પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
ગણના

રેકોર્ડ

ગણના પ્રકરણ 2

1 યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, 2 “પ્રત્યેક ઇસ્રાએલી કુળને છાવણી માંટે પોતાનું અલગ સ્થાન હોય તથા પોતાના કુળનું અલગ નિશાન અને અલગ ધ્વજ હોય; કુળોની સર્વ છાવણીઓની મધ્યમાં મુલાકાત મંડપ રહે અને બધા જ પ્રવેશદ્વાર મુલાકાત મંડપ તરફ હોય. 3 “પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાના કુળસમૂહના ધ્વજ નીચે આવતાં લોકોએ તેમની ટુકડી પ્રમાંણે પડાવ નાખવા. આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન રહેશે. 4 તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 74,600 પુરુષો રહે. 5 “એના પછી ઈસ્સાખારનું કુળસમૂહ છાવણી કરે; સૂઆરનો પુત્ર નથાનિયલ ઈસ્સાખારના પુત્રોના અધિપતિ થાય; 6 તેના સૈન્યમાં તેમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 54,400 પુરુષો રહે. 7 “અને ઝબુલોનના કુળસમૂહો પણ યહૂદાના કુળસમૂહોની બાજુમાં જ છાવણી કરે અને હેલોનનો પુત્ર અલીઆબ તે ઝબુલોનના પુત્રોનો અધિપતિ થાય; 8 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની ગણના થઈ છે તેવા 57,400 પુરુષો રહે. 9 “યહૂદાના કુળસમૂહોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,86,400 છે એ લોકો કૂચ કરતી વખતે પહેલા ઊપડશે. 10 “દક્ષિણ બાજુએ રૂબેનના કુળની સેનાના ધ્વજ હેઠળના લોકોએ નીચેના આગેવાનો હેઠળ ટુકડીવાર છાવણી નાખવી; શદેઉરનો પુત્ર એલીસૂર તે રૂબેનના પુત્રોનો અધિપતિ થાય. 11 તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 46,500 સૈનિકો તેની સાથે રહે. 12 “એ પછી શિમયોનનો કુળસમૂહ તેની પાસે છાવણીમાં પડાવ નાખે; અને સૂરીશાદાયનો પુત્ર શલુમીએલ તે શિમયોનના પુત્રોનો અધિપતિ થાય; 13 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 59,300 સૈનિકો સાથે રહે. 14 “અને તે પછી ગાદનું કુળસમૂહ પડાવ નાખશે; અને રેઉએલનો પુત્ર એલ્યાસાફ તે ગાદના પુત્રોનો અધિપતિ થાય; 15 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 45,650 સૈનિકો રહે. 16 “રૂબેનના કુળોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,51,450 હતી, અને તેઓ કૂચ કરતી વખતે બીજું સ્થાન લેશે. 17 એ પછી પ્રથમ બે ટુકડીઓ અને પછીની બે ટુકડીઓ વચ્ચે લેવીઓ મુલાકાત મંડપને ઉપાડીને ચાલશે. પ્રત્યેક ટુકડી છાવણી નાખ્યાના ક્રમે જ ઊપડશે અને પ્રત્યેક પુરુષ પોતાના ધ્વજ હેઠળ પોતાનું સ્થાન જાળવશે. 18 “પશ્ચિમ બાજુએ એફ્રાઇમના કુળસમૂહની સેનાના ધ્વજ હેઠળ તેમની ટુકડીઓ આગેવાનો હેઠળ છાવણી નાખશે; અને આમ્મીહૂદનો પુત્ર એલીશામાં તે એફ્રાઈમના પુત્રોનો અધિપતિ થાય. 19 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 40,500 સૈનિકો રહે. 20 “અને તેની પાસે મનાશ્શાનું કુળસમૂહ રહે; અને પદાહસૂરનો પુત્ર ગમાંલ્યેલ તે મનાશ્શાના પુત્રોનો અધિપતિ થાય. 21 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 32,200 સૈનિકો રહે. 22 “તે પછી બિન્યામીનનું કુળસમૂહ પડાવ નાખશે આગેવાન ગિદિયોનીનો પુત્ર અબીદાન તે બિન્યામીનના પુત્રોનો અધિપતિ થાય; 23 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 35,400 સૈનિકો રહે. 24 “એફ્રાઈમની છાવણીમાં જે બધાની ગણના થઈ તેઓ છે, પોતાનાં સૈન્યો પ્રમાંણે, 1,08.100 છે અને તેઓ કૂચ કરતી વખતે ત્રીજા ક્રમે ચાલી નીકળે એમ ગોઠવણી કરવામાં આવે. 