પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

1 Kings Chapter 3

1 સુલેમાંને મિસરના રાજા ફારુનની સાથે કરાર કર્યો, તેણે તેની પુત્રી સાથે લગ્ન કર્યા. તે તેને દાઉદનગરમાં લઈ આવ્યો. સુલેમાંનનો મહેલ, યહોવાનું મંદિર અને યરૂશાલેમની ફરતી દીવાલ બાંધવામાં આવી, ત્યાં સુધી તે ત્યાં રહીં. 2 તે સમયે યહોવાનું મંદિર હજી બંધાયુ ન હોવાથી લોકો પોતાના બલિદાનો ટેકરી પરના થાનક પર અર્પણ કરતા હતા. 3 સુલેમાંન પોતે યહોવા પર પ્રેમ રાખતો હતો અને તેના પિતા દાઉદે ઠરાવેલા તમાંમ નિયમો અને વિધિઓનું પાલન કરતો હતો. પરંતુ તે છતાં પણ તે ટેકરી પરના સ્થાનકો ઉપર જ બલિદાનો અર્પણ કરતો હતો અને ધૂપ પેટાવતો હતો. 4 પર્વતનાં શિખરો પર આવેલા બધાં સ્થાનકોમાં સૌથી વધારે પ્રખ્યાત ઉચ્ચસ્થાન ગિબયોનમાં હતું. રાજાએ ત્યાં જઈને 1,000 દહનાર્પણો અર્પણ કર્યા! 5 તે રાત્રે યહોવાએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યું અને કહ્યું, “તારે જે જોઈએ તે તું માંગી લે, હું તને તે આપીશ.” 6 ત્યારે સુલેમાંને જવાબ આપ્યો, “હે યહોવા, તમે માંરા પિતા દાઉદ પ્રત્યે પુષ્કળ પ્રેમ દર્શાવ્યો છે. કારણ કે તમાંરી સાથેના સંબંધમાં તે પ્રામાંણિક, સત્ય અને વિશ્વાસુ હતા, અને તમાંરી આજ્ઞાઓને આધીન હતા. વળી તમે તેને એક પુત્ર આપીને નાઆજે તેની જગ્યાએ રાજા બનાવ્યો છે તેના પ્રત્યેનો તમાંરો પ્રેમ બતાવ્યો છે. 7 હવે, ઓ માંરા યહોવા દેવ, તમે તમાંરા આ સેવકને માંરા પિતા દાઉદ પછી રાજા બનાવ્યો છે, જો કે હું તો હજી છોકરો છું. કયાં જવું અને શું કરવું એ હું જાણતો નથી. 8 હું અહીં તમાંરા પસંદ કરેલા લોકો વચ્ચે આવી પડયો છું. આ એક મહાન પ્રજા છે અને તેઓની સંખ્યા અગણિત છે! 9 તેથી, મને વિવેકબુદ્વિવાળું હૃદય આપો; જેથી કરીને હું ન્યાયપૂર્વક તમાંરા લોકો પર રાજ કરી શકું અને તેમને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવી શકું, નહિ તો તમાંરા મહાન લોકો પર કોણ રાજ કરી શકશે?” 10 સુલેમાંનની વિનંતીથી યહોવા પ્રસન્ન થયા. 11 અને તેણે સુલેમાંનને કહ્યું, “તેં આ માંગણી કરી છે અને પોતાના માંટે લાબું આયુષ્ય કે સંપત્તિ કે તારા દુશ્મનોનાં મોત પણ માંગ્યાઁ નથી, પરંતુ ન્યાય પૂર્વક લોકો પર રાજય કરવા માંટે ડહાપણ માંગ્યું છે, 12 અને એટલે જ જો, હું તારી માંગણી પૂરી કરું છું. હું તને એવું ડહાપણ અને સમજ શકિતવાળું હૃદય આપું છું કે, તારા પહેલાં તારા જેવો કોઈ થયો નથી અને તારા પછી કોઈ થવાનો નથી. 13 તદુપરાંત તેં જે માંગ્યું નથી; એ પણ હું તને આપીશ; સમૃદ્વિ અને સન્માંન! તારા જીવનપર્યંત તારા જેવો શ્રીમંત કે ખ્યાતનામ વિશ્વમાં અન્ય કોઈ થશે નહિ! 