Zechariah 6 : 1 (IRVGU)
પછી મેં પાછા ફરી અને મારી આંખો ઊચી કરીને ચાર રથોને બે પર્વતો વચ્ચેથી બહાર આવતા જોયા; બે પર્વતો કાંસાના બનેલા હતા.
Zechariah 6 : 2 (IRVGU)
પહેલા રથના ઘોડા લાલ હતા, બીજા રથના ઘોડા કાળાં હતા,
Zechariah 6 : 3 (IRVGU)
ત્રીજા રથના ઘોડા સફેદ હતા તથા ચોથા રથના ઘોડા ભૂરા ટપકાંવાળા હતા.
Zechariah 6 : 4 (IRVGU)
તેથી મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું કે, “મારા માલિક, આ શું છે”
Zechariah 6 : 5 (IRVGU)
દૂતે મને જવાબ આપ્યો, “આ તો આકાશના ચાર પવનો છે. તેઓ આખી પૃથ્વીના પ્રભુની આગળ ઉપસ્થિત થયા પછી ચાલ્યા જાય છે.
Zechariah 6 : 6 (IRVGU)
કાળાં ઘોડાઓવાળો રથ ઉત્તર પ્રદેશ તરફ જાય છે; સફેદ ઘોડાઓવાળો રથ પશ્ચિમ દેશ તરફ જાય છે; ટપકાંવાળા ઘોડાઓવાળો રથ દક્ષિણ પ્રદેશ તરફ જાય છે.”
Zechariah 6 : 7 (IRVGU)
મજબૂત ઘોડા બહાર આવ્યા અને પૃથ્વી પર ફરવાનો પોકાર કર્યો, દૂતે કહ્યું, “જાઓ અને પૃથ્વી પર સર્વત્ર ફરો.” માટે તેઓ આખી પૃથ્વી પર ફર્યા.
Zechariah 6 : 8 (IRVGU)
પછી તેમણે હાંક મારીને મને બોલાવ્યો અને મારી સાથે વાત કરીને કહ્યું, “ઉત્તર પ્રદેશ તરફ જનારાઓને જો; તેઓએ ઉત્તર પ્રદેશમાં મારા આત્માને આરામ આપ્યો છે.”
Zechariah 6 : 9 (IRVGU)
આથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,
Zechariah 6 : 10 (IRVGU)
“દેશવટાથી પાછા આવેલાઓ પાસેથી, એટલે હેલ્દાયથી, ટોબિયાથી તથા યદાયા પાસેથી અર્પણ લે- અને તે જ દિવસે તે લઈને તું સફાન્યાના દીકરા યોશિયાના ઘરે જા, કેમ કે તેઓ બાબિલથી આવ્યા છે.
Zechariah 6 : 11 (IRVGU)
સોનુંચાંદી લઈને મુગટ બનાવ અને પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆના માથે મૂક.
Zechariah 6 : 12 (IRVGU)
તેને કહે કે, સૈન્યોના યહોવાહ એવું કહે છે. “આ માણસ જેનું નામ અંકુર છે! તે જ્યાં છે ત્યાં ઊગી નીકળશે અને યહોવાહનું સભાસ્થાન બાંધશે.
Zechariah 6 : 13 (IRVGU)
તે જ યહોવાહનું સભાસ્થાન બાંધશે અને પોતાનો વૈભવ ઊભો કરશે; પછી તે પોતાના સિંહાસન પર બેસીને રાજ કરશે. તેના સિંહાસન પર યાજક બેસશે અને બન્ને વચ્ચે શાંતિની સલાહ રહેશે.
Zechariah 6 : 14 (IRVGU)
પછી તે મુગટ હેલ્દાય, ટોબિયા, યદાયા તથા સફાન્યાના દીકરા હેનની યાદગીરી તરીકે યહોવાહના ઘરમાં મૂકવામાં આવશે.
Zechariah 6 : 15 (IRVGU)
દૂરથી માણસો આવીને યહોવાહનું સભાસ્થાન બાંધશે, ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે; જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ ખંતથી સાંભળશો તો આ બધું ફળીભૂત થશે.”'”
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15