પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

Exodus Chapter 29

1 દેવે મૂસાને કહ્યું, “યાજકો તરીકે હારુન અને તેના પુત્રોના સમર્પણ માંટેની દીક્ષા વિધિ આ પ્રમાંણે છે. 2 ખોડ વિનાના બે ઘેટાં અને એક જુવાન બળદ લેવો. બેખમીર રોટલી, તેલથી મોહેલી બેખમીર ભાખરી, અને તેલ ચોપડેલી બેખમીર રોટલી લેવી. આ બધું ઘઉના મેદાનું બનાવવું. 3 તેઓને ટોપલીમાં મૂકવાં અને જુવાન બળદ અને બે ઘેટાં સાથે તે લાવવું. 4 “ત્યારબાદ હારુન અને તેના પુત્રોને મુલાકાત મંડપમાં દ્વાર પાસે લાવીને તેમને સ્નાન કરાવ. 5 પછી હારુનને જામો, ભરતકામવાળો ઝભ્ભો, એફોદ, ઉરપત્ર અને કમરબંધ પહેરાવ. 6 અને તેના માંથા પર પાઘડી મૂકાને તેની સાથે દીક્ષાનો પવિત્ર મુગટ બાંધ. 7 પછી અભિષેકનું તેલ લઈ તે તું તેના માંથા પર રેડી, તેનો અભિષેક કરજે. 8 “ત્યારબાદ તેના પુત્રોને લાવી, તેમને ડગલા પહેરાવવા કમરે કમરબંધ બાંધવા તથા માંથે ફેંટા બાંધવા. 9 માંરા શાશ્વત કાનૂનનુસાર તેઓ યાજકપદે કાયમ રહેશે. આ રીતે હારુનની અને તેના પુત્રોની યાજકપદે પ્રતિષ્ઠા કરવાની છે. 10 “ત્યારબાદ બળદને મુલાકાતમંડપની આગળ લઈ આવવો. અને હારુન અને તેના પુત્રોએ તેના માંથા ઉપર હાથ મૂકવા. 11 પછી યહોવાની સંમુખ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ બળદનો વધ કરવો. 12 બળદનું થોડું લોહી લઈને આંગળી વડે વેદીનાં ટોચકાંઓને લગાડવું, પછી બાકીનું બધું લોહી વેદીના પાયા આગળ રેડી દેવું. 13 પછી અંદરના ભાગો પર આવેલી બધીજ ચરબી લેવી, પિત્તાશય અને બે મૂત્રપિંડની ઉપર આવેલી ચરબી પણ લઈ લેવી અને વેદી પર તેનું દહન કરવું. 14 પરંતુ બળદના માંસને, ચામડીને અને તેના અંદરના અવયવોને છાવણીની બહાર અગ્નિથી બાળી મૂકવાં. તે પાપાર્થાર્પણ છે. 15 “ત્યારબાદ એક ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માંથ પર હાથ મૂકવા. 16 પછી એ ઘેટાનો વધ કરીને, તેનું લોહી લઈને વેદીની ચારે બાજુએ છાંટવું. 17 પછી તે ઘેટાંને કાપીને કકડા કરવા. અને તેનાં આંતરડાં તથા પગ ધોઈ નાખવાં અને પછી તેઓને માંથા અને શરીરના બીજા અવયવો સાથે મૂકવાં. 18 પછી આખા ઘેટાંનું વેદી પર દહન કરવું એ યહોવાના માંનમાં આપેલ દહનાર્પણ છે. એની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું, એ માંરા માંનમાં કરેલો હોમયજ્ઞ છે. 19 “હવે પછી બીજો ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂકવા. 20 પછી તે ઘેટાનો વધ કરીને તેનું થોડું લોહી લઈને હારુન અને તેના પુત્રોના જમણા કાનની બૂટને, જમણા હાથના અંગૂઠાને તથા જમણા પગના અંગૂઠાને લગાડવું. 21 ત્યારબાદ બાકીનું લોહી વેદીની ચારે બાજુ છાંટી દેવું, વેદી ઉપરના લોહીમાંથી થોડું લોહી અને અભિષેકનું તેલ લઈ હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો અને તેમનાં વસ્ત્રો પર છાંટવું એટલે આમ તેઓ તથા તેઓનાં વસ્ત્રો યહોવાને અર્થે પવિત્ર ગણાશે. 22 “પછી ઘેટાંના ચરબીવાળા ભાગ લેવા; તેની પૂંછડી, અંદરના અવયવો પરની ચરબી, કાળજા પરની ચરબી, ચરબી સાથે જ મૂત્રપિંડો અને જમણી જાંધ. કારણ કે હારુન અને તેના દીકરાઓની દીક્ષા માંટેનો આ ઘેટો છે. 23 યહોવા આગળના બેખમીર રોટલીના ટોપલામાંથી એક રોટલી, એક મોવણવાળી ભાખરી અને એક તેલ ચોપડેલી રોટલી લેવી. 24 એ બધું હારુનના અને તેના પુત્રોના હાથ પર મૂકવું અને એના વડે યહોવાની ઉપાસના કરવી. 