14 અને, જો તું તારા પિતાની જેમ માંરે માંગેર્ ચાલશે અને માંરી આજ્ઞાઓ, અને વિધિઓનું પાલન કરશે તો હું તને દીર્ઘાયુ આપીશ.” 15 પછી સુલેમાંન જાગી ગયો, તેને સમજાયું કે આ તો સ્વપ્ન છે. સુલેમાંન યરૂશાલેમ પાછો આવ્યો, અને યહોવાએ ખાસ ઇસ્રાએલ સાથે કરેલા કરારનામાં ધરાવતા પવિત્રકોશ સામે ઊભો રહ્યો, અને દહનાર્પણ તથા શાત્યર્પણ અર્પણ કર્યા. પછી તેણે તેના બધા અધિકારીઓ માંટે મિજબાની રાખી. 16 તે પછી બે વારાંગનાઓ રાજાની સમક્ષ આવીને ઊભી રહી. 17 પહેલી બોલી, “નામદાર, આ બાઈ અને હું એક જ ઘરમાં રહીએ છીએ. એક પુત્રને મેં ઘરમાં જન્મ આપ્યો એ જ્યારે ત્યાં માંરી સાથે હતી. 18 માંરી પ્રસૂતિ પછી ત્રીજે દિવસે તે સ્રીને પણ એક બાળક અવતર્યું. ઘરમાં અમે એકલાં જ હતાં; ઘરમાં ત્યાં બીજું કોઇ નહોતું. 19 એક રાત્રે ઊંઘમાં પાસું ફેરવતાં તેનો પુત્ર દબાઇને મૃત્યુ પામ્યો 20 પછી રાત્રે ઊઠીને તેણે માંરી પાસેથી માંરા પુત્રને મને ખબર ન પડે તેમ ઉઠાવી લીધો, તે વખતે હું ઊઁઘતી હતી તે દરમ્યાન તેણે માંરું બાળક પોતાની બાજુમાં મૂકયું અને તેનું મૃત બાળક માંરી બાજુમાં મૂક્યું. 21 જયારે સવારમાં હું માંરા બાળકને ધવડાવવા ઊઠી, તો તે મરેલો જણાયો, પણ અજવાળામાં મેં ધારીને જોયું તો ખબર પડી કે, એ મને અવતરેલું બાળક નહોતું.” 22 ત્યારે બીજી સ્ત્રી બોલી; “જે પુત્ર જીવતો છે એ તો માંરો, અને જે મરી ગયો છે તે તારો છે.” પ્રથમ સ્રીએ કહ્યું, “ના, મરેલો પુત્ર એ તારો છે, અને જે જીવતો છે, એ માંરો છે.” આમ તેઓ બંને પોતાની દલીલો રાજા સમક્ષ રજૂ કરવા લાગી. 23 રાજાએ મનમાં વિચાર કર્યો, “આ કહે છે કે, જીવતો છોકરો માંરો છે અને મરેલો તારો છે, જયારે પેલી સ્રી કહે છે કે, “એ વાત ખોટી છે, મરેલો તારો છે અને જીવતો માંરો છે.” 24 પછી તેણે કહ્યું, “મને એક તરવાર લાવી આપો.” એટલે રાજા આગળ તરવાર રજૂ કરવામાં આવી. 25 પછી રાજાએ કહ્યું, “આ જીવતા બાળકના બે ભાગ કરો અને બંને સ્રીઓને એક એક ભાગ આપો!” 26 આ સાંભળીને જીવતા બાળકની સાચી માંતાના હૃદયમાં પ્રેમની લાગણી જન્મી અને તેણે રાજાને કહ્યું, “નામદાર, બાળક ભલે એને આપી દો, પણ એને માંરી નાખશો નહિ. પણ પેલી બીજી સ્રી બોલી, “બાળક તો કોઈને નહિ મળે, ના એને મળે કે ના મને મળે, એના બે ટુકડા કરી નાખો.” 27 ત્યારે રાજાએ ચુકાદો આપ્યો, “જીવતુ બાળક પહેલી સ્ત્રીને આપી દો. એને માંરી નાખશો નહિ. એજ એની ખરી માંતા છે.” 28 રાજાએ જે અદલ ઇન્સાફ કર્યો તેની જાણ સમગ્ર ઇસ્રાએલમાં થઈ ગઈ, ત્યારે તેમના રાજયના લોકોના મનમાં રાજા માંટે આદરભાવ જાગ્યો. તેઓ સમજી ગયા કે, એ ન્યાય કરવા માંટે દિવ્ય જ્ઞાન ધરાવે છે.
