પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર 70:1

Notes

No Verse Added

ગીતશાસ્ત્ર 70:1

1
હે દેવ, મારું રક્ષણ કરો; હે યહોવા, મને સહાય કરવાં દોડી આવો.
2
જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ. જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે તેઓ પાછા પડો અને શરમ અનુભવો.
3
જેઓ મારી મશ્કરી કરે છે, તેઓ પોતાના પરાજયથી લજ્જિત થાઓ.
4
જેઓ તમારું મુખ શોધે છે, તેઓ તમારામાં આનંદ કરો અને હર્ષ પામો; જેઓ તમારા તારણ પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે દેવને મહાન માનો.
5
પણ હું તો દરિદ્રી અને લાચાર છું, હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો; તમે એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો; હે યહોવા, હવે જરાપણ વિલંબ કરો.
×

Alert

×

gujarati Letters Keypad References