પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
નિર્ગમન

નિર્ગમન પ્રકરણ 8

1 પછી યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન પાસે જઈને તેને કહો કે, યહોવા આમ કહે છે: ‘માંરા લોકોને માંરી સેવા કરવા જવા દે. 2 પણ જો ફારુન તેમને જવા દેવાની ના પાડશે તો, હું મિસર દેશમાં દેડકાંઓનો ઉપદ્રવ મચાવીશ. 3 નાઈલ નદી દેડકાંઓથી ભરાઈ જશે. તે નદીમાંથી નીકળીને તમાંરાં ઘરોમાં, તમાંરા શયનખંડમાં, તમાંરા પલંગ ઉપર, તમાંરા અમલદારોના તથા તમાંરી પ્રજાનાં ઘરોમાં, તેમના રસોડામાં અને તેમના પાણીના ઘડાઓમાં ચઢી આવશે. 4 દેડકાંઓ તમાંરા ઉપર, તમાંરી પ્રજા ઉપર અને તમાંરા અમલદારો પર ફેલાશે.”‘ 5 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાના હાથની લાકડીને નહેરો, નદીઓ અને સરોવરો ઉપર ફેલાવે, જેથી મિસર દેશ પર દેડકાંઓ ચઢી આવે.” 6 ત્યારે હારુને મિસર દેશમાં જયાં જ્યાં જળાશયો હતા તેના ઉપર હાથ ઉઠાવ્યો અને દેડકાંઓ પાણીમાંથી બહાર આવીને સમગ્ર મિસર દેશમાં છવાઈ ગયા. 7 મિસરના જાદુગરોએ પણ એવું જ કર્યું. તેઓ પણ મિસર દેશમાં દેડકાંઓ લઈ આવ્યા. 8 પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “યહોવાને તમે પ્રાર્થના કરો કે તે મને અને માંરી પ્રજાને દેડકાંઓના ઉપદ્રવથી છોડાવે, તો પછી હું તમાંરા લોકોને યહોવાને યજ્ઞો અર્પવા જવા દઈશ.” 9 મૂસાએ ફારુનને કહ્યું, “તમે કૃપા કરીને મને કહો કે માંરે તમાંરા માંટે, તમાંરા અમલદારો માંટે અને તમાંરી પ્રજા માંટે યહોવાને પ્રાર્થના ક્યારે કરવી અને દેડકાં તમાંરી પાસેથી અને તમાંરા ઘરોમાંથી હઠી જાય અને માંત્ર નદીમાં જ રહે એવું કરવું.” 10 ફારુને કહ્યું, “આવતી કાલે.”મૂસાએ કહ્યું, “તમે જેવું કહો છો તેવું જ થશે. જેથી તમને ખબર પડી જશે કે અમાંરા દેવ યહોવા સમાંન બીજું કોઈ નથી. 11 દેડકાં તમાંરી આગળથી અને તમાંરા ઘરોમાંથી અને તમાંરા અમલદારો તેમજ પ્રજા આગળથી ચાલ્યા જશે, અને માંત્ર નાઈલ નદીમાં જ રહેશે.” 12 પછી મૂસા અને હારુન ફારુન પાસેથી વિદાય થયા. પછી મૂસાએ ફારુન સાથે નક્કી થયા પ્રમાંણે દેડકાંઓ વિષે યહોવાને વિનંતી કરી. 13 અને યહોવાએ મૂસાના કહ્યાં પ્રમાંણે કર્યુ. ઘરોમાંના, ઘરના ચોકમાંનાં તથા ખેતરોમાંનાં દેડકાંઓ મરી ગયા. 14 તેથી મરેલાં દેડકાંઓના ઢગલા ભેગા થયા. પરિણામે તેમનાં ફોહવાઈ જવાને કારણે સમગ્ર દેશમાં દુર્ગંધ પ્રસરી ગઈ. 15 ફારુને જોયું કે, એ તો દેવનું કરેલું છે. અને દેશ દેડકાઓથી મુક્ત છે પણ તે પાછો હઠીલો થઈ ગયો. અને મૂસા અને હારુનની વાત સાંભળી નહિ. આ તો જેમ દેવે કહ્યું હતું તેમજ બન્યું. 16 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાની લાકડી ઉઠાવીને જમીન પરની ધૂળ પર માંરે. અને આખા મિસર દેશમાં સર્વત્ર ધૂળની જૂ થઈ જાય.” 17 તેમણે તે પ્રમાંણે કર્યુ; અને હારુને લાકડી લઈને પોતાનો હાથ ઊચો કરીને જમીનની ધૂળ પર પ્રહાર કર્યો, એટલે સર્વત્ર ધૂળની જૂ થઈ ગઈ. અને તે જૂઓ માંણસો અને ઢોરઢાંખર પર છવાઈ ગઈ. 18 મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ કર્યો અને એવું જ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જાદુગર ધૂળમાંથી જૂઓ બનાવી શકયા નહિ. અને મનુષ્યો તથા ઢોરઢાંખર પર જૂઓ છવાઈ ગઈ. 19 એટલા માંટે જાદુગરોએ ફારુનને કહ્યું કે, દેવની શક્તિથી જ આ બન્યું છે. પરંતુ ફારુને તેમને સાંભળ્યા નહિ અને હઠીલો જ રહ્યો. જેવું યહોવાએ કહ્યું હતું બરાબર એ જ પ્રમાંણે થયું.