પવિત્ર બાઇબલ

બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા (BSI)
નિર્ગમન

નિર્ગમન પ્રકરણ 6

1 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હવે તું જોઈશ કે હું ફારુનની શી હાલત કરું છું. હું માંરી મહાન શક્તિનો ઉપયોગ તેના વિરોધમાં કરીશ. અને હું તેને માંરા લોકોને બહાર જવા દેવાની ફરજ પાડીશ. અને તે બળવાન હાથથી એ લોકોને તેના દેશમાંથી હાંકી કાઢશે.” 2 અને દેવે મૂસાને કહ્યું, 3 “એ હું યહોવા છું જે ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ સમક્ષ પ્રગટ થયો હતો; તેમણે મને એલ શદાય (સર્વસમર્થ દેવ) કહ્યો. પરંતુ મેં માંરું યહોવા નામ તેમને જણાવ્યું નહોતું. 4 મેં તેમની સાથે કરાર કર્યો, તેઓ જે દેશમાં જઈને વસ્યા હતા તે કનાન દેશનું મેં તેમને વચન આપ્યું હતું. તેઓ ત્યા રહેતા હતા, પણ તે તેમનો પોતાનો પ્રદેશ ન હતો. 5 મેં ઇસ્રાએલના લોકોનાં ઊહંકાર સાંભળ્યા છે. હું જાણું છું કે તેઓ મિસરના ચાકરો છે અને મેં માંરો કરાર સંભાર્યો છે. 6 એટલા માંટે ઇસ્રાએલના લોકોને કહો કે, ‘હું તેમને કહું છું, હું યહોવા છું. હું તમાંરા લોકોનું રક્ષણ કરીશ. હું તમને લોકોને મિસરીઓની મજૂરીમાંથી છોડાવીશ અને ગુલામીમાંથી મુક્ત કરીશ. હું માંરી મહાન શક્તિનો ઉપયોગ કરીને મિસરીઓને ભયંકર શિક્ષા કરીશ પછી હું તમાંરો ઉધ્ધાર કરીશ. 7 “તમે બધા લોકો માંરા થશો, ને હું તમાંરા બધાનો દેવ થઈશ. હું યહોવા તમાંરા લોકોનો દેવ છું એની તમને ત્યારે ખબર પડશે જ્યારે હું તમને મજૂરીમાંથી મુક્તિ અપાવીશ. 8 હું યહોવા છું, મેં ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે દેશ આપવાનું પ્રતિજ્ઞાપૂર્વક વચન આપ્યું હતું, તે દેશમાં હું તમને લઈ જઈશ અને તમને તેના વારસદાર બનાવીશ.”‘ 9 એટલા માંટે મૂસાએ એ વાત ઇસ્રાએલના લોકોને કહી. પણ તે વખતે તે લોકો આકરી ગુલામીથી એવા હતાશ થઈ ગયા હતા કે તેમણે તેની વાત સાંભળી નહિ. 10 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, 11 “જાઓ, અને મિસરના રાજા ફારુનને કહો કે, તે ઇસ્રાએલના લોકોને આ દેશમાંથી જરૂર બહાર જવા દે.” 12 પરંતુ મૂસાએ યહોવાને કહ્યું, “ઇસ્રાએલના લોકો માંરી વાત સાંભળવા પણ નથી માંગતા, તો પછી ફારુન શી રીતે સાંભળશે? મને તો સારી રીતે બોલતાં પણ નથી આવડતું.” 13 પરંતુ યહોવાએ મૂસા અને હારુન સાથે વાતચીત કરી. દેવે તેમને આજ્ઞા કરી કે, તમાંરે મિસરના રાજા ફારુન પાસે જવું અને ઇસ્રાએલીઓને મિસર બહાર લઈ આવવા. 