પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

1 Kings Chapter 8

1 સુલેમાંને ઇસ્રાએલના બધાજ વડીલો અને ઇસ્રાએલના દરેક કુળમાંથી બધાજ અગ્રણીઓને યરૂશાલેમ બોલાવ્યા. જેથી તેઓ યહોવાનું ઇસ્રાએલ સાથેનું વિશેષ કરારનામું દર્શાવતો પવિત્રકોશ દાઉદના નગરમાંથી જે સિયોન પણ કહેવાય છે ત્યાંથી લાવી શકે. 2 અને તેઓ બધા એથાનીમ એટલે કે દશમાં મહિનામાં માંડવાપર્વને પ્રસંગે રાજા સુલેમાંન સમક્ષ ભેગા થયા. 3 આ ઉજવણી વખતે ઇસ્રાએલના બધાજ વડીલો આવ્યા અને યાજકોએ ‘પવિત્રકોશ’ ઊપર ઊચક્યો. 4 તે યાજકો અને લેવીઓ યહોવાના પવિત્રકોશને મુલાકાત મંડપમાં લાવ્યા અને બીજી બધી વસ્તુઓને જે યહોવાને પૂજવા માંટે વપરાતી હતી. 5 ત્યારબાદ રાજા સુલેમાંન અને તમાંમ ઇસ્રાએલી પ્રજાજનો પવિત્રકોશની સમક્ષ એકત્ર થયા અને અસંખ્ય ઘેટાં અને બળદોના અર્પણો આપ્યા. 6 ત્યારબાદ યાજકો યહોવાના ઇસ્રાએલ સાથેના કરારનામાંનો પવિત્રકોશ મંદિરના પરમ પવિત્રસ્થાનમાં લઈ ગયા, અને કરૂબીઓ દેવદૂતોની નીચે તેને મૂકયો. 7 પવિત્રકોશ જયાં મૂકવામાં આવ્યો, તેનાં પર પાંખો પ્રસરેલી રહે એ રીતે કરૂબ દેવદૂતોની રચના કરવામાં આવી હતી. આમ કરૂબ દેવદૂતોની પાંખોએ કોશ અને તેના છેડાઓ પર આચ્છાદન કર્યુ હતું. 8 પેલા છેડાઓ એટલા લાંબા હતા કે તેમના છેડા તેજ ઓરડામાંથી જોઈ શકાતા નહોતા, પરંતુ બીજા રૂમની બહારથી તે જોઈ શકાતા હતા, પણ બહારથી તે જોઇ શકાતા નહોતાં, અને આજ સુધી તે ત્યાં છે. 9 ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમને આપેલા વચનો જે પથ્થરની બે તકતીઓમાં આલેખાયેલા હતાં; જે મૂસા હોરેબ પર્વત પરથી લાવ્યો હતો અને તેણે પવિત્રકોશમાં મૂકી હતી, પવિત્રકોશમાં ફકત આ બે તકતીઓ જ હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું. 10 જુઓ, જયારે યાજકો યહોવાના મંદિરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાનું મંદિર વાદળ વડે ભરાઈ ગયું! 11 અને તેથી તેઓ સેવા ચાલુ રાખી શકે તેમ નહોતાં. આખા મંદિરમાં યહોવાનું ગૌરવ વ્યાપી ગયું હતું. 12 ત્યારે સુલેમાંને કહ્યું, “ઓ યહોવા, તમે ગાઢ વાદળોમાં રહેવાનું પસંદ કર્યુ છે; 13 મેં તમાંરે માંટે એક ભવ્ય મંદિર બાંધ્યુ છે, જેમાં તમે સદાકાળ નિવાસ કરો.” 14 પછી રાજા લોકોની સભા તરફ ફર્યો, લોકો તેમની સમક્ષ ઊભા રહ્યા હતા, તેણે લોકોને આશીર્વાદ આપ્યા. 15 રાજાએ કહ્યું,“ઇસ્રાએલના દેવ યહોવાની સ્તુતિ હોજો! તેમણે માંરા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તેમણે પોતાના બાહુબળથી કરી બતાવ્યું છે. 16 તેણે કહ્યું હતું કે, ‘હું માંરા લોકોને ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો, તે દિવસથી મેં ઇસ્રાએલના કોઈ કુળસમૂહના પ્રદેશમાંથી માંરા માંટે મંદિરનું સ્થાન નક્કી કર્યુ નહોતું. પરંતુ લોકોના આગેવાન થવા માંટે મેં એક પુરુષ દાઉદની પસંદગી કરી હતી.’ 17 “હવે માંરા પિતા દાઉદે ઇસ્રાએલના યહોવા દેવના નામનું એક મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો હતો. 