પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
1 શમુએલ

1 શમુએલ પ્રકરણ 14

1 એક દિવસે શાઉલના પુત્ર યોનાથાને પોતાના શસ્ત્ર ઉપાડનાર માંણસને કહ્યું, “ચાલ, આપણે પેલી બાજુ પર આવેલી પલિસ્તીઓની ચોકીએ જઈએ.” પરંતુ તેણે એ વિષે પોતાના પિતાને કશું કહ્યું નહિ. 2 શાઉલે પહાડની કિનારે આવેલા મિગ્રોનમાં દાડમના ઝાડ નીચે મુકામ કર્યો હતો. તે ખળાની નજીક હતું. તેની સાથે લગભગ 600 સૈનિકો હતાં. 3 તે સમયે શીલોહમાં અહિયા યાજક હતો. તે અહીટુબના ભાઇ ઇખાબોદનો પુત્ર હતો. ઇખાબોદ ફીનહાસનો પુત્ર હતો, ફીનહાસ યાજક એલીનો પુત્ર હતો. હવે અહિયાએ એફોદ પહેરેલો હતો.યોનાથાન ગયેલો છે તે લોકો જાણતા નહોતા. 4 યોનાથાન ઘાટીમાં થઈને પલિસ્તીઓની છાવણીમાં જવાની યોજના કરતો હતો. ધાટીની બન્ને બાજુએ મોટા ખડકો હતા. આ ખડકોના નામ બોસેસ અને સેનેહ હતા. 5 એક મોટો ખડક ઉત્તરમાં મિખ્માંશની સામે અને બીજો ખડક દક્ષિણમાં ગેબાની સામે હતો. 6 યોનાથાને પોતાના શસ્ત્રસજ્જ યુવાન માંણસને કહ્યું, “ચાલ, આપણે આ વિદેશીઓની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને તેઓને હરાવવા મદદ કરે. કઈં પણ યહોવાને રોકી શકે નહિ- ભલે આપણી પાસે વધારે સૈનિકો કે થોડા સૈનિકો હોય.” 7 તેથી શસ્ત્રવાહકે કહ્યું, “તમાંરા મનમાં જે કંઈ હોય તે પ્રમાંણે કરો, હું તમાંરી સાથે છું,” 8 યોનાથાને કહ્યું, “ઠીક આપણે સામી બાજુ જઈએ અને તે લોકોની નજર આપણા ઉપર પડે તેમ કરીએ. 9 જો તેઓ એમ કહે કે, ‘અમે આવીએ ત્યાં સુધી ઊભા રહો.’ તો આપણે આપણી જગ્યાએ ઊભા રહીશું, તેમની પાસે નહિ જઈએ. 10 પણ જો તેઓ એમ કહે કે, ‘અહી અમાંરી પાસે ઉપર આવો.’ તો આપણે ઉપર જઈશું. કારણ, યહોવા આપણને તેમને હરાવવા દેશે. એ આપણ માંટે એંધાણી રહેશે.” 11 આથી તેઓ પલિસ્તીઓની નજરે ચડયા અને પલિસ્તીઓ બોલી ઊઠયા, “જુઓ, પેલા હિબ્રૂઓ ગુફાઓમાં છુપાયેલા હતા ત્યાંથી બહાર આવે છે.” 12 પલિસ્તી ચોકીદારોએ યોનાથાનને અને તેના સેવકને કહ્યું, “અહી ઉપર આવો, અમાંરે તમને કંઈક કહેવું છે.”તેથી યોનાથાને તેના સેવકને કહ્યું, “માંરી પાછળ પર્વત ઉપર આવ. યહોવા ઇસ્રાએલીઓને પલિસ્તીઓને હરાવવા દેશે.” 13 આથી તેઓ ધૂંટણિયે પડીને ઉપર ચઢી ગયાં અને યોનાથાને તથા તેના યુવાન રક્ષકે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને માંરી નાખ્યા. 