1 પછી યૂસફે પોતાના સેવકને હુકમ કર્યો કે, “એ લોકોની ગૂણોમાં એ લોકો જેટલું લઈ જઈ શકે, તેટલું અનાજ ભરો. અને દરેક જણનાં પૈસા તેની ગુણમાં મોઢા આગળ મૂકી દો;2 સૌથી નાના ભાઈની ગૂણમાં પૈસાની સાથે માંરો પેલો ચાંદીનો પ્યાલો પણ મૂકી દેજો.” અને તેણે યૂસફના હુકમ પ્રમાંણે કર્યુ.3 બીજે દિવસે વહેલી સવારે એ લોકોને તેમનાં ગધેડાં સાથે વિદાય કરવામાં આવ્યા.4 જયારે એ લોકો શહેરથી નીકળીને થોડે દૂર ગયા એટલે યૂસફે કારભારીને કહ્યું, “જા, પેલા લોકોની પાછળ પડ, તેમને પકડી પાડ, અને કહેકે ‘તમે આ શું કર્યુ? ઉપકાર પર અપકાર? તમે માંરા શેઠનો ચાંદીનો પ્યાલો શા માંટે ચોર્યો?”5 આ એ જ પ્યાલો છે જે માંરા ધણી પીવા માંટે અને રહસ્યો જાણવા માંટે વાપરે છે. તમે ખરેખર ખોટું કર્યુ છે.”‘6 પછી જયારે તેણે તેમને પકડી પાડયા ત્યારે તેણે તેમને આ જ વચનો કહ્યાં;7 પણ તેમણે તેને પૂછયું, “અમાંરા ધણી આવું શા માંટે કહે છે? અમને આમ કરવાનો વિચાર સરખોય આવે ખરો!8 જરા જુઓ તો ખરા, જે પૈસા અમને અમાંરી ગૂણોના મોઢા આગળથી મળ્યા તે અમે છેક કનાન દેશથી તેમને આપવા પાછા લાવ્યા; પછી તારા ધણીના ઘરમાંથી સોનાચાંદીની ચીજો ચોરીએ એવું બને ખરું?9 તારા સેવકો એવા અમાંરી પાસેથી જેની પાસે એ નીકળે તેને ફાંસીની સજા કરજો. અમે પણ અમાંરા ધણીના ગુલામો થઇશું”10 આ સાંભળીને કારભારીએ કહ્યું, “તમાંરી વાત બરાબર છે; જેની પાસેથી એ નીકળે તે માંરો ગુલામ થાય; અને બાકીના નિદોર્ષ પુરવાર થશે.”11 પછી તરત જ તે બધાએ પોતપોતાની ગુણો નીચે ઉતારી, ને દરેકે, પોતપોતાની ગુણ ઉઘાડી.12 એટલે કારભારીએ મોટાથી શરૂ કરીને તે નાના સુધીની બધાની ગુણો તપાસી તો બિન્યામીનની ગુણમાંથી ચાંદીનો પ્યાલો મળી આવ્યો.13 જયારે તેઓએ આ જોયું ત્યારે તેઓએ દુ:ખના માંર્યા પોતાનાં કપડાં ફાંડી નાખ્યાં અને દરેક જણે પોતપોતાનાં ગધેડાં બાધ્યા. અને પછી તેઓ નગરમાં પાછા ફર્યા.14 જયારે યહૂદા અને તેના ભાઇઓ, યૂસફને ઘેર પહોંચ્યા ત્યારે હજીપણ તે ત્યાં જ હતો; એટલે તેઓ તેનાં ચરણોમાં પડયા.15 યૂસફે તેઓને પૂછયું, “આ તમે શું કર્યુ? તમે એટલું પણ નથી જાણતા કે, માંરા જેવો માંણસ જે શુકન જુએ છે તેને ખબર પડયા વિના રહેશે નહિ.”16 યહૂદાએ કહ્યું, “હે ધણી! અમે તમને શું કહીએ? અમાંરી નિદોર્ષતા સાબિત કરવા શું બોલીએ? અમે અમાંરી જાતને કેવી રીતે નિદોર્ષ પૂરવાર કરીએ? દેવે તમાંરા સેવકનો ગુનો ઉઘાડો પાડયો છે; જુઓ, જેની પાસેથી ચાંદીનું પ્યાલું મળ્યું છે તે અને અમે સૌ તમાંરા ગુલામ છીએ.”17 પછી યૂસફે કહ્યું, “માંરાથી એવું થાય કેવી રીતે? માંત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો તે જ માંરો ગુલામ બનશે; અને બાકીના તમે બધા તો શાંતિથી તમાંરા પિતાની પાસે જાઓ.”18 