18 પરંતુ યહોવાએ તેને કહ્યું, ‘માંરા નામનું મંદિર બાંધવાનો તેં નિર્ણય કર્યો છે, અને એ વિચાર સારો છે, 19 હજી પણ તે મંદિર તું બનાવીશ નહિ, પણ તારો સગો પુત્ર માંરા નામ માંટે મંદિર બાંધશે.’ 20 “હવે યહોવાએ પોતાનું વચન પાળ્યું છે. યહોવાએ વચન આપ્યા પ્રમાંણે, હું માંરા પિતા દાઉદ પછી ઇસ્રાએલની ગાદી પર આવ્યો છું, અને મેં ઇસ્રાએલીઓના યહોવા દેવના નામનું મંદિર બંધાવ્યું છે. 21 અને તેમાં યહોવાએ આપણા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરાર આ પવિત્ર કોશમાં રાખવામાં આવેલા છે.” 22 ત્યારબાદ સુલેમાંને યહોવાની વેદી સમક્ષ ઊભા રહીને સમગ્ર ઇસ્રાએલી સમાંજના દેખતાં આકાશ તરફ પોતાના હાથ ફેલાવ્યા, 23 “ઓ ઇસ્રાએલના યહોવા દેવ, પર આકાશમાં અને નીચે પૃથ્વીમાં તમાંરા જેવું કોઈ નથી, તમે પ્રેમાંળ અને દયાળું છો. તમે કરાર પાળો છો, અને તમાંરા સેવકોને વફાદાર રહો છો, જેઓ તમાંરી સામે પૂર્ણ હૃદયથી વતેર્ છે. 24 તમાંરા સેવક, માંરા પિતા દાઉદને આપેલું તમાંરું વચન આજે તમે પૂર્ણ કર્યુ છે. 25 અને હવે, હે ઇસ્રાએલના યહોવા દેવ, દાઉદને આપેલું આ બીજું વચન પણ તમે પૂર્ણ કરો; ‘માંરા પિતા દાઉદનાં સંતાનો તમાંરાં વચનો પ્રમાંણે વર્તશે અને તમે ચીંધેલા માંગેર્ ચાલશે અને તમાંરી આજ્ઞાઓને આધીન રહેશે, તો દરેક પેઢીમાં દાઉદના વંશજોમાંનો જ એક ઇસ્રાએલની રાજગાદી પર બેસશે.’ 26 ઓહ, ઇસ્રાએલના દેવ, જે કરાર તમે તમાંરા સેવક, માંરા પિતા દાઉદ સાથે કર્યો હતો તે પૂર્ણ કરો. 27 “પરંતુ ઓ! દેવ! શું એ શકય છે કે તમે સાચે જ આ પૃથ્વી પર રહેશો? કારણ કે આકાશ, અરે! ઉંચામાંઉંચા સ્વગોર્, પણ તમને ધારણ કરી શકે તેમ નથી, તો આ મંદિર જે મેં બંધાવેલું છે તેની શી વિસાત? 28 તેમ છતાં, ઓ માંરા યહોવા, આ તમાંરા સેવકને આજે તમે ધ્યાનથી સાંભળો અને તેની વિનવણી વિષે વિચારજો. 29 રાતદિવસ તમાંરી આંખો આ મંદિર પર ઠરેલી રહો, આ સ્થાન પર રહો, જેને વિષે તમે કહ્યું હતું કે, ‘માંરું નામ એમાં વાસો કરશે.’ તમાંરો સેવક આ સ્થાને જે પ્રાર્થના કરે તે સાંભળજો 30 વળી તમાંરો સેવક અને ઇસ્રાએલના તમાંરા લોકો, આ મંદિર તરફ મુખ રાખીને પ્રાર્થના કરે, ત્યારે તેઓની દરેક અરજ તરફ કાન ધરજો; અને આકાશમાં તે સાંભળીને તમે તેઓને ક્ષમાં કરજો. 31 “જો કોઈ માંણસ બીજા માંણસનો ગુનો કરે, અને એ બીજો માંણસ જો તમાંરા મંદિરમાં આવે અને તમાંરી વેદીની સામે ઊભા રહીને સોગંદ પૂર્વક પ્રતિજ્ઞા લે, 32 તો તમે આકાશમાંથી સાંભળજો, અને જેમ કરવું જોઇએ તે મુજબ કરજો અને તમાંરા એ સેવકને ન્યાય આપજો. જેનો વાંક હોય તેને તમે તે પ્રમાંણે સજા કરજો, અને જે નિદોર્ષ હોય તેઓને તેઓની નિદોર્ષતા માંટે તમે જરૂર બદલો આપજો. 33 તમાંરી વિરુદ્ધ પાપ કરવાને કારણે તમાંરા લોકો ઇસ્રાએલીઓ કોઈ દુશ્મન સામે હારી જાય; તો તેઓ પાછા તમાંરા તરફ વળે, તમાંરું નામ લે અન આ મંદિરમાં તમાંરી પ્રાર્થના અને વિનવણી કરે, 34 તો તમે આકાશ-માંથી સાંભળજો અને તમાંરા લોકો ઇસ્રાએલીઓને તેમના પાપો માંટે માંફી આપજો, અને તેમના પિતૃઓને તમે જે જમીન આપી ત્યાં તેમને પાછા લાવજો, 35 “તમાંરા લોકો ઇસ્રાએલીઓ દ્વારા તમાંરી વિરુદ્ધ પાપ કરવાને લીધે આકાશમાંથી વરસાદ ન વરસે, અને જો તેઓ આ મંદિરમાં આવીને પ્રાર્થના કરે, તમાંરું નામ લે, અને તમાંરી સજા પામીને પશ્ચાતાપ કરે. 