પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

1 Samuel Chapter 28

1 થોડા સમય પછી પલિસ્તીઓએ ઇસ્રાએલીઓ સામે લડવા લશ્કર ભેગું કર્યું, અને આખીશે દાઉદને કહ્યું, “તારે તથા તારા માંણસોએ માંરી સાથે સૈન્યમાં આવવું પડશે એમ તારે ખચીત જાણવું. 2 દાઉદે આખીશને કહ્યું, “સારું, અને આ સેવક શું કરી શકે છે તેની આપને ખબર પડશે.”આખીશે કહ્યું, “સારું, હું તને માંરો કાયમનો અંગરક્ષક બનાવીશ.” 3 શમુએલ મૃત્યુ પામ્યો હતો. પછી ઇસ્રાએલીઓએ તેનો શોક પાળ્યો હતો અને તેને તેના ગામ ‘રામાં’માં દફનાવ્યો હતો.શાઉલે આખા દેશમાંથી બધા મેલી વિંધા વાપરનારાઓને અને ભૂવાઓને હાંકી કાઢયા હતા. 4 શુનેમમાં પલિસ્તી સેના ભેગી થઇ અને છાવણી નાખી. શાઉલે તેની સેના એકઠી કરી અને ગિલ્બોઆમાં ડુંગર ઉપર છાવણી નાખી. 5 શાઉલે જયારે પલિસ્તીઓની સેનાને જોઈ ત્યારે તે ગભરાઈ ગયો, અને તેની હિંમત છૂટી ગઈ. 6 તેણે યહોવાને પ્રશ્ર્ન કર્યો, પણ દેવે તેને જવાબ ન આપ્યો, ન સ્વપ્ન દ્વારા, ન પાસા દ્વારા કે ન પ્રબોધક દ્વારા. 7 પછી શાઉલે તેના અમલદારોને કહ્યું, “જાવ અને કોઇ સ્ત્રી જે તાંત્રિક છે તેણીને બોલાવો. પછી હું તેને મળીશ અને આ યુદ્ધનું પરિણામ શું હશે તેની આગાહી કરવા કહીશ.”પછી તેઓએ કહ્યું “એન-દોરમાં તેવી એક સ્રી છે.” 8 આથી શાઉલે રાજવી-ઝભ્ભો ઉતારી મૂકયો, અને સામાંન્ય પોશાક પહેરીને વેશપલટો કર્યો અને રાત્રે પોતાના બે માંણસો સાથે તે સ્ત્રીને ઘેર મળવા ગયો. તેણે વિનંતી કરી, “પ્રેતને પૂછીને મને માંરું ભવિષ્ય કહે, હું કહું તેના પ્રેતને તું બોલાવ.” 9 તે સ્ત્રીએ કહ્યું, “શાઉલે શું કર્યું છે તે તમે જાણો છો, તેણે બધા મેલી વિદ્યા વાપરનારઓને અને ભૂવાઓને દેશમાંથી હાંકી કાઢયા છે. તો તમે શું કરવા મને ફસાવવા અને માંરી નાખવા માંગો છો?” 10 ત્યારે શાઉલે તેની આગળ એવા સમ ખાધા કે, “હું તને યહોવાના સમ ખાઈને કહું છું કે, એ માંટે તને કોઈ સજા કે નુકસાન થશે નહિ.” 11 ત્યારે પેલી સ્ત્રીએ પૂછયું, “હું કોને બોલાવું?”શાઉલે કહ્યું, “શમુએલને.” 12 જયારે તે સ્ત્રીએ શમુએલને જોયો ત્યારે તે ચીસ પાડી ઊઠી. તેણે શાઉલને કહ્યું, “તું શાઉલ છે, તેઁ મને છેતરી છે.” 13 રાજાએ તેને કહ્યું, “તું ગભરાઈશ નહિ, તને શું દેખાય છે?”સ્ત્રીએ કહ્યું, “હું એક આત્માંને ભૂમિમાંથી બહાર આવતો જોઉં છું.” 