માંખીઓ 20 યહોવાએ મૂસાને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફારુન પાસે જા, ફારુન નદી કિનારે ફરવા નીકળે ત્યારે તેની રાહ જોઈને ત્યાં ઊભો રહેજે. અને તેને કહેજે કે, યહોવા એમ કહે છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દે. 21 જો તું માંરા લોકોને નહિ જવા દે તો તારા ઘરમાં, તારા ઉપર, તથા તારા અમલદારો ઉપર તથા તારી પ્રજા ઉપર, ઘરોમાં માંખીઓ મોકલીશ. અને મિસરના લોકોનાં ઘરો માંખીઓથી ભરાઈ જશે; અને માંખીઓ આખી જમીન પર પણ હશે. 22 પણ તે દિવસે હું ઇસ્રાએલના લોકો સાથે આવો વ્યવહાર કરીશ નહિ, અને ગોશેન પ્રાંતમાં જયાં માંરા લોકો વસે છે ત્યાં કોઈ માંખી હશે નહિ, એટલે તને ખબર પડશે કે હું યહોવા આ દેશમાં છું. 23 આમ હું માંરી પ્રજા અને તારી પ્રજા વચ્ચે જુદો વર્તાવ રાખીશ; તે માંરો પરચો અને એંધાણ હશે.”‘ 24 અને પછી યહોવાએ એ પ્રમાંણે કર્યું. તેમના કહ્યા પ્રમાંણે ફારુનના મહેલમાં, અને તેના અમલદારોના ઘરોમાં તથા આખા મિસર દેશમાં માંખીઓનાં મોટાં મોટાં ઝુંડ ધસી આવ્યાં અને સમગ્ર દેશ માંખીઓથી પાયમાંલ થઈ રહ્યો હતો. 25 એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા, ફારુને કહ્યું, “તમે લોકો તમાંરા દેવને આ દેશમાં યજ્ઞો અર્પો.” 26 પરંતુ મૂસાએ કહ્યું, “એ પ્રમાંણે કરવું એ યોગ્ય નથી, કારણ કે અમે અમાંરા દેવ યહોવાને પશુઓને યજ્ઞમાં અર્પીએ તેને મિસરના લોકો અપવિત્ર ગણે છે. એથી મિસરના લોકો જેને પવિત્ર ગણે છે તે પશુઓની આહુતિ આપીએ તો તેઓ અમને પથ્થરો માંરીને માંરી નહિ નાંખે? 27 અમને લોકોને ત્રણ દિવસ રણમાંથી પસાર થઈ જવા દો. અને અમાંરા દેવ યહોવાને યજ્ઞો અર્પવા દો. યહોવાએ અમને આમ કરવા કહેલ છે.” 28 એટલે ફારુને કહ્યું, “હું તમને લોકોને તમાંરા દેવ યહોવાને યજ્ઞો અર્પવા માંટે રણમાં જવા દઈશ, પરંતુ ફક્ત તમાંરે બહુ દૂર જવું નહિ અને માંરા માંટે પણ પ્રાર્થના કરવી.” 29 મૂસાએ કહ્યું, “સારું, હું અહીંથી તમાંરી પાસેથી જઈને તરત જ યહોવાને પ્રાર્થના કરીશ કે, તમે અને તમાંરા અમલદારો અને તમાંરી પ્રજા આવતી કાલે સવારે માંખીઓના ત્રાસથી મુક્ત થાઓ તેમ કરે. પણ તમાંરે અમને મૂર્ખ નથી બનાવવાના. યહોવાને યજ્ઞો અર્પવા અમને રણમાં જવા દો. અમને રોકશો નહિ.” 30 એટલે મૂસા ફારુન પાસેથી વિદાય થઈને યહોવા પાસે ગયો અને પ્રાર્થના કરી, 31 અને યહોવાએ મૂસાએ જે કહ્યું તે પ્રમાંણે કર્યુ. અને ફારુન, તેના અમલદારો અને તેની પ્રજા માંખીઓના ત્રાસથી મુક્ત થયા. એક પણ માંખી ક્યાંય જોવા મળી નહિ. 32 પરંતુ ફારુન ફરી પાછો હઠાગ્રહી થઈ ગયો અને ઇસ્રાએલના લોકોને જવા ન દીધા.