25 પછી તેઓના હાથમાંથી તું તે લે અને યહોવા સમક્ષ દહનાર્પણ તરીકે વેદી પર તેનું દહન કરવું. એની સુવાસથી હું પ્રસન્ન છું. એ માંરા માંનમાં કરેલું દહનાર્પણ છે. 26 “પછી હારુનની દીક્ષા માંટે વપરાયેલા ઘેટાની છાતી લઈને તેના વડે યહોવાની ઉપાસના કરવી પછી એ તારો હિસ્સો ગણાશે. 27 હારુન અને તેના પુત્રોની દીક્ષા માંટે વપરાયેલા, જેના વડે ઉપાસના કરી છે તે, અને ભેટ ધરાવેલી છાતી અને જાંધ તારે યાજકો માંટે અલગ રાખવાં. 28 માંરા શાશ્વત નિયમાંનુસાર એ હારુનને અને તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી મળવો જોઈતો હિસ્સો છે; કારણ કે ઇસ્રાએલીઓએ શાંત્યર્પણમાંથી યહોવાને ધરાવેલી એ ભેટ છે. 29 “હારુનનાં આ પવિત્ર વસ્ત્રો સાચવી રાખવાં. હારુનના મૃત્યુ બાદ તેના પુત્રોને વારસામાં મળે. પેઢી દર પેઢી તેઓ તેમની પોતાની અભિષેકની દીક્ષા વિધિ વખતે તે પહેરે. 30 હારુન પછી જે કોઈ મુખ્ય યાજક થાય તે મુલાકાત મંડપમાં અને પવિત્રસ્થાનમાં સેવા શરૂ કરે તે અગાઉ સાત દિવસ સુધી આ વસ્ત્રો ધારણ કરે. 31 “દીક્ષા માંટે અર્પણ કરાયેલ ઘેટાનું માંસ લઈને કોઈ પવિત્રસ્થાને તેને બાફવું; 32 ત્યારબાદ હારુન અને તેના પુત્રોએ મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ એ ઘેટાનું માંસ અને ટોપલામાંની રોટલીનું ભોજન કરવું. 33 તેમની દીક્ષાવિધિ વખતે તેમની પ્રાયશ્ચિત વિધિ માંટે ઉપયોગમાં લેવાયેલ પદાર્થો જ ખાવા; યાજકો સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિએ તે ખાવા નહિ. કારણ એ પવિત્ર છે. 34 સવાર સુધી જો માંસ કે રોટલીમાંથી કાંઈ વધે તો તેને અગ્નિમાં બાળી મૂકવું, ખાવું નહિ, કારણ એ પવિત્ર છે. 35 “હારુન અને તેના પુત્રોને બાબતમાં મે આજ્ઞા કરી છે તે મુજબ જ કરવું. એમની દીક્ષાની વિધિ સાત દિવસ ચલાવવી. 36 દરરોજ પ્રાયશ્ચિત વિધિ માંટે એક બળદનું બલિદાન આપવું. વેદી ઉપર પ્રાયશ્ચિતવિધિ કરવાથી તું એને પાપમુકત કરશે. ત્યાર પછી તારે વેદી પર તેલનો અભિષેક કરી અને પવિત્ર બનાવવી. 37 સાત દિવસ સુધી વેદીને શુધ્ધ અને પવિત્ર બનાવવી. ત્યાર બાદ વેદી સંપૂર્ણપણે અત્યંત પવિત્ર બનશે, એના પછી વેદી જ અત્યંત પવિત્ર બનશે. અને જો કોઈ તેના સંપર્કમાં આવશે તે પવિત્ર બની જશે. 38 “તારે વેદી પર આટલી બલિ ચઢાવવી: પ્રતિદિન કાયમને માંટે એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવાં. 39 એક સવારે અને બીજું સાંજે. 40 પ્રથમ ઘેટા સાથે તમાંરે એક કિલો શુદ્ધ તેલમાં મોહેલો એક કિલો ઝીણો ઘઉંનો લોટ તેમજ પેયાર્પણ તરીકે એક લીટર દ્રાક્ષારસ અર્પણ કરવું. 41 સાંજે અર્પણ થતા હલવાનની સાથે સવારની જેમ ઝીણા ઘઊનાં લોટનું અને દ્રાક્ષારસનું અર્પણ કર. દેવની સમક્ષ તે સુવાસિત અર્પણ અને અગ્નિમાં થયેલ અર્પણ લેખાશે. એ યજ્ઞની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું. 42 “આ દહનાર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ માંરી નજર સમક્ષ નિયમિત પેઢી-દર પેઢી આપવાની છે. 43 હું ત્યાં જ તમને મળીશ; અને ત્યાં જ હું ઇસ્રાએલીઓને પણ મળીશ. અને માંરા મહિમાંથી એ સ્થાન પવિત્ર થઈ જશે. 44 “હા, હું મુલાકાતમંડપને, વેદીને અને યાજકો તરીકે માંરા સેવકો હારુન તથા તેના પુત્રોને પવિત્ર કરીશ. 45 અને હું ઇસ્રાએલના લોકો મધ્યે નિવાસ કરીશ અને તેમનો દેવ થઈશ. 46 તેઓને ખાતરી થશે કે તેમની વચ્ચે રહેવા માંટે તેમને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવા તેઓનો દેવ છું.”
