પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

1 Samuel Chapter 6

1. યહોવાનો પવિત્રકોશ પલિસ્તીઓની ભૂમિમાં સાત મહિના હતો. 2. પછી પલિસ્તીઓએ પોતાના જાદુગરોને અને યાજકોનેે બોલાવીને પૂછયું, “યહોવાના કરારકોશનું આપણે શું કરીશું? અમને કહો કે શી રીતે એનેે પાછો એના ઠેકાણે મોકલવો? તે અમને કહો.” 3. તેઓએ જવાબ આપ્યો, “જો તમાંરે યહોવાના પવિત્રકોશને તેની જગ્યાએ પાછો મોકલવો હોય, તો તે ખાલી મોકલશો નહિ. તેને દોષાર્થાપણે સાથે મોકલો જેથી ઇસ્રાએલના દેવ તમને માંફ કરે.” 4. પલિસ્તીઓએ કહ્યું, “આપણને માંફ કરવા માંટે આપણે ઇસ્રાએલના દેવને અર્પણમાં શુ મોકલવું?”તેથી તેઓએ કહ્યું, “આપણી પાસે પાઁચ પલિસ્તી સરદારો છે, તેથી આપણે ઉંદરના પાંચ સોનાના નમૂના અને ગુમડાં જેવા લાગતા પાંચ સોનાના નમૂના મોકલવા જોઇએ કારણ તમને અને તમાંરા સરદારો તે જ મુશ્કેલીથી પીડાતા હતા. 5. ઉંદરો દેશનો નાશ કરી રહ્યાં હતા, અને લોકો પણ ગુમડાંથી હેરાન થયા. તેથી ઉંદરના પાંચ સોનાના નમૂના અને ગુમડાં ના પાંચ સોનાના નમૂના બનાવો અને ઇસ્રાએલના દેવને તેમની પ્રશંસામાં અર્પણ કરો. જેથી દેવ તમને તમાંરા દેવોને અને તમાંરી ભૂમિને સજા કરવાનું બંધ કરે. 6. ફારુન અને મિસરીઓની જેમ હઠીલા થશો નહિં! યાદ રાખજો કે તેમણે ઇસ્રાએલીઓને મિસરમાંથી જવા ન દીધા ત્યાં સુધી દેવે તેમને હેરાન કર્યા હતા. 7. “હવે એક નવું ગાડું તૈયાર કરો, અને જેને કદી ખેતરોમાં ખેડવા માંટે ન વાપર્યું હોય, અને હાલમાં જ વાછરડાં જન્મ્યાં તેવી બે ગાય મંગાવો, વાછરડાઓને તેની માંતાઓ પાછળ જવા ન દેતા. ગાયોને ગાડે જોડો, તેમનાં વાછરડાંને વાડામાં પાછા મોકલો. 8. પછી પવિત્ર કોશને ગાડા ઉપર મૂકો. કોશની બાજુની થેલીમાં સોનાનાં નમૂનાઓ મુકો. સોનાનાં નમૂનાઓ તમાંરા પાપોને માંફ કરવા માંટે દેવને ભેટ છે. પછી ગાડાને સીધું તેના રસ્તે મોકલો. 9. ગાડા ઉપર નજર રાખો. આ ભયંકર આફત ઇસ્રાએલના દેવ યહોવાથી આપણી પર આવી છે. પણ જો એ બેથ-શેમેશ ન જાય તો આ ભયંકર આફત યહોવાથી નથી આવી, તે આપમેળે અણધાર્યું થયું છે.” 10. પછી તે લોકોએ એ પ્રમાંણે કર્યુ. તેમણે બે દૂઝણી ગાયો લીધી અને તેમને ગાડાએ જોડી અને તેમનાં વાછરડાંને કોઢમાં પૂરી દીધાં. 