14 આ પહેલા હુમલામાં, યોનાથાને અને તેના મદદગારે આશરે દોઢ એકર ક્ષેત્રમાં વીસેક માંણસોને મોતને ઘાટ ઉતાર્યા. 15 પલિસ્તીઓની છાવણીમાં, અને સમગ્ર સૈન્યમાં ભય વ્યાપી ગયો. સૈનિક ટોળીઓના માંણસો થથરી ગયા. ધરતી ધ્રૂજવા લાગી. ભયંકર ભીતિ ફેલાઈ ગઈ. 16 બિન્યામીનના ગિબયાહમાંના શાઉલના પહેરેગીરોએ જોયું; પલિસ્તીઓનાં ટોળાના માંણસો આમતેમ વિખરાઈ જતાં હતા. 17 તેથી શાઉલે પોતાના માંાણસોને હુકમ કર્યો, “સૈનિકોની હાજરી લો અને કોણ ખૂટે છે તે શોધી કાઢો.”તેઓએ જોયું તો યોનાથાન અને તેનો અંગરક્ષક ત્યાં ન હતા. 18 શાઉલે અહિયાને દેવનો પવિત્રકોશ લાવવા આજ્ઞા કરી, કારણ તે ઈસ્રાએલીઓ પાસે હતો. 19 પરંતુ જ્યારે શાઉલ યાજક અહિયા સાથે બોલતો હતો તે દરમ્યાન પલિસ્તીઓની છાવણીમાં કોલાહલ વધતો જ ગયો. શાઉલે યાજકને કહ્યું, “બસ! તારો હાથ નીચે કર અને પ્રાર્થના કરવાનું બંધ કર!” 20 પછી શાઉલ અને તેના માંણસો રણભૂમિમાં જતા રહ્યા. પલિસ્તી સૈનિકો ભારે અંધાધૂધીમાં હતા અને એકબીજા ઉપર તરવાર ચલાવી રહ્યંા હતા. 21 અત્યાર સુધી જે હિબ્રૂઓ પલિસ્તીઓના પક્ષમાં હતા અને જેઓ તેમની સાથે છાવણીમાં ગયા હતા, તેઓ ફરી ગયા અને શાઉલ અને યોનાથાન સાથેના ઇસ્રાએલીઓ સાથે જોડાઈ ગયા. 22 તેમજ જે ઇસ્રાએલી સૈનિકો એફાઈમના પહાડી પ્રદેશમાં છુપાઈ ગયા હતાં તે બધા પણ, પલિસ્તીઓ નાસે છે એવું સાંભળીને, તેઓ પણ યુદ્ધમાં જોડાયા અને પલિસ્તીઓની પાછળ પડયા. 23 આ રીતે યહોવાએ ઇસ્રાએલને વિજય અપાવ્યો, અને લડાઈ બેથ-આવેન સુધી પ્રસરી ગઈ. બધી સેના શાઉલ સાથે હતી. તેની પાસે લગભગ10,000 પુરુષો હતા, એફાઇમના પર્વતીય પ્રદેશના દરેક શહેરમાં યુદ્ધનું વાતાવરણ હતું. 24 તે દિવસે ઇસ્રાએલીઓ થાકીને લોથ થઈ ગયા હતા, કારણ, શાઉલે લોકોને સમ દઈને કહ્યું હતું કે, “હું માંરા શત્રુઓ ઉપર વેર વાળું તે પહેલાં સાંજ સુધી કાંઈ ખાશો નહિ, જે ખાશે તેને માંથે શાપ ઊતરશે.” આથી કોઈએ કશું ય ખાધું નહોતું. 25 તેઆએ જંગલમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે જમીન પર મધ જોયું. મધપૂડામાંથી મધ ટપકતું હતું. 26 તેઓ મધપૂડા સુધી ગયા છતાં શાઉલને આપેલા સોંગદને કારણે કોઇએ તે ખાધું નહિ. 27 પણ શાઉલે લોકોને સમ દીધા હતા એની યોનાથાનને ખબર નહોતી, આથી તેણે પોતાના હાથમાંની લાકડી લંબાવીને મધપૂડામાં ખોસી મોઢામાં નાખી; તેથી તે એકદમ તાજો થઈ ગયો. 