1. પછી યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન પાસે જઈને તેને કહો કે, યહોવા આમ કહે છે: ‘માંરા લોકોને માંરી સેવા કરવા જવા દે. 2. પણ જો ફારુન તેમને જવા દેવાની ના પાડશે તો, હું મિસર દેશમાં દેડકાંઓનો ઉપદ્રવ મચાવીશ. 3. નાઈલ નદી દેડકાંઓથી ભરાઈ જશે. તે નદીમાંથી નીકળીને તમાંરાં ઘરોમાં, તમાંરા શયનખંડમાં, તમાંરા પલંગ ઉપર, તમાંરા અમલદારોના તથા તમાંરી પ્રજાનાં ઘરોમાં, તેમના રસોડામાં અને તેમના પાણીના ઘડાઓમાં ચઢી આવશે. 4. દેડકાંઓ તમાંરા ઉપર, તમાંરી પ્રજા ઉપર અને તમાંરા અમલદારો પર ફેલાશે.”‘ 5. પછી યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાના હાથની લાકડીને નહેરો, નદીઓ અને સરોવરો ઉપર ફેલાવે, જેથી મિસર દેશ પર દેડકાંઓ ચઢી આવે.” 6. ત્યારે હારુને મિસર દેશમાં જયાં જ્યાં જળાશયો હતા તેના ઉપર હાથ ઉઠાવ્યો અને દેડકાંઓ પાણીમાંથી બહાર આવીને સમગ્ર મિસર દેશમાં છવાઈ ગયા. 7. મિસરના જાદુગરોએ પણ એવું જ કર્યું. તેઓ પણ મિસર દેશમાં દેડકાંઓ લઈ આવ્યા. 8. પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “યહોવાને તમે પ્રાર્થના કરો કે તે મને અને માંરી પ્રજાને દેડકાંઓના ઉપદ્રવથી છોડાવે, તો પછી હું તમાંરા લોકોને યહોવાને યજ્ઞો અર્પવા જવા દઈશ.” 9. મૂસાએ ફારુનને કહ્યું, “તમે કૃપા કરીને મને કહો કે માંરે તમાંરા માંટે, તમાંરા અમલદારો માંટે અને તમાંરી પ્રજા માંટે યહોવાને પ્રાર્થના ક્યારે કરવી અને દેડકાં તમાંરી પાસેથી અને તમાંરા ઘરોમાંથી હઠી જાય અને માંત્ર નદીમાં જ રહે એવું કરવું.” 10. ફારુને કહ્યું, “આવતી કાલે.”મૂસાએ કહ્યું, “તમે જેવું કહો છો તેવું જ થશે. જેથી તમને ખબર પડી જશે કે અમાંરા દેવ યહોવા સમાંન બીજું કોઈ નથી. 11. દેડકાં તમાંરી આગળથી અને તમાંરા ઘરોમાંથી અને તમાંરા અમલદારો તેમજ પ્રજા આગળથી ચાલ્યા જશે, અને માંત્ર નાઈલ નદીમાં જ રહેશે.” 12. પછી મૂસા અને હારુન ફારુન પાસેથી વિદાય થયા. પછી મૂસાએ ફારુન સાથે નક્કી થયા પ્રમાંણે દેડકાંઓ વિષે યહોવાને વિનંતી કરી. 13. અને યહોવાએ મૂસાના કહ્યાં પ્રમાંણે કર્યુ. ઘરોમાંના, ઘરના ચોકમાંનાં તથા ખેતરોમાંનાં દેડકાંઓ મરી ગયા. 14. તેથી મરેલાં દેડકાંઓના ઢગલા ભેગા થયા. પરિણામે તેમનાં ફોહવાઈ જવાને કારણે સમગ્ર દેશમાં દુર્ગંધ પ્રસરી ગઈ. 15. ફારુને જોયું કે, એ તો દેવનું કરેલું છે. અને દેશ દેડકાઓથી મુક્ત છે પણ તે પાછો હઠીલો થઈ ગયો. અને મૂસા અને હારુનની વાત સાંભળી નહિ. આ તો જેમ દેવે કહ્યું હતું તેમજ બન્યું. 