36 તો તમે આકાશમાંથી સાંભળજો, તમાંરા સેવકોને તમે માંફ કરજો, તેઓને જીવવા માંટેનો સાચો માંર્ગ શીખવજો અને તમાંરા લોકોને તમે આપેલી ભૂમિ પર વરસાદ વરસાવજો. 37 “જો દેશમાં દુકાળ પડે કે મરકી ફાટી નીકળે, પાક લૂથી બળી જાય, કે મસી આવે, તીડ કે કાતરા પડે; એ લોકોના કોઈ દુશ્મનો એમના કોઈ શહેરને ઘેરો ઘાલે કે કોઈ આફત ઊતરે કે, રોગચાળો ફાટી નીકળે. 38 અને ઇસ્રાએલના લોકો જ્યારે ખરી લાગણી સાથે પશ્ચાતાપ કરે અને આ મંદિરમાં હાથ પ્રસારીને તમાંરી પ્રાર્થના કરવા આવે. 39 તો તમે આકાશમાંથી તેઓની પ્રાર્થના સાંભળીને તેઓને ક્ષમાં આપજો. પ્રત્યેક વ્યકિતને તેની લાયકાત પ્રમાંણે આપજો, તમે એક જ માંત્ર જાણો છો, લોકોના હૃદયમાં શું છે. 40 તમે અમાંરા પિતૃઓને આ જમીન આપી હતી જેથી તેઓ હંમેશા તમાંરો આદર કરે. 41 “બિનઇસ્રાએલી લોકો તમાંરા નામના ગૌરવને માંટે દૂર દેશથી આ મંદિરમાં આવે, 42 કારણ કે તેઓ તમાંરું વિખ્યાત નામ, તમાંરા મજબૂત હાથ, તમાંરી શકિતશાળી ભૂજા વિષે જાણે છે અને તેઓ તમાંરાં મંદિરમાં તમને પ્રાર્થના કરવા આવશે, 43 ત્યારે તમે તમાંરા ધામ આકાશમાંથી તે સાંભળજો, અને તે વિદેશી જે કંઈ માંગે તે બધું આપજો, જેથી આખી પૃથ્વીમાં લોકો તમાંરું નામ જાણવા પામે અને તમાંરા લોકો ઇસ્રાએલીઓની જેમ તમને અનુસરે અને તમાંરાથી ડરીને ચાલે અને જાણે કે મેં બધાંવેલું આ મંદિર તમને અર્પણ કરેલું છે. 44 “વળી તમે તમાંરા લોકોને તેઓના શત્રુઓની સામે યુદ્ધમાં મોકલો અને ત્યારે જો તેઓ તમાંરા પસંદ કરેલા નગર અને મંદિર જે મેં તમાંરે નામે બંધાવેલ છે તેની તરફ જોઇને યહોવાને પ્રાર્થના કરે. 45 તો તમાંરે સ્વર્ગમાં તેઓની પ્રાર્થના સાંભળજો અને તેમને મદદ કરજો. 46 “જો તેઓ તમાંરી વિરુદ્ધ પાપ કરે-કોણ નથી કરતું?- અને તું રોષે ભરાઈને તેમને શત્રુના હાથમાં સોંપી દે, અને તેઓ તેમને કેદ કરીને પોતાના દેશમાં લઈ જાય, પછી એ દૂર હોય કે નજીક હોય. 47 જ્યારે તેઓ તે દેશમાં છે જ્યાં તેઓને બંદી તરીકે લઇ જવાયા હતા, જો તેઓ પોતાના દુષ્કૃત્યો અને પાપો વિષે જાણે અને તમાંરી તરફ પાછા વળે અને પ્રાર્થના કરે કે, હે દેવ, અમે ખોટું કર્યુ છે! અમે પાપ કર્યુ છે; 48 અને તેઓ ખરેખર તમાંરા તરફ પાછા વળે, જ્યારે તેઓ તેના દુશ્મન જેણે તેમને બંદી કર્યા હતા, તેના દેશમાં હોય અને પ્રમાંણિકપણે તમાંરી તરફ વળે, અને જે દેશ તમે તેઓના પૂર્વજોને આપ્યો હતો, નગર જે તમે પસંદ કર્યું હતું અને મંદિર જે મેં તમાંરા માંટે બાંધ્યું હતું, તેના સામે જોઇને તેઓ પ્રાર્થના કરે. 49 તો તમે સ્વર્ગમાં તમાંરા નિવાસમાંથી જો જો અને તેમની વિનવણી સાંભળજો; તેઓ પ્રત્યે ન્યાયપૂર્વક વર્તજો. 50 તેમણે તમાંરી સામે કરેલાં બધાં પાપો અને ગુનાઓની ક્ષમાં આપજો, તેમને કેદ કરનારાઓનાં હૃદયમાં દયા જગાડજો; 51 કારણ કે તેઓ તમાંરા પોતાના લોકો છે. તમાંરા વારસો છે. અને જ્યારે તમે તેમનેજે લોખંડની ભઠ્ઠી જેવું હતું. મિસર તેમાંથી બહાર લઇ આવ્યા. 