પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
પુનર્નિયમ 18:1

Notes

No Verse Added

પુનર્નિયમ 18:1

1
“યાદ રાખજો, યાજકો તથા લેવી કુળસમૂહના અન્ય સર્વ સભ્યોને ઇસ્રાએલમાં કોઈ પ્રદેશ ફાળવવામાં નહિ આવે, તેઓ યહોવાને ચઢાવેલાં યજ્ઞ અને બીજા બલિદાન ઉપર ગુજરાન ચલાવે.
2
તેઓને તેમના બીજા કુળસમૂહોની જેમ પ્રદેશનો કોઈ ભાગ મળે નહિ, યહોવાએ આપેલા વચન પ્રમાંણે યહોવા તેમનો ભાગ છે.
3
“બલિદાન માંટે લાવવામાં આવતાં પ્રત્યેક ઘેટાના અથવા બળદના ખભાનો ભાગ, મોં તથા પેટનો ભાગ યાજકોને આપવામાં આવે.
4
તદુપરાંત આભારસ્તુતિ અથેર્ કાપણીનો જે ભાગ યહોવા સમક્ષ લાવવામાં આવે તે યાજકોને મળે-અનાજનો, નવા દ્રાક્ષારસનો જૈતતેલનો અને ઘેટાનું ઊન ઉતારે ત્યારે તેનો પ્રથમ ફાલ.
5
કારણ કે યહોવાએ તમાંરા બધા વંશોમાંથી તેના હિતમાં રહી સેવા કરવા લેવીના વંશજોને કાયમને માંટે પસંદ કરેલા છે.
6
“ઇસ્રાએલમાં કોઈ પણ જગ્યાએ રહેતા લેવીને કોઇ પણ સમયે દેવના ખાસ સ્થાનમાં આવવાનો હક્ક છે.
7
ત્યાં નિયમિત સેવા કરતા તેના સાથી લેવીઓની જેમ તે યહોવાના નામમાં સેવા કરી શકે છે.
8
યજ્ઞમાંથી તેમનો જેટલો ભાગ છે તેટલાનો હક્કદાર છે. એના કુટુંબને સામાંન્ય રીતે જે ભાગ મળે છે, તેની ઉપરાંતનું હશે.
9
“જયારે તમે તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપી રહ્યા છે ત્યાં પહોંચો, ત્યારે ત્યાંની અન્ય પ્રજાઓના ધિક્કારપાત્ર દુષ્ટ રિવાજોનું અનુકરણ કરીને ભ્રષ્ટ થશો નહિ.
10
કોઈ પણ ઇસ્રાએલીએ પોતાના પુત્ર કે પુત્રીને અગ્નિમાં બલી તરીકે હોમવાં નહિ, કોઇ પણ ઇસ્રાએલી જ્યોતિષ, જાદુગર, ડાકણ, કે માંયાવી જાદુગર બને નહિ.
11
મદારીનું કામ કરવું નહિ, ભૂવાનું કે જંતરમંતરની જાદુક્રિયા કરીને પ્રેતાત્માંઓને બોલાવવા નહિ,
12
જે લોકો આવાં કામો કરે છે તેઓને યહોવા ધિક્કારે છે, અને આવા ધિક્કારપાત્ર રિવાજોને કારણે તમાંરા દેવ યહોવા પ્રજાઓને તમાંરા માંર્ગમાંથી દૂર કરે છે.
13
તેથી તમાંરે તમાંરા યહોવા દેવ સમક્ષ દોષરહિત જીવન જીવવું અને યહોવાને અનન્ય નિષ્ઠાથી વળગી રહેવું.
14
“જે પ્રજાઓનું સ્થાન તમે લઈ રહ્યા છો તે પ્રજાઓ જોષીઓ તથા શુકન અપશુકન જોનારાઓની વાત કાને ધરે છે, પણ તમને તો તમાંરા દેવ યહોવા એવી છૂટ આપતા નથી.
15
પરંતુ દેવ તમાંરામાંથી માંરા જેવો એક પ્રબોધક ઇસ્રાએલમાંથી પેદા કરશે. અને તેમની વાત તમાંરે સાંભળવી.
16
કારણ કે તમે માંગણી હોરેબ પર્વત આગળ દેવ પાસે કરી હતી. ત્યાં પર્વતની તળેટી આગળ તમે માંગ્યું હતું કે, ‘તમાંરે દેવનો આવો ભયજનક અવાજ ફરી સાંભળવો પડે અથવા પર્વત પર ભયજનક અગ્નિ જોવો પડે, રખેને તમે મૃત્યુ પામો.’
17
“યહોવાએ મને કહ્યું, ‘તેઓ માંગે છે તે સારૂં છે. તેઓએ જે વિનંતી કરી છે તે પ્રમાંણે હું કરીશ.
18
હું તેઓમાંથી તારા જેવા એક ઇસ્રાએલી પ્રબોધકને પેદા કરીશ. શું બોલવું તે હું તેને જણાવીશ અને તે માંરા વતી લોકોની સાથે વાત કરશે;
19
અને જો કોઈ માંરા નામે જે વચનો ઉચ્ચારશે તેનો અનાદર કરશે, તો હું તેનો જવાબ માંગીશ.’
20
“પણ જો કોઈ પ્રબોધક ખોટો દાવો કરશે કે મેં તેને કઇ સંદેશો આપ્યો છે, તો તેને માંરી નાખવો અને અન્ય દેવો તરફથી તેને સંદેશો મળ્યો છે એમ કોઇ પ્રબોધક કહે તેને માંરી નાખવો.
21
છતાં તમાંરા મનમાં જો એમ થતું હોય કે, ‘અમુક વચનો યહોવાના નથી, અમાંરે કેવી રીતે જાણવું?’
22
તો એનો ઉત્તર છે, જયારે કોઈ પ્રબોધક યહોવાના નામે કંઈ કહે અને તે જો સાચું પડે તો સમજવું કે, યહોવાનું વચન નથી. પ્રબોધકની ખોટી વાણી છે, પોતે ઉપજાવી કાઢેલી છે, તેથી તમાંરે તેનાથી ગભરાવું નહિ.
×

Alert

×

gujarati Letters Keypad References