પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

1 Kings Chapter 16

1 તેના પછી યહોવાએ હનાનીના પુત્ર યેહૂને બાઅશા માંટે સંદેશો આપ્યો, તે સંદેશો આ હતો. 2 “કે મેં તને સામાંન્ય માંણસમાંથી માંરા ઇસ્રાએલી લોકોનો રાજા બનાવ્યો. પણ તું યરોબઆમને પગલે ચાલ્યો, તેં માંરા લોકો ઇસ્રાએલીઓ પાસે એવાં પાપ કરાવ્યાં અને તેમના આ પાપોએ મને કોપાયમાંન બનાવ્યો. 3 હવે હું તારો અને તારા કુટુંબનો ઉચ્છેદ કરી નાખીશ, નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનાં મેં જે હાલ કર્યા હતા, તેવા તારા પણ કરીશ. 4 બાઅશાના કુટુંબના જે કોઈ નગરમાં મુત્યુ પામશે તેમને કૂતરાં ખાઈ જશે, અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેમને પંખીઓ ખાઈ જશે.” 5 બાઅશાનાઁ શાસનના બીજા બનાવો, અને તેનાં કાર્યો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામનાં ગ્રંથમાં લખેલ છે. 6 પછી બાઅશા પિતૃલોકને પામ્યો અને તેને તિર્સાહમાં તેના પિતૃઓ સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર એલાહ તેની ગાદીએ આવ્યો. 7 હનાનીના પુત્ર યેહૂ પ્રબોધક, યહોવા તરફથી બાઅશા અને તેના કુટુંબ માંટે એક સંદેશો લાવ્યો. એનું કારણ એ કે, બાઅશાએ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરીને યહોવાનો રોષ વહોરી લીધો હતો; તેણે યરોબઆમના કુટુંબના જેવું આચરણ કર્યું હતું, તેથી યહોવા તેના કુળનો પણ નાશ કરશે. 8 યહૂદાના રાજા આસાના શાસનના છવ્વીસમાં વષેર્ જ્યારે બાઅશાનો પુત્ર એલાહ તિર્સાહમાં રાજા થયો અને તેણે બે વર્ષ રાજય કર્યુ, 9 તેના એક અમલદાર, અડધી રથસેનાના નાયક ઝિમ્રીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. તિર્સાહમાં રાજાએ કેફી પીણું પીધું અને આર્સાના ઘરમાં ભાન ભૂલી ગયો. જે આર્સા તિર્સાહના મહેલમાં ઉપરી હતો. 10 ઝિમ્રી ત્યાં આવ્યો અને એલાહને ત્યાં માંરી નાખ્યો અને પછી રાજા બન્યો. આ યહૂદાના રાજા આસાના અમલના સત્તાવીસમાં વર્ષ દરમ્યાન બન્યું. 11 તે જેવો ગાદીએ આવ્યો કે તરત જ તેણે આસાના સમગ્ર પરિવારને રહેંસી નાખ્યું. તેણે તેના કુટુંબમાંથી તેના ખૂબ દૂરના સગાસંબધી કે મિત્રોનાં એકેય માંણસને તેણે જીવતા રહેવા દીધા નહિ. 12 ઝિમ્રી દ્વારા બાઅશાનાઁ કુળના સભ્યોનો સંહાર થયો, જેની પ્રબોધક યેહૂએ ભવિષ્યવાણી કરી હતી અને આમ યહોવાના વચન સાચાં પડ્યાં. 13 બાઅશા અને તેના પુત્ર એલાહનાંઁ પોતાના જ અનિષ્ટ કૃત્યો અને દુષ્ટ કમોર્ને લીધે તેઓનો સંહાર થયો. કેમકે તેઓ ઇસ્રાએલીઓને મૂર્તિઓની પૂજા કરવામાં દોરી ગયા અને ઇસ્રાએલના યહોવા દેવને સખત ક્રોધાયમાંન કર્યા. 14 એલાહનાઁ શાસનના બીજા બધાં બનાવો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં લખેલ છે. 