52 “તેઓના પ્રત્યે કૃપાદૃષ્ટિ રાખજો અને તેઓની પ્રાર્થના તમે સાંભળજો. હે યહોવા, તેઓ મદદ માંટે આગ્રહપૂર્વક તમને વિનંતી કરે ત્યારે તે સાંભળીને તેઓને ઉત્તર આપજો. 53 કારણ કે યહોવા દેવ તમે અમાંરા પિતૃઓને મિસરમાંથી મુકત કરીને બહાર લઈ આવ્યા ત્યારે તમે તમાંરા સેવક મૂસાને કહ્યું હતું કે પૃથ્વી પરની તમાંમ પ્રજાઓમાંથી તમાંરા ખાસ લોકો થવા માંટે તમે ઇસ્રાએલી પ્રજાને પસંદ કરી છે.” 54 હવે જ્યારે સુલેમાંને યહોવા માંટેની આખી ઉપાસના કરવાનું પૂરું કર્યુ; તે ઘૂંટણિયે પડ્યો હતો ત્યાંથી ઉભો થયો. અને યહોવાની વેદી સમક્ષ, અને આકાશ તરફ જોતાં, રાજા સુલેમાંને પોતાના હાથ સ્વર્ગ તરફ લંબાવ્યા. 55 ત્યારબાદ ઊઠીને ટટાર ઊભા રહી મોટે સાદે આખા ઇસ્રાએલી સમાંજને તેણે આશીર્વાદ આપ્યા. 56 “તે બોલ્યો, યહોવાની પ્રસંશા થાઓ કારણ કે, તેણે જેમ કહ્યું હતું તેમ પોતાના લોકો ઇસ્રાએલીઓને આરામ આપ્યો, તેણે તેના સેવક મૂસાને આપ્યા હતા તે બધાં વચનો તેણે પાળ્યા. 57 આપણા દેવ યહોવા આપણા પિતૃઓની જેમ આપણી સાથે સદાય રહો, તે કદી આપણો હાથ ન છોડો અથવા આપણો ત્યાગ ન કરો, 58 તે ભલે આપણાં હૃદયને તેની મહાનતા તરફ વાળે, જેથી આપણે તેનામાં શ્રદ્ધા રાખીએ, તેના ચીંધેલા માંગોર્ને અનુસરીએ અને તેમણે આપણા પિતૃઓને આપેલી આજ્ઞાઓ, વિધિઓ અને ધારાઓનું આપણે પાલન કરીએ. 59 માંરા આ શબ્દો, દેવ યહોવા આગળની માંરી આ વિનવણી આપણા દેવ યહોવા સમક્ષ દિવસરાત હાજર રહો, જેથી રોજરોજ ઊભી થતી જરૂરીયાત પ્રમાંણે તે પોતાના સેવકનું અને પોતાના લોકો ઇસ્રાએલીઓને માંટે ઘટતું કરે. 60 આથી આખી દુનિયાના લોકોને ખાતરી થશે કે, યહોવા એ જ આપણા દેવ છે અને તેના સિવાય બીજા કોઇ દેવ નથી. 61 તમાંરાં હૃદય સંપૂર્ણપણે આપણા યહોવા દેવને સ્વાધીન થવા જોઇએ અને આજે તમે તેના વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરો છો તેમ હમેશાં પાલન કરતા રહો.” 62 પછી રાજાએ તથા તમાંમ ઇસ્રાએલી લોકોએ યહોવાને યજ્ઞો અર્પણ કર્યા. 63 સુલેમાંન રાજાએ 22,000 બળદ અને 1, 20,000 ઘેટાં અને બકરાં યહોવાને શાંત્યર્પણો તરીકે અર્પણ કર્યા. આમ રાજાએ અને ઇસ્રાએલી લોકોએ મંદિરને પવિત્ર કાર્ય માંટે અર્પણ કર્યુ. 64 રાજાએ મંદિરની સામેના ખુલ્લા આંગણાને પાવન કરાવ્યું. પછી ત્યાં દહનાર્પણો, ખાદ્યાર્પણો ઉપરાંત શાંત્યર્પણોમાં પશુઓનાં ચરબીવાળા ભાગો ધરાવ્યા, કારણ; યહોવા આગળની કાંસાની વેદી આ બધી વસ્તુઓને સમાંવવા માંટે પૂરતી નહોતી. 65 આમ, સુલેમાંને અને તેની સાથે બધાં ઇસ્રાએલીઓએ ઉત્તરમાં હમાંથની ઘાટીથી તે દક્ષિણમાં મિસરની હદ સુધીનાં આખા સમુદાયે સાત દિવસ સુધી મંદિરનું સમર્પણ ઉજવ્યું. 66 આઠમે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા, અને તેઓ રાજાને આશીર્વાદ આપીને, યહોવાએ પોતાના સેવક દાઉદનું અને પોતાના ઇસ્રાએલી લોકોનું જે કલ્યાણ કર્યુ હતું તેથી આનંદ અને હર્ષથી છલકાતાં હૈયે તેઓ પોતપોતાને ઘેર ગયા.