25 “ઉત્તર બાજુએ દાનના કુળસમૂહોની સેનાના ધ્વજ હેઠળના લોકોએ તેમના આગેવાનો હેઠળ ટુકડીવાર છાવણી તેમના ભાગલા પ્રમાંણે નાખવી; આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર તે દાનના પુત્રોનો આગેવાન છે. 26 અને તેના સૈન્યમાં નોંધણી થઈ હોય તેવા 62,700 સૈનિકો છે. 27 “અને તેની પાસે આશેરના કુળસમૂહો છાવણી કરે; અને ઓક્રાનનો પુત્ર પાગીએલ તેનો અધિપતિ થાય; 28 અને તેના સૈન્યમાં નોંધણી થઈ છે તેવા 41,500 સૈનિકો છે. 29 પછી તફતાલીના કુળસમૂહો; અને એનાનનો પુત્ર અહીરા તે નફતાલીના પુત્રોનો અધિપતિ થાય. 30 અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 53,400 સૈનિકો રહે. 31 “દાનના કુળોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,57,600 હશે, તેઓ કૂચ કરતી વખતે છેલ્લા રહેશે.”‘ 32 ઇસ્રાએલ પ્રજાની કુટુંબવાર નોંધણી કરવામાં આવી ત્યારે તેમની સંખ્યા 6,03,550 હતી. 33 યહોવાએ મૂસાને આજ્ઞા કરી તે પ્રમાંણે આ ગણતરી કરવામાં આવી ત્યારે લેવીઓને ગણવામાં આવ્યા નહોતા. 34 યહોવાએ મૂસાને કહ્યું હતું તે જ પ્રમાંણે બરાબર વ્યવસ્થા થઈ. તેઓ પોતપોતાના સમૂહના ધ્વજ હેઠળ છાવણી નાખતા. અને કૂચ કરતી વખતે પ્રત્યેક વ્યક્તિ પોતાના કુળસમૂહની ટુકડીમાં પોતાના સ્થાને જ રહેતા.
1. યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, 2. “પ્રત્યેક ઇસ્રાએલી કુળને છાવણી માંટે પોતાનું અલગ સ્થાન હોય તથા પોતાના કુળનું અલગ નિશાન અને અલગ ધ્વજ હોય; કુળોની સર્વ છાવણીઓની મધ્યમાં મુલાકાત મંડપ રહે અને બધા જ પ્રવેશદ્વાર મુલાકાત મંડપ તરફ હોય. 3. “પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાના કુળસમૂહના ધ્વજ નીચે આવતાં લોકોએ તેમની ટુકડી પ્રમાંણે પડાવ નાખવા. આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન રહેશે. 4. તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 74,600 પુરુષો રહે. 5. “એના પછી ઈસ્સાખારનું કુળસમૂહ છાવણી કરે; સૂઆરનો પુત્ર નથાનિયલ ઈસ્સાખારના પુત્રોના અધિપતિ થાય; 6. તેના સૈન્યમાં તેમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 54,400 પુરુષો રહે. 7. “અને ઝબુલોનના કુળસમૂહો પણ યહૂદાના કુળસમૂહોની બાજુમાં જ છાવણી કરે અને હેલોનનો પુત્ર અલીઆબ તે ઝબુલોનના પુત્રોનો અધિપતિ થાય; 8. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની ગણના થઈ છે તેવા 57,400 પુરુષો રહે. 9. “યહૂદાના કુળસમૂહોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,86,400 છે એ લોકો કૂચ કરતી વખતે પહેલા ઊપડશે. 10. “દક્ષિણ બાજુએ રૂબેનના કુળની સેનાના ધ્વજ હેઠળના લોકોએ નીચેના આગેવાનો હેઠળ ટુકડીવાર છાવણી નાખવી; શદેઉરનો પુત્ર એલીસૂર તે રૂબેનના પુત્રોનો અધિપતિ થાય. 11. તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 46,500 સૈનિકો તેની સાથે રહે. 12. “એ પછી શિમયોનનો કુળસમૂહ તેની પાસે છાવણીમાં પડાવ નાખે; અને સૂરીશાદાયનો પુત્ર શલુમીએલ તે શિમયોનના પુત્રોનો અધિપતિ થાય; 13. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 59,300 સૈનિકો સાથે રહે. 14. “અને તે પછી ગાદનું કુળસમૂહ પડાવ નાખશે; અને રેઉએલનો પુત્ર એલ્યાસાફ તે ગાદના પુત્રોનો અધિપતિ થાય; 15. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 45,650 સૈનિકો રહે. 16. “રૂબેનના કુળોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,51,450 હતી, અને તેઓ કૂચ કરતી વખતે બીજું સ્થાન લેશે. 