પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
2 શમએલ

2 શમએલ પ્રકરણ 17

1 અહીથોફેલે આબ્શાલોમને કહ્યું, “આજે રાત્રે મને 12,000 માંણસો પસંદ કરવા દો. હું આજે રાત્રે જ દાઉદનો પીછો કરવા નીકળી પડીશ. 2 જયારે તે થાકેલો અને હતાશ હશે ત્યારે હું તેની પાસે જઇશ અને તેને ગભરાવીશ. અને તેના બધા માંણોસો ભાગી જશે અને હું જ રાજાને માંરી નાખીશ. 3 અને તેના બધા માંણસોને, તારી પાસે પાછા લાવીશ. તમાંરે તો ફકત એક જ માંણસને માંરવાનો છે, બીજા બધા સુરક્ષિત રહેશે.” 4 આબ્શાલોમ અને ઇસ્રાએલના આગેવાનોને આ સલાહ ગમી. 5 પછી આબ્શાલોમે કહ્યું, “આકીર્ હૂશાયને બોલાવો. આ યોજના સંબંધી તે શું વિચારે છે તે તેને પૂછો.” 6 હૂશાય આવ્યો એટલે આબ્શાલોમે તેને કહ્યું, “અહીથોફેલ કહે છે, તે મુજબ અમે કરીએ? જો તેમ કરવું યોગ્ય ના હોય તો પછી શું કરવું તે તું જ કહે.” 7 હૂશાયે જવાબ આપ્યો, “આ વખતે અહીથોફેલે જે સલાહ આપી છે તે અયોગ્ય છે.” 8 તને ખબર છે કે, તારા પિતા અને તેના માંણસો બહુ હિંમતવાન છે. જેમ બચ્ચાં છીનવી લીધેલ જંગલી રીંછણ જોખમકારક બની જાય છે, તેવી જ રીતે તારા પિતા અને તેના માંણસો ભયાવહ છે. તારા પિતા એક અનુભવી યોદ્ધા છે, અને રાત્રે તે તેના લશ્કર સાથે રહેતા નથી. 9 આ સમયે તે કોઈ ગુફામાં કે ઊંડી સાંકડી ખીણમાં સંતાયેલો હશે. તે તેના સંતાઇ રહેવાના સ્થાનેથી અચાનક બહાર આવશે અને સૌથી પહેલા તારા માંણસો પર હુમલો કરશે પછી જે કોઇ આ વિષે સાંભળશે તેઓ કહેશે. ‘આબ્શાલોમના લોકોનો સંહાર થઈ રહ્યો છે.’ 10 ત્યાર પછી સિંહ જેવા બહાદુર માંણસો પણ નિરાશ થઇ જશે. અને હાર માંની લેશે. કારણ આખું ઇસ્રાએલ જાણે છે કે તારા પિતા શૂરવીર યોદ્ધા છે અને તેના માંણસો પણ. 11 “તેથી માંરી સલાહ છે કે, દાનથી બેર-શેબા સુધીના સર્વ ઇસ્રાએલીઓને તેઓ સૌનેે તું એકઠા કર. આમ સમુદ્રની રેતીની જેમ ઘણાં સૈનિકોથી તારું સૈન્ય વિશાળ થઇ જશે, અને પછી તારે જાતે જ યુદ્ધનાં લશ્કરની આગેવાની લેવી પડશે. 12 દાઉદ જયાં હશે, ત્યાંથી આપણે તેને શોધી કાઢીશું. અને ઝાકળ જેમ જમીન પર પડે છે તેમ આપણે તેના ઉપર હુમલો કરીશું અને તેને કે તેના લશ્કરના એક પણ માંણસને આપણે જીવતો જવા નહિ દઈએ, અને દરેકને માંરી નાંખીશું. 13 અને જો કોઈ નગરમાં ભાગી ગયો હશે, તો સર્વ ઇસ્રાએલીઓ દોરડાં લઈ તેની દીવાલ તોડી પાડશે. અને તેઓને ખીણમાં ઘસડીને લઇ જશે અને એક નાની કાંકરીએ નગરમાં રહેવા નહિ પામે.” 