1 ત્યારબાદ ફરીવાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ ઈસ્રાએલી પ્રજાએ કર્યુ. અને તેણે તેઓને સાત વર્ષ સુધી મિદ્યાનીઓના હાથમાં સોંપી હેરાન-પરેશાન કર્યા.2 ઈસ્રાએલી પ્રજા કરતાં મિદ્યાનીઓ વધારે શક્તિશાળી હતાં એટલે મિદ્યાનીઓની ક્રૂરતાથી પોતાને બચાવવા માંટે ઈસ્રાએલી પ્રજાને પર્વત પર ટેકરીની ગુફાઓમાં અને અન્ય ગુપ્ત જગ્યાએ ભરાઈ જવું પડયું.3 જયારે જયારે ઈસ્રાએલી પ્રજા પોતાના ખેતરોમાં વાવણી કરતી ત્યારે ત્યારે મિદ્યાનીઓ, અમાંલેકીઓ અને બીજી પૂર્વની પ્રજાઓ આવીને તેમના ઉપર હુમલો કરતી.4 તેઓ છેક ગાઝા સુધીના પ્રદેશમાં પડાવ નાખીને ત્યાં નિવાસ કરતા, તેઓ ત્યાં રહેતા અને લોકોના પાક અને કાપણીનો નાશ કરતા. તેઓ ઈસ્રાએલીઓ માંટે કશું જ ખાવાનું રહેવા દેતા નહિ, નહિ ઘેટું, નહિ બકરી, નહિ બળદ કે નહિ ગધેડું.5 તેઓ તેમના ઢોર અને તેમના તંબુઓ સાથે ટોળાબંધ ચઢી આવતા, અને લોકો ઉપર મધમાંખીની જેમ ત્રાટકતા એમનાં ઊંટ ગણ્યા ગણાય એમ નહોંતા, અને તેઓ બધાં ભૂમિનો નાશ કરવા આવતા.6 આમ ઈસ્રાએલીઓ મિદ્યાનીઓ આગળ લાચાર હતાં.7 આથી ઈસ્રાએલીઓએ મિદ્યાનીઓ સામે મદદ મેળવવા યહોવાને પોકાર કર્યો.8 ત્યારે યહોવાએ એક પ્રબોધક દ્વારા સંદેશો મોકલ્યો, તેણે તેઓને કહ્યું, “ઈસ્રાએલના દેવ યહોવા જે કહે છે તે આ છે; તમને મિસરમાંથી મેં બહાર કાઢયા હતાં અને તમને ગુલામીમાંથી મુક્ત કર્યા હતાં.9 મિસરીઓના અને તમાંરા ઉપર જુલમ ગુજારનારાઓના હાથમાંથી તમને છોડાવનાર હું હતો. આ લોકોને મેં તમાંરી સામેથી હાંકી કાઢયા હતાં, અને તેમની જમીન તમને આપી હતી.’10 મેં તમને કહ્યું હતું, ‘હું તમાંરો દેવ યહોવા છું; તમે જે અમોરીઓના દેશમાં અત્યારે વસો છો તેમના દેવોની પૂજા કરશો નહિ.’ પણ તમે માંરી વાત સાંભળી નથી.”11 એક દિવસ યહોવાનો દૂત અબીએઝેરી કુટુંબના યોઆશની માંલિકોના ઓફ્રાહ ગામે ગયો હતો અને ઓકના ઝાડ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજર ન પડે માંટે દ્રાક્ષના કોલુમાં ઘઉં ઝૂડતો હતો.12 યહોવાના દૂતે તેને દર્શન દઈને કહ્યું, “મહાન યોદ્ધા, યહોવા તારી સાથે છે.”13 ત્યાર પછી ગિદિયોને કહ્યું, “માંરા યહોવા, જો યહોવા સાચે જ માંરી અને ઈસ્રાએલીઓની પડખે હોય તો અમને આ બધું શું થયું? અમાંરા પિતૃઓએ અમને યહોવાના પ્રચંડ કાર્યો વિષે કહ્યું હતું જ્યારે તેઓ તેમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતાં, અને જ્યારે તેઓએ આ વિષે વાત કરી ત્યારે તેઓએ અદભૂત શોર્ય અને મહાન ઘટનાનું વર્ણન કર્યુ હતું. તે બધાં કયાં ગયા? હવે આજે તો યહોવાએ અમાંરો ત્યાગ કર્યો છે અમને મિદ્યાનીઓના હાથમાં સોંપી દીધા