પવિત્ર બાઇબલ

ભગવાનની કૃપાળુ ઉપહાર
ગીતશાસ્ત્ર 124:1

Notes

No Verse Added

ગીતશાસ્ત્ર 124:1

1
ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે; જો યહોવા અમારા પક્ષમાં હોત.
2
હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો ત્યારે જો યહોવા અમારા પક્ષમાં હોત.
3
તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત; અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
4
ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત; અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
5
તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડૂબાડી દીધા હોત.
6
યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા દીધા, અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.
7
જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય; તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
8
આકાશ અને પૃથ્વીના સર્જનહાર; યહોવા અમારા મદદગાર છે.
×

Alert

×

gujarati Letters Keypad References