તિતસનં પત્ર 3 : 1 (IRVGU)
ખ્રિસ્તી વર્તણૂક તેઓને યાદ કરાવ કે તેઓ રાજકર્તાઓને આધીન થાય, અધિકારીઓને આજ્ઞાધીન થાય અને સર્વ સારાં કામને સારુ તત્પર બને;
તિતસનં પત્ર 3 : 2 (IRVGU)
કોઈની નિંદા ન કરે, કજિયાખોર નહિ પણ નમ્ર રહીને સર્વ માણસો સાથે પૂરા વિનયથી વર્તે.
તિતસનં પત્ર 3 : 3 (IRVGU)
કેમ કે આપણે પણ અગાઉ અજ્ઞાન, અનાજ્ઞાંકિત, કુમાર્ગે ભટકાવેલા, તરેહ તરેહની વિષયવાસનાઓ તથા વિલાસના દાસો, દુરાચારી તથા અદેખાઇ રાખનારા, તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારાં હતા.
તિતસનં પત્ર 3 : 4 (IRVGU)
પણ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દયા તથા માણસજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો,
તિતસનં પત્ર 3 : 5 (IRVGU)
ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણાનાં કામોથી નહિ, પણ તેમની દયા પ્રમાણે નવા જન્મનાં સ્નાનથી તથા પવિત્ર આત્માના નવીનીકરણથી તેમણે આપણને બચાવ્યા.
તિતસનં પત્ર 3 : 6 (IRVGU)
પવિત્ર આત્માને તેમણે આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ વરસાવ્યા છે;
તિતસનં પત્ર 3 : 7 (IRVGU)
જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ.
તિતસનં પત્ર 3 : 8 (IRVGU)
આ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તેઓ સારાં કામ કરવાને કાળજી રાખે માટે મારી ઇચ્છા છે કે તું આ વાતો પર ભાર મૂક્યા કર. આ વાતો સારી તથા માણસોને માટે હિતકારક છે;
તિતસનં પત્ર 3 : 9 (IRVGU)
પણ મૂર્ખાઈભર્યા વાદવિવાદો, વંશાવળીઓ, ઝગડા તથા નિયમશાસ્ત્ર વિષેના વિસંવાદોથી તું દૂર રહે; કેમ કે તે બાબતો નિરુપયોગી તથા વ્યર્થ છે.
તિતસનં પત્ર 3 : 10 (IRVGU)
એક કે બે વાર ચેતવણી આપ્યા પછી ભાગલા પડાવનાર દંભી માણસને દૂર કર;
તિતસનં પત્ર 3 : 11 (IRVGU)
એમ જાણવું કે એવો માણસ સત્ય માર્ગેથી ધર્મભ્રષ્ટ થયો છે અને પોતાને અપરાધી ઠરાવતાં પાપ કરે છે.
તિતસનં પત્ર 3 : 12 (IRVGU)
જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલું ત્યારે મારી પાસે નિકોપોલીસ આવવાને પ્રયત્ન કરજે; કેમ કે શિયાળામાં ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે.
તિતસનં પત્ર 3 : 13 (IRVGU)
ઝેનાસ નિયમશાસ્ત્રીને તથા આપોલસને એવી વ્યવસ્થા કરીને મોકલજે કે રસ્તામાં તેમને કશી તંગી પડે નહિ.
તિતસનં પત્ર 3 : 14 (IRVGU)
વળી આપણા લોકો જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે સારાં ધંધારોજગાર કરવાને શીખે, કે જેથી તેઓ નિરુપયોગી થાય નહિ.
તિતસનં પત્ર 3 : 15 (IRVGU)
મારી સાથેના સઘળાં તને સલામ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ કરે છે તેમને સલામ કહેજે. તમ સર્વ પર કૃપા હો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15