પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

Proverbs Chapter 18

1 એકલો માણસ ફકત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે. 2 મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો, તેને ફકત પોતાના મંતવ્યોને જ રજૂ કરવા હોય છે. 3 જ્યારે દુરાચાર આવે છે ત્યારે ધિક્કાર તેને અનુસરે છે, અને અપકીતિર્ સાથે શરમ પણ આવે છે. 4 શાણી વ્યકિતની વાણી, ઊંડા પાણી, વહેતું ઝરણું અને જ્ઞાનની નદી જેવી છે. 5 ન્યાયાલયમાં દુર્જનની તરફેણ કરીને નિદોર્ષ વ્યકિતને અન્યાય કરવો એ સારું નથી. 6 મૂર્ખ બોલે બોલે કજિયા કરાવે છે અને શબ્દે શબ્દે ડફણાં મારે છે. 7 મૂર્ખની વાણી તેનો વિનાશ નોતરે છે. અને તે પોતાની શબ્દોનીજ જાળમાં સપડાય છે. 8 કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજન જેવા હોય છે, તે તરત ગળે ઉતરી જાય છે અને શરીરના અંતરતમ ભાગમાં પહોચી જાય છે. 9 વળી જે પોતાનાં કામ પ્રત્યે શિથિલ છે તે ઉડાઉનો ભાઇ છે. 10 યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, જ્યાં ભાગી જઇને સજ્જન સુરક્ષિત રહે છે. 11 ધનવાન માને છે કે, મારું ધન મારું કિલ્લેબંદીવાળું નગર છે, ઊંચો કોટ છે. 12 અભિમાન વિનાશને નોતરે છે, પહેલી નમ્રતા છે પછી સન્માન પ્રાપ્ત થાય છે. 13 સાંભળ્યા પહેલાઁ જવાબ આપવામાં મૂર્ખાઇ તથા લજ્જા છે. 14 હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખસહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે? 15 બુદ્ધિશાળી વ્યકિત જ્ઞાન પ્રાપ્ત કરવા મથે છે, જ્ઞાની વ્યકિતના કાન જ્ઞાન શોધે છે. 16 વ્યકિતની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહત્વની વ્યકિતની સમક્ષ લઇ જાય છે. 17 ન્યાયાલયમાં પહેલા બોલે તે સાચો લાગે, પણ બીજો આવીને તેની ઊલટ તપાસ કરે છે. 18 સમર્થ વ્યકિત વચ્ચેનો મામલો જામીનથી નીપટાવાય છે. 19 દુભાયેલા ભાઇને મનાવવો ગઢ જીતવા કરતાં કપરું છે; તે કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે. 20 યકિત જેવું બોલે છે તેવાં ફળ તે ભોગવે છે; પોતાની વાણીનો બદલો તેને ચોક્કસ મળશે. 21 જન્મમૃત્યુ જીભના સાર્મથ્યમાં છે; અને જીભ તેને જે પ્રેમ પૂર્વક વાપરે છે, તેઓ તે પ્રમાણે બદલો મેળવે છે. 22 જેને પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી, અને યહોવાની કૃપા પામ્યો જાણવો. 23 ગરીબ કાલાવાલા કરે છે; પરંતુ દ્વવ્યવાન ઉદ્ધતાઇથી જવાબ આપે છે. 24 ઘણા મિત્રો આફત લાવી શકે છે; પરંતુ એક ખાસ પ્રકારનો મિત્ર છે કે જે એક ભાઇ કરતા વધુ નિકટ છે.
1 એકલો માણસ ફકત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે. .::. 2 મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો, તેને ફકત પોતાના મંતવ્યોને જ રજૂ કરવા હોય છે. .::. 3 જ્યારે દુરાચાર આવે છે ત્યારે ધિક્કાર તેને અનુસરે છે, અને અપકીતિર્ સાથે શરમ પણ આવે છે. .::. 4 શાણી વ્યકિતની વાણી, ઊંડા પાણી, વહેતું ઝરણું અને જ્ઞાનની નદી જેવી છે. .::. 5 ન્યાયાલયમાં દુર્જનની તરફેણ કરીને નિદોર્ષ વ્યકિતને અન્યાય કરવો એ સારું નથી. .::. 