14 ત્યારબાદ આબ્શાલોમે તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ કહ્યું, “હૂશાયની સલાહ અહીથોફેલની સલાહ કરતા વધારે સારી છે.” યહોવાએ અહીથોફેલની સારી સલાહને મીટાવી દેવાનું નક્કી કર્યુ હતું, જેથી દેવ આબ્શાલોમનું ખરાબ કરે. 15 હૂશાયે યાજક સાદોક અને અબ્યાથારને કહ્યું, “અહીથોફેલ આબ્શાલોમને અને ઇસ્રાએલીના આગેવાનોને આ પ્રમાંણેની સલાહ આપી હતી, પણ મેં આ મુજબની સલાહ આપી હતી. 16 હૂશાયએ તેઓને કહ્યું, ઉતાવળ કરો, દાઉદને શોધી કાઢો અને તેને કહો જે સ્થળો ઓળંગીને લોકો રણમાં જાય છે ત્યાં આજે રાત્રે ન રહે એને કહો તે તાત્કાલિક યર્દન નદી ઓળંગી જાય, નહિ તો રાજા અને તેના સર્વ માંણસો માંર્યા જશે.” 17 યોનાથાન અને અહીમાંઆસ એન-રોગેલ પાસે થોભ્યા હતા, કારણ કે જો તેઓ શહેરમાં દાખલ થાય તો કોઈ જોઈ જાય એક દાસી જે કાંઇ બને તે તેમને જઈને કહેતી હતી અને ત્યારબાદ તેઓ જે કાંઇ બન્યું હોય તે રાજા દાઉદને જણાવતાં હતાં. 18 પરંતુ યોનાથાન અને અહીમાંઆસને એક છોકરો જોઈ ગયો અને તે આબ્શાલોમને કહેવા દોડી ગયો આથી એ બે જણા તાબડતોબ ‘બાહૂરીમ’ પાસે એક માંણસને ઘેર ગયા. ત્યાં તેના ફળિયામાં એક કૂવો હતો, તેમાં તેઓ નીચે ઊતરી ગયાં. 19 તે માંણસની પત્નીએ કૂવા પર એક ચાદર પાથરી. અને તેના પર સૂકવવા અનાજ પાથરી દીધું, જેથી કોઈને કશી ખબર ન પડે. 20 આબ્શાલોમના અમલદારોએ ઘેર આવીને તે સ્ત્રીને પૂછયું, “અહીમાંઆસ અને યોનાથાન કયાં છે?”તે સ્ત્રીએ કહ્યુ. “તેઓ તો નદી ઓળંગીને ચાલ્યા ગયા છે.”તે માંણસોએ તેમની શોધ કરી પણ સફળતા મળી નહિ, એટલે તેઓ યરૂશાલેમ પાછા ફર્યા. 21 તેમના ગયા પછી પેલા બે માંણસોએ કૂવામાંથી બહાર નીકળી રાજા દાઉદ પાસે જઈને કહ્યું, “ઝટ કરો, આજે રાત્રે જ યર્દન નદીની પાર જતા રહો!” અહીથોફેલે દાઉદને બંદીવાન કરી તેનો સંહાર કરવા જે સલાહ આપી હતી તે તેઓ તેને કહી સંભળાવી. 22 આથી દાઉદ અને તેની સાથેના માંણસો યર્દન નદી ઓળંગવા લાગ્યા અને સૂર્યોદય થતાં પહેલાં બધા સામે પાર પહોંચી ગયા. 23 અહીથોફેલે જોયું કે પોતાની સલાહ માંનવામાં આવી ન હતી, ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું અને પોતાના નગરમાં ગયો; પોતાના કુટુંબની વ્યવસ્થા કરીને પછી તે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબર પાસે દફનાવવામાં આવ્યો. 24 તે પછી દાઉદ ઉતાવળથી માંહનાઈમ ગયો, તે દરમ્યાન આબ્શાલોમે ઇસ્રાએલના સમગ્ર પ્રજાજનો સાથે યર્દન ઓળંગી. 