1 દેવે મૂસાને કહ્યું, “યાજકો તરીકે હારુન અને તેના પુત્રોના સમર્પણ માંટેની દીક્ષા વિધિ આ પ્રમાંણે છે. .::. 2 ખોડ વિનાના બે ઘેટાં અને એક જુવાન બળદ લેવો. બેખમીર રોટલી, તેલથી મોહેલી બેખમીર ભાખરી, અને તેલ ચોપડેલી બેખમીર રોટલી લેવી. આ બધું ઘઉના મેદાનું બનાવવું. .::. 3 તેઓને ટોપલીમાં મૂકવાં અને જુવાન બળદ અને બે ઘેટાં સાથે તે લાવવું. .::. 4 “ત્યારબાદ હારુન અને તેના પુત્રોને મુલાકાત મંડપમાં દ્વાર પાસે લાવીને તેમને સ્નાન કરાવ. .::. 5 પછી હારુનને જામો, ભરતકામવાળો ઝભ્ભો, એફોદ, ઉરપત્ર અને કમરબંધ પહેરાવ. .::. 6 અને તેના માંથા પર પાઘડી મૂકાને તેની સાથે દીક્ષાનો પવિત્ર મુગટ બાંધ. .::. 7 પછી અભિષેકનું તેલ લઈ તે તું તેના માંથા પર રેડી, તેનો અભિષેક કરજે. .::. 8 “ત્યારબાદ તેના પુત્રોને લાવી, તેમને ડગલા પહેરાવવા કમરે કમરબંધ બાંધવા તથા માંથે ફેંટા બાંધવા. .::. 9 માંરા શાશ્વત કાનૂનનુસાર તેઓ યાજકપદે કાયમ રહેશે. આ રીતે હારુનની અને તેના પુત્રોની યાજકપદે પ્રતિષ્ઠા કરવાની છે. .::. 10 “ત્યારબાદ બળદને મુલાકાતમંડપની આગળ લઈ આવવો. અને હારુન અને તેના પુત્રોએ તેના માંથા ઉપર હાથ મૂકવા. .::. 11 પછી યહોવાની સંમુખ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ બળદનો વધ કરવો. .::. 12 બળદનું થોડું લોહી લઈને આંગળી વડે વેદીનાં ટોચકાંઓને લગાડવું, પછી બાકીનું બધું લોહી વેદીના પાયા આગળ રેડી દેવું. .::. 13 પછી અંદરના ભાગો પર આવેલી બધીજ ચરબી લેવી, પિત્તાશય અને બે મૂત્રપિંડની ઉપર આવેલી ચરબી પણ લઈ લેવી અને વેદી પર તેનું દહન કરવું. .::. 14 પરંતુ બળદના માંસને, ચામડીને અને તેના અંદરના અવયવોને છાવણીની બહાર અગ્નિથી બાળી મૂકવાં. તે પાપાર્થાર્પણ છે. .::. 15 “ત્યારબાદ એક ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માંથ પર હાથ મૂકવા. .::. 16 પછી એ ઘેટાનો વધ કરીને, તેનું લોહી લઈને વેદીની ચારે બાજુએ છાંટવું. .::. 17 પછી તે ઘેટાંને કાપીને કકડા કરવા. અને તેનાં આંતરડાં તથા પગ ધોઈ નાખવાં અને પછી તેઓને માંથા અને શરીરના બીજા અવયવો સાથે મૂકવાં. .::. 18 પછી આખા ઘેટાંનું વેદી પર દહન કરવું એ યહોવાના માંનમાં આપેલ દહનાર્પણ છે. એની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું, એ માંરા માંનમાં કરેલો હોમયજ્ઞ છે. .::. 19 “હવે પછી બીજો ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂકવા. .::. 20 પછી તે ઘેટાનો વધ કરીને તેનું થોડું લોહી લઈને હારુન અને તેના પુત્રોના જમણા કાનની બૂટને, જમણા હાથના અંગૂઠાને તથા જમણા પગના અંગૂઠાને લગાડવું. .::. 