14 એટલે શાઉલે પૂછયું, “એનો દેખાવ કેવો છે?”તેથી તે સ્ત્રીએ કહ્યું, “એક વૃદ્વ પુરુષ ઉપર આવે છે અને તેણે ખાસ ઝભ્ભો પહેરેલો છે.”એટલે શાઉલને ખબર પડી કે, એ શમુએલ હતો. તેથી તે નીચે નમ્યો. 15 શમુએલે શાઉલને પૂછયું કે, “તેં શા માંટે મને અહીં બોલાવીને હેરાન કર્યો છે?”શાઉલે કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડયો છું, પલિસ્તીઓ માંરી સામે યુદ્ધે ચડયા છે, યહોવા માંરી પાસેથી જતા રહ્યા છે, તે મને પ્રબોધક માંરફતે કે સ્વપ્ન માંરફતે જવાબ આપતા નથી; એટલે માંરે શું કરવું એ જાણવા મેં તમને બોલાવ્યા છે.” 16 શમુએલે કહ્યું કે, “યહોવા તારી પાસેથી જતા રહ્યાં છે ને તારા દુશ્મન થયાં છે, તો તું મને કેમ પૂછે છે? 17 એ જે કરવાના છે તે કહેવા દેવે માંરો ઉપયોગ કર્યો છે. અને હમણા તેઓ આ કરી રહ્યાં છે. હમણા તેઓ રાજ્યને તારા હાથેથી અલગ કરીને તારા મિત્ર દાઉદને આપી રહ્યાં છે. 18 તેં યહોવાની આજ્ઞા માંની નહોતી, તેઁ અમાંલેકીઓનો વિનાશ કર્યો નહિ અને બતાવ્યું નહિ કે દેવ તેમના ઉપર કેટલા કોપાયમાંન હતા. તેથી યહોવા તમને આજે આ કરી રહ્યાં છે. 19 અને એ જ કારણે તે તને અને ઇસ્રાએલીઓને સુદ્ધાં પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે, એટલું જ નહિ, પણ આવતી કાલે તું અને તારા પુત્રો અહીં માંરી સાથે હશોે.” 20 શમુએલનાં વચનો સાંભળતાં જ શાઉલ ભયભીત થઈને જમીન પર ચત્તોપાટ પડી ગયો, તેનામાં કંઈ શકિત રહી નહોતી, કારણ કે તેણે આખો દિવસ અને આખી રાત કશુંય ખાધું નહોતું. 21 પેલી સ્ત્રી શાઉલની નજીક આવી અને જોયું કે તે ઘણો ભયભીત થઇ ગયો છે.એટલે તેણેે કહ્યું, “જુઓ સાહેબ, આ દાસીએ તમે જે કઇ કહ્યું તે કર્યું. મેં માંરા જીવને જોખમમાં નાખીને જે મને કરવા માંટે આજ્ઞા કરી હતી તે કર્યું. 22 હવે આપ માંરી વાત સાંભળો, આપને થોડું ભોજન આપવા દો, જેથી આપને પ્રવાસ માંટે શકિત મળી રહે.” 23 પણ તેણે ના પાડી અને કહ્યું, “માંરે ખાવું નથી.”પણ પેલી સ્ત્રીએ અને અમલદારોએ પણ આગ્રહ કર્યો, એટલે છેવટે તે માંની ગયો, અને ભોંય ઉપરથી ઉઠીને ખાટલા ઉપર બેઠો. 24 એ સ્ત્રી પાસે એક માંતેલું વાછરડું હતું; તે તેણે ઝટપટ વધેરી નાખ્યો. પછી તેણે થોડો લોટ લઈ ગૂંદીને ખમીર વગરની ભાખરી શેકી કાઢી; 25 અને શાઉલને અને તેના અમલદારોને પીરસી દીધી, તેઓ જમ્યા પછી ઊભા થઈને તે જ રાત્રે વિદાય થયા.