11. તેમણે દેવના પવિત્રકોશને ગાડામાં મૂકી અને તેની સાથે સોનાનાં ઉંદરો અને સોનાનાં ગુમડાના નમૂનાઓ મૂક્યા. 12. ગાયો સીધી બેથ-શેમેશને માંગેર્ ચાલવા માંડી. તેઓ ભાંભરડા નાખતી ડાબે કે જમણે હાથે વળ્યા વગર સીધીને સીધી ચાલતી રહી. પલિસ્તી સરદારો બેથ-શેમેશની સરહદ સુધી તેમની પાછળ પાછળ ગયા. 13. તે વખતે બેથ-શેમેશના લોકો ખીણમાં, નીચાણમાં ઘઉં કાપતા હતા. એકાએક ઊંચું જોતાં જ પવિત્રકોશ તેમની નજરે પડ્યો, અને એને જોઈને તેઓ આનંદમાં આવી ગયા. 14. ગાડું બેથ-શેમેશના યહોશુઆના ખેતરમાં આવ્યું. તે એક મોટા ખડક પાસે ઊભું રહ્યું, લોકોએ લાકડાનું ગાડું તોડી નાખ્યું અને તેઓએ ગાયોને યહોવાની પ્રશંસામાં અર્પણ કરી નાખી. 15. પછી લેવીઓએ યહોવાનો પવિત્રકોશ અને સોનાના દાગીનાવાળો દાબડો ઉતારી લીધાં અને પેલા મોટા પથ્થર ઉપર મૂકયાં, પછી બેથ-શેમેશના લોકોએ તે દિવસે યહોવાને દહનાર્પણો ચડાવ્યાં. 16. પાંચ પલિસ્તી શાસનકર્તાઓએ આ બધું જોયંુ અને તે જ દિવસે પાછા એક્રોન ચાલ્યા ગયા. 17. આ રીતે પલિસ્તીઓએ દર એક પલિસ્તી નગર માંટે ગૂમડાંના સોનાના નમુનાઓ પોતાના પાપોના પ્રાયશ્ચિત તરીકે મોકલ્યા આ નગરો છે આશ્દોદ, ગાઝા, આશ્કલોન, ગાથ અને એક્રોન. 18. પલિસ્તીઓએ પાંચ પલિસ્તી શાસનકર્તાઓના કિલ્લાબંધી નગરોની સંખ્યા પ્રમાંણે ઉંદરોના સોનાના નમૂના મોકલ્યા.બેથ-શેમેશના લોકોએ દેવના પવિત્રકોશને ખડક પર મુક્યો. આ ખડક હજી પણ બેથ-શેમેશમાં યહોશુઆનાં ખેતરમાં છે. 19. જ્યારે પવિત્રકોશ બેથ-શેમેશ પહોચ્યો, તો સામાંન્ય લોકોએ તે જોયું ત્યાં કોઇ યાજક ન હતા, તેથી યહોવા ગુસ્સે થયા અને 50,070 લોકોને માંરી નાખ્યા. બેથ-શેમેશનાં લોકો રડ્યા અને શોક મનાવ્યો; કેમકે દેવે તેમને બહું કઠોર રીતે સજા કરી હતી. 20. બેથ-શેમેશના લોકો ચિંતા કરવા લાગ્યા. કહેવા લાગ્યા, “આ પવિત્ર દેવ આગળ કોણ ટકી શકે એમ છે? આ પવિત્રકોશને અહીથી ક્યાં મોકલવો?” 21. તેમણે કિર્યાથ-યઆરીમ લોકોને સંદેશો મોકલ્યો કે, “પલિસ્તીઓએ યહોવાનો પવિત્રકોશ પાછો સોંપી દીધો છે. તમે નીચે ઊતરીને તે તમાંરે ત્યાં લઈ જાઓ.”