14 ઇસ્રાએલના પરિવારોના આગેવાનોનાં નામ આ પ્રમાંણે છે; ઇસ્રાએલના સૌથી મોટા પુત્ર રૂબેનને ચાર પુત્રો હતા. તેઓ હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી હતા; 15 શિમયોનના પુત્રો; યમુએલ, યારીન, ઓહાદ, યાખીન, સોહારને શાઉલ, જે એક કનાની સ્ત્રીને પેટે અવતર્યા હતા. 16 લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી હતા. તેઓ એમને નામે ઓળખાતાં પરિવારોના પૂર્વપુરુષો હતા. લેવીનું આયુષ્ય 137 વર્ષનું હતું. 17 ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ. 18 કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ, કહાથનું આયુષ્ય 133 વર્ષનું હતું. 19 મરારીના પુત્રો: માંહલી અને મૂશી હતા. આ બધા પરિવાર ઇસ્રાએલના પુત્ર લેવીના હતા. 20 આમ્રામ પોતાની ફોઈ યોખેબેદ સાથે પરણ્યો, અને તેને હારુન અને મૂસાના જન્મ થયા. આમ્રામનું આયુષ્ય 137 વર્ષનું હતું. 21 યિસ્હારના પુત્રો: કોરાલ, નેફેગ અને ઝિખ્રી. 22 ઉઝઝીએલના પુત્રો: મીશાએલ, એલ્સાફાન અને સિથ્રી. 23 હારુનના વિવાહ આમ્મીનાદાબની પુત્રી અને નાહશોનની બહેન અલીશેબા સાથે થયા. અને અલીશેબાને નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઈથામાંર અવતર્યા. 24 કોરાહના પુત્રો: આસ્સીર, એલ્કાનાહ અને અબિઆસાફ. આ પરિવારો કોરાહીઓનાં પિતૃઓ છે. 25 હારુનના પુત્ર એલઆઝારે પૂટીએલની પુત્રી સાથે લગ્ન કર્યા અને તેણે ફીનહાસને જન્મ આપ્યો. આ બધાજ પૂર્વપુરુષો લેવી વંશના પરિવારના હતા. 26 આ રીતે હારુન અને મૂસા આ કૂળ-સમૂહના હતા અને તે એ જ વ્યક્તિઓ છે જેની સાથે દેવે વાત કરી હતી. અને કહ્યું હતું કે, “ઇસ્રાએલીઓને ટૂકડી પ્રમાંણે મિસરમાંથી બહાર કાઢો.” 27 હારુન અને મૂસાએ જ મિસરના રાજા ફારુન સાથે વાત કરી. તેમણે ફારુનને કહ્યું કે, “તે ઇસ્રાએલના લોકોને મિસરની બહાર લઈ જવા દે.” 28 મિસર દેશના દેવે મૂસા સાથે વાત કરી. 29 તેમણે કહ્યું, “હું યહોવા છું, હું તને કહું છું, તે બધું જ મિસરના રાજા ફારુનને કહેજે.” 30 અને મૂસાએ કહ્યું, “હું સ્પષ્ટ રીતે બોલતો નથી તો પછી ફારુન માંરી વાત શી રીતે સાંભળશે?”‘
1. પછી યહોવાએ મૂસાને કહ્યું, “હવે તું જોઈશ કે હું ફારુનની શી હાલત કરું છું. હું માંરી મહાન શક્તિનો ઉપયોગ તેના વિરોધમાં કરીશ. અને હું તેને માંરા લોકોને બહાર જવા દેવાની ફરજ પાડીશ. અને તે બળવાન હાથથી એ લોકોને તેના દેશમાંથી હાંકી કાઢશે.” 2. અને દેવે મૂસાને કહ્યું, 3. “એ હું યહોવા છું જે ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ સમક્ષ પ્રગટ થયો હતો; તેમણે મને એલ શદાય (સર્વસમર્થ દેવ) કહ્યો. પરંતુ મેં માંરું યહોવા નામ તેમને જણાવ્યું નહોતું. 