યા, “તમે તમાંરા સેવકો સાથે આવો વર્તાવ કેમ રાખો છો? 16. તમાંરા સેવકોને પરાળ આપવામાં આવતું નથી તેમ છતાં અમને એમ કહેવામાં આવે છે કે ઈંટો પાડો; જરા જુઓ તો ખરા, તમાંરા સેવકોને કેવો માંર માંરવામાં આવે છે! ખરેખર, વાંક તો તમાંરા માંણસોનો છે.” 17. એટલે ફારુને કહ્યું, “તમે બધા તો આળસુ લોકો છો, તેથી કહો છો કે અમને યહોવાના યજ્ઞો કરવા જવા દો. 18. “માંટે હવે જાઓ, કામે લાગી જાઓ, તમને પરાળ આપવામાં નહિ આવે; અને નક્કી કરેલી ઈંટો તો તમાંરી વરઘી પ્રમાંણે પૂરી કરવી જ પડશે.” 19. હિબ્રૂ મુકાદમોને જાણમાં આવ્યું કે તેઓ તકલીફમાં છે. તેમને ખબર હતી કે તેઓ માંણસો પાસેથી પહેલા જેટલી ઈંટો તૈયાર નથી કરાવી શકતા. 20. અને પછી ફારુનની પાસેથી તેઓ નીકળ્યા ત્યારે મૂસા અને હારુન તેઓને રસ્તામાં મળ્યા. તેઓ તેમની રાહ જોતા ઊભા હતા. 21. તેઓએ મૂસા અને હારુનને કહ્યું, “તમે શું કર્યુ છે એ યહોવા જુએ અને તમને સજા કરે. કારણ તમે અમને ફારુન અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને અમાંરી હત્યા કરવા માંટે તેઓને એક બહાનું આપી દીધું છે.” 22. ત્યારે મૂસાએ યહોવાને પ્રાર્થના કરી અને કહ્યું, “હે યહોવા, તમે આ લોકોના આવા ભૂંડા હાલ શા માંટે કર્યા? વળી તમે મને જ શા માંટે મોકલ્યો? 23. કારણ કે હું તમાંરા નામે ફારુન સાથે વાત કરવા આવ્યો ત્યારથી તેણે આ લોકોનું ભૂંડુ કરવા માંડયુ છે, અને તમે તમાંરા લોકોને બચાવવાં માંટે કશું જ કર્યુ નથી.”
  • નિર્ગમન પ્રકરણ 1  
  • નિર્ગમન પ્રકરણ 2  
  • નિર્ગમન પ્રકરણ 3  
  • નિર્ગમન પ્રકરણ 4  
  • નિર્ગમન પ્રકરણ 5  
  • નિર્ગમન પ્રકરણ 6  
  • નિર્ગમન પ્રકરણ 7  
  • નિર્ગમન પ્રકરણ 8  
  • નિર્ગમન પ્રકરણ 9  
  • નિર્ગમન પ્રકરણ 10  
  • નિર્ગમન પ્રકરણ 11  
  • નિર્ગમન પ્રકરણ 12  
  • નિર્ગમન પ્રકરણ 13  
  • નિર્ગમન પ્રકરણ 14  
  • નિર્ગમન પ્રકરણ 15  
  • નિર્ગમન પ્રકરણ 16  
  • નિર્ગમન પ્રકરણ 17  
  • નિર્ગમન પ્રકરણ 18  
  • નિર્ગમન પ્રકરણ 19  
  • નિર્ગમન પ્રકરણ 20  
  • નિર્ગમન પ્રકરણ 21  
  • નિર્ગમન પ્રકરણ 22  
  • નિર્ગમન પ્રકરણ 23  
  • નિર્ગમન પ્રકરણ 24  
  • નિર્ગમન પ્રકરણ 25  
  • નિર્ગમન પ્રકરણ 26  
  • નિર્ગમન પ્રકરણ 27  
  • નિર્ગમન પ્રકરણ 28  
  • નિર્ગમન પ્રકરણ 29  
  • નિર્ગમન પ્રકરણ 30  
  • નિર્ગમન પ્રકરણ 31  
  • નિર્ગમન પ્રકરણ 32  
  • નિર્ગમન પ્રકરણ 33  
  • નિર્ગમન પ્રકરણ 34  
  • નિર્ગમન પ્રકરણ 35  
  • નિર્ગમન પ્રકરણ 36  
  • નિર્ગમન પ્રકરણ 37  
  • નિર્ગમન પ્રકરણ 38  
  • નિર્ગમન પ્રકરણ 39  
  • નિર્ગમન પ્રકરણ 40  
×

Alert

×

Gujarati Letters Keypad References