17. એ પછી પ્રથમ બે ટુકડીઓ અને પછીની બે ટુકડીઓ વચ્ચે લેવીઓ મુલાકાત મંડપને ઉપાડીને ચાલશે. પ્રત્યેક ટુકડી છાવણી નાખ્યાના ક્રમે જ ઊપડશે અને પ્રત્યેક પુરુષ પોતાના ધ્વજ હેઠળ પોતાનું સ્થાન જાળવશે. 18. “પશ્ચિમ બાજુએ એફ્રાઇમના કુળસમૂહની સેનાના ધ્વજ હેઠળ તેમની ટુકડીઓ આગેવાનો હેઠળ છાવણી નાખશે; અને આમ્મીહૂદનો પુત્ર એલીશામાં તે એફ્રાઈમના પુત્રોનો અધિપતિ થાય. 19. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 40,500 સૈનિકો રહે. 20. “અને તેની પાસે મનાશ્શાનું કુળસમૂહ રહે; અને પદાહસૂરનો પુત્ર ગમાંલ્યેલ તે મનાશ્શાના પુત્રોનો અધિપતિ થાય. 21. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 32,200 સૈનિકો રહે. 22. “તે પછી બિન્યામીનનું કુળસમૂહ પડાવ નાખશે આગેવાન ગિદિયોનીનો પુત્ર અબીદાન તે બિન્યામીનના પુત્રોનો અધિપતિ થાય; 23. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 35,400 સૈનિકો રહે. 24. “એફ્રાઈમની છાવણીમાં જે બધાની ગણના થઈ તેઓ છે, પોતાનાં સૈન્યો પ્રમાંણે, 1,08.100 છે અને તેઓ કૂચ કરતી વખતે ત્રીજા ક્રમે ચાલી નીકળે એમ ગોઠવણી કરવામાં આવે. 25. “ઉત્તર બાજુએ દાનના કુળસમૂહોની સેનાના ધ્વજ હેઠળના લોકોએ તેમના આગેવાનો હેઠળ ટુકડીવાર છાવણી તેમના ભાગલા પ્રમાંણે નાખવી; આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર તે દાનના પુત્રોનો આગેવાન છે. 26. અને તેના સૈન્યમાં નોંધણી થઈ હોય તેવા 62,700 સૈનિકો છે. 27. “અને તેની પાસે આશેરના કુળસમૂહો છાવણી કરે; અને ઓક્રાનનો પુત્ર પાગીએલ તેનો અધિપતિ થાય; 28. અને તેના સૈન્યમાં નોંધણી થઈ છે તેવા 41,500 સૈનિકો છે. 29. પછી તફતાલીના કુળસમૂહો; અને એનાનનો પુત્ર અહીરા તે નફતાલીના પુત્રોનો અધિપતિ થાય. 30. અને તેના સૈન્યમાં તેઓમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 53,400 સૈનિકો રહે. 31. “દાનના કુળોની છાવણીના માંણસોની કુલ સંખ્યા 1,57,600 હશે, તેઓ કૂચ કરતી વખતે છેલ્લા રહેશે.”‘ 32. ઇસ્રાએલ પ્રજાની કુટુંબવાર નોંધણી કરવામાં આવી ત્યારે તેમની સંખ્યા 6,03,550 હતી. 33. યહોવાએ મૂસાને આજ્ઞા કરી તે પ્રમાંણે આ ગણતરી કરવામાં આવી ત્યારે લેવીઓને ગણવામાં આવ્યા નહોતા. 34. યહોવાએ મૂસાને કહ્યું હતું તે જ પ્રમાંણે બરાબર વ્યવસ્થા થઈ. તેઓ પોતપોતાના સમૂહના ધ્વજ હેઠળ છાવણી નાખતા. અને કૂચ કરતી વખતે પ્રત્યેક વ્યક્તિ પોતાના કુળસમૂહની ટુકડીમાં પોતાના સ્થાને જ રહેતા.
  • ગણના પ્રકરણ 1  
  • ગણના પ્રકરણ 2  
  • ગણના પ્રકરણ 3  
  • ગણના પ્રકરણ 4  
  • ગણના પ્રકરણ 5  
  • ગણના પ્રકરણ 6  
  • ગણના પ્રકરણ 7  
  • ગણના પ્રકરણ 8  
  • ગણના પ્રકરણ 9  
  • ગણના પ્રકરણ 10  
  • ગણના પ્રકરણ 11  
  • ગણના પ્રકરણ 12  
  • ગણના પ્રકરણ 13  
  • ગણના પ્રકરણ 14  
  • ગણના પ્રકરણ 15  
  • ગણના પ્રકરણ 16  
  • ગણના પ્રકરણ 17  
  • ગણના પ્રકરણ 18  
  • ગણના પ્રકરણ 19  
  • ગણના પ્રકરણ 20  
  • ગણના પ્રકરણ 21  
  • ગણના પ્રકરણ 22  
  • ગણના પ્રકરણ 23  
  • ગણના પ્રકરણ 24  
  • ગણના પ્રકરણ 25  
  • ગણના પ્રકરણ 26  
  • ગણના પ્રકરણ 27  
  • ગણના પ્રકરણ 28  
  • ગણના પ્રકરણ 29  
  • ગણના પ્રકરણ 30  
  • ગણના પ્રકરણ 31  
  • ગણના પ્રકરણ 32  
  • ગણના પ્રકરણ 33  
  • ગણના પ્રકરણ 34  
  • ગણના પ્રકરણ 35  
  • ગણના પ્રકરણ 36  
×

Alert

×

Gujarati Letters Keypad References