15 યહૂદાના રાજા આસાના અમલના સત્તાવીસમેં વષેર્ ઝિમ્રીએ તિર્સાહમાં સાત દિવસ રાજ્ય કર્યુ. તે વખતે ઇસ્રાએલી સૈન્યે ગિબ્બથોનના પલિસ્તીઓના શહેર પાસે પડાવ નાખ્યો. 16 જ્યારે સેનાને ખબર પડી કે ઝિમ્રીએ રાજા વિરુદ્ધ કાવતરું કરી, તેનું ખૂન કર્યુ છે. ત્યારે તેઓએ સેનાપતિ ઓમ્રીને નવા રાજા તરીકે જાહેર કર્યો. 17 ઓમ્રીએ અને સમગ્ર ઇસ્રાએલી સેનાએ ગિબ્બથોન છોડીને તિર્સાહને ઘેરો ઘાલ્યો. 18 જયારે ઝિમ્રીએ જોયું કે શહેર દુશ્મનને હાથ ગયું છે, એટલે તેણે રાજમહેલમાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે મરી ગયો. 19 યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કરી તેણે જે પાપ કર્યું હતું તથા તેણે આચરેલા દુષ્કૃત્યોનું આ ફળ હતું. તે યરોબઆમને પગલે ચાલ્યો હતો. તેણે યરોબઆમની જેમ પાપ કર્યુ હતું, અને ઇસ્રાએલીઓ પાસે પણ પાપ કરાવ્યું હતું. 20 ઝિમ્રીના શાસનના બીજા બનાવો અને તેણે કરેલા બળવાની વાત ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં નોંધાયેલી છે. 21 ત્યારબાદ ઇસ્રાએલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબ્નીને ટેકો આપતો હતો અને તેને રાજા બનાવવા માંગતો હતો અને બીજો ઓમ્રીને ટેકો આપતો હતો. 22 જે લોકો ઓમ્રીને ટેકો આપતા હતા, તેઓ વધુ બળવાન હતાં. તિબ્નીને માંરી નાખવામાં આવ્યો અને ઓમ્રીનો વિજય થયો, તેથી તેણે કોઈના વિરોધ વિના રાજ કર્યું. 23 જ્યારે આસા યહૂદાના રાજા તરીકે 31વર્ષ રહ્યો. ઓમ્રી ઇસ્રાએલનો રાજા બન્યો, અને તેણે 12 વર્ષ રાજ્ય કર્યું. એમાંથી તેણે છ વર્ષ તિર્સાહમાં રાજય કર્યું, 24 ત્યારબાદ તેણે શેમેર નામની વ્યકિત પાસેથી સમરૂનની ટેકરી સમરૂન પર્વત લગભગ 68 કિલો ચાંદી આપીને ખરીદી લીધી અને તેના પર તેણે શહેર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરૂન પાડયું. 25 ઓમ્રીએ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું; દુષ્ટતામાં તે પોતાના બધા પૂર્વજો કરતાં વધી ગયો. 26 તેણે નબાટના પુ્ત્ર યરોબઆમને માંગેર્ ચાલી, યરોબઆમની જેમ પોતે પાપ કર્યા અને ઇસ્રાએલ પાસે પણ પાપ કરાવ્યાં તથા મૂર્તિની પૂજા કરીને, ઇસ્રાએલના દેવ યહોવાને કોપાયમાંન કર્યા. 27 ઓમ્રીના શાસનના બીજા બનાવો અને તેનાં વિજયો ઇસ્રાએલીઓના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં નોંધેલાં છે. 28 પછી ઓમ્રી પિતૃલોકને પામ્યો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આહાબ ગાદીએ આવ્યો. 29 યહૂદાના રાજા આસાના અમલમાં આડત્રીસમે વષેર્ ઓમ્રીનો પુત્ર આહાબ ઇસ્રાએલનો રાજા બન્યો; અને તેણે સમરૂનમાં 22 વર્ષ રાજ કર્યું. 30 ઓમ્રીના પુત્ર આહાબે યહોવાની નજરે અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. અને પોતાના બધા પૂર્વજો કરતાં પણ તે વધારે ખરાબ નીવડયો. 