પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

1 Chronicles Chapter 9

1 આ પ્રમાણે સર્વ ઇસ્રાએલીઓની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી; તેઓની નોંધ ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં છે. યહૂદિયા દેશના લોકોને મૂર્તિપૂજા કરવાને કારણે બાબિલમાં બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યાં. 2 પોતપોતાનાં દેશનાં શહેરોમાં જે પ્રથમ રહેવા આવ્યા તે ઇસ્રાએલીઓ હતા, યાજકો, લેવીઓ તથા મંદિરમાં કામ કરવાવાળા સેવકો હતા. 3 યહૂદાના પુત્રોમાંના બિન્યામીનના પુત્રોમાંના, એફ્રાઇમના તથા મનાશ્શાના પુત્રોમાનાં જેઓ યરૂશાલેમમાં રહેતા હતા તેઓ આ છે: 4 યહૂદાના પુત્ર પેરેસના વંશજોમાંથી બાનીના પુત્ર ઇમ્રીના પુત્ર ઓમ્રીના પુત્ર આમ્મીહૂદનો પુત્ર ઉથાય. 5 બીજું કુટુંબ શીલોનીઓનું હતું. શીલોનીનો જ્યેષ્ઠ પુત્ર અસાયા અને તેના પુત્રો. 6 ઝેરાહના પુત્રો: યેઉએલ અને તેનાં કુટુંબીજનો સર્વ મળીને 690 હતા. 7 બિન્યામીનના કુલસમૂહના હાસ્સેનુઆહના પુત્ર હોદાવ્યાહના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ; 8 યરોહામનો પુત્ર યિબ્નિયા, મિખ્રીના પુત્ર ઉઝઝીનો પુત્ર એલાહ, યિબ્નિયાના પુત્ર રેઉએલના પુત્ર શફાટયાનો પુત્ર મશુલ્લામ; 9 તેઓની વંશાવળી પ્રમાણે તેઓના ભાઇઓ 956 જેટલા હતા. એ સર્વ પુરુષો તેઓના પિતૃઓનાં કુટુંબોનાં સરદારો હતા. 10 જે યાજકો પાછા ફર્યા તે યદાયા, યહોયારીબ અને યાખીન; 11 અઝાર્યા જે અહીટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામના પુત્ર હિલ્કયાનો પુત્ર- દેવના મંદિરનો મુખ્ય કારભારી હતો. 12 ત્યાં અદાયા યહોરામનો પુત્ર હતો. યહોરામ પાશ્હૂરનો પુત્ર હતો. પાશ્હૂર માલ્કિયાનો પુત્ર હતો. અને ત્યાં અદીએલનો પુત્ર માઅસાય હતો. અદીએલ તે યાહઝેરાહનો પુત્ર હતો. યાહઝેરાહ તે મશુલ્લામનો પુત્ર હતો અને મશુલ્લામ મશિલ્લેમીથનો પુત્ર હતો. મશિલ્લેમીથ ઇમ્મેરનો પુત્ર હતો. 13 આ બધાં અને તેઓના ભાઇઓ, તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, 1,760 યાજકો હતા. તેઓ દેવના મંદિરની સેવાના કામમાં ઘણા કુશળ પુરુષો હતા. 14 લેવીઓમાંના મરારીના કુલસમૂહોના; તેના પુત્ર હશાબ્યા; હશાબ્યાના પુત્ર આઝીર્કામ; આઝીર્કામના પુત્ર હાશ્શૂબ; હાશ્શૂબના પુત્ર શમાયા. 15 બાકબાક્કાર, હેરેશ તથા ગાલાલ, ને આસાફના પુત્ર ઝિખ્રીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા. 16 ઓબાદ્યા એ શમાયાનો પુત્ર હતો. શમાયા ગાલાલનો પુત્ર હતો. ગાલાલ યદૂથૂનનો પુત્ર હતો, અને બેરેખ્યા આસાનો પુત્ર હતો. આસા એલ્કાનાહનો પુત્ર હતો. તેઓ નટોફાથીઓનાઁ ગામોના રહેવાસીઓ હતા. 17 દ્વારપાળો; શાલ્લુમ મુખ્ય દ્વારપાળ આક્કુબ, ટાલ્મોન, અને અહીમાન અને તેના સગાવહાલા. 