4. મેં તેમની સાથે કરાર કર્યો, તેઓ જે દેશમાં જઈને વસ્યા હતા તે કનાન દેશનું મેં તેમને વચન આપ્યું હતું. તેઓ ત્યા રહેતા હતા, પણ તે તેમનો પોતાનો પ્રદેશ ન હતો. 5. મેં ઇસ્રાએલના લોકોનાં ઊહંકાર સાંભળ્યા છે. હું જાણું છું કે તેઓ મિસરના ચાકરો છે અને મેં માંરો કરાર સંભાર્યો છે. 6. એટલા માંટે ઇસ્રાએલના લોકોને કહો કે, ‘હું તેમને કહું છું, હું યહોવા છું. હું તમાંરા લોકોનું રક્ષણ કરીશ. હું તમને લોકોને મિસરીઓની મજૂરીમાંથી છોડાવીશ અને ગુલામીમાંથી મુક્ત કરીશ. હું માંરી મહાન શક્તિનો ઉપયોગ કરીને મિસરીઓને ભયંકર શિક્ષા કરીશ પછી હું તમાંરો ઉધ્ધાર કરીશ. 7. “તમે બધા લોકો માંરા થશો, ને હું તમાંરા બધાનો દેવ થઈશ. હું યહોવા તમાંરા લોકોનો દેવ છું એની તમને ત્યારે ખબર પડશે જ્યારે હું તમને મજૂરીમાંથી મુક્તિ અપાવીશ. 8. હું યહોવા છું, મેં ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે દેશ આપવાનું પ્રતિજ્ઞાપૂર્વક વચન આપ્યું હતું, તે દેશમાં હું તમને લઈ જઈશ અને તમને તેના વારસદાર બનાવીશ.”‘ 9. એટલા માંટે મૂસાએ એ વાત ઇસ્રાએલના લોકોને કહી. પણ તે વખતે તે લોકો આકરી ગુલામીથી એવા હતાશ થઈ ગયા હતા કે તેમણે તેની વાત સાંભળી નહિ. 10. ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, 11. “જાઓ, અને મિસરના રાજા ફારુનને કહો કે, તે ઇસ્રાએલના લોકોને આ દેશમાંથી જરૂર બહાર જવા દે.” 12. પરંતુ મૂસાએ યહોવાને કહ્યું, “ઇસ્રાએલના લોકો માંરી વાત સાંભળવા પણ નથી માંગતા, તો પછી ફારુન શી રીતે સાંભળશે? મને તો સારી રીતે બોલતાં પણ નથી આવડતું.” 13. પરંતુ યહોવાએ મૂસા અને હારુન સાથે વાતચીત કરી. દેવે તેમને આજ્ઞા કરી કે, તમાંરે મિસરના રાજા ફારુન પાસે જવું અને ઇસ્રાએલીઓને મિસર બહાર લઈ આવવા. 14. ઇસ્રાએલના પરિવારોના આગેવાનોનાં નામ આ પ્રમાંણે છે; ઇસ્રાએલના સૌથી મોટા પુત્ર રૂબેનને ચાર પુત્રો હતા. તેઓ હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી હતા; 15. શિમયોનના પુત્રો; યમુએલ, યારીન, ઓહાદ, યાખીન, સોહારને શાઉલ, જે એક કનાની સ્ત્રીને પેટે અવતર્યા હતા. 16. લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી હતા. તેઓ એમને નામે ઓળખાતાં પરિવારોના પૂર્વપુરુષો હતા. લેવીનું આયુષ્ય 137 વર્ષનું હતું. 17. ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ. 18. કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ, કહાથનું આયુષ્ય 133 વર્ષનું હતું. 19. મરારીના પુત્રો: માંહલી અને મૂશી હતા. આ બધા પરિવાર ઇસ્રાએલના પુત્ર લેવીના હતા. 