6 મૂર્ખ બોલે બોલે કજિયા કરાવે છે અને શબ્દે શબ્દે ડફણાં મારે છે. .::. 7 મૂર્ખની વાણી તેનો વિનાશ નોતરે છે. અને તે પોતાની શબ્દોનીજ જાળમાં સપડાય છે. .::. 8 કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ ભોજન જેવા હોય છે, તે તરત ગળે ઉતરી જાય છે અને શરીરના અંતરતમ ભાગમાં પહોચી જાય છે. .::. 9 વળી જે પોતાનાં કામ પ્રત્યે શિથિલ છે તે ઉડાઉનો ભાઇ છે. .::. 10 યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, જ્યાં ભાગી જઇને સજ્જન સુરક્ષિત રહે છે. .::. 11 ધનવાન માને છે કે, મારું ધન મારું કિલ્લેબંદીવાળું નગર છે, ઊંચો કોટ છે. .::. 12 અભિમાન વિનાશને નોતરે છે, પહેલી નમ્રતા છે પછી સન્માન પ્રાપ્ત થાય છે. .::. 13 સાંભળ્યા પહેલાઁ જવાબ આપવામાં મૂર્ખાઇ તથા લજ્જા છે. .::. 14 હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખસહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે? .::. 15 બુદ્ધિશાળી વ્યકિત જ્ઞાન પ્રાપ્ત કરવા મથે છે, જ્ઞાની વ્યકિતના કાન જ્ઞાન શોધે છે. .::. 16 વ્યકિતની ભેટ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહત્વની વ્યકિતની સમક્ષ લઇ જાય છે. .::. 17 ન્યાયાલયમાં પહેલા બોલે તે સાચો લાગે, પણ બીજો આવીને તેની ઊલટ તપાસ કરે છે. .::. 18 સમર્થ વ્યકિત વચ્ચેનો મામલો જામીનથી નીપટાવાય છે. .::. 19 દુભાયેલા ભાઇને મનાવવો ગઢ જીતવા કરતાં કપરું છે; તે કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે. .::. 20 યકિત જેવું બોલે છે તેવાં ફળ તે ભોગવે છે; પોતાની વાણીનો બદલો તેને ચોક્કસ મળશે. .::. 21 જન્મમૃત્યુ જીભના સાર્મથ્યમાં છે; અને જીભ તેને જે પ્રેમ પૂર્વક વાપરે છે, તેઓ તે પ્રમાણે બદલો મેળવે છે. .::. 22 જેને પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી, અને યહોવાની કૃપા પામ્યો જાણવો. .::. 23 ગરીબ કાલાવાલા કરે છે; પરંતુ દ્વવ્યવાન ઉદ્ધતાઇથી જવાબ આપે છે. .::. 24 ઘણા મિત્રો આફત લાવી શકે છે; પરંતુ એક ખાસ પ્રકારનો મિત્ર છે કે જે એક ભાઇ કરતા વધુ નિકટ છે.
  • Proverbs Chapter 1  
  • Proverbs Chapter 2  
  • Proverbs Chapter 3  
  • Proverbs Chapter 4  
  • Proverbs Chapter 5  
  • Proverbs Chapter 6  
  • Proverbs Chapter 7  
  • Proverbs Chapter 8  
  • Proverbs Chapter 9  
  • Proverbs Chapter 10  
  • Proverbs Chapter 11  
  • Proverbs Chapter 12  
  • Proverbs Chapter 13  
  • Proverbs Chapter 14  
  • Proverbs Chapter 15  
  • Proverbs Chapter 16  
  • Proverbs Chapter 17  
  • Proverbs Chapter 18  
  • Proverbs Chapter 19  
  • Proverbs Chapter 20  
  • Proverbs Chapter 21  
  • Proverbs Chapter 22  
  • Proverbs Chapter 23  
  • Proverbs Chapter 24  
  • Proverbs Chapter 25  
  • Proverbs Chapter 26  
  • Proverbs Chapter 27  
  • Proverbs Chapter 28  
  • Proverbs Chapter 29  
  • Proverbs Chapter 30  
  • Proverbs Chapter 31  
×

Alert

×

Gujarati Letters Keypad References