25 અને આબ્શાલોમે યોઆબની જગાએ અમાંસાને લશ્કરનો સેનાપતિ નીમ્યો. અમાંસા યિર્થા ઇસ્રાએલીનો પુત્ર હતો. તેની માં ઇસ્રાએલી હતી અને તેનું નામ અબીગાઈલ હતું. તે નાહાશની પુત્રી અને યોઆબની માં સરૂયાની બહેન હતી. 26 આબ્શાલોમ અને ઇસ્રાએલીઓએ ગિલયાદના પ્રદેશમાં છાવણી નાખી. 27 જયારે દાઉદ મહાનાઈમ પહોંચ્યો ત્યારે તે રાબ્બાહના આમ્મોની નાહાશનો પુત્ર શોબીને લો દબારના આમ્મીએલનો પુત્ર માંખીર, તથા રોગલીમનો, ગિલયાદીના બાઝિર્લ્લાયને મળ્યો. 28 તેઓ ખાટલા, વાસણો, હાઁલ્લાં, ઘઉં, જવ, લોટ, અને ધાણી કઠોળ અને મસૂર, 29 મધ અને દહીં, ઘેટાં અને પનીર લઈને તેમને મળ્યા, અને આ બધું દાઉદને અને તેનાં મૅંણસોને ખાવા માંટે આપ્યું, તેઓને થયું કે, “એ લોકો રાનમાં ભૂખ્યાં-તરસ્યાં થયા હશે અને થાકી ગયાં હશે.”
1. અહીથોફેલે આબ્શાલોમને કહ્યું, “આજે રાત્રે મને 12,000 માંણસો પસંદ કરવા દો. હું આજે રાત્રે જ દાઉદનો પીછો કરવા નીકળી પડીશ. 2. જયારે તે થાકેલો અને હતાશ હશે ત્યારે હું તેની પાસે જઇશ અને તેને ગભરાવીશ. અને તેના બધા માંણોસો ભાગી જશે અને હું જ રાજાને માંરી નાખીશ. 3. અને તેના બધા માંણસોને, તારી પાસે પાછા લાવીશ. તમાંરે તો ફકત એક જ માંણસને માંરવાનો છે, બીજા બધા સુરક્ષિત રહેશે.” 4. આબ્શાલોમ અને ઇસ્રાએલના આગેવાનોને આ સલાહ ગમી. 5. પછી આબ્શાલોમે કહ્યું, “આકીર્ હૂશાયને બોલાવો. આ યોજના સંબંધી તે શું વિચારે છે તે તેને પૂછો.” 6. હૂશાય આવ્યો એટલે આબ્શાલોમે તેને કહ્યું, “અહીથોફેલ કહે છે, તે મુજબ અમે કરીએ? જો તેમ કરવું યોગ્ય ના હોય તો પછી શું કરવું તે તું જ કહે.” 7. હૂશાયે જવાબ આપ્યો, “આ વખતે અહીથોફેલે જે સલાહ આપી છે તે અયોગ્ય છે.” 8. તને ખબર છે કે, તારા પિતા અને તેના માંણસો બહુ હિંમતવાન છે. જેમ બચ્ચાં છીનવી લીધેલ જંગલી રીંછણ જોખમકારક બની જાય છે, તેવી જ રીતે તારા પિતા અને તેના માંણસો ભયાવહ છે. તારા પિતા એક અનુભવી યોદ્ધા છે, અને રાત્રે તે તેના લશ્કર સાથે રહેતા નથી. 9. આ સમયે તે કોઈ ગુફામાં કે ઊંડી સાંકડી ખીણમાં સંતાયેલો હશે. તે તેના સંતાઇ રહેવાના સ્થાનેથી અચાનક બહાર આવશે અને સૌથી પહેલા તારા માંણસો પર હુમલો કરશે પછી જે કોઇ આ વિષે સાંભળશે તેઓ કહેશે. ‘આબ્શાલોમના લોકોનો સંહાર થઈ રહ્યો છે.’ 