ઝખાર્યા 2 : 1 (IRVGU)
મેં મારી આંખો ઉપર કરીને જોયું તો એક માણસ હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો.
ઝખાર્યા 2 : 2 (IRVGU)
મેં કહ્યું, “તું ક્યાં જાય છે?” ત્યારે તેણે મને કહ્યું, “યરુશાલેમની પહોળાઈ અને લંબાઈ કેટલી છે તે માપવા જાઉં છું.”
ઝખાર્યા 2 : 3 (IRVGU)
પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, બીજો દૂત તેને મળવા બહાર આવ્યો.
ઝખાર્યા 2 : 4 (IRVGU)
બીજા દૂતે તેને કહ્યું, “દોડ અને પેલા જુવાનને કહે કે, 'યરુશાલેમમાં પુષ્કળ માણસો અને જાનવરો હોવાથી તે કોટ વગરના નગરની જેમ તેઓ તેમાં રહેશે.
ઝખાર્યા 2 : 5 (IRVGU)
કેમ કે, યહોવાહ કહે છે કે, 'હું પોતે તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, અને હું તેનામાં મહિમાવાન થઈશ.'
ઝખાર્યા 2 : 6 (IRVGU)
યહોવાહ કહે છે; અરે, ઉત્તરના દેશમાંથી નાસી જાઓ 'વળી, યહોવાહ કહે છે કે મેં તમને આકાશના ચાર વાયુની જેમ વિખેરી દીધા છે-
ઝખાર્યા 2 : 7 (IRVGU)
'હે સિયોન, બાબિલની દીકરી સાથે રહેનારી તું નાસી જા!'”
ઝખાર્યા 2 : 8 (IRVGU)
કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે જે પ્રજાઓએ તમને લૂંટ્યા છે તેમની વિરુદ્ધ સન્માન મેળવવા માટે તેમણે મને મોકલ્યો છે કેમ કે, જે તમને અડકે છે તે ઈશ્વરની આંખની કીકીને અડકે છે.
ઝખાર્યા 2 : 9 (IRVGU)
“યહોવાહ કહે છે હું મારો હાથ તેઓ પર હલાવીશ તેઓ તેમના ગુલામોને હાથે લૂંટાશે.” ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને મોકલ્યો છે.
ઝખાર્યા 2 : 10 (IRVGU)
“સિયોનની દીકરી, ગાયન તથા આનંદ કર, કેમ કે, યહોવાહ કહે છે કે, હું આવું છું, હું તારી સાથે રહીશ.”
ઝખાર્યા 2 : 11 (IRVGU)
તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાહની સાથે જોડાશે. તે કહે છે, “તમે મારા લોક થશો; હું તેમની વચ્ચે રહીશ.” ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે.
ઝખાર્યા 2 : 12 (IRVGU)
કેમ કે યહોવાહ યહૂદિયાને પોતાના હકના કબજાની જેમ પવિત્ર ભૂમિમાં વારસા તરીકે ગણી લેશે. તે પોતાના માટે ફરીથી યરુશાલેમને પસંદ કરશે.
ઝખાર્યા 2 : 13 (IRVGU)
હે સર્વ માણસો, યહોવાહની આગળ શાંત રહો, કેમ કે તે પોતાના નિવાસ સ્થાનમાંથી જાગૃત થયા છે.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13