1 સુલેમાંને મિસરના રાજા ફારુનની સાથે કરાર કર્યો, તેણે તેની પુત્રી સાથે લગ્ન કર્યા. તે તેને દાઉદનગરમાં લઈ આવ્યો. સુલેમાંનનો મહેલ, યહોવાનું મંદિર અને યરૂશાલેમની ફરતી દીવાલ બાંધવામાં આવી, ત્યાં સુધી તે ત્યાં રહીં. .::. 2 તે સમયે યહોવાનું મંદિર હજી બંધાયુ ન હોવાથી લોકો પોતાના બલિદાનો ટેકરી પરના થાનક પર અર્પણ કરતા હતા. .::. 3 સુલેમાંન પોતે યહોવા પર પ્રેમ રાખતો હતો અને તેના પિતા દાઉદે ઠરાવેલા તમાંમ નિયમો અને વિધિઓનું પાલન કરતો હતો. પરંતુ તે છતાં પણ તે ટેકરી પરના સ્થાનકો ઉપર જ બલિદાનો અર્પણ કરતો હતો અને ધૂપ પેટાવતો હતો. .::. 4 પર્વતનાં શિખરો પર આવેલા બધાં સ્થાનકોમાં સૌથી વધારે પ્રખ્યાત ઉચ્ચસ્થાન ગિબયોનમાં હતું. રાજાએ ત્યાં જઈને 1,000 દહનાર્પણો અર્પણ કર્યા! .::. 5 તે રાત્રે યહોવાએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યું અને કહ્યું, “તારે જે જોઈએ તે તું માંગી લે, હું તને તે આપીશ.” .::. 6 ત્યારે સુલેમાંને જવાબ આપ્યો, “હે યહોવા, તમે માંરા પિતા દાઉદ પ્રત્યે પુષ્કળ પ્રેમ દર્શાવ્યો છે. કારણ કે તમાંરી સાથેના સંબંધમાં તે પ્રામાંણિક, સત્ય અને વિશ્વાસુ હતા, અને તમાંરી આજ્ઞાઓને આધીન હતા. વળી તમે તેને એક પુત્ર આપીને નાઆજે તેની જગ્યાએ રાજા બનાવ્યો છે તેના પ્રત્યેનો તમાંરો પ્રેમ બતાવ્યો છે. .::. 7 હવે, ઓ માંરા યહોવા દેવ, તમે તમાંરા આ સેવકને માંરા પિતા દાઉદ પછી રાજા બનાવ્યો છે, જો કે હું તો હજી છોકરો છું. કયાં જવું અને શું કરવું એ હું જાણતો નથી. .::. 8 હું અહીં તમાંરા પસંદ કરેલા લોકો વચ્ચે આવી પડયો છું. આ એક મહાન પ્રજા છે અને તેઓની સંખ્યા અગણિત છે! .::. 9 તેથી, મને વિવેકબુદ્વિવાળું હૃદય આપો; જેથી કરીને હું ન્યાયપૂર્વક તમાંરા લોકો પર રાજ કરી શકું અને તેમને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવી શકું, નહિ તો તમાંરા મહાન લોકો પર કોણ રાજ કરી શકશે?” .::. 10 સુલેમાંનની વિનંતીથી યહોવા પ્રસન્ન થયા. .::. 11 અને તેણે સુલેમાંનને કહ્યું, “તેં આ માંગણી કરી છે અને પોતાના માંટે લાબું આયુષ્ય કે સંપત્તિ કે તારા દુશ્મનોનાં મોત પણ માંગ્યાઁ નથી, પરંતુ ન્યાય પૂર્વક લોકો પર રાજય કરવા માંટે ડહાપણ માંગ્યું છે, .::. 12 અને એટલે જ જો, હું તારી માંગણી પૂરી કરું છું. હું તને એવું ડહાપણ અને સમજ શકિતવાળું હૃદય આપું છું કે, તારા પહેલાં તારા જેવો કોઈ થયો નથી અને તારા પછી કોઈ થવાનો નથી. .::. 13 તદુપરાંત તેં જે માંગ્યું નથી; એ પણ હું તને આપીશ; સમૃદ્વિ અને સન્માંન! તારા જીવનપર્યંત તારા જેવો શ્રીમંત કે ખ્યાતનામ વિશ્વમાં અન્ય કોઈ થશે નહિ! .::. 14 અને, જો તું તારા પિતાની જેમ માંરે માંગેર્ ચાલશે અને માંરી આજ્ઞાઓ, અને વિધિઓનું પાલન કરશે તો હું તને દીર્ઘાયુ આપીશ.” .::. 15 પછી સુલેમાંન જાગી ગયો, તેને સમજાયું કે આ તો સ્વપ્ન છે. સુલેમાંન યરૂશાલેમ પાછો આવ્યો, અને યહોવાએ ખાસ ઇસ્રાએલ સાથે કરેલા કરારનામાં ધરાવતા પવિત્રકોશ સામે ઊભો રહ્યો, અને દહનાર્પણ તથા શાત્યર્પણ અર્પણ કર્યા. પછી તેણે તેના બધા અધિકારીઓ માંટે મિજબાની રાખી. .::. 