1 સુલેમાંને ઇસ્રાએલના બધાજ વડીલો અને ઇસ્રાએલના દરેક કુળમાંથી બધાજ અગ્રણીઓને યરૂશાલેમ બોલાવ્યા. જેથી તેઓ યહોવાનું ઇસ્રાએલ સાથેનું વિશેષ કરારનામું દર્શાવતો પવિત્રકોશ દાઉદના નગરમાંથી જે સિયોન પણ કહેવાય છે ત્યાંથી લાવી શકે. .::. 2 અને તેઓ બધા એથાનીમ એટલે કે દશમાં મહિનામાં માંડવાપર્વને પ્રસંગે રાજા સુલેમાંન સમક્ષ ભેગા થયા. .::. 3 આ ઉજવણી વખતે ઇસ્રાએલના બધાજ વડીલો આવ્યા અને યાજકોએ ‘પવિત્રકોશ’ ઊપર ઊચક્યો. .::. 4 તે યાજકો અને લેવીઓ યહોવાના પવિત્રકોશને મુલાકાત મંડપમાં લાવ્યા અને બીજી બધી વસ્તુઓને જે યહોવાને પૂજવા માંટે વપરાતી હતી. .::. 5 ત્યારબાદ રાજા સુલેમાંન અને તમાંમ ઇસ્રાએલી પ્રજાજનો પવિત્રકોશની સમક્ષ એકત્ર થયા અને અસંખ્ય ઘેટાં અને બળદોના અર્પણો આપ્યા. .::. 6 ત્યારબાદ યાજકો યહોવાના ઇસ્રાએલ સાથેના કરારનામાંનો પવિત્રકોશ મંદિરના પરમ પવિત્રસ્થાનમાં લઈ ગયા, અને કરૂબીઓ દેવદૂતોની નીચે તેને મૂકયો. .::. 7 પવિત્રકોશ જયાં મૂકવામાં આવ્યો, તેનાં પર પાંખો પ્રસરેલી રહે એ રીતે કરૂબ દેવદૂતોની રચના કરવામાં આવી હતી. આમ કરૂબ દેવદૂતોની પાંખોએ કોશ અને તેના છેડાઓ પર આચ્છાદન કર્યુ હતું. .::. 8 પેલા છેડાઓ એટલા લાંબા હતા કે તેમના છેડા તેજ ઓરડામાંથી જોઈ શકાતા નહોતા, પરંતુ બીજા રૂમની બહારથી તે જોઈ શકાતા હતા, પણ બહારથી તે જોઇ શકાતા નહોતાં, અને આજ સુધી તે ત્યાં છે. .::. 9 ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમને આપેલા વચનો જે પથ્થરની બે તકતીઓમાં આલેખાયેલા હતાં; જે મૂસા હોરેબ પર્વત પરથી લાવ્યો હતો અને તેણે પવિત્રકોશમાં મૂકી હતી, પવિત્રકોશમાં ફકત આ બે તકતીઓ જ હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું. .::. 10 જુઓ, જયારે યાજકો યહોવાના મંદિરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાનું મંદિર વાદળ વડે ભરાઈ ગયું! .::. 11 અને તેથી તેઓ સેવા ચાલુ રાખી શકે તેમ નહોતાં. આખા મંદિરમાં યહોવાનું ગૌરવ વ્યાપી ગયું હતું. .::. 12 ત્યારે સુલેમાંને કહ્યું, “ઓ યહોવા, તમે ગાઢ વાદળોમાં રહેવાનું પસંદ કર્યુ છે; .::. 13 મેં તમાંરે માંટે એક ભવ્ય મંદિર બાંધ્યુ છે, જેમાં તમે સદાકાળ નિવાસ કરો.” .::. 14 પછી રાજા લોકોની સભા તરફ ફર્યો, લોકો તેમની સમક્ષ ઊભા રહ્યા હતા, તેણે લોકોને આશીર્વાદ આપ્યા. .::. 15 રાજાએ કહ્યું,“ઇસ્રાએલના દેવ યહોવાની સ્તુતિ હોજો! તેમણે માંરા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તેમણે પોતાના બાહુબળથી કરી બતાવ્યું છે. .::. 16 તેણે કહ્યું હતું કે, ‘હું માંરા લોકોને ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો, તે દિવસથી મેં ઇસ્રાએલના કોઈ કુળસમૂહના પ્રદેશમાંથી માંરા માંટે મંદિરનું સ્થાન નક્કી કર્યુ નહોતું. પરંતુ લોકોના આગેવાન થવા માંટે મેં એક પુરુષ દાઉદની પસંદગી કરી હતી.’ .::. 17 “હવે માંરા પિતા દાઉદે ઇસ્રાએલના યહોવા દેવના નામનું એક મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો હતો. .::. 18 પરંતુ યહોવાએ તેને કહ્યું, ‘માંરા નામનું મંદિર બાંધવાનો તેં નિર્ણય કર્યો છે, અને એ વિચાર સારો છે, .::. 19 હજી પણ તે મંદિર તું બનાવીશ નહિ, પણ તારો સગો પુત્ર માંરા નામ માંટે મંદિર બાંધશે.’ .::. 