પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
યશાયા 12:1

Notes

No Verse Added

યશાયા 12:1

1
તમે તે દિવસે ગાશો: “હે યહોવા હું તમારો આભાર માનું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને પ્રેમ આપ્યો છે.
2
દેવ મારા ઉદ્ધારક છે; અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી; મારો આશ્રય યહોવા દેવ છે; ને મારા રક્ષણહાર છે; ને મારા ઉદ્ધારક બન્યા.
3
અને તમે ઉદ્ધારના ઝરણામાંથી આનંદભેર પાણી ભરશો.”
4
તમે તે દિવસે કહેશો કે, “યહોવાની સ્તુતિ ગાવ, અને તેના નામનું આહવાહન કરો; સર્વ પ્રજામાં તેનાં કાર્યોની ઘોષણા કરો; તેનું નામ સવોર્પરી છે એવું જાહેર કરો.”
5
યહોવાની ઝળહળતી સિદ્ધિઓ માટે તમે તેના સર્વદા ગુણગાન ગાઓ; ને સમગ્ર દુનિયામાં એની જાણ કરો.
6
હે સિયોનનાં વાસીઓ, આનંદના પોકાર કરો, ઇસ્રાએલના મહાન પરમ પવિત્ર દેવ છે. અને તમારા સૌની વચ્ચે વસે છે.
×

Alert

×

gujarati Letters Keypad References