18 આ બધાં લેવી કુલસમૂહના હતા. પૂર્વ દિશાના રાજદ્વારની જવાબદારી તેમના માથે હતી. 19 શાલ્લુમ તે કોરનો પુત્ર, તે એબ્યાસાફનો પુત્ર, તે કોરાહનો પુત્ર, અને શાલ્લુમ અને તેના પિતાના કુટુંબના તેના ભાઇઓ, એટલે કોરાહીઓ, તેઓ મંડપના દ્વારપાળો હતા; તેઓના પિતૃઓ પવિત્ર મંડપના પ્રવેશદ્વારની રક્ષા કરતાં હતા. 20 ત્યારે એલઆઝારનો પુત્ર ફીનહાસ તેઓનો પ્રથમ ઉપરી હતો અને યહોવા તેની સાથે હતો. 21 મશેલેમ્યાનો પુત્ર ઝખાર્યા મુલાકાતમંડપનો દ્વારપાળ હતો. 22 એ સર્વને દરવાજાના દ્વારપાળ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ 212 જણા હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી મુજબ ગણાયા હતા તેઓને દાઉદે તથા પ્રબોધક શમુએલે ચોક્કસ નક્કી કરેલા કામ પર નીમ્યા હતા. 23 આમ તેઓનું તથા તેઓના વંશજોનું કામ યહોવાના મંદિરનાં દ્વારોની એટલે મુલાકાતમંડપની વારા પ્રમાણે ચોકી કરીને સંભાળ રાખવાનું હતું. 24 દ્વારપાળો ચારેબાજુએ હતા. એટલે પૂર્વ, પશ્ચિમ ઉત્તર તથા દક્ષિણ. 25 તેઓના જે ભાઇઓ તેઓનાં ગામોમાં હતા, તેઓને સાત સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે ભાગ લેવા આવવાનુ હતુ. 26 ચાર મુખ્ય દ્વારપાળો લેવીઓ હતા. દેવના મંદિરની ઓરડીઓ અને ભંડારો સંભાળવાની મોટી જવાબદારી તેઓ પર હતી. 27 તેઓની જવાબદારી મહત્વની હોવાથી તેઓ દેવના ઘરની પાસે દરેક રાત ગુજારતાં હતા અને પ્રતિદિન સવારે દરવાજાઓ ઉધાડતા હતા. 28 તેઓમાંના કેટલાકને બલીદાન અને આરાધનામાં વપરાતા વિવિધ પાત્રોની જવાબદારી સોંપી હતી. તેઓ ચોકસાઇથી પાત્રો બહાર લઇ જતા અને પાછા લાવતા. 29 બીજાઓ વાસણોની અને બધી ઉપાસનાની સામગ્રીની તેમજ લોટ, દ્રાક્ષારસ, તેલ, ધૂપ અને અત્તરોની સંભાળ રાખતા હતા. 30 અત્તરોની મેળવણી કરવાનું કામ યાજકોનું હતું. 31 ભાખરી શેકવાની કાયમી જવાબદારી કોરાહના વંશના શાલ્લુમના મોટા પુત્ર લેવી માત્તિથ્યાની હતી. કારણકે તે વિશ્વાસપાત્ર હતો. 32 દરેક વિશ્રામવારે મેજ પર પ્રદશિર્ત કરવા માટેની તાજી રોટલી બનાવવાની જવાબદારી કોરાહના વંશના બીજા કેટલાંક માણસોની હતી. 33 કેટલાંક લેવી કુટુંબોને મંદિરમાં સંગીતનું કામ સોંપવામાં આવ્યુ હતું. એ કુટુંબના વડાઓ મંદિરનાં જ મકાનોમાં રહેતા હતા અને તેમને રાત દિવસ ફરજ બજાવવાની હોવાથી તેમને બીજી સેવાઓમાંથી મુકત રાખવામાં આવ્યા હતા. 34 એ બધાં વંશાવળી મુજબ લેવીઓના કુટુંબના વડા હતા અને યરૂશાલેમમાં રહેતા હતા. 35 યેઇએલ ગિબયોનનો સંસ્થાપક હતો. તે ગિબયોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માઅખાહ હતું. 36 યેઇએલના પુત્રો: આબ્દોન જ્યેષ્ઠ પુત્ર, સૂર, કીશ, બઆલ, નેર, નાદાબ હતા, 37 ગદોર, આહ્યો, ઝખાર્યા અને મિકલોથ. 38 મિકલોથ તેના પુત્ર શિમઆમ સાથે યરૂશાલેમમાં તેના કુટુંબીજનોની નજીક રહેતો હતો. 