1 થોડા સમય પછી પલિસ્તીઓએ ઇસ્રાએલીઓ સામે લડવા લશ્કર ભેગું કર્યું, અને આખીશે દાઉદને કહ્યું, “તારે તથા તારા માંણસોએ માંરી સાથે સૈન્યમાં આવવું પડશે એમ તારે ખચીત જાણવું. .::. 2 દાઉદે આખીશને કહ્યું, “સારું, અને આ સેવક શું કરી શકે છે તેની આપને ખબર પડશે.”આખીશે કહ્યું, “સારું, હું તને માંરો કાયમનો અંગરક્ષક બનાવીશ.” .::. 3 શમુએલ મૃત્યુ પામ્યો હતો. પછી ઇસ્રાએલીઓએ તેનો શોક પાળ્યો હતો અને તેને તેના ગામ ‘રામાં’માં દફનાવ્યો હતો.શાઉલે આખા દેશમાંથી બધા મેલી વિંધા વાપરનારાઓને અને ભૂવાઓને હાંકી કાઢયા હતા. .::. 4 શુનેમમાં પલિસ્તી સેના ભેગી થઇ અને છાવણી નાખી. શાઉલે તેની સેના એકઠી કરી અને ગિલ્બોઆમાં ડુંગર ઉપર છાવણી નાખી. .::. 5 શાઉલે જયારે પલિસ્તીઓની સેનાને જોઈ ત્યારે તે ગભરાઈ ગયો, અને તેની હિંમત છૂટી ગઈ. .::. 6 તેણે યહોવાને પ્રશ્ર્ન કર્યો, પણ દેવે તેને જવાબ ન આપ્યો, ન સ્વપ્ન દ્વારા, ન પાસા દ્વારા કે ન પ્રબોધક દ્વારા. .::. 7 પછી શાઉલે તેના અમલદારોને કહ્યું, “જાવ અને કોઇ સ્ત્રી જે તાંત્રિક છે તેણીને બોલાવો. પછી હું તેને મળીશ અને આ યુદ્ધનું પરિણામ શું હશે તેની આગાહી કરવા કહીશ.”પછી તેઓએ કહ્યું “એન-દોરમાં તેવી એક સ્રી છે.” .::. 8 આથી શાઉલે રાજવી-ઝભ્ભો ઉતારી મૂકયો, અને સામાંન્ય પોશાક પહેરીને વેશપલટો કર્યો અને રાત્રે પોતાના બે માંણસો સાથે તે સ્ત્રીને ઘેર મળવા ગયો. તેણે વિનંતી કરી, “પ્રેતને પૂછીને મને માંરું ભવિષ્ય કહે, હું કહું તેના પ્રેતને તું બોલાવ.” .::. 9 તે સ્ત્રીએ કહ્યું, “શાઉલે શું કર્યું છે તે તમે જાણો છો, તેણે બધા મેલી વિદ્યા વાપરનારઓને અને ભૂવાઓને દેશમાંથી હાંકી કાઢયા છે. તો તમે શું કરવા મને ફસાવવા અને માંરી નાખવા માંગો છો?” .::. 10 ત્યારે શાઉલે તેની આગળ એવા સમ ખાધા કે, “હું તને યહોવાના સમ ખાઈને કહું છું કે, એ માંટે તને કોઈ સજા કે નુકસાન થશે નહિ.” .::. 11 ત્યારે પેલી સ્ત્રીએ પૂછયું, “હું કોને બોલાવું?”શાઉલે કહ્યું, “શમુએલને.” .::. 12 જયારે તે સ્ત્રીએ શમુએલને જોયો ત્યારે તે ચીસ પાડી ઊઠી. તેણે શાઉલને કહ્યું, “તું શાઉલ છે, તેઁ મને છેતરી છે.” .::. 13 રાજાએ તેને કહ્યું, “તું ગભરાઈશ નહિ, તને શું દેખાય છે?”સ્ત્રીએ કહ્યું, “હું એક આત્માંને ભૂમિમાંથી બહાર આવતો જોઉં છું.” .::. 14 એટલે શાઉલે પૂછયું, “એનો દેખાવ કેવો છે?”તેથી તે સ્ત્રીએ કહ્યું, “એક વૃદ્વ પુરુષ ઉપર આવે છે અને તેણે ખાસ ઝભ્ભો પહેરેલો છે.”એટલે શાઉલને ખબર પડી કે, એ શમુએલ હતો. તેથી તે નીચે નમ્યો. .::. 15 શમુએલે શાઉલને પૂછયું કે, “તેં શા માંટે મને અહીં બોલાવીને હેરાન કર્યો છે?”શાઉલે કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડયો છું, પલિસ્તીઓ માંરી સામે યુદ્ધે ચડયા છે, યહોવા માંરી પાસેથી જતા રહ્યા છે, તે મને પ્રબોધક માંરફતે કે સ્વપ્ન માંરફતે જવાબ આપતા નથી; એટલે માંરે શું કરવું એ જાણવા મેં તમને બોલાવ્યા છે.” .::. 