1. યહોવાનો પવિત્રકોશ પલિસ્તીઓની ભૂમિમાં સાત મહિના હતો. .::. 2. પછી પલિસ્તીઓએ પોતાના જાદુગરોને અને યાજકોનેે બોલાવીને પૂછયું, “યહોવાના કરારકોશનું આપણે શું કરીશું? અમને કહો કે શી રીતે એનેે પાછો એના ઠેકાણે મોકલવો? તે અમને કહો.” .::. 3. તેઓએ જવાબ આપ્યો, “જો તમાંરે યહોવાના પવિત્રકોશને તેની જગ્યાએ પાછો મોકલવો હોય, તો તે ખાલી મોકલશો નહિ. તેને દોષાર્થાપણે સાથે મોકલો જેથી ઇસ્રાએલના દેવ તમને માંફ કરે.” .::. 4. પલિસ્તીઓએ કહ્યું, “આપણને માંફ કરવા માંટે આપણે ઇસ્રાએલના દેવને અર્પણમાં શુ મોકલવું?”તેથી તેઓએ કહ્યું, “આપણી પાસે પાઁચ પલિસ્તી સરદારો છે, તેથી આપણે ઉંદરના પાંચ સોનાના નમૂના અને ગુમડાં જેવા લાગતા પાંચ સોનાના નમૂના મોકલવા જોઇએ કારણ તમને અને તમાંરા સરદારો તે જ મુશ્કેલીથી પીડાતા હતા. .::. 5. ઉંદરો દેશનો નાશ કરી રહ્યાં હતા, અને લોકો પણ ગુમડાંથી હેરાન થયા. તેથી ઉંદરના પાંચ સોનાના નમૂના અને ગુમડાં ના પાંચ સોનાના નમૂના બનાવો અને ઇસ્રાએલના દેવને તેમની પ્રશંસામાં અર્પણ કરો. જેથી દેવ તમને તમાંરા દેવોને અને તમાંરી ભૂમિને સજા કરવાનું બંધ કરે. .::. 6. ફારુન અને મિસરીઓની જેમ હઠીલા થશો નહિં! યાદ રાખજો કે તેમણે ઇસ્રાએલીઓને મિસરમાંથી જવા ન દીધા ત્યાં સુધી દેવે તેમને હેરાન કર્યા હતા. .::. 7. “હવે એક નવું ગાડું તૈયાર કરો, અને જેને કદી ખેતરોમાં ખેડવા માંટે ન વાપર્યું હોય, અને હાલમાં જ વાછરડાં જન્મ્યાં તેવી બે ગાય મંગાવો, વાછરડાઓને તેની માંતાઓ પાછળ જવા ન દેતા. ગાયોને ગાડે જોડો, તેમનાં વાછરડાંને વાડામાં પાછા મોકલો. .::. 8. પછી પવિત્ર કોશને ગાડા ઉપર મૂકો. કોશની બાજુની થેલીમાં સોનાનાં નમૂનાઓ મુકો. સોનાનાં નમૂનાઓ તમાંરા પાપોને માંફ કરવા માંટે દેવને ભેટ છે. પછી ગાડાને સીધું તેના રસ્તે મોકલો. .::. 9. ગાડા ઉપર નજર રાખો. આ ભયંકર આફત ઇસ્રાએલના દેવ યહોવાથી આપણી પર આવી છે. પણ જો એ બેથ-શેમેશ ન જાય તો આ ભયંકર આફત યહોવાથી નથી આવી, તે આપમેળે અણધાર્યું થયું છે.” .::. 10. પછી તે લોકોએ એ પ્રમાંણે કર્યુ. તેમણે બે દૂઝણી ગાયો લીધી અને તેમને ગાડાએ જોડી અને તેમનાં વાછરડાંને કોઢમાં પૂરી દીધાં. .::. 11. તેમણે દેવના પવિત્રકોશને ગાડામાં મૂકી અને તેની સાથે સોનાનાં ઉંદરો અને સોનાનાં ગુમડાના નમૂનાઓ મૂક્યા. .::. 12. ગાયો સીધી બેથ-શેમેશને માંગેર્ ચાલવા માંડી. તેઓ ભાંભરડા નાખતી ડાબે કે જમણે હાથે વળ્યા વગર સીધીને સીધી ચાલતી રહી. પલિસ્તી સરદારો બેથ-શેમેશની સરહદ સુધી તેમની પાછળ પાછળ ગયા. .::. 13. તે વખતે બેથ-શેમેશના લોકો ખીણમાં, નીચાણમાં ઘઉં કાપતા હતા. એકાએક ઊંચું જોતાં જ પવિત્રકોશ તેમની નજરે પડ્યો, અને એને જોઈને તેઓ આનંદમાં આવી ગયા. .::. 