પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
યશાયા

રેકોર્ડ

યશાયા પ્રકરણ 33

1 અફસોસ છે તને! તું અલબત્ત, બીજાને લૂંટે છે, પણ તું લૂંટાયો નથી! તું દગાબાજી કરે છે ખરો, પણ તારી સાથે કોઇએ દગાબાજી કરી નથી! પણ જ્યારે તારી ખરાબીઓ પૂરી થશે, ત્યારે તું ખરેખર લૂંટાશે; જ્યારે તું તારી દગાબાજીનો અંત લાવીશ ત્યારે ખરેખર તારી સાથે દગાબાજી થશે. 2 હે યહોવા, અમારા પર કૃપા કરો, અમને તમારી જ આશા છે. રોજે રોજ અમારું રક્ષણ કરો અને મુશ્કેલીના સમયે અમારી રક્ષા કરો. 3 તમારી ધમકીની ગર્જના સાંભળીને લોકો નાસી જાય છે, તમારા ઊઠતાં બરાબર જ પ્રજાઓ વેરવિખેર થઇ જાય છે. 4 તમારી યુદ્ધની લૂંટ, જાણે તીડ અને તીતીઘોડા ખાઇ રહ્યાં હોય તેમ ભેગી કરવામાં આવશે. 5 યહોવા મોટો મનાયો છે; કેમ કે ઉચ્ચસ્થાને રહે છે, તે સિયોનને ન્યાય, ભલાઇ અને સદાચારનું નિવાસસ્થાન બનાવશે. 6 તે પોતાની પ્રજાને સ્થિરતા આપશે. તારણ, ડહાપણ અને જ્ઞાન આપશે. યહોવાનો ભય સિયોનની પ્રજાનો ખજાનો છે. 7 પણ જુઓ, હમણા વીરપુરુષો મદદ માટે પોકાર કરી રહ્યા છે, અને શાંતિ કરવા ગયેલા એલચીઓ પોક મૂકીને રડે છે. 8 રાજમાગોર્ ઉજ્જડ થઇ ગયા છે, કારણ કે કોઇ વટેમાર્ગુ નથી, કરારોનો ભંગ કરવામાં આવ્યો છે, વચન પ્રતિબદ્ધતાને માન અપાતું નથી. નગરો ધૃણિત થઇ ગયા છે, ત્યાં લોકો વિષે કોઇ વિચારતું નથી. 9 ભૂમિ આક્રંદ કરે છે, ઝૂરી મરે છે; લબાનોન ઉજ્જડ થઇ ગયું છે, શારોનની ફળદ્રુપ ભૂમિ વગડો બની ગઇ છે અને બાશાન અને કામેર્લના જંગલો તેમનાં પાંદડા ખેરવી નાખે છે. 10 યહોવા કહે છે, “હવે હું ઉપર ઊઠીશ અને સાર્મથ્ય દેખાડીશ. 11 ‘તમે સૂકા ધાસને ઘારણ કરો છો અને તણખલાને જન્મ આપો છો. તમારો શ્વાસ જ તમને અગ્નિની જેમ ભરખી જશે. 12 જેમ કાંટાઓને કાપીને અગ્નિમાં ફેંકવામાં આવે, તેમ તમારા યોદ્ધાઓને પૂરેપૂરા બાળી નાખવામાં આવશે. 13 “હે દૂર દૂર તેમ જ નજીક વસનારાઓ, મેં શું શું કર્યુ છે તે સાંભળી તમે મારું સાર્મથ્ય જાણી લો.” 14 સિયોનમાં પાપીઓ ધ્રૂજે છે, દુષ્ટો થથરે છે, અને પૂછે છે, “આ ભડભડતા અગ્નિમાં આપણામાંથી કોણ રહી શકે? આ સદાય બળતી જવાળામાં આપણામાંથી કોણ બચી શકે?” 15 જે માણસ ન્યાયને માગેર્ ચાલે છે અને સાચું બોલે છે, જે શોષણથી મળેલી કમાઇનો તિરસ્કાર કરે છે, જે લાંચને હાથથી ઝાટકી ખંખેરી નાખે છે, જે હિંસાની વાત સાંભળી કાનમાં આંગળી ધાલે છે અને જે પાપ જોઇને આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે. 16 આ પ્રકારના સર્વ લોકો ઉચ્ચસ્થાનોમાં રહેશે. પર્વતોના ખડકો તેઓની સુરક્ષાના કિલ્લા બનશે. તેઓને ખોરાક પૂરો પાડવામાં આવશે અને તેઓને પૂરતું પાણી મળી રહેશે. 