16 શમુએલે કહ્યું કે, “યહોવા તારી પાસેથી જતા રહ્યાં છે ને તારા દુશ્મન થયાં છે, તો તું મને કેમ પૂછે છે? .::. 17 એ જે કરવાના છે તે કહેવા દેવે માંરો ઉપયોગ કર્યો છે. અને હમણા તેઓ આ કરી રહ્યાં છે. હમણા તેઓ રાજ્યને તારા હાથેથી અલગ કરીને તારા મિત્ર દાઉદને આપી રહ્યાં છે. .::. 18 તેં યહોવાની આજ્ઞા માંની નહોતી, તેઁ અમાંલેકીઓનો વિનાશ કર્યો નહિ અને બતાવ્યું નહિ કે દેવ તેમના ઉપર કેટલા કોપાયમાંન હતા. તેથી યહોવા તમને આજે આ કરી રહ્યાં છે. .::. 19 અને એ જ કારણે તે તને અને ઇસ્રાએલીઓને સુદ્ધાં પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે, એટલું જ નહિ, પણ આવતી કાલે તું અને તારા પુત્રો અહીં માંરી સાથે હશોે.” .::. 20 શમુએલનાં વચનો સાંભળતાં જ શાઉલ ભયભીત થઈને જમીન પર ચત્તોપાટ પડી ગયો, તેનામાં કંઈ શકિત રહી નહોતી, કારણ કે તેણે આખો દિવસ અને આખી રાત કશુંય ખાધું નહોતું. .::. 21 પેલી સ્ત્રી શાઉલની નજીક આવી અને જોયું કે તે ઘણો ભયભીત થઇ ગયો છે.એટલે તેણેે કહ્યું, “જુઓ સાહેબ, આ દાસીએ તમે જે કઇ કહ્યું તે કર્યું. મેં માંરા જીવને જોખમમાં નાખીને જે મને કરવા માંટે આજ્ઞા કરી હતી તે કર્યું. .::. 22 હવે આપ માંરી વાત સાંભળો, આપને થોડું ભોજન આપવા દો, જેથી આપને પ્રવાસ માંટે શકિત મળી રહે.” .::. 23 પણ તેણે ના પાડી અને કહ્યું, “માંરે ખાવું નથી.”પણ પેલી સ્ત્રીએ અને અમલદારોએ પણ આગ્રહ કર્યો, એટલે છેવટે તે માંની ગયો, અને ભોંય ઉપરથી ઉઠીને ખાટલા ઉપર બેઠો. .::. 24 એ સ્ત્રી પાસે એક માંતેલું વાછરડું હતું; તે તેણે ઝટપટ વધેરી નાખ્યો. પછી તેણે થોડો લોટ લઈ ગૂંદીને ખમીર વગરની ભાખરી શેકી કાઢી; .::. 25 અને શાઉલને અને તેના અમલદારોને પીરસી દીધી, તેઓ જમ્યા પછી ઊભા થઈને તે જ રાત્રે વિદાય થયા.
  • 1 Samuel Chapter 1  
  • 1 Samuel Chapter 2  
  • 1 Samuel Chapter 3  
  • 1 Samuel Chapter 4  
  • 1 Samuel Chapter 5  
  • 1 Samuel Chapter 6  
  • 1 Samuel Chapter 7  
  • 1 Samuel Chapter 8  
  • 1 Samuel Chapter 9  
  • 1 Samuel Chapter 10  
  • 1 Samuel Chapter 11  
  • 1 Samuel Chapter 12  
  • 1 Samuel Chapter 13  
  • 1 Samuel Chapter 14  
  • 1 Samuel Chapter 15  
  • 1 Samuel Chapter 16  
  • 1 Samuel Chapter 17  
  • 1 Samuel Chapter 18  
  • 1 Samuel Chapter 19  
  • 1 Samuel Chapter 20  
  • 1 Samuel Chapter 21  
  • 1 Samuel Chapter 22  
  • 1 Samuel Chapter 23  
  • 1 Samuel Chapter 24  
  • 1 Samuel Chapter 25  
  • 1 Samuel Chapter 26  
  • 1 Samuel Chapter 27  
  • 1 Samuel Chapter 28  
  • 1 Samuel Chapter 29  
  • 1 Samuel Chapter 30  
  • 1 Samuel Chapter 31  
×

Alert

×

Gujarati Letters Keypad References