પછીથી યૂસફ પાસે જઈને યહૂદાએ કહ્યું, “ઓ માંરા ધણી, કૃપા કરીને આપના આ સેવકને ખાનગીમાં આપની સાથે બે વાત કરવા દો, અને આપના સેવક પર ક્રોધ ન કરશો. માંરા માંટે તો આપ પોતે ફારુન સમાંન છો.19 માંરા ધણીએ સેવકોને સવાલ કર્યો હતો કે, ‘તમાંરે પિતા અથવા ભાઈ છે?’20 તેથી અમે માંલિકને જવાબ આપ્યો હતો, ‘અમાંરે વૃદ્વ પિતા અને એક નાનો ભાઈ છે, જે એમને પાછલી અવસ્થામાં પ્રાપ્ત થયો હતો. એનો ભાઈ અવસાન પામેલ છે, તેથી તે તેની માંતાનો એકનો એક પુત્ર છે, વળી તેના પિતાને તે ખૂબ વહાલો છે.’21 અને તમે અમને સેવકોને જણાવેલું કે, ‘તેને માંરી પાસે લઈને આવો એટલે તેને હું જોઉં તો ખરો.’22 અને અમે અમાંરા ધણીને કહ્યું હતું કે, ‘તે છોકરો તેના પિતાને મૂકીને આવી શકે, એમ નથી, કારણ કે જો તે પિતાને મૂકીને જાય તો તેના પિતા મૃત્યુ પામે.’23 અને તમે અમને તમાંરા સેવકોને કહ્યું હતું, ‘જો તમે તમાંરા સૌથી નાના ભાઇને તમાંરી સાથે ન લાવો તો તમે માંરું મુખ ફરી નહિ જોશો.’24 પછી અમે આપના સેવકો-અમાંરા પિતા પાસે ગયા અને તેમને અમે ધણીના શબ્દો કહી સંભળાવ્યા,25 “અને પછી જયારે અમાંરા પિતાએ કહ્યું, ‘પાછા જાઓ અને આપણા માંટે થોડું અનાજ ખરીદી લાવો.’26 એટલે અમે કહ્યું, ‘અમાંરાથી કેવી રીતે જવાય? અમાંરો સૌથી નાનો ભાઈ જો અમાંરી સાથે આવતો હોય તો જ અમે જઇ શકીએ, કારણ, અમાંરો નાનો ભાઇ અમાંરી સાથે ના હોય, તો અમે તે માંણસનું મુખ જોઈ શકીશું નહિ.’27 એટલે તમાંરા સેવકે અર્થાત્ અમાંરા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે, માંરાં પત્નીને બે પુત્રો અવતર્યા હતા.28 અને તેઓમાંનો એક ગયો ત્યારે મેં કહ્યું કે, ‘જરૂર એને કોઈ જંગલી પ્રાણીએ ફાડી ખાધો હશે. અને ત્યાર પછી આજપર્યંત મેં તેને ફરી જોયો નથી.29 અને હવે જો તમે આને પણ માંરી આગળથી લઈ જાઓ, અને જો તેની સાથે કઇ ખોટું થાય તો હું મરવા જેટલો દુ:ખી થઇશ.’30 તેથી કરીને હવે તમાંરા સેવકની એટલે કે, માંરા પિતાની પાસે હું જાઉં, અને એ છોકરો અમાંરી સાથે નહિ હોય તો31 તેનો જીવ એટલો બધો એ છોકરામાં છે કે, અમાંરી સાથે એ છોકરો નથી એ જોતાંની સાથે જ એનું મોત થશે; અને આપના આ સેવકોએ આપના સેવક અમાંરા પિતાને ઘરડેઘડપણ શોક કરતા દફનાવવા પડશે.32 “વાત એવી છે કે, હું ‘માંરા પિતા આગળ એ છોકરા માંટે જામીન થયો છું કે, ‘જો હું એની તમાંરી પાસેથી એમની પાસે પાછો ન લાવું તો હું એમનો જીવનભર ગુનેગાર ગણાઈશ.’33 એટલે હવે કૃપા કરીને આ છોકરાને બદલે તમાંરા સેવકને માંરા ધણી પાસે સેવક થઈને રહેવા દો; અને પેલા છોકરાને તેના ભાઈઓની સાથે પાછો જવા દો.34 કારણ કે એ છોકરો જો આપણી સાથે ના હોય, તો આપણાથી પિતા પાસે જવાય શી રીતે? માંરા પિતાનું શું થશે એનો મને બહુ જ ડર લાગે છે.”