20 “હવે યહોવાએ પોતાનું વચન પાળ્યું છે. યહોવાએ વચન આપ્યા પ્રમાંણે, હું માંરા પિતા દાઉદ પછી ઇસ્રાએલની ગાદી પર આવ્યો છું, અને મેં ઇસ્રાએલીઓના યહોવા દેવના નામનું મંદિર બંધાવ્યું છે. .::. 21 અને તેમાં યહોવાએ આપણા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરાર આ પવિત્ર કોશમાં રાખવામાં આવેલા છે.” .::. 22 ત્યારબાદ સુલેમાંને યહોવાની વેદી સમક્ષ ઊભા રહીને સમગ્ર ઇસ્રાએલી સમાંજના દેખતાં આકાશ તરફ પોતાના હાથ ફેલાવ્યા, .::. 23 “ઓ ઇસ્રાએલના યહોવા દેવ, પર આકાશમાં અને નીચે પૃથ્વીમાં તમાંરા જેવું કોઈ નથી, તમે પ્રેમાંળ અને દયાળું છો. તમે કરાર પાળો છો, અને તમાંરા સેવકોને વફાદાર રહો છો, જેઓ તમાંરી સામે પૂર્ણ હૃદયથી વતેર્ છે. .::. 24 તમાંરા સેવક, માંરા પિતા દાઉદને આપેલું તમાંરું વચન આજે તમે પૂર્ણ કર્યુ છે. .::. 25 અને હવે, હે ઇસ્રાએલના યહોવા દેવ, દાઉદને આપેલું આ બીજું વચન પણ તમે પૂર્ણ કરો; ‘માંરા પિતા દાઉદનાં સંતાનો તમાંરાં વચનો પ્રમાંણે વર્તશે અને તમે ચીંધેલા માંગેર્ ચાલશે અને તમાંરી આજ્ઞાઓને આધીન રહેશે, તો દરેક પેઢીમાં દાઉદના વંશજોમાંનો જ એક ઇસ્રાએલની રાજગાદી પર બેસશે.’ .::. 26 ઓહ, ઇસ્રાએલના દેવ, જે કરાર તમે તમાંરા સેવક, માંરા પિતા દાઉદ સાથે કર્યો હતો તે પૂર્ણ કરો. .::. 27 “પરંતુ ઓ! દેવ! શું એ શકય છે કે તમે સાચે જ આ પૃથ્વી પર રહેશો? કારણ કે આકાશ, અરે! ઉંચામાંઉંચા સ્વગોર્, પણ તમને ધારણ કરી શકે તેમ નથી, તો આ મંદિર જે મેં બંધાવેલું છે તેની શી વિસાત? .::. 28 તેમ છતાં, ઓ માંરા યહોવા, આ તમાંરા સેવકને આજે તમે ધ્યાનથી સાંભળો અને તેની વિનવણી વિષે વિચારજો. .::. 29 રાતદિવસ તમાંરી આંખો આ મંદિર પર ઠરેલી રહો, આ સ્થાન પર રહો, જેને વિષે તમે કહ્યું હતું કે, ‘માંરું નામ એમાં વાસો કરશે.’ તમાંરો સેવક આ સ્થાને જે પ્રાર્થના કરે તે સાંભળજો .::. 30 વળી તમાંરો સેવક અને ઇસ્રાએલના તમાંરા લોકો, આ મંદિર તરફ મુખ રાખીને પ્રાર્થના કરે, ત્યારે તેઓની દરેક અરજ તરફ કાન ધરજો; અને આકાશમાં તે સાંભળીને તમે તેઓને ક્ષમાં કરજો. .::. 31 “જો કોઈ માંણસ બીજા માંણસનો ગુનો કરે, અને એ બીજો માંણસ જો તમાંરા મંદિરમાં આવે અને તમાંરી વેદીની સામે ઊભા રહીને સોગંદ પૂર્વક પ્રતિજ્ઞા લે, .::. 32 તો તમે આકાશમાંથી સાંભળજો, અને જેમ કરવું જોઇએ તે મુજબ કરજો અને તમાંરા એ સેવકને ન્યાય આપજો. જેનો વાંક હોય તેને તમે તે પ્રમાંણે સજા કરજો, અને જે નિદોર્ષ હોય તેઓને તેઓની નિદોર્ષતા માંટે તમે જરૂર બદલો આપજો. .::. 33 તમાંરી વિરુદ્ધ પાપ કરવાને કારણે તમાંરા લોકો ઇસ્રાએલીઓ કોઈ દુશ્મન સામે હારી જાય; તો તેઓ પાછા તમાંરા તરફ વળે, તમાંરું નામ લે અન આ મંદિરમાં તમાંરી પ્રાર્થના અને વિનવણી કરે, .::. 34 તો તમે આકાશ-માંથી સાંભળજો અને તમાંરા લોકો ઇસ્રાએલીઓને તેમના પાપો માંટે માંફી આપજો, અને તેમના પિતૃઓને તમે જે જમીન આપી ત્યાં તેમને પાછા લાવજો, .::. 35 “તમાંરા લોકો ઇસ્રાએલીઓ દ્વારા તમાંરી વિરુદ્ધ પાપ કરવાને લીધે આકાશમાંથી વરસાદ ન વરસે, અને જો તેઓ આ મંદિરમાં આવીને પ્રાર્થના કરે, તમાંરું નામ લે, અને તમાંરી સજા પામીને પશ્ચાતાપ કરે. .::. 36 તો તમે આકાશમાંથી સાંભળજો, તમાંરા સેવકોને તમે માંફ કરજો, તેઓને જીવવા માંટેનો સાચો માંર્ગ શીખવજો અને તમાંરા લોકોને તમે આપેલી ભૂમિ પર વરસાદ વરસાવજો. .::. 