16 તે પછી બે વારાંગનાઓ રાજાની સમક્ષ આવીને ઊભી રહી. .::. 17 પહેલી બોલી, “નામદાર, આ બાઈ અને હું એક જ ઘરમાં રહીએ છીએ. એક પુત્રને મેં ઘરમાં જન્મ આપ્યો એ જ્યારે ત્યાં માંરી સાથે હતી. .::. 18 માંરી પ્રસૂતિ પછી ત્રીજે દિવસે તે સ્રીને પણ એક બાળક અવતર્યું. ઘરમાં અમે એકલાં જ હતાં; ઘરમાં ત્યાં બીજું કોઇ નહોતું. .::. 19 એક રાત્રે ઊંઘમાં પાસું ફેરવતાં તેનો પુત્ર દબાઇને મૃત્યુ પામ્યો .::. 20 પછી રાત્રે ઊઠીને તેણે માંરી પાસેથી માંરા પુત્રને મને ખબર ન પડે તેમ ઉઠાવી લીધો, તે વખતે હું ઊઁઘતી હતી તે દરમ્યાન તેણે માંરું બાળક પોતાની બાજુમાં મૂકયું અને તેનું મૃત બાળક માંરી બાજુમાં મૂક્યું. .::. 21 જયારે સવારમાં હું માંરા બાળકને ધવડાવવા ઊઠી, તો તે મરેલો જણાયો, પણ અજવાળામાં મેં ધારીને જોયું તો ખબર પડી કે, એ મને અવતરેલું બાળક નહોતું.” .::. 22 ત્યારે બીજી સ્ત્રી બોલી; “જે પુત્ર જીવતો છે એ તો માંરો, અને જે મરી ગયો છે તે તારો છે.” પ્રથમ સ્રીએ કહ્યું, “ના, મરેલો પુત્ર એ તારો છે, અને જે જીવતો છે, એ માંરો છે.” આમ તેઓ બંને પોતાની દલીલો રાજા સમક્ષ રજૂ કરવા લાગી. .::. 23 રાજાએ મનમાં વિચાર કર્યો, “આ કહે છે કે, જીવતો છોકરો માંરો છે અને મરેલો તારો છે, જયારે પેલી સ્રી કહે છે કે, “એ વાત ખોટી છે, મરેલો તારો છે અને જીવતો માંરો છે.” .::. 24 પછી તેણે કહ્યું, “મને એક તરવાર લાવી આપો.” એટલે રાજા આગળ તરવાર રજૂ કરવામાં આવી. .::. 25 પછી રાજાએ કહ્યું, “આ જીવતા બાળકના બે ભાગ કરો અને બંને સ્રીઓને એક એક ભાગ આપો!” .::. 26 આ સાંભળીને જીવતા બાળકની સાચી માંતાના હૃદયમાં પ્રેમની લાગણી જન્મી અને તેણે રાજાને કહ્યું, “નામદાર, બાળક ભલે એને આપી દો, પણ એને માંરી નાખશો નહિ. પણ પેલી બીજી સ્રી બોલી, “બાળક તો કોઈને નહિ મળે, ના એને મળે કે ના મને મળે, એના બે ટુકડા કરી નાખો.” .::. 27 ત્યારે રાજાએ ચુકાદો આપ્યો, “જીવતુ બાળક પહેલી સ્ત્રીને આપી દો. એને માંરી નાખશો નહિ. એજ એની ખરી માંતા છે.” .::. 28 રાજાએ જે અદલ ઇન્સાફ કર્યો તેની જાણ સમગ્ર ઇસ્રાએલમાં થઈ ગઈ, ત્યારે તેમના રાજયના લોકોના મનમાં રાજા માંટે આદરભાવ જાગ્યો. તેઓ સમજી ગયા કે, એ ન્યાય કરવા માંટે દિવ્ય જ્ઞાન ધરાવે છે.
  • 1 Kings Chapter 1  
  • 1 Kings Chapter 2  
  • 1 Kings Chapter 3  
  • 1 Kings Chapter 4  
  • 1 Kings Chapter 5  
  • 1 Kings Chapter 6  
  • 1 Kings Chapter 7  
  • 1 Kings Chapter 8  
  • 1 Kings Chapter 9  
  • 1 Kings Chapter 10  
  • 1 Kings Chapter 11  
  • 1 Kings Chapter 12  
  • 1 Kings Chapter 13  
  • 1 Kings Chapter 14  
  • 1 Kings Chapter 15  
  • 1 Kings Chapter 16  
  • 1 Kings Chapter 17  
  • 1 Kings Chapter 18  
  • 1 Kings Chapter 19  
  • 1 Kings Chapter 20  
  • 1 Kings Chapter 21  
  • 1 Kings Chapter 22  
×

Alert

×

Gujarati Letters Keypad References