17 તમે ફરીવાર રાજાને (દેવને) એક સુવિશાળ દેશ પર પૂરા વૈભવપૂર્વક રાજ્ય કરતો જોવા પામશો. 18 ભૂતકાળના ભયને યાદ કરીને તમે વિચારશો “ક્યાં ગયા એ કર ઉઘરાવનારા પરદેશી? ક્યાં ગયા પેલા વિદેશી જાસૂસો?” 19 કારણ કે તેઓનો નાશ થશે; તમે સમજી શકો નહિ તેવી વિચિત્ર તોતડી બોબડી ભાષાવાળા આ ક્રોધી અને હિંસક લોકો નાશ પામશે. 20 આપણા ઉત્સવોની નગરી યરૂશાલેમ તરફ નજર કર! ત્યાં તું સુરક્ષિત નિવાસસ્થાન જોવા પામશે, જે સ્થિર સ્થાવર તંબુ જેવું હશે, જેની ખીંટીઓ કદી ઉખેડવાની નથી, જેની દોરીઓ કદી તૂટવાની નથી. 21 ત્યાં સૈન્યોના દેવ યહોવા આપણને તેની ભવ્યતા સાથે દર્શન દેશે. આપણે વિશાળ નદીઓ અને ઝરણાંઓના પ્રદેશમાં વસીશું. ત્યાં કોઇ શત્રુઓના વહાણો નહિ આવે. 22 કારણ કે યહોવા આપણા ન્યાયાધીશ આપણા શાસક, અને આપણા રાજા છે; તે આપણી સંભાળ રાખશે અને આપણો બચાવ કરશે. 23 શકિતશાળી વહાણોના દોરડાં ઢીલાં થઇ જશે અને તેના કૂવાસ્થંભો ભાંગી જશે, જેથી તે સઢ ફેલાવી શકશે નહિ. તેઓની સંપત્તિ દેવના લોકો દ્વારા વહેંચી લેવામાં આવશે. જેઓ અપંગ છે તેઓ પણ પોતાનો હિસ્સો પ્રાપ્ત કરશે. 24 અને હવે ઇસ્રાએલના કોઇ વતનીને એવું કહેવાનો વારો નહિ આવે કે, “અમે માંદા છીએ.” કારણ કે યહોવા તે લોકોને તેઓની દુષ્ટતાની માફી આપશે.
1. અફસોસ છે તને! તું અલબત્ત, બીજાને લૂંટે છે, પણ તું લૂંટાયો નથી! તું દગાબાજી કરે છે ખરો, પણ તારી સાથે કોઇએ દગાબાજી કરી નથી! પણ જ્યારે તારી ખરાબીઓ પૂરી થશે, ત્યારે તું ખરેખર લૂંટાશે; જ્યારે તું તારી દગાબાજીનો અંત લાવીશ ત્યારે ખરેખર તારી સાથે દગાબાજી થશે. 2. હે યહોવા, અમારા પર કૃપા કરો, અમને તમારી જ આશા છે. રોજે રોજ અમારું રક્ષણ કરો અને મુશ્કેલીના સમયે અમારી રક્ષા કરો. 3. તમારી ધમકીની ગર્જના સાંભળીને લોકો નાસી જાય છે, તમારા ઊઠતાં બરાબર જ પ્રજાઓ વેરવિખેર થઇ જાય છે. 4. તમારી યુદ્ધની લૂંટ, જાણે તીડ અને તીતીઘોડા ખાઇ રહ્યાં હોય તેમ ભેગી કરવામાં આવશે. 5. યહોવા મોટો મનાયો છે; કેમ કે ઉચ્ચસ્થાને રહે છે, તે સિયોનને ન્યાય, ભલાઇ અને સદાચારનું નિવાસસ્થાન બનાવશે. 6. તે પોતાની પ્રજાને સ્થિરતા આપશે. તારણ, ડહાપણ અને જ્ઞાન આપશે. યહોવાનો ભય સિયોનની પ્રજાનો ખજાનો છે. 7. પણ જુઓ, હમણા વીરપુરુષો મદદ માટે પોકાર કરી રહ્યા છે, અને શાંતિ કરવા ગયેલા એલચીઓ પોક મૂકીને રડે છે. 8. રાજમાગોર્ ઉજ્જડ થઇ ગયા છે, કારણ કે કોઇ વટેમાર્ગુ નથી, કરારોનો ભંગ કરવામાં આવ્યો છે, વચન પ્રતિબદ્ધતાને માન અપાતું નથી. નગરો ધૃણિત થઇ ગયા છે, ત્યાં લોકો વિષે કોઇ વિચારતું નથી. 