28 ત્યારે લોકોમાંથી કોઈએ તેને કહ્યું, “તારા પિતાએ લોકોને સમ દીધા છે કે, ‘આજે જે કોઈ કાંઈ ખાશે તેના ઉપર શાપ ઊતરશે.’ તેથી જ આ બધા લોકો ભૂખથી અર્ધા થઈ ગયા છે.” 29 યોનાથાને તેને કહ્યું, “માંરા પિતાએ લોકોની ભારે કુસેવા કરી છે. જો, થોડું મધ ચાખવાથી પણ હું કેવો તાજો થઈ ગયો છું! 30 એ જ રીતે જો આપણા બધા માંાણસોએ શત્રુઓ પાસેથી પ્રાપ્ત થયેલી લૂંટમાંથી ધરાઈને ખાધું હોત, તો તેમણે હજી કેટલા બધા પલિસ્તીઓનો ઘાણ કાઢી નાખ્યો હોત!” 31 પરંતુ ભૂખ્યા હોવા છતાં તેઓએ મિખ્માંશથી આયાલોન સુધી પલિસ્તીઓનો પીછો કરીને આખો દિવસ તેઓની હત્યા કરીને હરાવ્યા. 32 પરંતુ ઇસ્રાએલીઓ ભૂખથી અર્ધા થઈ ગયા હોવાથી લૂંટ ઉપર તૂટી પડયા, અને ઘેટાં, બળદ અને વાછરડાં લઈને તેમને જમીન ઉપર વાઢી નાખ્યા, અને લોહી સાથે જ માંસ ખાવા લાગ્યા, 33 કોઈકે શાઉલને કહ્યું, “તારા લોકો રકત સાથે માંસ ખાઈને યહોવાની વિરુદ્ધ પાપ કરે છે.”શાઉલે કહ્યું, “તમે પાપ કર્યું છે! એક મોટો પથ્થર લાવીને અહીં મુકો.” 34 પછી તેણે તેમને કહ્યું, “જાવ, અને પુરુષોને કહો કે દરેક પોતાનું ઘેટું ને બળદ અહીં લઈ આવે, અને તેને કાપીને ખાય. તેઆએ લોહીવાળું માંસ ખાવાનું નથી કારણ કે તે યહોવા વિરુદ્ધ પાપ છે.”ત્યાર પછી તે રાત્રે તેઓ બધાં તેમના પશુઆને લાવ્યા અને ત્યાં કાપ્યા. 35 પછી શાઉલે યહોવાને માંટે એક વેદી બાંધી. તેણે પોતે તેને બાંધવાનું શરુ કર્યું. યહોવાને માંટે બાંધેલી તેની તેે પહેલી વેદી હતી. 36 શાઉલે કહ્યું, “ચાલો, આપણે આજે રાત્રે પલિસ્તીઓ ઉપર છાપો માંરીએ, સવાર સુધી તેમને લૂંટીને અને એકેએકને પૂરા કરીએ.”સૈનિકોએ કહ્યું, “તમને ઠીક લાગે તેમ કરો.”પરંતુ યાજકે કહ્યું, “આપણે દેવની સલાહ લઈએ.” 37 તેથી શાઉલે દેવને પૂછયું, “હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે એમને ઇસ્રાએલના હાથમાં સુપ્રત કરશો?” પણ તે દિવસે દેવે કોઈ જવાબ આપ્યો નહિ. 38 પછી શાઉલે કહ્યું , “લોકોના સર્વ આગેવાનો, તમે આગળ આવો; અને આજે શામાં આ પાપ થયું છે એ તપાસ કરી શોધી કાઢો. 39 ઇસ્રાએલને વિજય અપાવનાર યહોવાના સમ ખાઈને હું કહું છું કે, માંરા પુત્ર યોનાથાનનો દોષ હશે તો તેને પણ મોતની સજા થશે.” પણ કોઈ કશું બોલ્યું નહિ. 40 પછી ઇસ્રાએલીઓને તેણે કહ્યું, “તમે બધા એક બાજુએ ઊભા રહો અને હું માંરો પુત્ર યોનાથાન બીજી બાજુએ ઊભા રહીએ.”