પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
ઊત્પત્તિ

ઊત્પત્તિ પ્રકરણ 30

1 રાહેલે જોયું કે, તે યાકૂબને માંટે બાળકને જન્મ આપવા માંટે અશકિતમાંન છે, તેથી તેને પોતાની બહેન લેઆહની ઈર્ષા થવા માંડી, તેથી તેણે યાકૂબને કહ્યું, “મને સંતાન આપ, નહિ તો હું મરી જઈશ.” 2 યાકૂબ રાહેલ પર ક્રોધે ભરાયો, તેણે કહ્યું, “હું દેવ નથી, તને માંતા બનવાથી વંચિત રાખનાર તો એ જ છે.” 3 ત્યારે રાહેલે કહ્યું, “તમે માંરી દાસી બિલ્હાહને તો લઈ શકો છો ને? તમે એને ઋતુદાન કરો એટલે એ માંરા માંટે બાળકને જન્મ આપશે. પછી એના માંરફતે હું માં થઈશ.” 4 આથી રાહેલે પોતાની દાસી બિલ્હાહ યાકૂબને પત્ની તરીકે સોંપી. યાકૂબે બિલ્હાહને ઋતુદાન કર્યુ. 5 બિલ્હાહ ગર્ભવતી થઈ અને યાકૂબ માંટે તેણે એક પુત્રને જન્મ આપ્યો. 6 રાહેલે કહ્યું, “આખરે દેવે માંરી પ્રાર્થના સાંભળી ખરી, તેણે મને એક પુત્ર આપવાનો ન્યાય કર્યો.” તેથી રાહેલે એ પુત્રનું નામ દાન રાખ્યું. 7 બિલ્હાહ ફરી ગર્ભવતી થઈ, અને તેને યાકૂબથી બીજો પુત્ર અવતર્યો. 8 રાહેલે કહ્યું, “મેં માંરી બહેન સાથે મુકાબલામાં ભારે લડત આપી છે. અને મને વિજય મળ્યો છે.” એથી તેણે એ પુત્રનું નામ નફતાલી રાખ્યું. 9 પછી લેઆહે વિચાર્યુ કે, તે હવે વધારે બાળકોને જન્મ આપી શકેે તેમ નથી. એટલે પોતાની દાસી ઝિલ્પાહ યાકૂબને પત્ની તરીકે આપી. 10 પછી ઝિલ્પાહને યાકૂબથી એક પુત્ર અવતર્યો. 11 લેઆહે કહ્યું, “હું ભાગ્યશાળી છું.” હવે સ્ત્રીઓ મને સદભાગી કહેશે. તેથી તેણે પુત્રનું નામ ગાદ રાખ્યું. 12 ઝિલ્પાહએ બીજા પુત્રને જન્મ આપ્યો. 13 લેઆહ બોલી, “હું કેવી સુખી છું!” તેથી તેણે એ પુત્રનું નામ આશેર રાખ્યું. 14 ઘઉંની કાપણીના સમયે રૂબેન ખેતરે ગયો ત્યાં તેણે કેટલાંક વિશેષ પ્રકારનાં ફૂલો જોયાં. રૂબેને તે ફૂલો લાવીને પોતાની માંતા લેઆહને આપ્યાં. ત્યારે રાહેલે લેઆહને કહ્યું, “કૃપા કરીને મને તારો પુત્ર જે ફૂલો લાવ્યો છે તેમાંથી થોડાં ફૂલો આપ.” 15 લેઆહે જવાબ આપ્યો, “તેં તો માંરા પતિને પહેલાંથી જ લઈ લીધો છે, હવે તું માંરા પુત્રનાં ફૂલોને પણ લઈ લેવા માંગે છે?”પરંતુ રાહેલે કહ્યું, “જો તું તારા પુત્રનાં ફૂલ મને આપીશ તો તેના બદલામાં આજે રાત્રે તું યાકૂબની સાથે સૂવા જઈ શકીશ.” 16 તે રાત્રે યાકૂબ ખેતરેથી પાછો ફર્યો એટલે લેઆહ તેને મળવા ગઈ. તેણે યાકૂબને કહ્યું, “આજે રાત્રે તમાંરે માંરી સાથે સૂવાનું છે. મેં માંરા પુત્રનાં ફૂલો રાહેલને તમાંરી કિંમતનાં રૂપમાં આપ્યા છે.” તેથી યાકૂબ તે રાત્રે લેઆહ સાથે સૂતો. 