9. ભૂમિ આક્રંદ કરે છે, ઝૂરી મરે છે; લબાનોન ઉજ્જડ થઇ ગયું છે, શારોનની ફળદ્રુપ ભૂમિ વગડો બની ગઇ છે અને બાશાન અને કામેર્લના જંગલો તેમનાં પાંદડા ખેરવી નાખે છે. 10. યહોવા કહે છે, “હવે હું ઉપર ઊઠીશ અને સાર્મથ્ય દેખાડીશ. 11. ‘તમે સૂકા ધાસને ઘારણ કરો છો અને તણખલાને જન્મ આપો છો. તમારો શ્વાસ જ તમને અગ્નિની જેમ ભરખી જશે. 12. જેમ કાંટાઓને કાપીને અગ્નિમાં ફેંકવામાં આવે, તેમ તમારા યોદ્ધાઓને પૂરેપૂરા બાળી નાખવામાં આવશે. 13. “હે દૂર દૂર તેમ જ નજીક વસનારાઓ, મેં શું શું કર્યુ છે તે સાંભળી તમે મારું સાર્મથ્ય જાણી લો.” 14. સિયોનમાં પાપીઓ ધ્રૂજે છે, દુષ્ટો થથરે છે, અને પૂછે છે, “આ ભડભડતા અગ્નિમાં આપણામાંથી કોણ રહી શકે? આ સદાય બળતી જવાળામાં આપણામાંથી કોણ બચી શકે?” 15. જે માણસ ન્યાયને માગેર્ ચાલે છે અને સાચું બોલે છે, જે શોષણથી મળેલી કમાઇનો તિરસ્કાર કરે છે, જે લાંચને હાથથી ઝાટકી ખંખેરી નાખે છે, જે હિંસાની વાત સાંભળી કાનમાં આંગળી ધાલે છે અને જે પાપ જોઇને આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે. 16. આ પ્રકારના સર્વ લોકો ઉચ્ચસ્થાનોમાં રહેશે. પર્વતોના ખડકો તેઓની સુરક્ષાના કિલ્લા બનશે. તેઓને ખોરાક પૂરો પાડવામાં આવશે અને તેઓને પૂરતું પાણી મળી રહેશે. 17. તમે ફરીવાર રાજાને (દેવને) એક સુવિશાળ દેશ પર પૂરા વૈભવપૂર્વક રાજ્ય કરતો જોવા પામશો. 18. ભૂતકાળના ભયને યાદ કરીને તમે વિચારશો “ક્યાં ગયા એ કર ઉઘરાવનારા પરદેશી? ક્યાં ગયા પેલા વિદેશી જાસૂસો?” 19. કારણ કે તેઓનો નાશ થશે; તમે સમજી શકો નહિ તેવી વિચિત્ર તોતડી બોબડી ભાષાવાળા આ ક્રોધી અને હિંસક લોકો નાશ પામશે. 20. આપણા ઉત્સવોની નગરી યરૂશાલેમ તરફ નજર કર! ત્યાં તું સુરક્ષિત નિવાસસ્થાન જોવા પામશે, જે સ્થિર સ્થાવર તંબુ જેવું હશે, જેની ખીંટીઓ કદી ઉખેડવાની નથી, જેની દોરીઓ કદી તૂટવાની નથી. 21. ત્યાં સૈન્યોના દેવ યહોવા આપણને તેની ભવ્યતા સાથે દર્શન દેશે. આપણે વિશાળ નદીઓ અને ઝરણાંઓના પ્રદેશમાં વસીશું. ત્યાં કોઇ શત્રુઓના વહાણો નહિ આવે. 22. કારણ કે યહોવા આપણા ન્યાયાધીશ આપણા શાસક, અને આપણા રાજા છે; તે આપણી સંભાળ રાખશે અને આપણો બચાવ કરશે. 23. શકિતશાળી વહાણોના દોરડાં ઢીલાં થઇ જશે અને તેના કૂવાસ્થંભો ભાંગી જશે, જેથી તે સઢ ફેલાવી શકશે નહિ. તેઓની સંપત્તિ દેવના લોકો દ્વારા વહેંચી લેવામાં આવશે. જેઓ અપંગ છે તેઓ પણ પોતાનો હિસ્સો પ્રાપ્ત કરશે. 24. અને હવે ઇસ્રાએલના કોઇ વતનીને એવું કહેવાનો વારો નહિ આવે કે, “અમે માંદા છીએ.” કારણ કે યહોવા તે લોકોને તેઓની દુષ્ટતાની માફી આપશે.