10. ત્યાર પછી સિંહ જેવા બહાદુર માંણસો પણ નિરાશ થઇ જશે. અને હાર માંની લેશે. કારણ આખું ઇસ્રાએલ જાણે છે કે તારા પિતા શૂરવીર યોદ્ધા છે અને તેના માંણસો પણ. 11. “તેથી માંરી સલાહ છે કે, દાનથી બેર-શેબા સુધીના સર્વ ઇસ્રાએલીઓને તેઓ સૌનેે તું એકઠા કર. આમ સમુદ્રની રેતીની જેમ ઘણાં સૈનિકોથી તારું સૈન્ય વિશાળ થઇ જશે, અને પછી તારે જાતે જ યુદ્ધનાં લશ્કરની આગેવાની લેવી પડશે. 12. દાઉદ જયાં હશે, ત્યાંથી આપણે તેને શોધી કાઢીશું. અને ઝાકળ જેમ જમીન પર પડે છે તેમ આપણે તેના ઉપર હુમલો કરીશું અને તેને કે તેના લશ્કરના એક પણ માંણસને આપણે જીવતો જવા નહિ દઈએ, અને દરેકને માંરી નાંખીશું. 13. અને જો કોઈ નગરમાં ભાગી ગયો હશે, તો સર્વ ઇસ્રાએલીઓ દોરડાં લઈ તેની દીવાલ તોડી પાડશે. અને તેઓને ખીણમાં ઘસડીને લઇ જશે અને એક નાની કાંકરીએ નગરમાં રહેવા નહિ પામે.” 14. ત્યારબાદ આબ્શાલોમે તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ કહ્યું, “હૂશાયની સલાહ અહીથોફેલની સલાહ કરતા વધારે સારી છે.” યહોવાએ અહીથોફેલની સારી સલાહને મીટાવી દેવાનું નક્કી કર્યુ હતું, જેથી દેવ આબ્શાલોમનું ખરાબ કરે. 15. હૂશાયે યાજક સાદોક અને અબ્યાથારને કહ્યું, “અહીથોફેલ આબ્શાલોમને અને ઇસ્રાએલીના આગેવાનોને આ પ્રમાંણેની સલાહ આપી હતી, પણ મેં આ મુજબની સલાહ આપી હતી. 16. હૂશાયએ તેઓને કહ્યું, ઉતાવળ કરો, દાઉદને શોધી કાઢો અને તેને કહો જે સ્થળો ઓળંગીને લોકો રણમાં જાય છે ત્યાં આજે રાત્રે ન રહે એને કહો તે તાત્કાલિક યર્દન નદી ઓળંગી જાય, નહિ તો રાજા અને તેના સર્વ માંણસો માંર્યા જશે.” 17. યોનાથાન અને અહીમાંઆસ એન-રોગેલ પાસે થોભ્યા હતા, કારણ કે જો તેઓ શહેરમાં દાખલ થાય તો કોઈ જોઈ જાય એક દાસી જે કાંઇ બને તે તેમને જઈને કહેતી હતી અને ત્યારબાદ તેઓ જે કાંઇ બન્યું હોય તે રાજા દાઉદને જણાવતાં હતાં. 18. પરંતુ યોનાથાન અને અહીમાંઆસને એક છોકરો જોઈ ગયો અને તે આબ્શાલોમને કહેવા દોડી ગયો આથી એ બે જણા તાબડતોબ ‘બાહૂરીમ’ પાસે એક માંણસને ઘેર ગયા. ત્યાં તેના ફળિયામાં એક કૂવો હતો, તેમાં તેઓ નીચે ઊતરી ગયાં. 19. તે માંણસની પત્નીએ કૂવા પર એક ચાદર પાથરી. અને તેના પર સૂકવવા અનાજ પાથરી દીધું, જેથી કોઈને કશી ખબર ન પડે. 20. આબ્શાલોમના અમલદારોએ ઘેર આવીને તે સ્ત્રીને પૂછયું, “અહીમાંઆસ અને યોનાથાન કયાં છે?”તે સ્ત્રીએ કહ્યુ. “તેઓ તો નદી ઓળંગીને ચાલ્યા ગયા છે.”તે માંણસોએ તેમની શોધ કરી પણ સફળતા મળી નહિ, એટલે તેઓ યરૂશાલેમ પાછા ફર્યા. 