17 તેથી દેવે લેઆહને ફરીથી ગર્ભવતી થવા દીધી. તેણે યાકૂબના પાંચમાં પુત્રને જન્મ આપ્યો. 18 લેઆહ બોલી, “મેં માંરી દાસી માંરા પતિને આપી તેથી દેવે મને તેનો બદલો આપ્યો છે.” તેથી લેઆહે પોતાના પુત્રનું નામ ઈસ્સાખાર રાખ્યું. 19 લેઆહ ફરી વાર ગર્ભવતી થઈ અને તેણે છઠ્ઠા પુત્રને જન્મ આપ્યો, 20 લેઆહે કહ્યું, “દેવે મને એક સુંદર ભેટ આપી છે. હવે જરૂર યાકૂબ મને અપનાવશે, કારણ કે મેં એને છ બાળકો આપ્યાં છે.” એટલે લેઆહે તે પુત્રનું નામ ઝબુલોન રાખ્યું. 21 એ પછી લેઆહને એક પુત્રી અવતરી. તેણે પુત્રીનુ નામ દીનાહ રાખ્યું. 22 પછી દેવે રાહેલની અરજ સાંભળી, દેવે રાહેલને વાંઝિયામેહણું ટાળવા માંટે સમર્થ બનાવી. 23 રાહેલ ગર્ભવતી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. રાહેલે કહ્યું, “દેવે મને વાંઝણી બનવાથી બચાવી અને મને એક પુત્ર આપ્યો છે.” 24 તેથી રાહેલે પોતાના પુત્રનું નામ યૂસફ રાખ્યું એમ કહેતાં દેવ હજુ મને બીજો દીકરો આપે. 25 યૂસફના જન્મ પછી યાકૂબે લાબાનને કહ્યું, “હવે મને માંરે ઘેર જવા દો. 26 જેમને માંટે મેં તમાંરી નોકરી કરી તે માંરી પત્નીઓ અને બાળકો મને સોંપી દો, એટલે હું ઘરભેગો થાઉં. તમે જાણો છો કે, મેં તમાંરી કેવી નોકરી કરી છે.” 27 લાબાને તેને કહ્યું, “મને થોડું કહેવા દે, મને અનુભવ થયો છે કે, તારા કારણે યહોવાએ માંરા પર કૃપા કરી છે. 28 માંટે તું કહે, હું તને શું આપું? તું જે મજૂરી કહેશે તે હું આપીશ.” 29 યાકૂબે જવાબ આપ્યો, “તમે પોતે જાણો છો કે, મેં તમાંરે માંટે કેવો સખત પરિશ્રમ કર્યો છે. અને તમાંરાં ઘેટાંબકરાંની મેં કેવી સંભાળ રાખી છે. 30 હું આવ્યો ત્યારે તમાંરી પાસે તે થોડાં હતાં અને હવે તેમાં ઘણો વધારો થયો છે. જયારે જયારે મેં તમાંરા માંટે જે કાંઈ કર્યું છે, ત્યારે ત્યારે યહોવાએ તમાંરા પર કૃપા કરી છે. હવે, માંરા માંટે સમય પાકી ગયો છે જેથી હું પોતાના માંટે કાંઈ કરું. પછી હું માંરા પોતાના પરિવાર માંટે ઘરની જોગવાઈ કયારે કરીશ?” 31 પછી લાબાને પૂછયું, “તો પછી હું તને શું આપું?”યાકૂબે જવાબ આપ્યો, “હું નથી ઈચ્છતો કે, તમે મને કશું આપો. હું તો ફકત એટલું જ ઈચ્છું છું કે, મેં જે કાંઈ કામ કર્યુ છે તેની કિંમત મને ચૂકવી દો. તમે જો આટલું કરશો તો હું ફરી તમાંરાં ઘેટાંબકરાં ચરાવીશ અને તેમની સંભાળ રાખીશ. 32 આજે મને તમાંરાં ઘેટાંબકરાંનાં બધાં ટોળામાં જે દરેક ઘેટાં અને બકરંા કાબરચીતરાં હોય અને જે દરેક ઘેટાં અને બકરાં ટપકાં વાળા હોય અને દરેક યુવાન કાળી બકરી હોય તે લેઇ જવા દો. અને એ માંરી મજૂરી હશે. 