21 ત્યારબાદ બાકીનું લોહી વેદીની ચારે બાજુ છાંટી દેવું, વેદી ઉપરના લોહીમાંથી થોડું લોહી અને અભિષેકનું તેલ લઈ હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો અને તેમનાં વસ્ત્રો પર છાંટવું એટલે આમ તેઓ તથા તેઓનાં વસ્ત્રો યહોવાને અર્થે પવિત્ર ગણાશે. .::. 22 “પછી ઘેટાંના ચરબીવાળા ભાગ લેવા; તેની પૂંછડી, અંદરના અવયવો પરની ચરબી, કાળજા પરની ચરબી, ચરબી સાથે જ મૂત્રપિંડો અને જમણી જાંધ. કારણ કે હારુન અને તેના દીકરાઓની દીક્ષા માંટેનો આ ઘેટો છે. .::. 23 યહોવા આગળના બેખમીર રોટલીના ટોપલામાંથી એક રોટલી, એક મોવણવાળી ભાખરી અને એક તેલ ચોપડેલી રોટલી લેવી. .::. 24 એ બધું હારુનના અને તેના પુત્રોના હાથ પર મૂકવું અને એના વડે યહોવાની ઉપાસના કરવી. .::. 25 પછી તેઓના હાથમાંથી તું તે લે અને યહોવા સમક્ષ દહનાર્પણ તરીકે વેદી પર તેનું દહન કરવું. એની સુવાસથી હું પ્રસન્ન છું. એ માંરા માંનમાં કરેલું દહનાર્પણ છે. .::. 26 “પછી હારુનની દીક્ષા માંટે વપરાયેલા ઘેટાની છાતી લઈને તેના વડે યહોવાની ઉપાસના કરવી પછી એ તારો હિસ્સો ગણાશે. .::. 27 હારુન અને તેના પુત્રોની દીક્ષા માંટે વપરાયેલા, જેના વડે ઉપાસના કરી છે તે, અને ભેટ ધરાવેલી છાતી અને જાંધ તારે યાજકો માંટે અલગ રાખવાં. .::. 28 માંરા શાશ્વત નિયમાંનુસાર એ હારુનને અને તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી મળવો જોઈતો હિસ્સો છે; કારણ કે ઇસ્રાએલીઓએ શાંત્યર્પણમાંથી યહોવાને ધરાવેલી એ ભેટ છે. .::. 29 “હારુનનાં આ પવિત્ર વસ્ત્રો સાચવી રાખવાં. હારુનના મૃત્યુ બાદ તેના પુત્રોને વારસામાં મળે. પેઢી દર પેઢી તેઓ તેમની પોતાની અભિષેકની દીક્ષા વિધિ વખતે તે પહેરે. .::. 30 હારુન પછી જે કોઈ મુખ્ય યાજક થાય તે મુલાકાત મંડપમાં અને પવિત્રસ્થાનમાં સેવા શરૂ કરે તે અગાઉ સાત દિવસ સુધી આ વસ્ત્રો ધારણ કરે. .::. 31 “દીક્ષા માંટે અર્પણ કરાયેલ ઘેટાનું માંસ લઈને કોઈ પવિત્રસ્થાને તેને બાફવું; .::. 32 ત્યારબાદ હારુન અને તેના પુત્રોએ મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ એ ઘેટાનું માંસ અને ટોપલામાંની રોટલીનું ભોજન કરવું. .::. 33 તેમની દીક્ષાવિધિ વખતે તેમની પ્રાયશ્ચિત વિધિ માંટે ઉપયોગમાં લેવાયેલ પદાર્થો જ ખાવા; યાજકો સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિએ તે ખાવા નહિ. કારણ એ પવિત્ર છે. .::. 34 સવાર સુધી જો માંસ કે રોટલીમાંથી કાંઈ વધે તો તેને અગ્નિમાં બાળી મૂકવું, ખાવું નહિ, કારણ એ પવિત્ર છે. .::. 35 “હારુન અને તેના પુત્રોને બાબતમાં મે આજ્ઞા કરી છે તે મુજબ જ કરવું. એમની દીક્ષાની વિધિ સાત દિવસ ચલાવવી. .::. 36 દરરોજ પ્રાયશ્ચિત વિધિ માંટે એક બળદનું બલિદાન આપવું. વેદી ઉપર પ્રાયશ્ચિતવિધિ કરવાથી તું એને પાપમુકત કરશે. ત્યાર પછી તારે વેદી પર તેલનો અભિષેક કરી અને પવિત્ર બનાવવી. .::. 