પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

Exodus Chapter 19

1. મિસર દેશમાંથી નીકળ્યા પછી ત્રીજા મહિનાના પ્રથમ દિવસે જ ઇસ્રાએલના લોકો સિનાઈના રણમાં આવી પહોંચ્યા. 2. પછી તેઓ રફીદીમથી નીકળીને સિનાઈના રણમાં આવ્યા અને ત્યાં આગળ સિનાઈ પર્વતની સામે નજીકમાં જ મૂકામ કર્યો. 3. ત્યાર બાદ મૂસા પર્વત ચઢીને દેવ સમક્ષ ઊભો રહ્યો; અને દેવે તેની સાથે પર્વત પરથી વાતો કરીને કહ્યુ, “ઇસ્રાએલના લોકોને અને યાકૂબના ઘરને આ કહેજે: 4. ‘તમે તમાંરી નજરે જોયું કે મે મિસરવાસીઓને શું કર્યુ અને તમને મિસરમાંથી ગરૂડની જેમ ઉપાડીને માંરી પાસે કેવી રીતે લાવ્યો હતો. 5. તેથી હવે જો તમે માંરા કહ્યાં પ્રમાંણે કરશો અને માંરા કરારને ધ્યાન રાખશો, તો સર્વ પ્રજાઓમાં તમે માંત્ર ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી માંરી છે. પણ હું તમને માંરા ખાસ લોકો તરીકે પસંદ કરુ છું. 6. તમે માંરે સારું એક ખાસ યાજકોનું રાષ્ટ્ર બનશો તથા પવિત્ર દેશજાતિ થશો.’ આ બધું તમાંરે ઇસ્રાએલના લોકોને કહેવાનું છે.” 7. આથી મૂસાએ આવીને તે લોકોના વડીલોને બોલાવડાવ્યા. અને યહોવાએ તેને જણાવેલાં બધાં વચનો તેઓની સમક્ષ કહી સંભળાવ્યાં. 8. તે સાંભળીને સર્વ લોકોએ એક સાથે જવાબ આપ્યો, “યહોવાએ જે ફરમાંવ્યું છે તે બધાનું અમે પાલન કરીશું.”અને લોકોએ જે જવાબ આપ્યો તે મૂસાએ દેવને પહોંચાડ્યો. 9. પછી યહોવાએ મૂસાને કહ્યું, “જો હું એક ગાઢ વાદળમાં તારી પાસે આવું છું, જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે, અને તારા પર સદાસર્વદા વિશ્વાસ રાખે.”અને લોકોનાં વચન મૂસાએ દેવને કહી સંભળાવ્યાં. 10. અને યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકો પાસે જા અને તેઓને કહે કે, આજ અને આવતી કાલે તેઓ દેહશુદ્ધિ કરે, અને તેઓ પોતાનાં વસ્ત્રો ધુએ, 11. અને ત્રીજા દિવસને માંટે તૈયાર થઈ જાય; કારણ કે, ત્રીજે દિવસે હું સર્વ લોકોના દેખતાં સિનાઈના પર્વત ઉપર ઊતરનાર છું. 12. અને તું પર્વતની ચારે બાજુ લોકોને માંટે હદ બાંધી આપજે, અને તેમને કહેજે કે, ‘ખબરદાર રહેજો, પર્વત પર ચઢતા નહિ, ને તેની તળેટીને પણ અડકતા નહિ, અને જે કોઈ તેને અડકશે તેનો વધ કરવામાં આવશે. 13. જો કોઈ વ્યક્તિ તેને હાથ અડકાડે, તો તેને પથ્થરે માંરવો અથવા તીરથી વીંધી નાખવો, પછી તે પશુ હોય કે માંણસ હોય, તે બચશે નહિ, જયારે રણશિંગડુ ફૂંકાય, ત્યારે માંત્ર એ લોકો પર્વત પર ચઢી શકશે.” 14. આથી મૂસા પર્વત પરથી નીચે ઊતરીને લોકો પાસે ગયો અને તેણે તેઓને શુદ્ધ કર્યા. અને લોકોએ પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં. 15. અને પછી મૂસાએ તે લોકોને કહ્યું, “ત્રીજા દિવસ સુધીમાં તૈયાર થઈ જજો. સ્ત્રી સંગ કરશો નહિ.” 16. પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા. 17. એટલે મૂસાએ સર્વ લોકોને દેવને મળવા માંટે છાવણીમાંથી બહાર કાઢયા; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યાં. 18. અગ્નિરૂપે યહોવા સિનાઈ પર્વત ઉપર ઊતર્યા, એટલે આખો પર્વત બહુ કંપ્યો. તે ઘુમાંડો ભઠ્ઠીના ઘુમાંડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી ધ્રૂજવા લાગ્યો. 19. અને પછી જ્યારે રણશિંગડાનો અવાજ વધારને વધારે મોટો થતો ગયો, ત્યારે મૂસા બોલતો અને દેવ તેને ગડગડાટના અવાજથી જવાબ આપતો. 