છે.”14 પછી યહોવાએ તેના તરફ વળીને કહ્યું, “જા, અને તારી તાકાતથી તું ઈસ્રાએલીઓને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ. હું પોતે જ તને મોકલું છું.”15 ગિદિયોને કહ્યું, “પણ, યહોવા હું ઈસ્રાએલીઓને કેવી રીતે છોડાવી શકું? તમે જાણો છો કે માંરું કુળસમૂહ મનાશ્શાના વંશમાં નબળામાં નબળું છે, અને માંરા બાપના કુટુંબમાં હું સૌથી નાનો માંણસ છું.”16 ત્યારે યહોવાએ કહ્યું, “હું તારી મદદમાં રહીશ અને તું મિદ્યાનીઓને તેઓ જાણે એક જ માંણસ હોય તેમ કચડી શકીશ.”17 ગિદિયોને યહોવાને કહ્યું, “જો તમે માંરા પર પ્રસન્ન થયા હો તો તમે જ માંરી સાથે વાત કરો છો એની કોઈ નિશાની આપો;18 અને જયાં સુધી હું તમને અર્પણ લાવીને ના ધરાવું ત્યાં સુધી અહીંથી ચાલ્યા જશો નહિ.”યહોવાએ કહ્યું, “તું પાછો આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ.”19 આથી ગિદિયોને જલ્દી ઘેર જઈને એક લવારું લઈને રાંધ્યું તથા એક એફ્રાહલોટની બેખમીર રોટલી બનાવી. તેણે માંસ એક ટોપલીમાં મૂક્યું. રસો તપેલીમાં લીધો અને તે બધું તે ઓકના ઝાડ નીચે લાવ્યો અને તેણે યહોવાને ધરાવ્યું.20 યહોવાના દેવદૂત કહ્યું, “માંસ અને રોટલી આ ખડક ઉપર મૂક અને તેના પર રસો રેડી દે.” ગિદિયોને તે પ્રમાંણે કર્યુ.21 ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની લાકડી લંબાવીને તેની અણી માંસને અને બેખમીર રોટલીને અટકાડી. તરત જ ખડકમાંથી અગ્નિ પ્રગટયો અને તે માંસને તથા રોટલીને સ્વાહા કરી ગયો. અને એ જ ક્ષણે યહોવાનો દૂત અલોપ થઈ ગયો.22 ગિદિયોને ત્યારે જાણ્યું અને તેને ખાતરી થઈ કે એ યહોવાનો દૂત હતો. અને તે બોલી ઊઠયો, “મને અફસોસ! ઓ યહોવા સર્વસમર્થ, કારણ કે મે યહોવાના દૂતને મોંઢા મોંઢ જોયો છે.”23 પણ યહોવાએ તેને કહ્યું, “શાંતિ રાખ, ડરીશ નહિ, તું મરી નહિ જાય.”24 ત્યારબાદ ગિદિયોન ત્યાં ગયો અને ત્યાં યહોવાને માંટે એક વેદી બાંધી અને તેનું નામ ‘યહોવાની શાંતિ’ પાડયું. આજના દિવસે પણ એ વેદી “યહોવાની શાંતિ” યહોવા શાલોમ: ઓફ્રાહ નગરમાં છે જ્યાં અબીએઝરીનું કુટુંબ વસે છે.25 તે રાત્રે યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારા પિતાનો સાત વર્ષની ઉમરનો શ્રેષ્ઠ બળદ લે. તારા પિતાની જે બઆલ દેવની બેદી છે તે તોડી પાડ.26 અને તેની પાસેની અશેરાહ દેવીની પ્રતિમાંને કાપી નાખ, અને ત્યાર પછી આ ટેકરા ઉપર તારા દેવ યહોવાને માંટે યોગ્ય રીતે બાંધેલી યજ્ઞવેદી બનાવ. પછી પેલો બીજો બળદ લઈને તેં કાપી નાખેલી પ્રતિમાંનાં લાકડાં વડે અર્પણ ચઢાવ.”27 પછી ગિદિયોને દસ નોકરોને લઈને યહોવાના કહ્યાં પ્રમાંણે કર્યું. પણ તેને પોતાનાં કુટુંબીજનોની અને ગામ લોકોની બીક લાગતી હતી એથી તેણે આ કામ દિવસે ન કરતાં રાત્રે કર્યું.28 બીજે દિવસે સવારે લોકોની અવરજવર શરૂ થઈ ત્યારે લોકોએ જોયું કે બઆલની વેદીને તોડી નાખી છે, તેની પાસેની અશેરા દેવીનો સ્તંભ તોડી નાખવામાં આવ્યો છે. તેઓએ એક નવી બાંધેલી વેદી પણ જોઈ જ્યાં બીજા બળદનું અર્પણ કરાયું હતું.29 તેઓ એકબીજાને પૂછવા લાગ્યા, “આ કોણે કર્યુ?’ અને તેમણે તપાસ કરી, આખરે તેઓને ખબર પડી કે, “યોઆસના પુત્ર ગિદિયોને આ કર્યુ છે.”30 ત્યારે તેમણે યોઆશને કહ્યું, “તારા પુત્રને બહાર કાઢ, એને મૃત્યુદંડની સજા થશે જ; કારણ એણે બઆલની વેદી ઉખાડી નાખી છે અને તેની પાસેની અશેરાદેવીની પ્રતિમાં કાપી નાખી છે.”31 પરંતુ યોઆશે તેની સામે ભેગા થયેલાં લોકોને કહ્યું, “તમે શા માંટે બઆલનો પક્ષ લો છો? શા માંટે તમે તેને બચાવવા માંગો છો? જે કોઈ બઆલનો પક્ષ કરશે તેને સવાર થતાં પહેલાં માંરી નાખવામાં આવશે. જો બઆલ ખરેખરા દેવ હોય અને કોઈ તેની વેદી તોડી પાડે તો તે પોતાની જાતનો બચાવ કરે.32 ત્યારથી ગિદિયોનનું નામ ‘યરૂબ્બઆલ’ પડયું, કારણ યોઆશે કહ્યું, “તેણે બઆલની વેદી તોડી પાડી છે.”33 ત્યારબાદ મિદ્યાનીઓએ, અમાંલેકીઓએ અને પૂર્વની અન્ય પ્રજાઓએ ભેગા થઈને યર્દન નદી ઓળંગી યિઝ્રએલની ખીણમાં તેમના છાવણી તાણ્યા.34 પછી યહોવાનો આત્માં ગિદિયોનમાં આવ્યો, યુદ્ધમાં જવાનું આહવાન આપવા તેણે રણશિંગડું ફૂંકયું, તેથી અબીએઝેરના પુરુષો તેની પાસે ભેગા થયા.35 તેણે મનાશ્શાના કુળસમૂહના સમગ્ર પ્રદેશમાં પોતાના માંણસો મોકલ્યાં અને ત્યાથી લોકોને બોલાવી લીધા. અને તે બધાં તેની આજુબાજુ ભેગા થયાં તેણે આશેર, ઝબુલોન અને નફતાલીના લોકોને કાસદો મોકલ્યા અને તે કુળસમૂહોના લોકો પણ તેને આવી મળ્યાં.36 પછી ગિદિયોને દેવને પૂછયું, “તમે મને વચન આપ્યું છે તે મુજબ તમે કહ્યું છે કે તમે ઈસ્રાએલીઓને બચાવશો,37 તેથી હું આ ઘઉં ઝૂડવાની જમીન ઉપર ઊન પાથરું છું, જો એ ઊન ઉપર જ ઝાકળ જોવામાં આવે અને બધી જમીન સૂકી હોય, તો હું સમજીશ કે તમે વચન આપ્યા પ્રમાંણે માંરા હાથે ઈસ્રાએલીઓને બચાવવાના છો.”38 અને એ જ પ્રમાંણે થયું. બીજા દિવસે તે સવારમાં વહેલો ઊઠયો, અને તેણે ઊનને નીચોવ્યું, તો તેમાંથી કટોરો ભરાય એટલું ઝાકળ નીકળ્યું.39 પછી ગિદિયોને દેવને કહ્યું, “માંરા પર કોપ ન કરશો, હજી એક વાર મને બોલવા દો. હજી એક વખત મને ઊન દ્વારા તમાંરી કસોટી કરવા દો. આ વખતે ઊન કોરું જ રહે અને માંત્ર ચારેબાજુ જમીન ઉપર જ ઝાકળ પડે એમ કરો.”40 તે રાત્રે તેણે માંગ્યું તે પ્રમાંણે દેવે કર્યુ, ઊન કોરું રહ્યું અને જમીન ઉપર ઝાકળ પડયું.