પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
નિર્ગમન 24:1

Notes

No Verse Added

નિર્ગમન 24:1

1
દેવે મૂસાને કહ્યું, “તું અને હારુન, તથા નાદાબ તથા અબીહૂ તથા ઇસ્રાએલના વડીલોમાંના સિત્તેર માંરી સમક્ષ આવો; અને થોડે દૂર રહીને માંરુ ભજન કરજો.
2
પછી તું એકલો માંરી પાસે આવજે, અન્ય કોઈ આવે. અને લોકો તો તારી સાથે ઉપર આવે નહિ.”
3
ત્યારબાદ મૂસાએ આવીને લોકોને યહોવાનાં બધાં વચનો અને બધી આજ્ઞાઓ કહી સંભળાવી. પછી બધા લોકો એકી અવાજે બોલી ઊઠયા, “યહોવાએ જે બધી વાતો કહી છે તે બધાનું પાલન અમે કરીશું.”
4
પછી મૂસાએ યહોવાનાં બધાં આદેશો લખી નાખ્યાં અને સવારમાં વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી અને ઇસ્રાએલના બાર કુળસમૂહ પ્રમાંણે બાર સ્તંભ બાંધ્યાં.
5
પછી તેણે કેટલાક ઇસ્રાએલી નવયુવાનોને યજ્ઞો અર્પવા મોકલ્યા. અને તેમણે યહોવાને દહનાર્પણ અને શાંત્યર્પણ તરીકે બળદો અર્પણ કર્યા.
6
અને મૂસાએ યજ્ઞનું અડધું લોહી એક વાસણમાં રાખ્યું અને અડધું લોહી તેણે વેદી પર છાંટયું.
7
પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાએ જે જે કહ્યું છે તે બધું અમે માંથે ચઢાવીશું અને તે પ્રમાંણે કરીશું.”
8
પછી મૂસાએ વાસણમાંથી લોહી લઈને લોકો પર છાટયું અને કહ્યું, “આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાંણે યહોવાએ તમાંરી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર લોહી છે.”
9
તે પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇસ્રાએલીઓના 70 વડીલોને સાથે લઈને તે ઉપર ગયો.
10
ત્યાં તેમણે ઇસ્રાએલના દેવના દર્શન કર્યા. તેમના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી-સ્વચ્છ નિર્મળ આકાશ જોઈ લો.
11
ઇસ્રાએલના બધા આગેવાનોએ દેવનું દ્રશ્ય જોયું, પણ યહોવાએ તેમનો નાશ કર્યો. તેઓ બધાએ સાથે ખાધું અને પીધું.
12
યહોવાએ મૂસાને કહ્યું, “તું માંરી પાસે પર્વત પર આવ અને ત્યાં રહે; અને મેં જે શિલાઓ ઉપર નિયમો અને આજ્ઞાનો લખ્યાં છે, તે હું તને આપીશ જેથી તું લોકોને સમજાવી શકે.”
13
આથી મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠયા, અને મૂસા દેવના પર્વત પર ગયો.
14
જતાં જતાં તેણે વડીલોને કહ્યું, “અમે પાછા આવીએ, ત્યાં સુધી તમે અહી અમાંરી રાહ જુઓ. અને જુઓ, હારુન અને દૂર તમાંરી સાથે છે; જો કોઈને કંઈ તકરાર હોય તો તે બે જણ પાસે જાય.”
15
પછી મૂસા પર્વત પર ચઢયો અને વાદળોએ પર્વતને ઢાંકી દીધો.
16
યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને દિવસ સુધી વાદળોએ પર્વતને ઢાંકી રાખ્યો, અને સાતમે દિવસે યહોવાએ વાદળમાંથી મૂસાને હાંક માંરીને બોલાવ્યો.
17
અને યહોવાનું ગૌરવ ઇસ્રાએલીઓને પર્વતની ટોચે સર્વભક્ષી અગ્નિ જેવું લાગ્યું.
18
અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ચઢયો; અને તે ત્યાં 40 દિવસ અને 40 રાત રહ્યો.
×

Alert

×

gujarati Letters Keypad References