20. અને યહોવા સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યો; પછી યહોવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો; તેથી મૂસા પર્વત ઉપર ગયો. 21. પછી યહોવાએ મૂસાને કહ્યું, “નીચે જા, અને લોકોને સાવધાન કર કે, તેઓ માંરા દર્શનાર્થે હદ ઓળંગીને ઘસી આવે નહિ, નહિ તો ઘણા લોક માંર્યા જશે. 22. વળી જે યાજકો માંરી નજીક આવે, તેઓ પોતાને શુદ્ધ કરે નહિ તો હું તેમને સખત સજા કરીશ.” 23. એટલે મૂસાએ યહોવાને કહ્યું, “લોકો સિનાઈ પર્વત ઉપર આવી શકે નહિ, કારણ કે તમે પોતે અમને આજ્ઞા કરી હતી કે, પર્વતની ચારે બાજૂ હદ બાંધી લેજો અને લોકો તેને પાર કરી પવિત્ર મેદાનમાં ન આવે.” 24. એટલે યહોવાએ તેને કહ્યું, “જા, નીચે ઊતર; અને હારુનને ઉપર લઈ આવ, પરંતુ યાજકો કે લોકો હદ ઓળંગીને માંરી પાસે ઘસી આવે નહિ એનું ધ્યાન રાખજે, નહિ તો હું તે લોકો ઉપર તૂટી પડીશ.” 25. એટલે મૂસાએ નીચે ઉતરીને તેઓને એ વાત કરી.
1. મિસર દેશમાંથી નીકળ્યા પછી ત્રીજા મહિનાના પ્રથમ દિવસે જ ઇસ્રાએલના લોકો સિનાઈના રણમાં આવી પહોંચ્યા. .::. 2. પછી તેઓ રફીદીમથી નીકળીને સિનાઈના રણમાં આવ્યા અને ત્યાં આગળ સિનાઈ પર્વતની સામે નજીકમાં જ મૂકામ કર્યો. .::. 3. ત્યાર બાદ મૂસા પર્વત ચઢીને દેવ સમક્ષ ઊભો રહ્યો; અને દેવે તેની સાથે પર્વત પરથી વાતો કરીને કહ્યુ, “ઇસ્રાએલના લોકોને અને યાકૂબના ઘરને આ કહેજે: .::. 4. ‘તમે તમાંરી નજરે જોયું કે મે મિસરવાસીઓને શું કર્યુ અને તમને મિસરમાંથી ગરૂડની જેમ ઉપાડીને માંરી પાસે કેવી રીતે લાવ્યો હતો. .::. 5. તેથી હવે જો તમે માંરા કહ્યાં પ્રમાંણે કરશો અને માંરા કરારને ધ્યાન રાખશો, તો સર્વ પ્રજાઓમાં તમે માંત્ર ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી માંરી છે. પણ હું તમને માંરા ખાસ લોકો તરીકે પસંદ કરુ છું. .::. 6. તમે માંરે સારું એક ખાસ યાજકોનું રાષ્ટ્ર બનશો તથા પવિત્ર દેશજાતિ થશો.’ આ બધું તમાંરે ઇસ્રાએલના લોકોને કહેવાનું છે.” .::. 7. આથી મૂસાએ આવીને તે લોકોના વડીલોને બોલાવડાવ્યા. અને યહોવાએ તેને જણાવેલાં બધાં વચનો તેઓની સમક્ષ કહી સંભળાવ્યાં. .::. 8. તે સાંભળીને સર્વ લોકોએ એક સાથે જવાબ આપ્યો, “યહોવાએ જે ફરમાંવ્યું છે તે બધાનું અમે પાલન કરીશું.”અને લોકોએ જે જવાબ આપ્યો તે મૂસાએ દેવને પહોંચાડ્યો. .::. 9. પછી યહોવાએ મૂસાને કહ્યું, “જો હું એક ગાઢ વાદળમાં તારી પાસે આવું છું, જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે, અને તારા પર સદાસર્વદા વિશ્વાસ રાખે.”અને લોકોનાં વચન મૂસાએ દેવને કહી સંભળાવ્યાં. .::. 10. અને યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકો પાસે જા અને તેઓને કહે કે, આજ અને આવતી કાલે તેઓ દેહશુદ્ધિ કરે, અને તેઓ પોતાનાં વસ્ત્રો ધુએ, .::. 11. અને ત્રીજા દિવસને માંટે તૈયાર થઈ જાય; કારણ કે, ત્રીજે દિવસે હું સર્વ લોકોના દેખતાં સિનાઈના પર્વત ઉપર ઊતરનાર છું. .::. 12. અને તું પર્વતની ચારે બાજુ લોકોને માંટે હદ બાંધી આપજે, અને તેમને કહેજે કે, ‘ખબરદાર રહેજો, પર્વત પર ચઢતા નહિ, ને તેની તળેટીને પણ અડકતા નહિ, અને જે કોઈ તેને અડકશે તેનો વધ કરવામાં આવશે. .::. 