20. આમ્રામ પોતાની ફોઈ યોખેબેદ સાથે પરણ્યો, અને તેને હારુન અને મૂસાના જન્મ થયા. આમ્રામનું આયુષ્ય 137 વર્ષનું હતું. 21. યિસ્હારના પુત્રો: કોરાલ, નેફેગ અને ઝિખ્રી. 22. ઉઝઝીએલના પુત્રો: મીશાએલ, એલ્સાફાન અને સિથ્રી. 23. હારુનના વિવાહ આમ્મીનાદાબની પુત્રી અને નાહશોનની બહેન અલીશેબા સાથે થયા. અને અલીશેબાને નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઈથામાંર અવતર્યા. 24. કોરાહના પુત્રો: આસ્સીર, એલ્કાનાહ અને અબિઆસાફ. આ પરિવારો કોરાહીઓનાં પિતૃઓ છે. 25. હારુનના પુત્ર એલઆઝારે પૂટીએલની પુત્રી સાથે લગ્ન કર્યા અને તેણે ફીનહાસને જન્મ આપ્યો. આ બધાજ પૂર્વપુરુષો લેવી વંશના પરિવારના હતા. 26. આ રીતે હારુન અને મૂસા આ કૂળ-સમૂહના હતા અને તે એ જ વ્યક્તિઓ છે જેની સાથે દેવે વાત કરી હતી. અને કહ્યું હતું કે, “ઇસ્રાએલીઓને ટૂકડી પ્રમાંણે મિસરમાંથી બહાર કાઢો.” 27. હારુન અને મૂસાએ જ મિસરના રાજા ફારુન સાથે વાત કરી. તેમણે ફારુનને કહ્યું કે, “તે ઇસ્રાએલના લોકોને મિસરની બહાર લઈ જવા દે.” 28. મિસર દેશના દેવે મૂસા સાથે વાત કરી. 29. તેમણે કહ્યું, “હું યહોવા છું, હું તને કહું છું, તે બધું જ મિસરના રાજા ફારુનને કહેજે.” 30. અને મૂસાએ કહ્યું, “હું સ્પષ્ટ રીતે બોલતો નથી તો પછી ફારુન માંરી વાત શી રીતે સાંભળશે?”‘
  • નિર્ગમન પ્રકરણ 1  
  • નિર્ગમન પ્રકરણ 2  
  • નિર્ગમન પ્રકરણ 3  
  • નિર્ગમન પ્રકરણ 4  
  • નિર્ગમન પ્રકરણ 5  
  • નિર્ગમન પ્રકરણ 6  
  • નિર્ગમન પ્રકરણ 7  
  • નિર્ગમન પ્રકરણ 8  
  • નિર્ગમન પ્રકરણ 9  
  • નિર્ગમન પ્રકરણ 10  
  • નિર્ગમન પ્રકરણ 11  
  • નિર્ગમન પ્રકરણ 12  
  • નિર્ગમન પ્રકરણ 13  
  • નિર્ગમન પ્રકરણ 14  
  • નિર્ગમન પ્રકરણ 15  
  • નિર્ગમન પ્રકરણ 16  
  • નિર્ગમન પ્રકરણ 17  
  • નિર્ગમન પ્રકરણ 18  
  • નિર્ગમન પ્રકરણ 19  
  • નિર્ગમન પ્રકરણ 20  
  • નિર્ગમન પ્રકરણ 21  
  • નિર્ગમન પ્રકરણ 22  
  • નિર્ગમન પ્રકરણ 23  
  • નિર્ગમન પ્રકરણ 24  
  • નિર્ગમન પ્રકરણ 25  
  • નિર્ગમન પ્રકરણ 26  
  • નિર્ગમન પ્રકરણ 27  
  • નિર્ગમન પ્રકરણ 28  
  • નિર્ગમન પ્રકરણ 29  
  • નિર્ગમન પ્રકરણ 30  
  • નિર્ગમન પ્રકરણ 31  
  • નિર્ગમન પ્રકરણ 32  
  • નિર્ગમન પ્રકરણ 33  
  • નિર્ગમન પ્રકરણ 34  
  • નિર્ગમન પ્રકરણ 35  
  • નિર્ગમન પ્રકરણ 36  
  • નિર્ગમન પ્રકરણ 37  
  • નિર્ગમન પ્રકરણ 38  
  • નિર્ગમન પ્રકરણ 39  
  • નિર્ગમન પ્રકરણ 40  
×

Alert

×

Gujarati Letters Keypad References