31 તેને માંટે નબાટના પુત્ર યરોબઆમના પગલે ચાલવું એ પૂરતું ન હતું. તેથી તેણે ઇઝેબેલ સાથે લગ્ન કર્યા જે સિદોનના રાજા એથ્બઆલની પુત્રી હતી, અને બઆલ દેવની પૂજા કરી હતી. 32 તેણે સમરૂનમાં બઆલ દેવની પૂજા માંટે એક મંદિર બંધાવી તેમાં એક વેદી ચણાવી. 33 આહાબે અશેરાહ દેવીની પણ એક મૂર્તિ ઊભી કરી, અને બીજાં પાપો પણ કર્યા, પરિણામે તેણે તેની સામે બીજા ઇસ્રાએલી રાજાઓ કરતાં પણ વધુ ઇસ્રાએલના દેવ યહોવાનો કોપ વહોરી લીધો. 34 તેના સમય દરમ્યાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું, તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબીરામ મરી ગયો, અને પોતાનો સૌથી નાનો પુત્ર સગૂબ જ્યારે તેના દરવાજાઓ ઊભા કર્યા ત્યારે મરી ગયો. નૂનના પુત્ર યહોશુઆના શબ્દો, કે જે યહોવાની ભવિષ્યવાણી હતી, આ રીતે સાચી પડી.
1 તેના પછી યહોવાએ હનાનીના પુત્ર યેહૂને બાઅશા માંટે સંદેશો આપ્યો, તે સંદેશો આ હતો. .::. 2 “કે મેં તને સામાંન્ય માંણસમાંથી માંરા ઇસ્રાએલી લોકોનો રાજા બનાવ્યો. પણ તું યરોબઆમને પગલે ચાલ્યો, તેં માંરા લોકો ઇસ્રાએલીઓ પાસે એવાં પાપ કરાવ્યાં અને તેમના આ પાપોએ મને કોપાયમાંન બનાવ્યો. .::. 3 હવે હું તારો અને તારા કુટુંબનો ઉચ્છેદ કરી નાખીશ, નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનાં મેં જે હાલ કર્યા હતા, તેવા તારા પણ કરીશ. .::. 4 બાઅશાના કુટુંબના જે કોઈ નગરમાં મુત્યુ પામશે તેમને કૂતરાં ખાઈ જશે, અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેમને પંખીઓ ખાઈ જશે.” .::. 5 બાઅશાનાઁ શાસનના બીજા બનાવો, અને તેનાં કાર્યો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામનાં ગ્રંથમાં લખેલ છે. .::. 6 પછી બાઅશા પિતૃલોકને પામ્યો અને તેને તિર્સાહમાં તેના પિતૃઓ સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર એલાહ તેની ગાદીએ આવ્યો. .::. 7 હનાનીના પુત્ર યેહૂ પ્રબોધક, યહોવા તરફથી બાઅશા અને તેના કુટુંબ માંટે એક સંદેશો લાવ્યો. એનું કારણ એ કે, બાઅશાએ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરીને યહોવાનો રોષ વહોરી લીધો હતો; તેણે યરોબઆમના કુટુંબના જેવું આચરણ કર્યું હતું, તેથી યહોવા તેના કુળનો પણ નાશ કરશે. .::. 8 યહૂદાના રાજા આસાના શાસનના છવ્વીસમાં વષેર્ જ્યારે બાઅશાનો પુત્ર એલાહ તિર્સાહમાં રાજા થયો અને તેણે બે વર્ષ રાજય કર્યુ, .::. 9 તેના એક અમલદાર, અડધી રથસેનાના નાયક ઝિમ્રીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. તિર્સાહમાં રાજાએ કેફી પીણું પીધું અને આર્સાના ઘરમાં ભાન ભૂલી ગયો. જે આર્સા તિર્સાહના મહેલમાં ઉપરી હતો. .::. 