37 સાત દિવસ સુધી વેદીને શુધ્ધ અને પવિત્ર બનાવવી. ત્યાર બાદ વેદી સંપૂર્ણપણે અત્યંત પવિત્ર બનશે, એના પછી વેદી જ અત્યંત પવિત્ર બનશે. અને જો કોઈ તેના સંપર્કમાં આવશે તે પવિત્ર બની જશે. .::. 38 “તારે વેદી પર આટલી બલિ ચઢાવવી: પ્રતિદિન કાયમને માંટે એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવાં. .::. 39 એક સવારે અને બીજું સાંજે. .::. 40 પ્રથમ ઘેટા સાથે તમાંરે એક કિલો શુદ્ધ તેલમાં મોહેલો એક કિલો ઝીણો ઘઉંનો લોટ તેમજ પેયાર્પણ તરીકે એક લીટર દ્રાક્ષારસ અર્પણ કરવું. .::. 41 સાંજે અર્પણ થતા હલવાનની સાથે સવારની જેમ ઝીણા ઘઊનાં લોટનું અને દ્રાક્ષારસનું અર્પણ કર. દેવની સમક્ષ તે સુવાસિત અર્પણ અને અગ્નિમાં થયેલ અર્પણ લેખાશે. એ યજ્ઞની સુવાસથી હું પ્રસન્ન થાઉં છું. .::. 42 “આ દહનાર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ માંરી નજર સમક્ષ નિયમિત પેઢી-દર પેઢી આપવાની છે. .::. 43 હું ત્યાં જ તમને મળીશ; અને ત્યાં જ હું ઇસ્રાએલીઓને પણ મળીશ. અને માંરા મહિમાંથી એ સ્થાન પવિત્ર થઈ જશે. .::. 44 “હા, હું મુલાકાતમંડપને, વેદીને અને યાજકો તરીકે માંરા સેવકો હારુન તથા તેના પુત્રોને પવિત્ર કરીશ. .::. 45 અને હું ઇસ્રાએલના લોકો મધ્યે નિવાસ કરીશ અને તેમનો દેવ થઈશ. .::. 46 તેઓને ખાતરી થશે કે તેમની વચ્ચે રહેવા માંટે તેમને મિસરમાંથી બહાર લાવનાર હું યહોવા તેઓનો દેવ છું.”
  • Exodus Chapter 1  
  • Exodus Chapter 2  
  • Exodus Chapter 3  
  • Exodus Chapter 4  
  • Exodus Chapter 5  
  • Exodus Chapter 6  
  • Exodus Chapter 7  
  • Exodus Chapter 8  
  • Exodus Chapter 9  
  • Exodus Chapter 10  
  • Exodus Chapter 11  
  • Exodus Chapter 12  
  • Exodus Chapter 13  
  • Exodus Chapter 14  
  • Exodus Chapter 15  
  • Exodus Chapter 16  
  • Exodus Chapter 17  
  • Exodus Chapter 18  
  • Exodus Chapter 19  
  • Exodus Chapter 20  
  • Exodus Chapter 21  
  • Exodus Chapter 22  
  • Exodus Chapter 23  
  • Exodus Chapter 24  
  • Exodus Chapter 25  
  • Exodus Chapter 26  
  • Exodus Chapter 27  
  • Exodus Chapter 28  
  • Exodus Chapter 29  
  • Exodus Chapter 30  
  • Exodus Chapter 31  
  • Exodus Chapter 32  
  • Exodus Chapter 33  
  • Exodus Chapter 34  
  • Exodus Chapter 35  
  • Exodus Chapter 36  
  • Exodus Chapter 37  
  • Exodus Chapter 38  
  • Exodus Chapter 39  
  • Exodus Chapter 40  
×

Alert

×

Gujarati Letters Keypad References