33 ભવિષ્યમાં તમે સરળતાથી જોઈ શકશો કે, હું કેટલો પ્રામાંણિક અને વફાદાર છું. તમે તપાસ કરવા આવશો ત્યારે માંરી પ્રામાંણિકતા પુરવાર થશે. માંરી પાસેનાં ઘેટાંબકરાંમાંનું જે કોઈ બકરું કાબરચીતરું કે, ટપકાંવાળું ન હોય અને જે ઘેટું કાળું ન હોય તે ચોરેલું છે એમ ગણાશે.” 34 લાબાને કહ્યું, “સારું, તારી વાત મને મંજૂર છે, અમે તને તું જે કાંઈ માંગીશ તે આપીશું.” 35 પરંતુ તે દિવસે લાબાને જેટલાં બકરાં કાબરચીતરાં અને ટપકાંવાળા હતા અને જેટલી બકરીઓ કાબરચીતરી અને ટપકાવાળી હતી અને જે ઘેટાં કાળાં હતાં તે બધાં જુદાં પાડી સંતાડી દીધાં અને પોતાના પુત્રોને સાચવવા માંટે સોંપી દીધાં. 36 તેથી તેના પુત્રોએ બધાં કાબરચીતરાં ઘેટાંબકરાં લઈ લીધાં અને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. તેઓએ ત્રણ દિવસ સુધી પ્રવાસ કર્યો. અને પોતાની તથા યાકૂબની વચ્ચે ત્રણ દિવસની મુસાફરી જેટલું અંતર રાખ્યું. યાકૂબે લાબાનનાં બાકીનાં ઘેટાંબકરાં સંભાળી લીધા. પરંતુ તેમાં કોઈ કાબરચીતરાં કે, કાળાં ન હતાં. 37 તેથી યાકૂબે સફેદ, બદામ, અને ચિનારની લીલી સોટીઓ લઈને તેને છોલીને સોટીઓનો સફેદ ભાગ ખુલ્લો કરીને સફેદ પટા પાડયા. 38 યાકૂબે પાણી પીવડાવવાની જગ્યાએ ઘેટાંબકરાંની સામે છોલેલી સોટીઓ રાખી, ઘેટાંબકરાં પાણી પીવા આવતાં ત્યારે તેઓ જોતા. 39 પછી જયારે બકરીઓ ડાળીઓની પાસે સવાણે આવતી એટલે તેમને કાબરચીતરાં ચટાપટાવાળાં અને ટપકાંવાળાં અને કાળા બચ્ચાં અવતર્યા. 40 યાકૂબે કાબરચીતરાં અને કાળાં ઘેટાંઓને બીજા બધાંથી જૂદા પાડયાં. એ રીતે યાકૂબે પોતાનાં પશુઓને લાબાનનાં પશુઓથી જુદાં પાડયાં. તેણે પોતાનાં ઘેટાંઓને લાબાનનાં ઘેટાંઓ સાથે ભળવા દીધા નહિ. 41 જયારે જયારે ટોળામાંનાં મજબૂત ઘેટાંબકરાં જોતા ત્યારે તે તેમની આગળ નીકોમાં અને હવાડાઓમાં પેલી સોટીઓ મૂકતો, જેથી તેઓ સોટીઓ આગળ ગર્ભધાન કરે; 42 પણ ટોળામાંનાં નબળાં ઘેટાંબકરાં માંટે તે નીકમાં કે, હવાડામાં સોટીઓ મૂકતો નહિ, આથી નબળાં ઘેટાં બકરાં લાબાનનાં રહ્યાં અને સશકત મજબૂત ઘેટા યાકૂબનાં થયાં. 43 આમ, યાકૂબ ખૂબ શ્રીમંત થઈ ગયો અને તેની પાસે ઘેટાં બકરાંનાં મોટા મોટા ટોળાં, નોકર ચાકરો, દાસદાસીઓ, ઊંટો અને ગધેડાં થયાં. તે ખૂબ સમૃધ્ધ બન્યો.
