પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
યૂના

રેકોર્ડ

યૂના પ્રકરણ 4

1 પરંતુ યૂનાને આ પસંદ પડ્યું નહિ અને તે ગુસ્સે થયો. 2 તેણે યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, તમે આમ જ કરશો એમ હું જાણતો હતો! એટલા માટે હું પહેલાં તાશીર્શ ભાગી ગયો. મને ખબર હતી કે, તમે તો કૃપાળુ અને દયાળુ દેવ છો! તમે ઝડપથી ગુસ્સે થતા નથી અને તમે બહુ કૃપા ધરાવો છો. તે તમે ચૂકાદાને લગતાં તમારા વિચારો બદલો છો. 3 માટે હવે, હે યહોવા, તમે મારા પ્રાણ હરી લો, હું જીવવા કરતા મરવાનું વધારે પસંદ કરું છું.” 4 પછી યહોવાએ કહ્યું, “તું આમ ગુસ્સે થાય છે તે શું યોગ્ય છે?” 5 ત્યારબાદ યૂના નગર બહાર ગયો અને પૂર્વ દિશા તરફ બેઠો. ત્યાં તેણે પોતાને માટે આશ્રયસ્થાન બાંધ્યું. પછી તે તેની છાયામાં બેસી નગરનું શું થાય છે તે નિહાળવાને રાહ જોતો બેસી રહ્યો. 6 દેવ યહોવાએ કીણયોનનો એક વેલો યૂના ઉપર ઉત્પન્ન કર્યો, કે જેથી તે તેના માથા ઉપર છાયા કરીને તેની ગમગીની દૂર કરે. એ કીણયોનના વેલાને લીધે યૂના બહુ જ ખુશ હતો. 7 પંરતુ બીજે દિવસે સવારે દેવની યોજના મૂજબ, એક કીડો છોડ ખાઇ ગયો અને તે સુકાઇ ગયું. 8 પછી જ્યારે સૂર્ય આકાશમાં ઉંચે ઉગ્યો, દેવે ગરમ પૂવિર્ય પવનને યૂના ઉપર મોકલ્યો. તેથી યૂનાનાં માથા પરની સૂર્યની ગરમીએ યૂનાને નબળો બનાવ્યો અને તેણે મૃત્યુ માંગ્યું. તેણે કહ્યું, “હું જીવવા કરતાં મરવાનું પસંદ કરું છું. “ 9 પરંતુ દેવે યૂનાને કહ્યું, “વેલો નાશ પામ્યો તેથી તું આમ ગુસ્સે થાય તે યોગ્ય છે?”યૂનાએ કહ્યું, “હા તે યોગ્ય છે. હું ગુસ્સે થઇ રહ્યો છું અને મરવા ચાહું છું.” 10 પછી યહોવાએ કહ્યું, “તેઁ કદીય છોડનું પાલન કે દેખભાલ ન કરી. તે રાતો રાત ઊગ્યું અને તે રાતોરાત મરી પણ ગયું. પણ હવે તું છોડ વિષે દુ:ખી છે. 11 તો પછી શા માટે મારે નિનવેહના મહાન શહેર માટે દિલગીર ન થવું જેમાં 1,20,000 લોકો છે જેઓને ખરાખોટાની ખબર નથી અને જ્યાં ઘણા પશુઓ છે.” 
1 પરંતુ યૂનાને આ પસંદ પડ્યું નહિ અને તે ગુસ્સે થયો. .::. 2 તેણે યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, તમે આમ જ કરશો એમ હું જાણતો હતો! એટલા માટે હું પહેલાં તાશીર્શ ભાગી ગયો. મને ખબર હતી કે, તમે તો કૃપાળુ અને દયાળુ દેવ છો! તમે ઝડપથી ગુસ્સે થતા નથી અને તમે બહુ કૃપા ધરાવો છો. તે તમે ચૂકાદાને લગતાં તમારા વિચારો બદલો છો. .::. 3 માટે હવે, હે યહોવા, તમે મારા પ્રાણ હરી લો, હું જીવવા કરતા મરવાનું વધારે પસંદ કરું છું.” .::. 4 પછી યહોવાએ કહ્યું, “તું આમ ગુસ્સે થાય છે તે શું યોગ્ય છે?” .::. 5 ત્યારબાદ યૂના નગર બહાર ગયો અને પૂર્વ દિશા તરફ બેઠો. ત્યાં તેણે પોતાને માટે આશ્રયસ્થાન બાંધ્યું. પછી તે તેની છાયામાં બેસી નગરનું શું થાય છે તે નિહાળવાને રાહ જોતો બેસી રહ્યો. .::. 6 દેવ યહોવાએ કીણયોનનો એક વેલો યૂના ઉપર ઉત્પન્ન કર્યો, કે જેથી તે તેના માથા ઉપર છાયા કરીને તેની ગમગીની દૂર કરે. એ કીણયોનના વેલાને લીધે યૂના બહુ જ ખુશ હતો. .::. 7 પંરતુ બીજે દિવસે સવારે દેવની યોજના મૂજબ, એક કીડો છોડ ખાઇ ગયો અને તે સુકાઇ ગયું. .::. 8 પછી જ્યારે સૂર્ય આકાશમાં ઉંચે ઉગ્યો, દેવે ગરમ પૂવિર્ય પવનને યૂના ઉપર મોકલ્યો. તેથી યૂનાનાં માથા પરની સૂર્યની ગરમીએ યૂનાને નબળો બનાવ્યો અને તેણે મૃત્યુ માંગ્યું. તેણે કહ્યું, “હું જીવવા કરતાં મરવાનું પસંદ કરું છું. “ .::. 9 પરંતુ દેવે યૂનાને કહ્યું, “વેલો નાશ પામ્યો તેથી તું આમ ગુસ્સે થાય તે યોગ્ય છે?”યૂનાએ કહ્યું, “હા તે યોગ્ય છે. હું ગુસ્સે થઇ રહ્યો છું અને મરવા ચાહું છું.” .::. 10 પછી યહોવાએ કહ્યું, “તેઁ કદીય છોડનું પાલન કે દેખભાલ ન કરી. તે રાતો રાત ઊગ્યું અને તે રાતોરાત મરી પણ ગયું. પણ હવે તું છોડ વિષે દુ:ખી છે. .::. 11 તો પછી શા માટે મારે નિનવેહના મહાન શહેર માટે દિલગીર ન થવું જેમાં 1,20,000 લોકો છે જેઓને ખરાખોટાની ખબર નથી અને જ્યાં ઘણા પશુઓ છે.” 
  • યૂના પ્રકરણ 1  
  • યૂના પ્રકરણ 2  
  • યૂના પ્રકરણ 3  
  • યૂના પ્રકરણ 4  
×

Alert

×

Gujarati Letters Keypad References