16. પછી યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાની લાકડી ઉઠાવીને જમીન પરની ધૂળ પર માંરે. અને આખા મિસર દેશમાં સર્વત્ર ધૂળની જૂ થઈ જાય.” 17. તેમણે તે પ્રમાંણે કર્યુ; અને હારુને લાકડી લઈને પોતાનો હાથ ઊચો કરીને જમીનની ધૂળ પર પ્રહાર કર્યો, એટલે સર્વત્ર ધૂળની જૂ થઈ ગઈ. અને તે જૂઓ માંણસો અને ઢોરઢાંખર પર છવાઈ ગઈ. 18. મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ કર્યો અને એવું જ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જાદુગર ધૂળમાંથી જૂઓ બનાવી શકયા નહિ. અને મનુષ્યો તથા ઢોરઢાંખર પર જૂઓ છવાઈ ગઈ. 19. એટલા માંટે જાદુગરોએ ફારુનને કહ્યું કે, દેવની શક્તિથી જ આ બન્યું છે. પરંતુ ફારુને તેમને સાંભળ્યા નહિ અને હઠીલો જ રહ્યો. જેવું યહોવાએ કહ્યું હતું બરાબર એ જ પ્રમાંણે થયું.માંખીઓ 20. યહોવાએ મૂસાને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફારુન પાસે જા, ફારુન નદી કિનારે ફરવા નીકળે ત્યારે તેની રાહ જોઈને ત્યાં ઊભો રહેજે. અને તેને કહેજે કે, યહોવા એમ કહે છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દે. 21. જો તું માંરા લોકોને નહિ જવા દે તો તારા ઘરમાં, તારા ઉપર, તથા તારા અમલદારો ઉપર તથા તારી પ્રજા ઉપર, ઘરોમાં માંખીઓ મોકલીશ. અને મિસરના લોકોનાં ઘરો માંખીઓથી ભરાઈ જશે; અને માંખીઓ આખી જમીન પર પણ હશે. 22. પણ તે દિવસે હું ઇસ્રાએલના લોકો સાથે આવો વ્યવહાર કરીશ નહિ, અને ગોશેન પ્રાંતમાં જયાં માંરા લોકો વસે છે ત્યાં કોઈ માંખી હશે નહિ, એટલે તને ખબર પડશે કે હું યહોવા આ દેશમાં છું. 23. આમ હું માંરી પ્રજા અને તારી પ્રજા વચ્ચે જુદો વર્તાવ રાખીશ; તે માંરો પરચો અને એંધાણ હશે.”‘ 24. અને પછી યહોવાએ એ પ્રમાંણે કર્યું. તેમના કહ્યા પ્રમાંણે ફારુનના મહેલમાં, અને તેના અમલદારોના ઘરોમાં તથા આખા મિસર દેશમાં માંખીઓનાં મોટાં મોટાં ઝુંડ ધસી આવ્યાં અને સમગ્ર દેશ માંખીઓથી પાયમાંલ થઈ રહ્યો હતો. 25. એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા, ફારુને કહ્યું, “તમે લોકો તમાંરા દેવને આ દેશમાં યજ્ઞો અર્પો.” 26. પરંતુ મૂસાએ કહ્યું, “એ પ્રમાંણે કરવું એ યોગ્ય નથી, કારણ કે અમે અમાંરા દેવ યહોવાને પશુઓને યજ્ઞમાં અર્પીએ તેને મિસરના લોકો અપવિત્ર ગણે છે. એથી મિસરના લોકો જેને પવિત્ર ગણે છે તે પશુઓની આહુતિ આપીએ તો તેઓ અમને પથ્થરો માંરીને માંરી નહિ નાંખે? 