લોકોએ કહ્યું, “તમને ઠીક લાગે તેમ કરો.” 41 પછી શાઉલે પ્રાર્થના કરી, “ઈસ્રાએલના દેવ યહોવા, તમે તમાંરા સેવકને આજે જવાબ કેમ નથી આપ્યો. જો મે કે માંરા પુત્રે પાપ કર્યું હોય તો ઉરીમ આપ. જો ઈસ્રાએલીઓએ પાપ કર્યું હોય તો થુમ્મીમ આપ. શાઉલ અને યોનાથાન પસંદગી પામ્યા પણ લોકો બચી ગયા.”યોનાથાન અને શાઉલનો દોષ નીકળ્યો અને લોકો નિદોર્ષ ઠર્યા. 42 પછી શાઉલે કહ્યું, “માંરી અને માંરા પુત્ર વચ્ચે નિર્ણય કરવા પાસા નાખો.” અને દોષ યોનાથાનનો નીકળ્યો. 43 શાઉલે યોનાથાનને પૂછયું, “તે શું કર્યુું છે તે મને કહે.”યોનાથાને કહ્યું, “મેં માંરી લાકડીને છેડે લાગેલું સહેજ મધ ખાધું હતું. હું અહીં ઊભો છું અને હું મરવાને તૈયાર છું.” 44 શાઉલ બોલ્યો, “યોનાથાન, હું જો તને મોતની સજા ન કરું તો દેવ મને પૂછે.” 45 પણ લોકોએ શાઉલને કહ્યું, “ઇસ્રાએલને માંટે આવો મોટો વિજય મેળવનાર યોનાથાનને મરવું પડશે? એ તો કદી ય બને જ નહિ. અમે દેવના સમ ખાઈને કહીએ છીએ કે, એનો એક વાળ પણ વાંકો નહિ થાય, કારણ, આજે એણે જે કંઈ કર્યું છે તે દેવની મદદથી કર્યું છે.” આમ, લોકોએ યોનાથાનને મરતો ઉગારી લીધો. 46 શાઉલે પલિસ્તીઓનો પીછો કરવો છોડી દીધો. અને તેઓ પોતાના પ્રદેશમાં પહોંચી ગયા. 47 ઇસ્રાએલમાં રાજપદ ધારણ કર્યા પછી શાઉલે ચારે બાજુના દુશ્મનો સામે યુદ્ધ ખેડયાં, તેણે મોઆબીઓ, આમ્મોનિઓ, અદોમીઓ, સોબાહના રાજા, અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યા, તે જે દિશામાં વળ્યો ત્યાં તેને વિજય મળ્યો. 48 તેણે ભારે પરાક્રમ કરીને અમાંલેકીઓને પણ હરાવ્યાં. તેણે ઇસ્રાએલીઓને બધા દુશ્મનોના હુમલામાંથી બચાવ્યા. 49 હવે શાઉલના પુત્ર યોનાથાન, યિશ્વી અને માંલકીશૂઆ હતા. તેની બે પુત્રીઓનાં નામ આ પ્રમાંણે હતા: મોટીનું નામ મેરાબ અને નાનીનું નામ મીખાલ. 50 શાઉલની પત્નીનુ નામ અહીનોઆમ હતું. એ અહીમાંઆસની પુત્રી હતી.શાઉલના સેનાપિતનું નામ આબ્નેર હતું. તે તેના કાકા નેરનો પુત્ર હતો. 51 શાઉલના પિતા કીશ અને આબ્નેરના પિતા નેર અબીએલના પુત્ર હતા. 52 શાઉલને જીવનપર્યંત ઇસ્રાએલીઓ માંટે પલિસ્તીઓની સાથે ખૂનખાર યુદ્ધો લડવાં પડયાં. તેથી શાઉલ કોઈ પરાક્રમી વ્યકિતને કે કોઈ શૂરવીર માંણસને જોતો, તો તેને પોતાના લશ્કરમાં ભરતી કરી દેતો.
