પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

Amos Chapter 1

1 યહૂદિયાના રાજા ઉઝિઝયા અને ઇસ્રાએલના યોઆશના પુત્ર રાજા યરોબઆમના સમયમાં, આમોસ તકોઆ જાતિના ભરવાડોમાંનો એક હતો આ ઇસ્રાએલ વિષેના સંદેશાઓ છે જે તેને ધરતીકંપ થયાના બે વર્ષ પહેલા 2 તેણે કહ્યું, “યહોવા સિયોનમાંથી ગર્જના કરશે, યરૂશાલેમ મોટેથી કહેશે; ભરવાડો આક્રંદ કરશે, અને કામેર્લની ટોચ સૂકાઇ જશે.” 3 યહોવા આ પ્રમાણે કહે છે: “દમસ્કના લોકોએ વારંવાર પાપ કર્યા છે, અને હું તે ભૂલીશ નહિ. હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. જેમ અનાજ ધોકાવાની લોખંડની ગાડીથી ધોકાવાય છે, તેમ ગિલયાદમાં મારા લોકોને તેઓએ માર્યા છે. 4 પરંતુ હું હઝાએલના મહેલને આગ ચાંપીશ, ને તે બેન-હદાદના મહેલોને ભસ્મીભૂત કરી દેશે. 5 “વળી હું દમસ્કના દરવાજાઓ તોડી નાખીશ, અને આવેનની ખીણમાંના લોકોનોે નાશ કરીશ. બેથ-એદેનના નેતાઓને શિક્ષા કરીશ. અરામના લોકો દેશ નિકાલ થયેલની જેમ કીર પાછા ફરશે.” આ યહોવાના શબ્દો છે. 6 યહોવા કહે છે: “ગાઝાના લોકોએ વારંવાર પાપ કર્યા છે. તેઓએ ધીમે ધીમે ઘસડીને આખા સમાજને અદોમના લોકોને ગુલામ તરીકે સોપી દીધેલ છે. આ માટે હું તેઓને જરૂર શિક્ષા કરીશ, 7 હું ગાઝાની દીવાલોને આગ લગાડીશ અને આગ નગરના સર્વ કિલ્લેબંધી કરેલા ઘરોને નષ્ટ કરી નાંખશે. 8 હું આશ્દોદના બધા લોકોને મારી નાખીશ. એક્રોન અને આશ્કલોનના રાજાનો પણ નાશ કરીશ. બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે, તેમ દેવ યહોવા કહે છે.” 9 યહોવા કહે છે: “તૂરના લોકોએ વારંવાર પાપ કર્યા છે. અને હું તે ભૂલીશ નહિ, હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, તેઓએ ઇસ્રાએલ સાથેની મિત્રતાના કરારનો ભંગ કર્યો છે. અને ઇસ્રાએલ પર હુમલો કરીને સમગ્ર પ્રજાને દેશનિકાલ થયેલાની જેમ અદોમ લઇ આવ્યા. 10 તેને માટે હું તેઓને જરૂર શિક્ષા કરીશ, હું તૂરની દીવાલોને આગ લગાડીશ અને આગ શહેરના સર્વ કિલ્લેબંધી કરેલા ઘરોને નષ્ટ કરી નાખશે.” 11 યહોવા કહે છે: “અદોમના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેમને ભૂલી જઇશ નહિ. હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. તેણે દયાને નેવે મૂકીને હાથમાં તરવાર લઇને પોતાના જાતભાઇઓ યાકૂબના વંશજોનો પીછો કર્યો હતો. તેનો ક્રોધ સદા ભભૂકતો જ રહ્યો. તેનો રોષ કદી શમ્યો જ નહિ, 12 તે માટે હું જરૂર તેને સજા કરીશ. હું ‘તેમાનને’ આગ લગાડીશ અને આગ ‘બોસ્રાહના’ કિલ્લાને નષ્ટ કરી નાખશે.” 13 યહોવા કહે છે: “આમ્મોનના લોકોએ વારંવાર પાપ કર્યા છે, તેમણે પોતાની સરહદ વિસ્તારવા માટે ગિલયાદમાં ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ પણ ચીરી નાખ્યાં છે; આથી હું તેમને જરૂર સજા કરીશ. 14 હું રાબ્બાહની દીવાલોને આગ લગાડીશ અને આગ નગરના સર્વ કિલ્લેબંધી મહેલો, ઘરોને નષ્ટ કરી નાખશે. ચારેતરફ યુદ્ધનાદ થશે, અને જાણે પ્રચંડ વાવાઝોડાનો પ્રકોપ થઇ રહ્યો હોય એમ લાગશે. 15 તેઓના રાજાઓ અને તેઓના અમલદારો સાથે દેશવટો લેશે.” આ યહોવાના શબ્દો છે.