10 ઝિમ્રી ત્યાં આવ્યો અને એલાહને ત્યાં માંરી નાખ્યો અને પછી રાજા બન્યો. આ યહૂદાના રાજા આસાના અમલના સત્તાવીસમાં વર્ષ દરમ્યાન બન્યું. .::. 11 તે જેવો ગાદીએ આવ્યો કે તરત જ તેણે આસાના સમગ્ર પરિવારને રહેંસી નાખ્યું. તેણે તેના કુટુંબમાંથી તેના ખૂબ દૂરના સગાસંબધી કે મિત્રોનાં એકેય માંણસને તેણે જીવતા રહેવા દીધા નહિ. .::. 12 ઝિમ્રી દ્વારા બાઅશાનાઁ કુળના સભ્યોનો સંહાર થયો, જેની પ્રબોધક યેહૂએ ભવિષ્યવાણી કરી હતી અને આમ યહોવાના વચન સાચાં પડ્યાં. .::. 13 બાઅશા અને તેના પુત્ર એલાહનાંઁ પોતાના જ અનિષ્ટ કૃત્યો અને દુષ્ટ કમોર્ને લીધે તેઓનો સંહાર થયો. કેમકે તેઓ ઇસ્રાએલીઓને મૂર્તિઓની પૂજા કરવામાં દોરી ગયા અને ઇસ્રાએલના યહોવા દેવને સખત ક્રોધાયમાંન કર્યા. .::. 14 એલાહનાઁ શાસનના બીજા બધાં બનાવો ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં લખેલ છે. .::. 15 યહૂદાના રાજા આસાના અમલના સત્તાવીસમેં વષેર્ ઝિમ્રીએ તિર્સાહમાં સાત દિવસ રાજ્ય કર્યુ. તે વખતે ઇસ્રાએલી સૈન્યે ગિબ્બથોનના પલિસ્તીઓના શહેર પાસે પડાવ નાખ્યો. .::. 16 જ્યારે સેનાને ખબર પડી કે ઝિમ્રીએ રાજા વિરુદ્ધ કાવતરું કરી, તેનું ખૂન કર્યુ છે. ત્યારે તેઓએ સેનાપતિ ઓમ્રીને નવા રાજા તરીકે જાહેર કર્યો. .::. 17 ઓમ્રીએ અને સમગ્ર ઇસ્રાએલી સેનાએ ગિબ્બથોન છોડીને તિર્સાહને ઘેરો ઘાલ્યો. .::. 18 જયારે ઝિમ્રીએ જોયું કે શહેર દુશ્મનને હાથ ગયું છે, એટલે તેણે રાજમહેલમાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે મરી ગયો. .::. 19 યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કરી તેણે જે પાપ કર્યું હતું તથા તેણે આચરેલા દુષ્કૃત્યોનું આ ફળ હતું. તે યરોબઆમને પગલે ચાલ્યો હતો. તેણે યરોબઆમની જેમ પાપ કર્યુ હતું, અને ઇસ્રાએલીઓ પાસે પણ પાપ કરાવ્યું હતું. .::. 20 ઝિમ્રીના શાસનના બીજા બનાવો અને તેણે કરેલા બળવાની વાત ઇસ્રાએલના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં નોંધાયેલી છે. .::. 21 ત્યારબાદ ઇસ્રાએલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબ્નીને ટેકો આપતો હતો અને તેને રાજા બનાવવા માંગતો હતો અને બીજો ઓમ્રીને ટેકો આપતો હતો. .::. 22 જે લોકો ઓમ્રીને ટેકો આપતા હતા, તેઓ વધુ બળવાન હતાં. તિબ્નીને માંરી નાખવામાં આવ્યો અને ઓમ્રીનો વિજય થયો, તેથી તેણે કોઈના વિરોધ વિના રાજ કર્યું. .::. 23 જ્યારે આસા યહૂદાના રાજા તરીકે 31વર્ષ રહ્યો. ઓમ્રી ઇસ્રાએલનો રાજા બન્યો, અને તેણે 12 વર્ષ રાજ્ય કર્યું. એમાંથી તેણે છ વર્ષ તિર્સાહમાં રાજય કર્યું, .::. 