1. એક દિવસે શાઉલના પુત્ર યોનાથાને પોતાના શસ્ત્ર ઉપાડનાર માંણસને કહ્યું, “ચાલ, આપણે પેલી બાજુ પર આવેલી પલિસ્તીઓની ચોકીએ જઈએ.” પરંતુ તેણે એ વિષે પોતાના પિતાને કશું કહ્યું નહિ. 2. શાઉલે પહાડની કિનારે આવેલા મિગ્રોનમાં દાડમના ઝાડ નીચે મુકામ કર્યો હતો. તે ખળાની નજીક હતું. તેની સાથે લગભગ 600 સૈનિકો હતાં. 3. તે સમયે શીલોહમાં અહિયા યાજક હતો. તે અહીટુબના ભાઇ ઇખાબોદનો પુત્ર હતો. ઇખાબોદ ફીનહાસનો પુત્ર હતો, ફીનહાસ યાજક એલીનો પુત્ર હતો. હવે અહિયાએ એફોદ પહેરેલો હતો.યોનાથાન ગયેલો છે તે લોકો જાણતા નહોતા. 4. યોનાથાન ઘાટીમાં થઈને પલિસ્તીઓની છાવણીમાં જવાની યોજના કરતો હતો. ધાટીની બન્ને બાજુએ મોટા ખડકો હતા. આ ખડકોના નામ બોસેસ અને સેનેહ હતા. 5. એક મોટો ખડક ઉત્તરમાં મિખ્માંશની સામે અને બીજો ખડક દક્ષિણમાં ગેબાની સામે હતો. 6. યોનાથાને પોતાના શસ્ત્રસજ્જ યુવાન માંણસને કહ્યું, “ચાલ, આપણે આ વિદેશીઓની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને તેઓને હરાવવા મદદ કરે. કઈં પણ યહોવાને રોકી શકે નહિ- ભલે આપણી પાસે વધારે સૈનિકો કે થોડા સૈનિકો હોય.” 7. તેથી શસ્ત્રવાહકે કહ્યું, “તમાંરા મનમાં જે કંઈ હોય તે પ્રમાંણે કરો, હું તમાંરી સાથે છું,” 8. યોનાથાને કહ્યું, “ઠીક આપણે સામી બાજુ જઈએ અને તે લોકોની નજર આપણા ઉપર પડે તેમ કરીએ. 9. જો તેઓ એમ કહે કે, ‘અમે આવીએ ત્યાં સુધી ઊભા રહો.’ તો આપણે આપણી જગ્યાએ ઊભા રહીશું, તેમની પાસે નહિ જઈએ. 10. પણ જો તેઓ એમ કહે કે, ‘અહી અમાંરી પાસે ઉપર આવો.’ તો આપણે ઉપર જઈશું. કારણ, યહોવા આપણને તેમને હરાવવા દેશે. એ આપણ માંટે એંધાણી રહેશે.” 11. આથી તેઓ પલિસ્તીઓની નજરે ચડયા અને પલિસ્તીઓ બોલી ઊઠયા, “જુઓ, પેલા હિબ્રૂઓ ગુફાઓમાં છુપાયેલા હતા ત્યાંથી બહાર આવે છે.” 12. પલિસ્તી ચોકીદારોએ યોનાથાનને અને તેના સેવકને કહ્યું, “અહી ઉપર આવો, અમાંરે તમને કંઈક કહેવું છે.”તેથી યોનાથાને તેના સેવકને કહ્યું, “માંરી પાછળ પર્વત ઉપર આવ. યહોવા ઇસ્રાએલીઓને પલિસ્તીઓને હરાવવા દેશે.” 13. આથી તેઓ ધૂંટણિયે પડીને ઉપર ચઢી ગયાં અને યોનાથાને તથા તેના યુવાન રક્ષકે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને માંરી નાખ્યા. 14. આ પહેલા હુમલામાં, યોનાથાને અને તેના મદદગારે આશરે દોઢ એકર ક્ષેત્રમાં વીસેક માંણસોને મોતને ઘાટ ઉતાર્યા. 15. પલિસ્તીઓની છાવણીમાં, અને સમગ્ર સૈન્યમાં ભય વ્યાપી ગયો. સૈનિક ટોળીઓના માંણસો થથરી ગયા. ધરતી ધ્રૂજવા લાગી. ભયંકર ભીતિ ફેલાઈ ગઈ. 16. બિન્યામીનના ગિબયાહમાંના શાઉલના પહેરેગીરોએ જોયું; પલિસ્તીઓનાં ટોળાના માંણસો આમતેમ વિખરાઈ જતાં હતા. 