39 નેર કીશના પિતા હતા, કીશ શાઉલના પિતા હતા અને શાઉલ યોનાથાન, માલ્કીશૂઆ, અબીનાદાબ અને એશ્બઆલના પિતા હતા. 40 યોનાથાન મરીબબઆલના પિતા હતા. મરીબબઆલ મીખાહના પિતા હતા. 41 મીખાહના પુત્રો: પીથોન, મેલેખ, તાહરેઆ અને આહાઝ. 42 આહાઝ યારાહના પિતા હતા, યારાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રીનો પુત્ર મોસા હતો. 43 મોસાના વંશજો: બિનઆ, તેનો પુત્ર રફાયા, રફાયાનો પુત્ર એલઆસાહ અને તેનો પુત્ર આસેલ 44 આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરુ, ઇશ્માએલ, શઆર્યા, ઓબાદ્યા અને હાનાન.
1 આ પ્રમાણે સર્વ ઇસ્રાએલીઓની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી; તેઓની નોંધ ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં છે. યહૂદિયા દેશના લોકોને મૂર્તિપૂજા કરવાને કારણે બાબિલમાં બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યાં. .::. 2 પોતપોતાનાં દેશનાં શહેરોમાં જે પ્રથમ રહેવા આવ્યા તે ઇસ્રાએલીઓ હતા, યાજકો, લેવીઓ તથા મંદિરમાં કામ કરવાવાળા સેવકો હતા. .::. 3 યહૂદાના પુત્રોમાંના બિન્યામીનના પુત્રોમાંના, એફ્રાઇમના તથા મનાશ્શાના પુત્રોમાનાં જેઓ યરૂશાલેમમાં રહેતા હતા તેઓ આ છે: .::. 4 યહૂદાના પુત્ર પેરેસના વંશજોમાંથી બાનીના પુત્ર ઇમ્રીના પુત્ર ઓમ્રીના પુત્ર આમ્મીહૂદનો પુત્ર ઉથાય. .::. 5 બીજું કુટુંબ શીલોનીઓનું હતું. શીલોનીનો જ્યેષ્ઠ પુત્ર અસાયા અને તેના પુત્રો. .::. 6 ઝેરાહના પુત્રો: યેઉએલ અને તેનાં કુટુંબીજનો સર્વ મળીને 690 હતા. .::. 7 બિન્યામીનના કુલસમૂહના હાસ્સેનુઆહના પુત્ર હોદાવ્યાહના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ; .::. 8 યરોહામનો પુત્ર યિબ્નિયા, મિખ્રીના પુત્ર ઉઝઝીનો પુત્ર એલાહ, યિબ્નિયાના પુત્ર રેઉએલના પુત્ર શફાટયાનો પુત્ર મશુલ્લામ; .::. 9 તેઓની વંશાવળી પ્રમાણે તેઓના ભાઇઓ 956 જેટલા હતા. એ સર્વ પુરુષો તેઓના પિતૃઓનાં કુટુંબોનાં સરદારો હતા. .::. 10 જે યાજકો પાછા ફર્યા તે યદાયા, યહોયારીબ અને યાખીન; .::. 11 અઝાર્યા જે અહીટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામના પુત્ર હિલ્કયાનો પુત્ર- દેવના મંદિરનો મુખ્ય કારભારી હતો. .::. 12 ત્યાં અદાયા યહોરામનો પુત્ર હતો. યહોરામ પાશ્હૂરનો પુત્ર હતો. પાશ્હૂર માલ્કિયાનો પુત્ર હતો. અને ત્યાં અદીએલનો પુત્ર માઅસાય હતો. અદીએલ તે યાહઝેરાહનો પુત્ર હતો. યાહઝેરાહ તે મશુલ્લામનો પુત્ર હતો અને મશુલ્લામ મશિલ્લેમીથનો પુત્ર હતો. મશિલ્લેમીથ ઇમ્મેરનો પુત્ર હતો. .::. 