1. રાહેલે જોયું કે, તે યાકૂબને માંટે બાળકને જન્મ આપવા માંટે અશકિતમાંન છે, તેથી તેને પોતાની બહેન લેઆહની ઈર્ષા થવા માંડી, તેથી તેણે યાકૂબને કહ્યું, “મને સંતાન આપ, નહિ તો હું મરી જઈશ.” 2. યાકૂબ રાહેલ પર ક્રોધે ભરાયો, તેણે કહ્યું, “હું દેવ નથી, તને માંતા બનવાથી વંચિત રાખનાર તો એ જ છે.” 3. ત્યારે રાહેલે કહ્યું, “તમે માંરી દાસી બિલ્હાહને તો લઈ શકો છો ને? તમે એને ઋતુદાન કરો એટલે એ માંરા માંટે બાળકને જન્મ આપશે. પછી એના માંરફતે હું માં થઈશ.” 4. આથી રાહેલે પોતાની દાસી બિલ્હાહ યાકૂબને પત્ની તરીકે સોંપી. યાકૂબે બિલ્હાહને ઋતુદાન કર્યુ. 5. બિલ્હાહ ગર્ભવતી થઈ અને યાકૂબ માંટે તેણે એક પુત્રને જન્મ આપ્યો. 6. રાહેલે કહ્યું, “આખરે દેવે માંરી પ્રાર્થના સાંભળી ખરી, તેણે મને એક પુત્ર આપવાનો ન્યાય કર્યો.” તેથી રાહેલે એ પુત્રનું નામ દાન રાખ્યું. 7. બિલ્હાહ ફરી ગર્ભવતી થઈ, અને તેને યાકૂબથી બીજો પુત્ર અવતર્યો. 8. રાહેલે કહ્યું, “મેં માંરી બહેન સાથે મુકાબલામાં ભારે લડત આપી છે. અને મને વિજય મળ્યો છે.” એથી તેણે એ પુત્રનું નામ નફતાલી રાખ્યું. 9. પછી લેઆહે વિચાર્યુ કે, તે હવે વધારે બાળકોને જન્મ આપી શકેે તેમ નથી. એટલે પોતાની દાસી ઝિલ્પાહ યાકૂબને પત્ની તરીકે આપી. 10. પછી ઝિલ્પાહને યાકૂબથી એક પુત્ર અવતર્યો. 11. લેઆહે કહ્યું, “હું ભાગ્યશાળી છું.” હવે સ્ત્રીઓ મને સદભાગી કહેશે. તેથી તેણે પુત્રનું નામ ગાદ રાખ્યું. 12. ઝિલ્પાહએ બીજા પુત્રને જન્મ આપ્યો. 13. લેઆહ બોલી, “હું કેવી સુખી છું!” તેથી તેણે એ પુત્રનું નામ આશેર રાખ્યું. 14. ઘઉંની કાપણીના સમયે રૂબેન ખેતરે ગયો ત્યાં તેણે કેટલાંક વિશેષ પ્રકારનાં ફૂલો જોયાં. રૂબેને તે ફૂલો લાવીને પોતાની માંતા લેઆહને આપ્યાં. ત્યારે રાહેલે લેઆહને કહ્યું, “કૃપા કરીને મને તારો પુત્ર જે ફૂલો લાવ્યો છે તેમાંથી થોડાં ફૂલો આપ.” 15. લેઆહે જવાબ આપ્યો, “તેં તો માંરા પતિને પહેલાંથી જ લઈ લીધો છે, હવે તું માંરા પુત્રનાં ફૂલોને પણ લઈ લેવા માંગે છે?”પરંતુ રાહેલે કહ્યું, “જો તું તારા પુત્રનાં ફૂલ મને આપીશ તો તેના બદલામાં આજે રાત્રે તું યાકૂબની સાથે સૂવા જઈ શકીશ.” 16. તે રાત્રે યાકૂબ ખેતરેથી પાછો ફર્યો એટલે લેઆહ તેને મળવા ગઈ. તેણે યાકૂબને કહ્યું, “આજે રાત્રે તમાંરે માંરી સાથે સૂવાનું છે. મેં માંરા પુત્રનાં ફૂલો રાહેલને તમાંરી કિંમતનાં રૂપમાં આપ્યા છે.” તેથી યાકૂબ તે રાત્રે લેઆહ સાથે સૂતો. 