17. તેથી શાઉલે પોતાના માંાણસોને હુકમ કર્યો, “સૈનિકોની હાજરી લો અને કોણ ખૂટે છે તે શોધી કાઢો.”તેઓએ જોયું તો યોનાથાન અને તેનો અંગરક્ષક ત્યાં ન હતા. 18. શાઉલે અહિયાને દેવનો પવિત્રકોશ લાવવા આજ્ઞા કરી, કારણ તે ઈસ્રાએલીઓ પાસે હતો. 19. પરંતુ જ્યારે શાઉલ યાજક અહિયા સાથે બોલતો હતો તે દરમ્યાન પલિસ્તીઓની છાવણીમાં કોલાહલ વધતો જ ગયો. શાઉલે યાજકને કહ્યું, “બસ! તારો હાથ નીચે કર અને પ્રાર્થના કરવાનું બંધ કર!” 20. પછી શાઉલ અને તેના માંણસો રણભૂમિમાં જતા રહ્યા. પલિસ્તી સૈનિકો ભારે અંધાધૂધીમાં હતા અને એકબીજા ઉપર તરવાર ચલાવી રહ્યંા હતા. 21. અત્યાર સુધી જે હિબ્રૂઓ પલિસ્તીઓના પક્ષમાં હતા અને જેઓ તેમની સાથે છાવણીમાં ગયા હતા, તેઓ ફરી ગયા અને શાઉલ અને યોનાથાન સાથેના ઇસ્રાએલીઓ સાથે જોડાઈ ગયા. 22. તેમજ જે ઇસ્રાએલી સૈનિકો એફાઈમના પહાડી પ્રદેશમાં છુપાઈ ગયા હતાં તે બધા પણ, પલિસ્તીઓ નાસે છે એવું સાંભળીને, તેઓ પણ યુદ્ધમાં જોડાયા અને પલિસ્તીઓની પાછળ પડયા. 23. આ રીતે યહોવાએ ઇસ્રાએલને વિજય અપાવ્યો, અને લડાઈ બેથ-આવેન સુધી પ્રસરી ગઈ. બધી સેના શાઉલ સાથે હતી. તેની પાસે લગભગ10,000 પુરુષો હતા, એફાઇમના પર્વતીય પ્રદેશના દરેક શહેરમાં યુદ્ધનું વાતાવરણ હતું. 24. તે દિવસે ઇસ્રાએલીઓ થાકીને લોથ થઈ ગયા હતા, કારણ, શાઉલે લોકોને સમ દઈને કહ્યું હતું કે, “હું માંરા શત્રુઓ ઉપર વેર વાળું તે પહેલાં સાંજ સુધી કાંઈ ખાશો નહિ, જે ખાશે તેને માંથે શાપ ઊતરશે.” આથી કોઈએ કશું ય ખાધું નહોતું. 25. તેઆએ જંગલમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે જમીન પર મધ જોયું. મધપૂડામાંથી મધ ટપકતું હતું. 26. તેઓ મધપૂડા સુધી ગયા છતાં શાઉલને આપેલા સોંગદને કારણે કોઇએ તે ખાધું નહિ. 27. પણ શાઉલે લોકોને સમ દીધા હતા એની યોનાથાનને ખબર નહોતી, આથી તેણે પોતાના હાથમાંની લાકડી લંબાવીને મધપૂડામાં ખોસી મોઢામાં નાખી; તેથી તે એકદમ તાજો થઈ ગયો. 28. ત્યારે લોકોમાંથી કોઈએ તેને કહ્યું, “તારા પિતાએ લોકોને સમ દીધા છે કે, ‘આજે જે કોઈ કાંઈ ખાશે તેના ઉપર શાપ ઊતરશે.’ તેથી જ આ બધા લોકો ભૂખથી અર્ધા થઈ ગયા છે.” 29. યોનાથાને તેને કહ્યું, “માંરા પિતાએ લોકોની ભારે કુસેવા કરી છે. જો, થોડું મધ ચાખવાથી પણ હું કેવો તાજો થઈ ગયો છું! 30. એ જ રીતે જો આપણા બધા માંાણસોએ શત્રુઓ પાસેથી પ્રાપ્ત થયેલી લૂંટમાંથી ધરાઈને ખાધું હોત, તો તેમણે હજી કેટલા બધા પલિસ્તીઓનો ઘાણ કાઢી નાખ્યો હોત!” 31. પરંતુ ભૂખ્યા હોવા છતાં તેઓએ મિખ્માંશથી આયાલોન સુધી પલિસ્તીઓનો પીછો કરીને આખો દિવસ તેઓની હત્યા કરીને હરાવ્યા. 