37 “જો દેશમાં દુકાળ પડે કે મરકી ફાટી નીકળે, પાક લૂથી બળી જાય, કે મસી આવે, તીડ કે કાતરા પડે; એ લોકોના કોઈ દુશ્મનો એમના કોઈ શહેરને ઘેરો ઘાલે કે કોઈ આફત ઊતરે કે, રોગચાળો ફાટી નીકળે. .::. 38 અને ઇસ્રાએલના લોકો જ્યારે ખરી લાગણી સાથે પશ્ચાતાપ કરે અને આ મંદિરમાં હાથ પ્રસારીને તમાંરી પ્રાર્થના કરવા આવે. .::. 39 તો તમે આકાશમાંથી તેઓની પ્રાર્થના સાંભળીને તેઓને ક્ષમાં આપજો. પ્રત્યેક વ્યકિતને તેની લાયકાત પ્રમાંણે આપજો, તમે એક જ માંત્ર જાણો છો, લોકોના હૃદયમાં શું છે. .::. 40 તમે અમાંરા પિતૃઓને આ જમીન આપી હતી જેથી તેઓ હંમેશા તમાંરો આદર કરે. .::. 41 “બિનઇસ્રાએલી લોકો તમાંરા નામના ગૌરવને માંટે દૂર દેશથી આ મંદિરમાં આવે, .::. 42 કારણ કે તેઓ તમાંરું વિખ્યાત નામ, તમાંરા મજબૂત હાથ, તમાંરી શકિતશાળી ભૂજા વિષે જાણે છે અને તેઓ તમાંરાં મંદિરમાં તમને પ્રાર્થના કરવા આવશે, .::. 43 ત્યારે તમે તમાંરા ધામ આકાશમાંથી તે સાંભળજો, અને તે વિદેશી જે કંઈ માંગે તે બધું આપજો, જેથી આખી પૃથ્વીમાં લોકો તમાંરું નામ જાણવા પામે અને તમાંરા લોકો ઇસ્રાએલીઓની જેમ તમને અનુસરે અને તમાંરાથી ડરીને ચાલે અને જાણે કે મેં બધાંવેલું આ મંદિર તમને અર્પણ કરેલું છે. .::. 44 “વળી તમે તમાંરા લોકોને તેઓના શત્રુઓની સામે યુદ્ધમાં મોકલો અને ત્યારે જો તેઓ તમાંરા પસંદ કરેલા નગર અને મંદિર જે મેં તમાંરે નામે બંધાવેલ છે તેની તરફ જોઇને યહોવાને પ્રાર્થના કરે. .::. 45 તો તમાંરે સ્વર્ગમાં તેઓની પ્રાર્થના સાંભળજો અને તેમને મદદ કરજો. .::. 46 “જો તેઓ તમાંરી વિરુદ્ધ પાપ કરે-કોણ નથી કરતું?- અને તું રોષે ભરાઈને તેમને શત્રુના હાથમાં સોંપી દે, અને તેઓ તેમને કેદ કરીને પોતાના દેશમાં લઈ જાય, પછી એ દૂર હોય કે નજીક હોય. .::. 47 જ્યારે તેઓ તે દેશમાં છે જ્યાં તેઓને બંદી તરીકે લઇ જવાયા હતા, જો તેઓ પોતાના દુષ્કૃત્યો અને પાપો વિષે જાણે અને તમાંરી તરફ પાછા વળે અને પ્રાર્થના કરે કે, હે દેવ, અમે ખોટું કર્યુ છે! અમે પાપ કર્યુ છે; .::. 48 અને તેઓ ખરેખર તમાંરા તરફ પાછા વળે, જ્યારે તેઓ તેના દુશ્મન જેણે તેમને બંદી કર્યા હતા, તેના દેશમાં હોય અને પ્રમાંણિકપણે તમાંરી તરફ વળે, અને જે દેશ તમે તેઓના પૂર્વજોને આપ્યો હતો, નગર જે તમે પસંદ કર્યું હતું અને મંદિર જે મેં તમાંરા માંટે બાંધ્યું હતું, તેના સામે જોઇને તેઓ પ્રાર્થના કરે. .::. 49 તો તમે સ્વર્ગમાં તમાંરા નિવાસમાંથી જો જો અને તેમની વિનવણી સાંભળજો; તેઓ પ્રત્યે ન્યાયપૂર્વક વર્તજો. .::. 50 તેમણે તમાંરી સામે કરેલાં બધાં પાપો અને ગુનાઓની ક્ષમાં આપજો, તેમને કેદ કરનારાઓનાં હૃદયમાં દયા જગાડજો; .::. 51 કારણ કે તેઓ તમાંરા પોતાના લોકો છે. તમાંરા વારસો છે. અને જ્યારે તમે તેમનેજે લોખંડની ભઠ્ઠી જેવું હતું. મિસર તેમાંથી બહાર લઇ આવ્યા. .::. 52 “તેઓના પ્રત્યે કૃપાદૃષ્ટિ રાખજો અને તેઓની પ્રાર્થના તમે સાંભળજો. હે યહોવા, તેઓ મદદ માંટે આગ્રહપૂર્વક તમને વિનંતી કરે ત્યારે તે સાંભળીને તેઓને ઉત્તર આપજો. .::. 53 કારણ કે યહોવા દેવ તમે અમાંરા પિતૃઓને મિસરમાંથી મુકત કરીને બહાર લઈ આવ્યા ત્યારે તમે તમાંરા સેવક મૂસાને કહ્યું હતું કે પૃથ્વી પરની તમાંમ પ્રજાઓમાંથી તમાંરા ખાસ લોકો થવા માંટે તમે ઇસ્રાએલી પ્રજાને પસંદ કરી છે.” .::. 