પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર 47:1

Notes

No Verse Added

ગીતશાસ્ત્ર 47:1

1
આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો, આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
2
કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના રાજાધિરાજ અતિ ભયાવહ છે.
3
તે બીજા રાષ્ટોને આપણા તાબામાં અને આપણા શાસન નીચે મૂકે છે.
4
તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે, અને એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.
5
હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે, યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
6
દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ; પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
7
દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે. તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
8
તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે, અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
9
ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટોના નેતાઓ ભેગા થયા છે. બધાં રાષ્ટોના બધા નેતાઓ દેવની માલિકીના છે, દેવ સવોર્ચ્ચ છે.
×

Alert

×

gujarati Letters Keypad References