17. તેથી દેવે લેઆહને ફરીથી ગર્ભવતી થવા દીધી. તેણે યાકૂબના પાંચમાં પુત્રને જન્મ આપ્યો. 18. લેઆહ બોલી, “મેં માંરી દાસી માંરા પતિને આપી તેથી દેવે મને તેનો બદલો આપ્યો છે.” તેથી લેઆહે પોતાના પુત્રનું નામ ઈસ્સાખાર રાખ્યું. 19. લેઆહ ફરી વાર ગર્ભવતી થઈ અને તેણે છઠ્ઠા પુત્રને જન્મ આપ્યો, 20. લેઆહે કહ્યું, “દેવે મને એક સુંદર ભેટ આપી છે. હવે જરૂર યાકૂબ મને અપનાવશે, કારણ કે મેં એને છ બાળકો આપ્યાં છે.” એટલે લેઆહે તે પુત્રનું નામ ઝબુલોન રાખ્યું. 21. એ પછી લેઆહને એક પુત્રી અવતરી. તેણે પુત્રીનુ નામ દીનાહ રાખ્યું. 22. પછી દેવે રાહેલની અરજ સાંભળી, દેવે રાહેલને વાંઝિયામેહણું ટાળવા માંટે સમર્થ બનાવી. 23. રાહેલ ગર્ભવતી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. રાહેલે કહ્યું, “દેવે મને વાંઝણી બનવાથી બચાવી અને મને એક પુત્ર આપ્યો છે.” 24. તેથી રાહેલે પોતાના પુત્રનું નામ યૂસફ રાખ્યું એમ કહેતાં દેવ હજુ મને બીજો દીકરો આપે. 25. યૂસફના જન્મ પછી યાકૂબે લાબાનને કહ્યું, “હવે મને માંરે ઘેર જવા દો. 26. જેમને માંટે મેં તમાંરી નોકરી કરી તે માંરી પત્નીઓ અને બાળકો મને સોંપી દો, એટલે હું ઘરભેગો થાઉં. તમે જાણો છો કે, મેં તમાંરી કેવી નોકરી કરી છે.” 27. લાબાને તેને કહ્યું, “મને થોડું કહેવા દે, મને અનુભવ થયો છે કે, તારા કારણે યહોવાએ માંરા પર કૃપા કરી છે. 28. માંટે તું કહે, હું તને શું આપું? તું જે મજૂરી કહેશે તે હું આપીશ.” 29. યાકૂબે જવાબ આપ્યો, “તમે પોતે જાણો છો કે, મેં તમાંરે માંટે કેવો સખત પરિશ્રમ કર્યો છે. અને તમાંરાં ઘેટાંબકરાંની મેં કેવી સંભાળ રાખી છે. 30. હું આવ્યો ત્યારે તમાંરી પાસે તે થોડાં હતાં અને હવે તેમાં ઘણો વધારો થયો છે. જયારે જયારે મેં તમાંરા માંટે જે કાંઈ કર્યું છે, ત્યારે ત્યારે યહોવાએ તમાંરા પર કૃપા કરી છે. હવે, માંરા માંટે સમય પાકી ગયો છે જેથી હું પોતાના માંટે કાંઈ કરું. પછી હું માંરા પોતાના પરિવાર માંટે ઘરની જોગવાઈ કયારે કરીશ?” 31. પછી લાબાને પૂછયું, “તો પછી હું તને શું આપું?”યાકૂબે જવાબ આપ્યો, “હું નથી ઈચ્છતો કે, તમે મને કશું આપો. હું તો ફકત એટલું જ ઈચ્છું છું કે, મેં જે કાંઈ કામ કર્યુ છે તેની કિંમત મને ચૂકવી દો. તમે જો આટલું કરશો તો હું ફરી તમાંરાં ઘેટાંબકરાં ચરાવીશ અને તેમની સંભાળ રાખીશ. 32. આજે મને તમાંરાં ઘેટાંબકરાંનાં બધાં ટોળામાં જે દરેક ઘેટાં અને બકરંા કાબરચીતરાં હોય અને જે દરેક ઘેટાં અને બકરાં ટપકાં વાળા હોય અને દરેક યુવાન કાળી બકરી હોય તે લેઇ જવા દો. અને એ માંરી મજૂરી હશે. 