14. ગાડું બેથ-શેમેશના યહોશુઆના ખેતરમાં આવ્યું. તે એક મોટા ખડક પાસે ઊભું રહ્યું, લોકોએ લાકડાનું ગાડું તોડી નાખ્યું અને તેઓએ ગાયોને યહોવાની પ્રશંસામાં અર્પણ કરી નાખી. .::. 15. પછી લેવીઓએ યહોવાનો પવિત્રકોશ અને સોનાના દાગીનાવાળો દાબડો ઉતારી લીધાં અને પેલા મોટા પથ્થર ઉપર મૂકયાં, પછી બેથ-શેમેશના લોકોએ તે દિવસે યહોવાને દહનાર્પણો ચડાવ્યાં. .::. 16. પાંચ પલિસ્તી શાસનકર્તાઓએ આ બધું જોયંુ અને તે જ દિવસે પાછા એક્રોન ચાલ્યા ગયા. .::. 17. આ રીતે પલિસ્તીઓએ દર એક પલિસ્તી નગર માંટે ગૂમડાંના સોનાના નમુનાઓ પોતાના પાપોના પ્રાયશ્ચિત તરીકે મોકલ્યા આ નગરો છે આશ્દોદ, ગાઝા, આશ્કલોન, ગાથ અને એક્રોન. .::. 18. પલિસ્તીઓએ પાંચ પલિસ્તી શાસનકર્તાઓના કિલ્લાબંધી નગરોની સંખ્યા પ્રમાંણે ઉંદરોના સોનાના નમૂના મોકલ્યા.બેથ-શેમેશના લોકોએ દેવના પવિત્રકોશને ખડક પર મુક્યો. આ ખડક હજી પણ બેથ-શેમેશમાં યહોશુઆનાં ખેતરમાં છે. .::. 19. જ્યારે પવિત્રકોશ બેથ-શેમેશ પહોચ્યો, તો સામાંન્ય લોકોએ તે જોયું ત્યાં કોઇ યાજક ન હતા, તેથી યહોવા ગુસ્સે થયા અને 50,070 લોકોને માંરી નાખ્યા. બેથ-શેમેશનાં લોકો રડ્યા અને શોક મનાવ્યો; કેમકે દેવે તેમને બહું કઠોર રીતે સજા કરી હતી. .::. 20. બેથ-શેમેશના લોકો ચિંતા કરવા લાગ્યા. કહેવા લાગ્યા, “આ પવિત્ર દેવ આગળ કોણ ટકી શકે એમ છે? આ પવિત્રકોશને અહીથી ક્યાં મોકલવો?” .::. 21. તેમણે કિર્યાથ-યઆરીમ લોકોને સંદેશો મોકલ્યો કે, “પલિસ્તીઓએ યહોવાનો પવિત્રકોશ પાછો સોંપી દીધો છે. તમે નીચે ઊતરીને તે તમાંરે ત્યાં લઈ જાઓ.”
  • 1 Samuel Chapter 1  
  • 1 Samuel Chapter 2  
  • 1 Samuel Chapter 3  
  • 1 Samuel Chapter 4  
  • 1 Samuel Chapter 5  
  • 1 Samuel Chapter 6  
  • 1 Samuel Chapter 7  
  • 1 Samuel Chapter 8  
  • 1 Samuel Chapter 9  
  • 1 Samuel Chapter 10  
  • 1 Samuel Chapter 11  
  • 1 Samuel Chapter 12  
  • 1 Samuel Chapter 13  
  • 1 Samuel Chapter 14  
  • 1 Samuel Chapter 15  
  • 1 Samuel Chapter 16  
  • 1 Samuel Chapter 17  
  • 1 Samuel Chapter 18  
  • 1 Samuel Chapter 19  
  • 1 Samuel Chapter 20  
  • 1 Samuel Chapter 21  
  • 1 Samuel Chapter 22  
  • 1 Samuel Chapter 23  
  • 1 Samuel Chapter 24  
  • 1 Samuel Chapter 25  
  • 1 Samuel Chapter 26  
  • 1 Samuel Chapter 27  
  • 1 Samuel Chapter 28  
  • 1 Samuel Chapter 29  
  • 1 Samuel Chapter 30  
  • 1 Samuel Chapter 31  
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

gujarati Letters Keypad References