13 આ બધાં અને તેઓના ભાઇઓ, તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, 1,760 યાજકો હતા. તેઓ દેવના મંદિરની સેવાના કામમાં ઘણા કુશળ પુરુષો હતા. .::. 14 લેવીઓમાંના મરારીના કુલસમૂહોના; તેના પુત્ર હશાબ્યા; હશાબ્યાના પુત્ર આઝીર્કામ; આઝીર્કામના પુત્ર હાશ્શૂબ; હાશ્શૂબના પુત્ર શમાયા. .::. 15 બાકબાક્કાર, હેરેશ તથા ગાલાલ, ને આસાફના પુત્ર ઝિખ્રીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા. .::. 16 ઓબાદ્યા એ શમાયાનો પુત્ર હતો. શમાયા ગાલાલનો પુત્ર હતો. ગાલાલ યદૂથૂનનો પુત્ર હતો, અને બેરેખ્યા આસાનો પુત્ર હતો. આસા એલ્કાનાહનો પુત્ર હતો. તેઓ નટોફાથીઓનાઁ ગામોના રહેવાસીઓ હતા. .::. 17 દ્વારપાળો; શાલ્લુમ મુખ્ય દ્વારપાળ આક્કુબ, ટાલ્મોન, અને અહીમાન અને તેના સગાવહાલા. .::. 18 આ બધાં લેવી કુલસમૂહના હતા. પૂર્વ દિશાના રાજદ્વારની જવાબદારી તેમના માથે હતી. .::. 19 શાલ્લુમ તે કોરનો પુત્ર, તે એબ્યાસાફનો પુત્ર, તે કોરાહનો પુત્ર, અને શાલ્લુમ અને તેના પિતાના કુટુંબના તેના ભાઇઓ, એટલે કોરાહીઓ, તેઓ મંડપના દ્વારપાળો હતા; તેઓના પિતૃઓ પવિત્ર મંડપના પ્રવેશદ્વારની રક્ષા કરતાં હતા. .::. 20 ત્યારે એલઆઝારનો પુત્ર ફીનહાસ તેઓનો પ્રથમ ઉપરી હતો અને યહોવા તેની સાથે હતો. .::. 21 મશેલેમ્યાનો પુત્ર ઝખાર્યા મુલાકાતમંડપનો દ્વારપાળ હતો. .::. 22 એ સર્વને દરવાજાના દ્વારપાળ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ 212 જણા હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી મુજબ ગણાયા હતા તેઓને દાઉદે તથા પ્રબોધક શમુએલે ચોક્કસ નક્કી કરેલા કામ પર નીમ્યા હતા. .::. 23 આમ તેઓનું તથા તેઓના વંશજોનું કામ યહોવાના મંદિરનાં દ્વારોની એટલે મુલાકાતમંડપની વારા પ્રમાણે ચોકી કરીને સંભાળ રાખવાનું હતું. .::. 24 દ્વારપાળો ચારેબાજુએ હતા. એટલે પૂર્વ, પશ્ચિમ ઉત્તર તથા દક્ષિણ. .::. 25 તેઓના જે ભાઇઓ તેઓનાં ગામોમાં હતા, તેઓને સાત સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે ભાગ લેવા આવવાનુ હતુ. .::. 26 ચાર મુખ્ય દ્વારપાળો લેવીઓ હતા. દેવના મંદિરની ઓરડીઓ અને ભંડારો સંભાળવાની મોટી જવાબદારી તેઓ પર હતી. .::. 27 તેઓની જવાબદારી મહત્વની હોવાથી તેઓ દેવના ઘરની પાસે દરેક રાત ગુજારતાં હતા અને પ્રતિદિન સવારે દરવાજાઓ ઉધાડતા હતા. .::. 28 તેઓમાંના કેટલાકને બલીદાન અને આરાધનામાં વપરાતા વિવિધ પાત્રોની જવાબદારી સોંપી હતી. તેઓ ચોકસાઇથી પાત્રો બહાર લઇ જતા અને પાછા લાવતા. .::. 29 બીજાઓ વાસણોની અને બધી ઉપાસનાની સામગ્રીની તેમજ લોટ, દ્રાક્ષારસ, તેલ, ધૂપ અને અત્તરોની સંભાળ રાખતા હતા. .::. 30 અત્તરોની મેળવણી કરવાનું કામ યાજકોનું હતું. .::. 