54 હવે જ્યારે સુલેમાંને યહોવા માંટેની આખી ઉપાસના કરવાનું પૂરું કર્યુ; તે ઘૂંટણિયે પડ્યો હતો ત્યાંથી ઉભો થયો. અને યહોવાની વેદી સમક્ષ, અને આકાશ તરફ જોતાં, રાજા સુલેમાંને પોતાના હાથ સ્વર્ગ તરફ લંબાવ્યા. .::. 55 ત્યારબાદ ઊઠીને ટટાર ઊભા રહી મોટે સાદે આખા ઇસ્રાએલી સમાંજને તેણે આશીર્વાદ આપ્યા. .::. 56 “તે બોલ્યો, યહોવાની પ્રસંશા થાઓ કારણ કે, તેણે જેમ કહ્યું હતું તેમ પોતાના લોકો ઇસ્રાએલીઓને આરામ આપ્યો, તેણે તેના સેવક મૂસાને આપ્યા હતા તે બધાં વચનો તેણે પાળ્યા. .::. 57 આપણા દેવ યહોવા આપણા પિતૃઓની જેમ આપણી સાથે સદાય રહો, તે કદી આપણો હાથ ન છોડો અથવા આપણો ત્યાગ ન કરો, .::. 58 તે ભલે આપણાં હૃદયને તેની મહાનતા તરફ વાળે, જેથી આપણે તેનામાં શ્રદ્ધા રાખીએ, તેના ચીંધેલા માંગોર્ને અનુસરીએ અને તેમણે આપણા પિતૃઓને આપેલી આજ્ઞાઓ, વિધિઓ અને ધારાઓનું આપણે પાલન કરીએ. .::. 59 માંરા આ શબ્દો, દેવ યહોવા આગળની માંરી આ વિનવણી આપણા દેવ યહોવા સમક્ષ દિવસરાત હાજર રહો, જેથી રોજરોજ ઊભી થતી જરૂરીયાત પ્રમાંણે તે પોતાના સેવકનું અને પોતાના લોકો ઇસ્રાએલીઓને માંટે ઘટતું કરે. .::. 60 આથી આખી દુનિયાના લોકોને ખાતરી થશે કે, યહોવા એ જ આપણા દેવ છે અને તેના સિવાય બીજા કોઇ દેવ નથી. .::. 61 તમાંરાં હૃદય સંપૂર્ણપણે આપણા યહોવા દેવને સ્વાધીન થવા જોઇએ અને આજે તમે તેના વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરો છો તેમ હમેશાં પાલન કરતા રહો.” .::. 62 પછી રાજાએ તથા તમાંમ ઇસ્રાએલી લોકોએ યહોવાને યજ્ઞો અર્પણ કર્યા. .::. 63 સુલેમાંન રાજાએ 22,000 બળદ અને 1, 20,000 ઘેટાં અને બકરાં યહોવાને શાંત્યર્પણો તરીકે અર્પણ કર્યા. આમ રાજાએ અને ઇસ્રાએલી લોકોએ મંદિરને પવિત્ર કાર્ય માંટે અર્પણ કર્યુ. .::. 64 રાજાએ મંદિરની સામેના ખુલ્લા આંગણાને પાવન કરાવ્યું. પછી ત્યાં દહનાર્પણો, ખાદ્યાર્પણો ઉપરાંત શાંત્યર્પણોમાં પશુઓનાં ચરબીવાળા ભાગો ધરાવ્યા, કારણ; યહોવા આગળની કાંસાની વેદી આ બધી વસ્તુઓને સમાંવવા માંટે પૂરતી નહોતી. .::. 65 આમ, સુલેમાંને અને તેની સાથે બધાં ઇસ્રાએલીઓએ ઉત્તરમાં હમાંથની ઘાટીથી તે દક્ષિણમાં મિસરની હદ સુધીનાં આખા સમુદાયે સાત દિવસ સુધી મંદિરનું સમર્પણ ઉજવ્યું. .::. 66 આઠમે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા, અને તેઓ રાજાને આશીર્વાદ આપીને, યહોવાએ પોતાના સેવક દાઉદનું અને પોતાના ઇસ્રાએલી લોકોનું જે કલ્યાણ કર્યુ હતું તેથી આનંદ અને હર્ષથી છલકાતાં હૈયે તેઓ પોતપોતાને ઘેર ગયા.
  • 1 Kings Chapter 1  
  • 1 Kings Chapter 2  
  • 1 Kings Chapter 3  
  • 1 Kings Chapter 4  
  • 1 Kings Chapter 5  
  • 1 Kings Chapter 6  
  • 1 Kings Chapter 7  
  • 1 Kings Chapter 8  
  • 1 Kings Chapter 9  
  • 1 Kings Chapter 10  
  • 1 Kings Chapter 11  
  • 1 Kings Chapter 12  
  • 1 Kings Chapter 13  
  • 1 Kings Chapter 14  
  • 1 Kings Chapter 15  
  • 1 Kings Chapter 16  
  • 1 Kings Chapter 17  
  • 1 Kings Chapter 18  
  • 1 Kings Chapter 19  
  • 1 Kings Chapter 20  
  • 1 Kings Chapter 21  
  • 1 Kings Chapter 22  
×

Alert

×

Gujarati Letters Keypad References