  • યશાયા પ્રકરણ 1  
  • યશાયા પ્રકરણ 2  
  • યશાયા પ્રકરણ 3  
  • યશાયા પ્રકરણ 4  
  • યશાયા પ્રકરણ 5  
  • યશાયા પ્રકરણ 6  
  • યશાયા પ્રકરણ 7  
  • યશાયા પ્રકરણ 8  
  • યશાયા પ્રકરણ 9  
  • યશાયા પ્રકરણ 10  
  • યશાયા પ્રકરણ 11  
  • યશાયા પ્રકરણ 12  
  • યશાયા પ્રકરણ 13  
  • યશાયા પ્રકરણ 14  
  • યશાયા પ્રકરણ 15  
  • યશાયા પ્રકરણ 16  
  • યશાયા પ્રકરણ 17  
  • યશાયા પ્રકરણ 18  
  • યશાયા પ્રકરણ 19  
  • યશાયા પ્રકરણ 20  
  • યશાયા પ્રકરણ 21  
  • યશાયા પ્રકરણ 22  
  • યશાયા પ્રકરણ 23  
  • યશાયા પ્રકરણ 24  
  • યશાયા પ્રકરણ 25  
  • યશાયા પ્રકરણ 26  
  • યશાયા પ્રકરણ 27  
  • યશાયા પ્રકરણ 28  
  • યશાયા પ્રકરણ 29  
  • યશાયા પ્રકરણ 30  
  • યશાયા પ્રકરણ 31  
  • યશાયા પ્રકરણ 32  
  • યશાયા પ્રકરણ 33  
  • યશાયા પ્રકરણ 34  
  • યશાયા પ્રકરણ 35  
  • યશાયા પ્રકરણ 36  
  • યશાયા પ્રકરણ 37  
  • યશાયા પ્રકરણ 38  
  • યશાયા પ્રકરણ 39  
  • યશાયા પ્રકરણ 40  
  • યશાયા પ્રકરણ 41  
  • યશાયા પ્રકરણ 42  
  • યશાયા પ્રકરણ 43  
  • યશાયા પ્રકરણ 44  
  • યશાયા પ્રકરણ 45  
  • યશાયા પ્રકરણ 46  
  • યશાયા પ્રકરણ 47  
  • યશાયા પ્રકરણ 48  
  • યશાયા પ્રકરણ 49  
  • યશાયા પ્રકરણ 50  
  • યશાયા પ્રકરણ 51  
  • યશાયા પ્રકરણ 52  
  • યશાયા પ્રકરણ 53  
  • યશાયા પ્રકરણ 54  
  • યશાયા પ્રકરણ 55  
  • યશાયા પ્રકરણ 56  
  • યશાયા પ્રકરણ 57  
  • યશાયા પ્રકરણ 58  
  • યશાયા પ્રકરણ 59  
  • યશાયા પ્રકરણ 60  
  • યશાયા પ્રકરણ 61  
  • યશાયા પ્રકરણ 62  
  • યશાયા પ્રકરણ 63  
  • યશાયા પ્રકરણ 64  
  • યશાયા પ્રકરણ 65  
  • યશાયા પ્રકરણ 66  
×

Alert

×

Gujarati Letters Keypad References