31 ભાખરી શેકવાની કાયમી જવાબદારી કોરાહના વંશના શાલ્લુમના મોટા પુત્ર લેવી માત્તિથ્યાની હતી. કારણકે તે વિશ્વાસપાત્ર હતો. .::. 32 દરેક વિશ્રામવારે મેજ પર પ્રદશિર્ત કરવા માટેની તાજી રોટલી બનાવવાની જવાબદારી કોરાહના વંશના બીજા કેટલાંક માણસોની હતી. .::. 33 કેટલાંક લેવી કુટુંબોને મંદિરમાં સંગીતનું કામ સોંપવામાં આવ્યુ હતું. એ કુટુંબના વડાઓ મંદિરનાં જ મકાનોમાં રહેતા હતા અને તેમને રાત દિવસ ફરજ બજાવવાની હોવાથી તેમને બીજી સેવાઓમાંથી મુકત રાખવામાં આવ્યા હતા. .::. 34 એ બધાં વંશાવળી મુજબ લેવીઓના કુટુંબના વડા હતા અને યરૂશાલેમમાં રહેતા હતા. .::. 35 યેઇએલ ગિબયોનનો સંસ્થાપક હતો. તે ગિબયોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માઅખાહ હતું. .::. 36 યેઇએલના પુત્રો: આબ્દોન જ્યેષ્ઠ પુત્ર, સૂર, કીશ, બઆલ, નેર, નાદાબ હતા, .::. 37 ગદોર, આહ્યો, ઝખાર્યા અને મિકલોથ. .::. 38 મિકલોથ તેના પુત્ર શિમઆમ સાથે યરૂશાલેમમાં તેના કુટુંબીજનોની નજીક રહેતો હતો. .::. 39 નેર કીશના પિતા હતા, કીશ શાઉલના પિતા હતા અને શાઉલ યોનાથાન, માલ્કીશૂઆ, અબીનાદાબ અને એશ્બઆલના પિતા હતા. .::. 40 યોનાથાન મરીબબઆલના પિતા હતા. મરીબબઆલ મીખાહના પિતા હતા. .::. 41 મીખાહના પુત્રો: પીથોન, મેલેખ, તાહરેઆ અને આહાઝ. .::. 42 આહાઝ યારાહના પિતા હતા, યારાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રીનો પુત્ર મોસા હતો. .::. 43 મોસાના વંશજો: બિનઆ, તેનો પુત્ર રફાયા, રફાયાનો પુત્ર એલઆસાહ અને તેનો પુત્ર આસેલ .::. 44 આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરુ, ઇશ્માએલ, શઆર્યા, ઓબાદ્યા અને હાનાન.
  • 1 Chronicles Chapter 1  
  • 1 Chronicles Chapter 2  
  • 1 Chronicles Chapter 3  
  • 1 Chronicles Chapter 4  
  • 1 Chronicles Chapter 5  
  • 1 Chronicles Chapter 6  
  • 1 Chronicles Chapter 7  
  • 1 Chronicles Chapter 8  
  • 1 Chronicles Chapter 9  
  • 1 Chronicles Chapter 10  
  • 1 Chronicles Chapter 11  
  • 1 Chronicles Chapter 12  
  • 1 Chronicles Chapter 13  
  • 1 Chronicles Chapter 14  
  • 1 Chronicles Chapter 15  
  • 1 Chronicles Chapter 16  
  • 1 Chronicles Chapter 17  
  • 1 Chronicles Chapter 18  
  • 1 Chronicles Chapter 19  
  • 1 Chronicles Chapter 20  
  • 1 Chronicles Chapter 21  
  • 1 Chronicles Chapter 22  
  • 1 Chronicles Chapter 23  
  • 1 Chronicles Chapter 24  
  • 1 Chronicles Chapter 25  
  • 1 Chronicles Chapter 26  
  • 1 Chronicles Chapter 27  
  • 1 Chronicles Chapter 28  
  • 1 Chronicles Chapter 29  
×

Alert

×

Gujarati Letters Keypad References