33. ભવિષ્યમાં તમે સરળતાથી જોઈ શકશો કે, હું કેટલો પ્રામાંણિક અને વફાદાર છું. તમે તપાસ કરવા આવશો ત્યારે માંરી પ્રામાંણિકતા પુરવાર થશે. માંરી પાસેનાં ઘેટાંબકરાંમાંનું જે કોઈ બકરું કાબરચીતરું કે, ટપકાંવાળું ન હોય અને જે ઘેટું કાળું ન હોય તે ચોરેલું છે એમ ગણાશે.” 34. લાબાને કહ્યું, “સારું, તારી વાત મને મંજૂર છે, અમે તને તું જે કાંઈ માંગીશ તે આપીશું.” 35. પરંતુ તે દિવસે લાબાને જેટલાં બકરાં કાબરચીતરાં અને ટપકાંવાળા હતા અને જેટલી બકરીઓ કાબરચીતરી અને ટપકાવાળી હતી અને જે ઘેટાં કાળાં હતાં તે બધાં જુદાં પાડી સંતાડી દીધાં અને પોતાના પુત્રોને સાચવવા માંટે સોંપી દીધાં. 36. તેથી તેના પુત્રોએ બધાં કાબરચીતરાં ઘેટાંબકરાં લઈ લીધાં અને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. તેઓએ ત્રણ દિવસ સુધી પ્રવાસ કર્યો. અને પોતાની તથા યાકૂબની વચ્ચે ત્રણ દિવસની મુસાફરી જેટલું અંતર રાખ્યું. યાકૂબે લાબાનનાં બાકીનાં ઘેટાંબકરાં સંભાળી લીધા. પરંતુ તેમાં કોઈ કાબરચીતરાં કે, કાળાં ન હતાં. 37. તેથી યાકૂબે સફેદ, બદામ, અને ચિનારની લીલી સોટીઓ લઈને તેને છોલીને સોટીઓનો સફેદ ભાગ ખુલ્લો કરીને સફેદ પટા પાડયા. 38. યાકૂબે પાણી પીવડાવવાની જગ્યાએ ઘેટાંબકરાંની સામે છોલેલી સોટીઓ રાખી, ઘેટાંબકરાં પાણી પીવા આવતાં ત્યારે તેઓ જોતા. 39. પછી જયારે બકરીઓ ડાળીઓની પાસે સવાણે આવતી એટલે તેમને કાબરચીતરાં ચટાપટાવાળાં અને ટપકાંવાળાં અને કાળા બચ્ચાં અવતર્યા. 40. યાકૂબે કાબરચીતરાં અને કાળાં ઘેટાંઓને બીજા બધાંથી જૂદા પાડયાં. એ રીતે યાકૂબે પોતાનાં પશુઓને લાબાનનાં પશુઓથી જુદાં પાડયાં. તેણે પોતાનાં ઘેટાંઓને લાબાનનાં ઘેટાંઓ સાથે ભળવા દીધા નહિ. 41. જયારે જયારે ટોળામાંનાં મજબૂત ઘેટાંબકરાં જોતા ત્યારે તે તેમની આગળ નીકોમાં અને હવાડાઓમાં પેલી સોટીઓ મૂકતો, જેથી તેઓ સોટીઓ આગળ ગર્ભધાન કરે; 42. પણ ટોળામાંનાં નબળાં ઘેટાંબકરાં માંટે તે નીકમાં કે, હવાડામાં સોટીઓ મૂકતો નહિ, આથી નબળાં ઘેટાં બકરાં લાબાનનાં રહ્યાં અને સશકત મજબૂત ઘેટા યાકૂબનાં થયાં. 43. આમ, યાકૂબ ખૂબ શ્રીમંત થઈ ગયો અને તેની પાસે ઘેટાં બકરાંનાં મોટા મોટા ટોળાં, નોકર ચાકરો, દાસદાસીઓ, ઊંટો અને ગધેડાં થયાં. તે ખૂબ સમૃધ્ધ બન્યો.