27. અમને લોકોને ત્રણ દિવસ રણમાંથી પસાર થઈ જવા દો. અને અમાંરા દેવ યહોવાને યજ્ઞો અર્પવા દો. યહોવાએ અમને આમ કરવા કહેલ છે.” 28. એટલે ફારુને કહ્યું, “હું તમને લોકોને તમાંરા દેવ યહોવાને યજ્ઞો અર્પવા માંટે રણમાં જવા દઈશ, પરંતુ ફક્ત તમાંરે બહુ દૂર જવું નહિ અને માંરા માંટે પણ પ્રાર્થના કરવી.” 29. મૂસાએ કહ્યું, “સારું, હું અહીંથી તમાંરી પાસેથી જઈને તરત જ યહોવાને પ્રાર્થના કરીશ કે, તમે અને તમાંરા અમલદારો અને તમાંરી પ્રજા આવતી કાલે સવારે માંખીઓના ત્રાસથી મુક્ત થાઓ તેમ કરે. પણ તમાંરે અમને મૂર્ખ નથી બનાવવાના. યહોવાને યજ્ઞો અર્પવા અમને રણમાં જવા દો. અમને રોકશો નહિ.” 30. એટલે મૂસા ફારુન પાસેથી વિદાય થઈને યહોવા પાસે ગયો અને પ્રાર્થના કરી, 31. અને યહોવાએ મૂસાએ જે કહ્યું તે પ્રમાંણે કર્યુ. અને ફારુન, તેના અમલદારો અને તેની પ્રજા માંખીઓના ત્રાસથી મુક્ત થયા. એક પણ માંખી ક્યાંય જોવા મળી નહિ. 32. પરંતુ ફારુન ફરી પાછો હઠાગ્રહી થઈ ગયો અને ઇસ્રાએલના લોકોને જવા ન દીધા.
  • નિર્ગમન પ્રકરણ 1  
  • નિર્ગમન પ્રકરણ 2  
  • નિર્ગમન પ્રકરણ 3  
  • નિર્ગમન પ્રકરણ 4  
  • નિર્ગમન પ્રકરણ 5  
  • નિર્ગમન પ્રકરણ 6  
  • નિર્ગમન પ્રકરણ 7  
  • નિર્ગમન પ્રકરણ 8  
  • નિર્ગમન પ્રકરણ 9  
  • નિર્ગમન પ્રકરણ 10  
  • નિર્ગમન પ્રકરણ 11  
  • નિર્ગમન પ્રકરણ 12  
  • નિર્ગમન પ્રકરણ 13  
  • નિર્ગમન પ્રકરણ 14  
  • નિર્ગમન પ્રકરણ 15  
  • નિર્ગમન પ્રકરણ 16  
  • નિર્ગમન પ્રકરણ 17  
  • નિર્ગમન પ્રકરણ 18  
  • નિર્ગમન પ્રકરણ 19  
  • નિર્ગમન પ્રકરણ 20  
  • નિર્ગમન પ્રકરણ 21  
  • નિર્ગમન પ્રકરણ 22  
  • નિર્ગમન પ્રકરણ 23  
  • નિર્ગમન પ્રકરણ 24  
  • નિર્ગમન પ્રકરણ 25  
  • નિર્ગમન પ્રકરણ 26  
  • નિર્ગમન પ્રકરણ 27  
  • નિર્ગમન પ્રકરણ 28  
  • નિર્ગમન પ્રકરણ 29  
  • નિર્ગમન પ્રકરણ 30  
  • નિર્ગમન પ્રકરણ 31  
  • નિર્ગમન પ્રકરણ 32  
  • નિર્ગમન પ્રકરણ 33  
  • નિર્ગમન પ્રકરણ 34  
  • નિર્ગમન પ્રકરણ 35  
  • નિર્ગમન પ્રકરણ 36  
  • નિર્ગમન પ્રકરણ 37  
  • નિર્ગમન પ્રકરણ 38  
  • નિર્ગમન પ્રકરણ 39  
  • નિર્ગમન પ્રકરણ 40  
×

Alert

×

Gujarati Letters Keypad References