24 ત્યારબાદ તેણે શેમેર નામની વ્યકિત પાસેથી સમરૂનની ટેકરી સમરૂન પર્વત લગભગ 68 કિલો ચાંદી આપીને ખરીદી લીધી અને તેના પર તેણે શહેર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરૂન પાડયું. .::. 25 ઓમ્રીએ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું; દુષ્ટતામાં તે પોતાના બધા પૂર્વજો કરતાં વધી ગયો. .::. 26 તેણે નબાટના પુ્ત્ર યરોબઆમને માંગેર્ ચાલી, યરોબઆમની જેમ પોતે પાપ કર્યા અને ઇસ્રાએલ પાસે પણ પાપ કરાવ્યાં તથા મૂર્તિની પૂજા કરીને, ઇસ્રાએલના દેવ યહોવાને કોપાયમાંન કર્યા. .::. 27 ઓમ્રીના શાસનના બીજા બનાવો અને તેનાં વિજયો ઇસ્રાએલીઓના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં નોંધેલાં છે. .::. 28 પછી ઓમ્રી પિતૃલોકને પામ્યો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આહાબ ગાદીએ આવ્યો. .::. 29 યહૂદાના રાજા આસાના અમલમાં આડત્રીસમે વષેર્ ઓમ્રીનો પુત્ર આહાબ ઇસ્રાએલનો રાજા બન્યો; અને તેણે સમરૂનમાં 22 વર્ષ રાજ કર્યું. .::. 30 ઓમ્રીના પુત્ર આહાબે યહોવાની નજરે અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. અને પોતાના બધા પૂર્વજો કરતાં પણ તે વધારે ખરાબ નીવડયો. .::. 31 તેને માંટે નબાટના પુત્ર યરોબઆમના પગલે ચાલવું એ પૂરતું ન હતું. તેથી તેણે ઇઝેબેલ સાથે લગ્ન કર્યા જે સિદોનના રાજા એથ્બઆલની પુત્રી હતી, અને બઆલ દેવની પૂજા કરી હતી. .::. 32 તેણે સમરૂનમાં બઆલ દેવની પૂજા માંટે એક મંદિર બંધાવી તેમાં એક વેદી ચણાવી. .::. 33 આહાબે અશેરાહ દેવીની પણ એક મૂર્તિ ઊભી કરી, અને બીજાં પાપો પણ કર્યા, પરિણામે તેણે તેની સામે બીજા ઇસ્રાએલી રાજાઓ કરતાં પણ વધુ ઇસ્રાએલના દેવ યહોવાનો કોપ વહોરી લીધો. .::. 34 તેના સમય દરમ્યાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું, તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબીરામ મરી ગયો, અને પોતાનો સૌથી નાનો પુત્ર સગૂબ જ્યારે તેના દરવાજાઓ ઊભા કર્યા ત્યારે મરી ગયો. નૂનના પુત્ર યહોશુઆના શબ્દો, કે જે યહોવાની ભવિષ્યવાણી હતી, આ રીતે સાચી પડી.
  • 1 Kings Chapter 1  
  • 1 Kings Chapter 2  
  • 1 Kings Chapter 3  
  • 1 Kings Chapter 4  
  • 1 Kings Chapter 5  
  • 1 Kings Chapter 6  
  • 1 Kings Chapter 7  
  • 1 Kings Chapter 8  
  • 1 Kings Chapter 9  
  • 1 Kings Chapter 10  
  • 1 Kings Chapter 11  
  • 1 Kings Chapter 12  
  • 1 Kings Chapter 13  
  • 1 Kings Chapter 14  
  • 1 Kings Chapter 15  
  • 1 Kings Chapter 16  
  • 1 Kings Chapter 17  
  • 1 Kings Chapter 18  
  • 1 Kings Chapter 19  
  • 1 Kings Chapter 20  
  • 1 Kings Chapter 21  
  • 1 Kings Chapter 22  
×

Alert

×

Gujarati Letters Keypad References