Zechariah 11 : 1 (IRVGU)
હે લબાનોન, તારા દરવાજા ઉઘાડ, કે અગ્નિ તારાં એરેજવૃક્ષોને ભસ્મ કરે.
Zechariah 11 : 2 (IRVGU)
હે દેવદાર વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, એરેજવૃક્ષ પડી ગયું છે! ભવ્ય વૃક્ષો નષ્ટ થઈ ગયાં છે. બાશાનનાં એલોન વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, ગાઢ જંગલ જમીનદોસ્ત થઈ ગયું છે.
Zechariah 11 : 3 (IRVGU)
ઘેટાંપાળકોની પોકનો અવાજ સંભળાય છે, કેમ કે તેઓનો વૈભવ નષ્ટ થયો છે. સિંહના બચ્ચાની ગર્જનાનો અવાજ સંભળાય છે, કેમ કે, યર્દનનો ગર્વ નષ્ટ થયો છે.
Zechariah 11 : 4 (IRVGU)
4 મારા ઈશ્વર યહોવાહે કહ્યું, “કતલ થઈ જતા ટોળાનું પાલન કરો.
Zechariah 11 : 5 (IRVGU)
(તેઓના ખરીદનારા તેમની કતલ કરે છે અને પોતાને શિક્ષાપાત્ર ગણતા નથી, તેઓના વેચનારા કહે છે કે, યહોવાહને પ્રશંસિત હો કે અમે શ્રીમંત છીએ' તેઓના પોતાના પાળકો તેઓના પર દયા રાખતા નથી.)
Zechariah 11 : 6 (IRVGU)
યહોવાહ કહે છે, હવે હું પણ દેશના રહેવાસીઓ પર દયા રાખીશ નહિ.” જો, હું તેઓમાં સંઘર્ષ પેદા કરીશ, કે દરેક માણસ પોતાના પાળકના હાથમાં અને પોતાના રાજાના હાથમાં પડશે, તેઓ દેશનો નાશ કરશે, હું યહૂદિયાને તેઓના હાથમાંથી છોડાવીશ નહિ.”
Zechariah 11 : 7 (IRVGU)
માટે કતલ થઈ જતા ટોળાનું, કંગાલ ઘેટાંનું મેં પાલન કર્યું છે. મેં બે લાકડી લીધી. એકનું નામ મેં “કરુણા” પાડ્યું અને બીજીનું નામ “એકતા” રાખ્યું. અને મેં ટોળાનું પાલન કર્યું.
Zechariah 11 : 8 (IRVGU)
એક મહિનામાં મેં ત્રણ પાળકોનો નાશ કર્યો. હું ઘેટાંના વેપારીઓથી હું કંટાળી ગયો હતો અને તેઓ મારાથી કંટાળ્યા હતા.
Zechariah 11 : 9 (IRVGU)
ત્યારે મેં કહ્યું, “હવેથી હું તમારો પાળક રહીશ નહિ. જે મરવાના છે તે ભલે મરતા, જે નાશ પામે તે ભલે નાશ પામે. જેઓ બાકી રહ્યા તે ભલે પોતાના પડોશીનું માંસ ખાય.”
Zechariah 11 : 10 (IRVGU)
પછી મેં મારી “કરુણા” નામની લાકડી લીધી અને મારાં બધાં કુળો સાથે જે કરાર મેં કર્યો હતો તે રદ કરવા મેં તેને કાપી નાખી.
Zechariah 11 : 11 (IRVGU)
તે દિવસે તે કરાર રદ કરવામાં આવ્યો ઘેટાંના જે વેપારીઓ મારા પર નજર રાખતા હતા તેઓએ જાણ્યું કે આ યહોવાહનું વચન છે.
Zechariah 11 : 12 (IRVGU)
મેં તેઓને કહ્યું; “જો તમને યોગ્ય લાગતું હોય તો તમે મને મારી મજૂરી આપો. પણ જો ન લાગતું હોય તો રહેવા દો.” તેઓએ ચાંદીના ત્રીસ સિક્કા વેતન તરીકે આપ્યા.
Zechariah 11 : 13 (IRVGU)
પછી યહોવાહે મને કહ્યું, “ખજાનામાં ચાંદીને મૂકી દે, તેઓએ તારું વિશેષ મૂલ્યાંકન કર્યું છે!” તેથી મેં ચાંદીના ત્રીસ સિક્કા લઈને યહોવાહના સભાસ્થાનના ખજાનામાં મૂકી દીધા.
Zechariah 11 : 14 (IRVGU)
પછી યહૂદા તથા ઇઝરાયલ વચ્ચેનો ભાઈચારાનો સંબંધ તોડી નાખવા મેં મારી બીજી લાકડી “એકતા” ને ભાંગી નાખી.
Zechariah 11 : 15 (IRVGU)
યહોવાહે મને કહ્યું, “તું ફરીથી મૂર્ખ પાળકની સાહિત્ય સામગ્રી લઈ લે,
Zechariah 11 : 16 (IRVGU)
કેમ કે જુઓ, હું આ દેશમાં એવો પાળક ઊભો કરીશ કે તે નાશ પામનારાં ઘેટાંની સંભાળ નહિ લે. તે આડે માર્ગે ચાલનારાઓને શોધશે નહિ, કે અપંગને સાજાં કરશે નહિ. તે નીરોગીને પણ ખાવાનું ચારશે નહિ, પણ ચરબી યુક્ત ઘેટાંનું માંસ ખાશે અને તેમની ખરીઓ ફાડી નાખશે.
Zechariah 11 : 17 (IRVGU)
ટોળાને તજી દેનાર નકામા પાળકને અફસોસ! તેના જમણા હાથ તથા તેની જમણી આંખ વિરુદ્ધ તલવાર આવશે. તેનો જમણો હાથ પૂરેપૂરો સુકાઈ જશે અને તેની જમણી આંખ અંધ થઈ જશે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17