32. પરંતુ ઇસ્રાએલીઓ ભૂખથી અર્ધા થઈ ગયા હોવાથી લૂંટ ઉપર તૂટી પડયા, અને ઘેટાં, બળદ અને વાછરડાં લઈને તેમને જમીન ઉપર વાઢી નાખ્યા, અને લોહી સાથે જ માંસ ખાવા લાગ્યા, 33. કોઈકે શાઉલને કહ્યું, “તારા લોકો રકત સાથે માંસ ખાઈને યહોવાની વિરુદ્ધ પાપ કરે છે.”શાઉલે કહ્યું, “તમે પાપ કર્યું છે! એક મોટો પથ્થર લાવીને અહીં મુકો.” 34. પછી તેણે તેમને કહ્યું, “જાવ, અને પુરુષોને કહો કે દરેક પોતાનું ઘેટું ને બળદ અહીં લઈ આવે, અને તેને કાપીને ખાય. તેઆએ લોહીવાળું માંસ ખાવાનું નથી કારણ કે તે યહોવા વિરુદ્ધ પાપ છે.”ત્યાર પછી તે રાત્રે તેઓ બધાં તેમના પશુઆને લાવ્યા અને ત્યાં કાપ્યા. 35. પછી શાઉલે યહોવાને માંટે એક વેદી બાંધી. તેણે પોતે તેને બાંધવાનું શરુ કર્યું. યહોવાને માંટે બાંધેલી તેની તેે પહેલી વેદી હતી. 36. શાઉલે કહ્યું, “ચાલો, આપણે આજે રાત્રે પલિસ્તીઓ ઉપર છાપો માંરીએ, સવાર સુધી તેમને લૂંટીને અને એકેએકને પૂરા કરીએ.”સૈનિકોએ કહ્યું, “તમને ઠીક લાગે તેમ કરો.”પરંતુ યાજકે કહ્યું, “આપણે દેવની સલાહ લઈએ.” 37. તેથી શાઉલે દેવને પૂછયું, “હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે એમને ઇસ્રાએલના હાથમાં સુપ્રત કરશો?” પણ તે દિવસે દેવે કોઈ જવાબ આપ્યો નહિ. 38. પછી શાઉલે કહ્યું , “લોકોના સર્વ આગેવાનો, તમે આગળ આવો; અને આજે શામાં આ પાપ થયું છે એ તપાસ કરી શોધી કાઢો. 39. ઇસ્રાએલને વિજય અપાવનાર યહોવાના સમ ખાઈને હું કહું છું કે, માંરા પુત્ર યોનાથાનનો દોષ હશે તો તેને પણ મોતની સજા થશે.” પણ કોઈ કશું બોલ્યું નહિ. 40. પછી ઇસ્રાએલીઓને તેણે કહ્યું, “તમે બધા એક બાજુએ ઊભા રહો અને હું માંરો પુત્ર યોનાથાન બીજી બાજુએ ઊભા રહીએ.”લોકોએ કહ્યું, “તમને ઠીક લાગે તેમ કરો.” 41. પછી શાઉલે પ્રાર્થના કરી, “ઈસ્રાએલના દેવ યહોવા, તમે તમાંરા સેવકને આજે જવાબ કેમ નથી આપ્યો. જો મે કે માંરા પુત્રે પાપ કર્યું હોય તો ઉરીમ આપ. જો ઈસ્રાએલીઓએ પાપ કર્યું હોય તો થુમ્મીમ આપ. શાઉલ અને યોનાથાન પસંદગી પામ્યા પણ લોકો બચી ગયા.”યોનાથાન અને શાઉલનો દોષ નીકળ્યો અને લોકો નિદોર્ષ ઠર્યા. 42. પછી શાઉલે કહ્યું, “માંરી અને માંરા પુત્ર વચ્ચે નિર્ણય કરવા પાસા નાખો.” અને દોષ યોનાથાનનો નીકળ્યો. 43. શાઉલે યોનાથાનને પૂછયું, “તે શું કર્યુું છે તે મને કહે.”યોનાથાને કહ્યું, “મેં માંરી લાકડીને છેડે લાગેલું સહેજ મધ ખાધું હતું. હું અહીં ઊભો છું અને હું મરવાને તૈયાર છું.” 