  • ઊત્પત્તિ પ્રકરણ 1  
  • ઊત્પત્તિ પ્રકરણ 2  
  • ઊત્પત્તિ પ્રકરણ 3  
  • ઊત્પત્તિ પ્રકરણ 4  
  • ઊત્પત્તિ પ્રકરણ 5  
  • ઊત્પત્તિ પ્રકરણ 6  
  • ઊત્પત્તિ પ્રકરણ 7  
  • ઊત્પત્તિ પ્રકરણ 8  
  • ઊત્પત્તિ પ્રકરણ 9  
  • ઊત્પત્તિ પ્રકરણ 10  
  • ઊત્પત્તિ પ્રકરણ 11  
  • ઊત્પત્તિ પ્રકરણ 12  
  • ઊત્પત્તિ પ્રકરણ 13  
  • ઊત્પત્તિ પ્રકરણ 14  
  • ઊત્પત્તિ પ્રકરણ 15  
  • ઊત્પત્તિ પ્રકરણ 16  
  • ઊત્પત્તિ પ્રકરણ 17  
  • ઊત્પત્તિ પ્રકરણ 18  
  • ઊત્પત્તિ પ્રકરણ 19  
  • ઊત્પત્તિ પ્રકરણ 20  
  • ઊત્પત્તિ પ્રકરણ 21  
  • ઊત્પત્તિ પ્રકરણ 22  
  • ઊત્પત્તિ પ્રકરણ 23  
  • ઊત્પત્તિ પ્રકરણ 24  
  • ઊત્પત્તિ પ્રકરણ 25  
  • ઊત્પત્તિ પ્રકરણ 26  
  • ઊત્પત્તિ પ્રકરણ 27  
  • ઊત્પત્તિ પ્રકરણ 28  
  • ઊત્પત્તિ પ્રકરણ 29  
  • ઊત્પત્તિ પ્રકરણ 30  
  • ઊત્પત્તિ પ્રકરણ 31  
  • ઊત્પત્તિ પ્રકરણ 32  
  • ઊત્પત્તિ પ્રકરણ 33  
  • ઊત્પત્તિ પ્રકરણ 34  
  • ઊત્પત્તિ પ્રકરણ 35  
  • ઊત્પત્તિ પ્રકરણ 36  
  • ઊત્પત્તિ પ્રકરણ 37  
  • ઊત્પત્તિ પ્રકરણ 38  
  • ઊત્પત્તિ પ્રકરણ 39  
  • ઊત્પત્તિ પ્રકરણ 40  
  • ઊત્પત્તિ પ્રકરણ 41  
  • ઊત્પત્તિ પ્રકરણ 42  
  • ઊત્પત્તિ પ્રકરણ 43  
  • ઊત્પત્તિ પ્રકરણ 44  
  • ઊત્પત્તિ પ્રકરણ 45  
  • ઊત્પત્તિ પ્રકરણ 46  
  • ઊત્પત્તિ પ્રકરણ 47  
  • ઊત્પત્તિ પ્રકરણ 48  
  • ઊત્પત્તિ પ્રકરણ 49  
  • ઊત્પત્તિ પ્રકરણ 50  
×

Alert

×

Gujarati Letters Keypad References