21. તેમના ગયા પછી પેલા બે માંણસોએ કૂવામાંથી બહાર નીકળી રાજા દાઉદ પાસે જઈને કહ્યું, “ઝટ કરો, આજે રાત્રે જ યર્દન નદીની પાર જતા રહો!” અહીથોફેલે દાઉદને બંદીવાન કરી તેનો સંહાર કરવા જે સલાહ આપી હતી તે તેઓ તેને કહી સંભળાવી. 22. આથી દાઉદ અને તેની સાથેના માંણસો યર્દન નદી ઓળંગવા લાગ્યા અને સૂર્યોદય થતાં પહેલાં બધા સામે પાર પહોંચી ગયા. 23. અહીથોફેલે જોયું કે પોતાની સલાહ માંનવામાં આવી ન હતી, ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું અને પોતાના નગરમાં ગયો; પોતાના કુટુંબની વ્યવસ્થા કરીને પછી તે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબર પાસે દફનાવવામાં આવ્યો. 24. તે પછી દાઉદ ઉતાવળથી માંહનાઈમ ગયો, તે દરમ્યાન આબ્શાલોમે ઇસ્રાએલના સમગ્ર પ્રજાજનો સાથે યર્દન ઓળંગી. 25. અને આબ્શાલોમે યોઆબની જગાએ અમાંસાને લશ્કરનો સેનાપતિ નીમ્યો. અમાંસા યિર્થા ઇસ્રાએલીનો પુત્ર હતો. તેની માં ઇસ્રાએલી હતી અને તેનું નામ અબીગાઈલ હતું. તે નાહાશની પુત્રી અને યોઆબની માં સરૂયાની બહેન હતી. 26. આબ્શાલોમ અને ઇસ્રાએલીઓએ ગિલયાદના પ્રદેશમાં છાવણી નાખી. 27. જયારે દાઉદ મહાનાઈમ પહોંચ્યો ત્યારે તે રાબ્બાહના આમ્મોની નાહાશનો પુત્ર શોબીને લો દબારના આમ્મીએલનો પુત્ર માંખીર, તથા રોગલીમનો, ગિલયાદીના બાઝિર્લ્લાયને મળ્યો. 28. તેઓ ખાટલા, વાસણો, હાઁલ્લાં, ઘઉં, જવ, લોટ, અને ધાણી કઠોળ અને મસૂર, 29. મધ અને દહીં, ઘેટાં અને પનીર લઈને તેમને મળ્યા, અને આ બધું દાઉદને અને તેનાં મૅંણસોને ખાવા માંટે આપ્યું, તેઓને થયું કે, “એ લોકો રાનમાં ભૂખ્યાં-તરસ્યાં થયા હશે અને થાકી ગયાં હશે.”
  • 2 શમએલ પ્રકરણ 1  
  • 2 શમએલ પ્રકરણ 2  
  • 2 શમએલ પ્રકરણ 3  
  • 2 શમએલ પ્રકરણ 4  
  • 2 શમએલ પ્રકરણ 5  
  • 2 શમએલ પ્રકરણ 6  
  • 2 શમએલ પ્રકરણ 7  
  • 2 શમએલ પ્રકરણ 8  
  • 2 શમએલ પ્રકરણ 9  
  • 2 શમએલ પ્રકરણ 10  
  • 2 શમએલ પ્રકરણ 11  
  • 2 શમએલ પ્રકરણ 12  
  • 2 શમએલ પ્રકરણ 13  
  • 2 શમએલ પ્રકરણ 14  
  • 2 શમએલ પ્રકરણ 15  
  • 2 શમએલ પ્રકરણ 16  
  • 2 શમએલ પ્રકરણ 17  
  • 2 શમએલ પ્રકરણ 18  
  • 2 શમએલ પ્રકરણ 19  
  • 2 શમએલ પ્રકરણ 20  
  • 2 શમએલ પ્રકરણ 21  
  • 2 શમએલ પ્રકરણ 22  
  • 2 શમએલ પ્રકરણ 23  
  • 2 શમએલ પ્રકરણ 24  
×

Alert

×

Gujarati Letters Keypad References