1 યહૂદિયાના રાજા ઉઝિઝયા અને ઇસ્રાએલના યોઆશના પુત્ર રાજા યરોબઆમના સમયમાં, આમોસ તકોઆ જાતિના ભરવાડોમાંનો એક હતો આ ઇસ્રાએલ વિષેના સંદેશાઓ છે જે તેને ધરતીકંપ થયાના બે વર્ષ પહેલા .::. 2 તેણે કહ્યું, “યહોવા સિયોનમાંથી ગર્જના કરશે, યરૂશાલેમ મોટેથી કહેશે; ભરવાડો આક્રંદ કરશે, અને કામેર્લની ટોચ સૂકાઇ જશે.” .::. 3 યહોવા આ પ્રમાણે કહે છે: “દમસ્કના લોકોએ વારંવાર પાપ કર્યા છે, અને હું તે ભૂલીશ નહિ. હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. જેમ અનાજ ધોકાવાની લોખંડની ગાડીથી ધોકાવાય છે, તેમ ગિલયાદમાં મારા લોકોને તેઓએ માર્યા છે. .::. 4 પરંતુ હું હઝાએલના મહેલને આગ ચાંપીશ, ને તે બેન-હદાદના મહેલોને ભસ્મીભૂત કરી દેશે. .::. 5 “વળી હું દમસ્કના દરવાજાઓ તોડી નાખીશ, અને આવેનની ખીણમાંના લોકોનોે નાશ કરીશ. બેથ-એદેનના નેતાઓને શિક્ષા કરીશ. અરામના લોકો દેશ નિકાલ થયેલની જેમ કીર પાછા ફરશે.” આ યહોવાના શબ્દો છે. .::. 6 યહોવા કહે છે: “ગાઝાના લોકોએ વારંવાર પાપ કર્યા છે. તેઓએ ધીમે ધીમે ઘસડીને આખા સમાજને અદોમના લોકોને ગુલામ તરીકે સોપી દીધેલ છે. આ માટે હું તેઓને જરૂર શિક્ષા કરીશ, .::. 7 હું ગાઝાની દીવાલોને આગ લગાડીશ અને આગ નગરના સર્વ કિલ્લેબંધી કરેલા ઘરોને નષ્ટ કરી નાંખશે. .::. 8 હું આશ્દોદના બધા લોકોને મારી નાખીશ. એક્રોન અને આશ્કલોનના રાજાનો પણ નાશ કરીશ. બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે, તેમ દેવ યહોવા કહે છે.” .::. 9 યહોવા કહે છે: “તૂરના લોકોએ વારંવાર પાપ કર્યા છે. અને હું તે ભૂલીશ નહિ, હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, તેઓએ ઇસ્રાએલ સાથેની મિત્રતાના કરારનો ભંગ કર્યો છે. અને ઇસ્રાએલ પર હુમલો કરીને સમગ્ર પ્રજાને દેશનિકાલ થયેલાની જેમ અદોમ લઇ આવ્યા. .::. 10 તેને માટે હું તેઓને જરૂર શિક્ષા કરીશ, હું તૂરની દીવાલોને આગ લગાડીશ અને આગ શહેરના સર્વ કિલ્લેબંધી કરેલા ઘરોને નષ્ટ કરી નાખશે.” .::. 11 યહોવા કહે છે: “અદોમના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેમને ભૂલી જઇશ નહિ. હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. તેણે દયાને નેવે મૂકીને હાથમાં તરવાર લઇને પોતાના જાતભાઇઓ યાકૂબના વંશજોનો પીછો કર્યો હતો. તેનો ક્રોધ સદા ભભૂકતો જ રહ્યો. તેનો રોષ કદી શમ્યો જ નહિ, .::. 12 તે માટે હું જરૂર તેને સજા કરીશ. હું ‘તેમાનને’ આગ લગાડીશ અને આગ ‘બોસ્રાહના’ કિલ્લાને નષ્ટ કરી નાખશે.” .::. 13 યહોવા કહે છે: “આમ્મોનના લોકોએ વારંવાર પાપ કર્યા છે, તેમણે પોતાની સરહદ વિસ્તારવા માટે ગિલયાદમાં ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ પણ ચીરી નાખ્યાં છે; આથી હું તેમને જરૂર સજા કરીશ. .::. 14 હું રાબ્બાહની દીવાલોને આગ લગાડીશ અને આગ નગરના સર્વ કિલ્લેબંધી મહેલો, ઘરોને નષ્ટ કરી નાખશે. ચારેતરફ યુદ્ધનાદ થશે, અને જાણે પ્રચંડ વાવાઝોડાનો પ્રકોપ થઇ રહ્યો હોય એમ લાગશે. .::. 15 તેઓના રાજાઓ અને તેઓના અમલદારો સાથે દેશવટો લેશે.” આ યહોવાના શબ્દો છે.
  • Amos Chapter 1  
  • Amos Chapter 2  
  • Amos Chapter 3  
  • Amos Chapter 4  
  • Amos Chapter 5  
  • Amos Chapter 6  
  • Amos Chapter 7  
  • Amos Chapter 8  
  • Amos Chapter 9  
×

Alert

×

Gujarati Letters Keypad References