13. જો કોઈ વ્યક્તિ તેને હાથ અડકાડે, તો તેને પથ્થરે માંરવો અથવા તીરથી વીંધી નાખવો, પછી તે પશુ હોય કે માંણસ હોય, તે બચશે નહિ, જયારે રણશિંગડુ ફૂંકાય, ત્યારે માંત્ર એ લોકો પર્વત પર ચઢી શકશે.” .::. 14. આથી મૂસા પર્વત પરથી નીચે ઊતરીને લોકો પાસે ગયો અને તેણે તેઓને શુદ્ધ કર્યા. અને લોકોએ પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં. .::. 15. અને પછી મૂસાએ તે લોકોને કહ્યું, “ત્રીજા દિવસ સુધીમાં તૈયાર થઈ જજો. સ્ત્રી સંગ કરશો નહિ.” .::. 16. પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા. .::. 17. એટલે મૂસાએ સર્વ લોકોને દેવને મળવા માંટે છાવણીમાંથી બહાર કાઢયા; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યાં. .::. 18. અગ્નિરૂપે યહોવા સિનાઈ પર્વત ઉપર ઊતર્યા, એટલે આખો પર્વત બહુ કંપ્યો. તે ઘુમાંડો ભઠ્ઠીના ઘુમાંડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી ધ્રૂજવા લાગ્યો. .::. 19. અને પછી જ્યારે રણશિંગડાનો અવાજ વધારને વધારે મોટો થતો ગયો, ત્યારે મૂસા બોલતો અને દેવ તેને ગડગડાટના અવાજથી જવાબ આપતો. .::. 20. અને યહોવા સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યો; પછી યહોવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો; તેથી મૂસા પર્વત ઉપર ગયો. .::. 21. પછી યહોવાએ મૂસાને કહ્યું, “નીચે જા, અને લોકોને સાવધાન કર કે, તેઓ માંરા દર્શનાર્થે હદ ઓળંગીને ઘસી આવે નહિ, નહિ તો ઘણા લોક માંર્યા જશે. .::. 22. વળી જે યાજકો માંરી નજીક આવે, તેઓ પોતાને શુદ્ધ કરે નહિ તો હું તેમને સખત સજા કરીશ.” .::. 23. એટલે મૂસાએ યહોવાને કહ્યું, “લોકો સિનાઈ પર્વત ઉપર આવી શકે નહિ, કારણ કે તમે પોતે અમને આજ્ઞા કરી હતી કે, પર્વતની ચારે બાજૂ હદ બાંધી લેજો અને લોકો તેને પાર કરી પવિત્ર મેદાનમાં ન આવે.” .::. 24. એટલે યહોવાએ તેને કહ્યું, “જા, નીચે ઊતર; અને હારુનને ઉપર લઈ આવ, પરંતુ યાજકો કે લોકો હદ ઓળંગીને માંરી પાસે ઘસી આવે નહિ એનું ધ્યાન રાખજે, નહિ તો હું તે લોકો ઉપર તૂટી પડીશ.” .::. 25. એટલે મૂસાએ નીચે ઉતરીને તેઓને એ વાત કરી.
  • Exodus Chapter 1  
  • Exodus Chapter 2  
  • Exodus Chapter 3  
  • Exodus Chapter 4  
  • Exodus Chapter 5  
  • Exodus Chapter 6  
  • Exodus Chapter 7  
  • Exodus Chapter 8  
  • Exodus Chapter 9  
  • Exodus Chapter 10  
  • Exodus Chapter 11  
  • Exodus Chapter 12  
  • Exodus Chapter 13  
  • Exodus Chapter 14  
  • Exodus Chapter 15  
  • Exodus Chapter 16  
  • Exodus Chapter 17  
  • Exodus Chapter 18  
  • Exodus Chapter 19  
  • Exodus Chapter 20  
  • Exodus Chapter 21  
  • Exodus Chapter 22  
  • Exodus Chapter 23  
  • Exodus Chapter 24  
  • Exodus Chapter 25  
  • Exodus Chapter 26  
  • Exodus Chapter 27  
  • Exodus Chapter 28  
  • Exodus Chapter 29  
  • Exodus Chapter 30  
  • Exodus Chapter 31  
  • Exodus Chapter 32  
  • Exodus Chapter 33  
  • Exodus Chapter 34  
  • Exodus Chapter 35  
  • Exodus Chapter 36  
  • Exodus Chapter 37  
  • Exodus Chapter 38  
  • Exodus Chapter 39  
  • Exodus Chapter 40  
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References