1 બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઇ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરૂશાલેમમાં તથા યહૂદામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓનાં નામોની યાદી આ પ્રમાણે છે:2 તેઓમાં યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાઅનાહની ઝરુબ્બાબેલની સાથે આવ્યા.ઇસ્રાએલી લોકોની સંખ્યા:3 પારોશના વંશજો 2,1724 શફાટાયાના વંશજો 3725 આરાહના વંશજો 7756 પાહાથ-મોઆબના વંશજો, યેશૂઆ તથા યોઆબના વંશજો 2,8127 એલામના વંશજો 1,2548 ઝાત્તુના વંશજો 9459 ઝાક્કાયના વંશજો 76010 બાનીના વંશજો 64211 બેબાયના વંશજો 62312 આઝગાદના 1,22213 અદોનીકામના વંશજો 66614 બિગ્વાયના વંશજો 2,05615 આદીનના વંશજો 45416 હિઝિકયાના આટેરના વંશજો 9817 બેસાયના વંશજો 32318 યોરાહના વંશજો 11219 હાશુમના વંશજો 22320 ગિબ્બારના વંશજો 9521 બેથલહેમના વંશજો 12322 નટોફાહના મનુષ્યો 5623 અનાથોથના મનુષ્યો 12824 આઝમાવેથના વંશજો 4225 કિર્યાથ-આરીમના, કફીરાહના અને બએરોથના વંશજો 74326 રામાને ગેબાના વંશજો 62127 મિખ્માસના મનુષ્યો 12228 બેથેલ ને આયના મનુષ્યો 22329 નબોના વંશજો 5230 માગ્બીશના વંશજો 15631 બીજા શહેરના (પુત્રો) એલામના વંશજો 1,25432 હારીમના વંશજો 32033 લોદના, હાદીદના અને ઓનોના વંશજો 72534 યરીખોના વંશજો 34535 સનાઆહના વંશજો 3,63036 યાજકો: યદાયાના વંશજો, યોશૂઆના વંશજો 97337 ઇમ્મેરના વંશજો 1,05238 પાશહૂરના વંશજો 1,24739 હારીમના વંશજો 1,01740 લેવીઓ: હોદાવ્યાના, યેશૂઆના તથા કાદમીએલના વંશજો 7441 ગવૈયાઓ: આસાફના વંશજો 12842 મંદિરના દ્વારપાળોના વંશ: શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને શોબાયના વંશજો, 13943 મંદિરના સેવકો: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ44 કેરોસ, સીઅહા અને પાદોનના વંશજો;45 લબાનાહ, હાગાબાહ અને આક્કૂબના વંશજો;46 હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો:47 ગિદેલ, ગાહાર, અને આયાના વંશજો;48 રસીન, નકોદા અને ગાઝઝામના વંશજો;49 ઉઝઝા, પાસેઆહ અને બેસાયના વંશજો;50 આસ્નાહ મેઉનીમ અને નફીસીમના વંશજો:51 બાકબૂક, હાક્રૂફા અને હાહૂરના વંશજો;52 બાસ્લૂથ, મહીદા અને હાર્શાના વંશજો;53 બાકોર્સ, સીસરા, અને તેમાહના વંશજો;54 નસીઆહ અને હટીફાના વંશજો:55 સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદાના વંશજો:56 યાઅલાહ, દાકોર્ન અને ગિદ્દોલના વંશજો:57 શફાટયા, હાટીલ અને પોખેરેશના વંશજો હાસ્બાઇમ અને આમીના વંશજો;58 મંદિરના સર્વ સેવકો અને સુલેમાનના સેવકોના વંશજો 392 હતા.59 તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરૂબ, અદ્દાન, તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા લોકો અને જેઓ ઇસ્રાએલીઓમાંના હતાં કે નહિ એમ સાબિત કરવા માટે પોતાના પૂર્વજોની વંશાવળી દેખાડી શક્યા નહિ, તેઓ આ છે:60 દલાયા, ટોબિયા, અને નકોદાના ગોત્રના 652 વંશજોનો સમાવેશ થતો હતો.61 યાજકોના ત્રણ કુટુંબો: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાઝિર્લ્લાય જે ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકને પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના વંશજો.62 તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ, તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજકપદમાંથી બરતરફ થયા.63 ઉરીમ અને તુમ્મીમ દ્વારા તપાસ કરી કે તેઓ સાચેજ યાજકોના વંશજો છે કે નહિ એ નક્કી થાય ત્યાં સુધી પ્રશાશકેે અર્પણોના હિસ્સામાંથી પણ ખાવાની તેઓને મના કરી હતી.64 સર્વ મળીને કુલ 42,360 માણસો યહૂદા પાછા આવ્યા.65 તદુપરાંત 7,337 દાસદાસીઓ તથા ગાયકગણના સભ્યો એવા 200 સ્ત્રી પુરુષો પાછા ફર્યા.66 તેઓ પાસે 736 ઘોડા અને 245 ખચ્ચરો,67 435 ઊંટ અને 6,720 ગધેડાં હતાં.68 દેશવટેથી પાછા ફરેલા ટોળાઓ યરૂશાલેમમાં યહોવાના મંદિરે પહોંચ્યા ત્યારે કેટલાંક કુટુંબના વડીલોએ જુના સ્થાને મંદિર ફરી બાંધવા માટે સ્વેચ્છાએ દાન આપ્યાં,69 પ્રત્યેક વ્યકિતએ પોતાની યથા શકિત પ્રમાણે બાંધકામ માટે આપ્યુ. 500 કિલો સોનું; 3,000 કિલોચાંદી અને યાજકો માટે 100 પોશાકો આપ્યા.70 યાજકો, લેવીઓ તથા બીજા કેટલાક લોકો યરૂશાલેમમાં તથા નજીકના ગામોમાં વસ્યા. ગવૈયાઓ, દ્વારપાળો અને મંદિરના સેવકો અને બાકી બચેલાં ઇસ્રાએલીઓ પોતાના નગરમા વસ્યા.