પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર

Numbers Chapter 36

1 પછી યૂસફના પુત્રોનાં-કુટુંબોમાંના મનાશ્શાના પુત્ર-માંખીરના પુત્ર ગિલયાદના પુત્રોના કુટુંબના પિતૃઓનાં ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ; તથા ઇસ્રાએલપુત્રોના કૂળસમૂહોના વડીલો એટલે અધિપતિઓની આગળ જઈને નમ્ર વિનંતી કરી કહ્યું, 2 “યહોવાએ તમને ચિઠ્ઠી ઉપાડીને ઇસ્રાએલી પ્રજા વચ્ચે જમીન વહેંચી આપવા આદેશ કર્યો છે, અને તેમણે અમાંરા ભાઈ સલોફદાહની જમીન તેની પુત્રીઓને આપવાનું પણ આદેશ કર્યો છે. 3 પરંતુ હવે જો તેઓ ઇસ્રાએલીઓના કોઈ બીજા કુળસમૂહમાં પરણે, તો તેમની જમીન તે કૂળસમૂહને જશે, અને અમાંરા કુળસમૂહના ભાગની જમીનમાં એટલો ઘટાડો થશે. 4 અને જ્યારે ઇસ્રાએલીઓનું જુબિલીનું વર્ષ આવે, ત્યારે પણ તેમની જમીન તેઓ જે કૂળસમૂહમાં પરણી હશે તે કુળસમૂહની જમીનમાં જ કાયમ રહેશે, અને અમાંરો કૂળસમૂહ એ કાયમને માંટે ગુમાંવશે.” 5 આથી મૂસાએ જાહેરમાં યહોવા તરફથી મળેલી આજ્ઞા અનુસાર ઇસ્રાએલીઓને આ નિર્ણય કહી સંભળાવ્યો: “યૂસફના કૂળસમૂહની ફરિયાદ સાચી છે, 6 સલોફદાહની પુત્રીઓ સંબંધી યહોવાએ વધારમાં આ આજ્ઞાઓ આપી છે: પોતાની પસંદગીની વ્યક્તિ સાથે તેઓ લગ્ન કરી શકે છે; પણ તે પોતાના જ કૂળસમૂહનો હોવો જોઈએ. 7 ઇસ્રાએલીઓની જમીન એક કૂળસમૂહમાંથી બીજા કૂળસમૂહમાં જઈ શકે નહિ. પરંતુ દરેક ઇસ્રાએલી પોતાના પૂર્વજોની જમીન રાખશે. 8 જે તે કૂળસમૂહની જમીન જે તે કૂળસમૂહમાં જ વારસામાં સદાને માંટે જળવાઈ રહેવી જોઈએ, કોઈ પણ ઇસ્રાએલી સ્ત્રીને પિતાની જમીનનો વારસો મળ્યો હોય તો તેણે પોતાના કૂળસમૂહના જ કોઈ કુટુંબમાં પરણવું, 9 જેથી દરેક ઇસ્રાએલીની વંશપરંપરાગત જમીન સચવાઈ રહે, આ રીતે વારસાનો કોઈ ભાગ એક કૂળસમૂહમાંથી બીજા કૂળસમૂહમાં જશે નહિ.” 10 યહોવાએ મૂસાને જણાવ્યું હતું તે પ્રમાંણે જ સલોફદાહની પુત્રીઓએ કર્યુ, 11 તેથી માંહલાહ, નિર્સાહ, હોગ્લાહ, મિલ્કાહ અને નોઆહએ તેઓના પિતરાઈ ભાઈઓ એટલે કે પોતાના કાકાઓના પુત્રો સાથે લગ્ન કર્યા. 12 તેઓએ યૂસફના પુત્ર મનાશ્શાના કુળસમૂહમાં તેમના કુટુંબમાં જ લગ્ન કર્યા, એટલે તેમની જમીન તેમના કૂળસમૂહમાં જ રહીં અને તેમનો વારસો સુરક્ષિત રહ્યો. 13 યર્દન નદીને કાંઠે મોઆબના મેદાનમાં યરીખો સામે યહોવાએ મૂસા માંરફતે ઇસ્રાએલીઓ માંટે જણાવેલા કાનૂનો અને નિયમો ઉપર પ્રમાંણે હતા. 
1 પછી યૂસફના પુત્રોનાં-કુટુંબોમાંના મનાશ્શાના પુત્ર-માંખીરના પુત્ર ગિલયાદના પુત્રોના કુટુંબના પિતૃઓનાં ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ; તથા ઇસ્રાએલપુત્રોના કૂળસમૂહોના વડીલો એટલે અધિપતિઓની આગળ જઈને નમ્ર વિનંતી કરી કહ્યું, .::. 2 “યહોવાએ તમને ચિઠ્ઠી ઉપાડીને ઇસ્રાએલી પ્રજા વચ્ચે જમીન વહેંચી આપવા આદેશ કર્યો છે, અને તેમણે અમાંરા ભાઈ સલોફદાહની જમીન તેની પુત્રીઓને આપવાનું પણ આદેશ કર્યો છે. .::. 