44. શાઉલ બોલ્યો, “યોનાથાન, હું જો તને મોતની સજા ન કરું તો દેવ મને પૂછે.” 45. પણ લોકોએ શાઉલને કહ્યું, “ઇસ્રાએલને માંટે આવો મોટો વિજય મેળવનાર યોનાથાનને મરવું પડશે? એ તો કદી ય બને જ નહિ. અમે દેવના સમ ખાઈને કહીએ છીએ કે, એનો એક વાળ પણ વાંકો નહિ થાય, કારણ, આજે એણે જે કંઈ કર્યું છે તે દેવની મદદથી કર્યું છે.” આમ, લોકોએ યોનાથાનને મરતો ઉગારી લીધો. 46. શાઉલે પલિસ્તીઓનો પીછો કરવો છોડી દીધો. અને તેઓ પોતાના પ્રદેશમાં પહોંચી ગયા. 47. ઇસ્રાએલમાં રાજપદ ધારણ કર્યા પછી શાઉલે ચારે બાજુના દુશ્મનો સામે યુદ્ધ ખેડયાં, તેણે મોઆબીઓ, આમ્મોનિઓ, અદોમીઓ, સોબાહના રાજા, અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યા, તે જે દિશામાં વળ્યો ત્યાં તેને વિજય મળ્યો. 48. તેણે ભારે પરાક્રમ કરીને અમાંલેકીઓને પણ હરાવ્યાં. તેણે ઇસ્રાએલીઓને બધા દુશ્મનોના હુમલામાંથી બચાવ્યા. 49. હવે શાઉલના પુત્ર યોનાથાન, યિશ્વી અને માંલકીશૂઆ હતા. તેની બે પુત્રીઓનાં નામ આ પ્રમાંણે હતા: મોટીનું નામ મેરાબ અને નાનીનું નામ મીખાલ. 50. શાઉલની પત્નીનુ નામ અહીનોઆમ હતું. એ અહીમાંઆસની પુત્રી હતી.શાઉલના સેનાપિતનું નામ આબ્નેર હતું. તે તેના કાકા નેરનો પુત્ર હતો. 51. શાઉલના પિતા કીશ અને આબ્નેરના પિતા નેર અબીએલના પુત્ર હતા. 52. શાઉલને જીવનપર્યંત ઇસ્રાએલીઓ માંટે પલિસ્તીઓની સાથે ખૂનખાર યુદ્ધો લડવાં પડયાં. તેથી શાઉલ કોઈ પરાક્રમી વ્યકિતને કે કોઈ શૂરવીર માંણસને જોતો, તો તેને પોતાના લશ્કરમાં ભરતી કરી દેતો.
  • 1 શમુએલ પ્રકરણ 1  
  • 1 શમુએલ પ્રકરણ 2  
  • 1 શમુએલ પ્રકરણ 3  
  • 1 શમુએલ પ્રકરણ 4  
  • 1 શમુએલ પ્રકરણ 5  
  • 1 શમુએલ પ્રકરણ 6  
  • 1 શમુએલ પ્રકરણ 7  
  • 1 શમુએલ પ્રકરણ 8  
  • 1 શમુએલ પ્રકરણ 9  
  • 1 શમુએલ પ્રકરણ 10  
  • 1 શમુએલ પ્રકરણ 11  
  • 1 શમુએલ પ્રકરણ 12  
  • 1 શમુએલ પ્રકરણ 13  
  • 1 શમુએલ પ્રકરણ 14  
  • 1 શમુએલ પ્રકરણ 15  
  • 1 શમુએલ પ્રકરણ 16  
  • 1 શમુએલ પ્રકરણ 17  
  • 1 શમુએલ પ્રકરણ 18  
  • 1 શમુએલ પ્રકરણ 19  
  • 1 શમુએલ પ્રકરણ 20  
  • 1 શમુએલ પ્રકરણ 21  
  • 1 શમુએલ પ્રકરણ 22  
  • 1 શમુએલ પ્રકરણ 23  
  • 1 શમુએલ પ્રકરણ 24  
  • 1 શમુએલ પ્રકરણ 25  
  • 1 શમુએલ પ્રકરણ 26  
  • 1 શમુએલ પ્રકરણ 27  
  • 1 શમુએલ પ્રકરણ 28  
  • 1 શમુએલ પ્રકરણ 29  
  • 1 શમુએલ પ્રકરણ 30  
  • 1 શમુએલ પ્રકરણ 31  
×

Alert

×

Gujarati Letters Keypad References