3 પરંતુ હવે જો તેઓ ઇસ્રાએલીઓના કોઈ બીજા કુળસમૂહમાં પરણે, તો તેમની જમીન તે કૂળસમૂહને જશે, અને અમાંરા કુળસમૂહના ભાગની જમીનમાં એટલો ઘટાડો થશે. .::. 4 અને જ્યારે ઇસ્રાએલીઓનું જુબિલીનું વર્ષ આવે, ત્યારે પણ તેમની જમીન તેઓ જે કૂળસમૂહમાં પરણી હશે તે કુળસમૂહની જમીનમાં જ કાયમ રહેશે, અને અમાંરો કૂળસમૂહ એ કાયમને માંટે ગુમાંવશે.” .::. 5 આથી મૂસાએ જાહેરમાં યહોવા તરફથી મળેલી આજ્ઞા અનુસાર ઇસ્રાએલીઓને આ નિર્ણય કહી સંભળાવ્યો: “યૂસફના કૂળસમૂહની ફરિયાદ સાચી છે, .::. 6 સલોફદાહની પુત્રીઓ સંબંધી યહોવાએ વધારમાં આ આજ્ઞાઓ આપી છે: પોતાની પસંદગીની વ્યક્તિ સાથે તેઓ લગ્ન કરી શકે છે; પણ તે પોતાના જ કૂળસમૂહનો હોવો જોઈએ. .::. 7 ઇસ્રાએલીઓની જમીન એક કૂળસમૂહમાંથી બીજા કૂળસમૂહમાં જઈ શકે નહિ. પરંતુ દરેક ઇસ્રાએલી પોતાના પૂર્વજોની જમીન રાખશે. .::. 8 જે તે કૂળસમૂહની જમીન જે તે કૂળસમૂહમાં જ વારસામાં સદાને માંટે જળવાઈ રહેવી જોઈએ, કોઈ પણ ઇસ્રાએલી સ્ત્રીને પિતાની જમીનનો વારસો મળ્યો હોય તો તેણે પોતાના કૂળસમૂહના જ કોઈ કુટુંબમાં પરણવું, .::. 9 જેથી દરેક ઇસ્રાએલીની વંશપરંપરાગત જમીન સચવાઈ રહે, આ રીતે વારસાનો કોઈ ભાગ એક કૂળસમૂહમાંથી બીજા કૂળસમૂહમાં જશે નહિ.” .::. 10 યહોવાએ મૂસાને જણાવ્યું હતું તે પ્રમાંણે જ સલોફદાહની પુત્રીઓએ કર્યુ, .::. 11 તેથી માંહલાહ, નિર્સાહ, હોગ્લાહ, મિલ્કાહ અને નોઆહએ તેઓના પિતરાઈ ભાઈઓ એટલે કે પોતાના કાકાઓના પુત્રો સાથે લગ્ન કર્યા. .::. 12 તેઓએ યૂસફના પુત્ર મનાશ્શાના કુળસમૂહમાં તેમના કુટુંબમાં જ લગ્ન કર્યા, એટલે તેમની જમીન તેમના કૂળસમૂહમાં જ રહીં અને તેમનો વારસો સુરક્ષિત રહ્યો. .::. 13 યર્દન નદીને કાંઠે મોઆબના મેદાનમાં યરીખો સામે યહોવાએ મૂસા માંરફતે ઇસ્રાએલીઓ માંટે જણાવેલા કાનૂનો અને નિયમો ઉપર પ્રમાંણે હતા. 
  • Numbers Chapter 1  
  • Numbers Chapter 2  
  • Numbers Chapter 3  
  • Numbers Chapter 4  
  • Numbers Chapter 5  
  • Numbers Chapter 6  
  • Numbers Chapter 7  
  • Numbers Chapter 8  
  • Numbers Chapter 9  
  • Numbers Chapter 10  
  • Numbers Chapter 11  
  • Numbers Chapter 12  
  • Numbers Chapter 13  
  • Numbers Chapter 14  
  • Numbers Chapter 15  
  • Numbers Chapter 16  
  • Numbers Chapter 17  
  • Numbers Chapter 18  
  • Numbers Chapter 19  
  • Numbers Chapter 20  
  • Numbers Chapter 21  
  • Numbers Chapter 22  
  • Numbers Chapter 23  
  • Numbers Chapter 24  
  • Numbers Chapter 25  
  • Numbers Chapter 26  
  • Numbers Chapter 27  
  • Numbers Chapter 28  
  • Numbers Chapter 29  
  • Numbers Chapter 30  
  • Numbers Chapter 31  
  • Numbers Chapter 32  
  • Numbers Chapter 33  
  • Numbers Chapter 34  
  • Numbers Chapter 35  
  • Numbers Chapter 36  
×

Alert

×

Gujarati Letters Keypad References