તિતસનં પત્ર 1 : 1 (IRVGU)
પ્રસ્તાવના સાર્વત્રિક ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણે મારા ખરા પુત્ર તિતસને લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ,
તિતસનં પત્ર 1 : 2 (IRVGU)
અનંત જીવનની આશાનું વચન, જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના જ્ઞાનને અર્થે, હું પ્રેરિત થયો છું;
તિતસનં પત્ર 1 : 3 (IRVGU)
નિર્ધારિત સમયે ઈશ્વરે સુવાર્તાદ્વારા પોતાનો સંદેશ પ્રગટ કર્યો; આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાનું કામ મને સુપ્રત કરાયું;
તિતસનં પત્ર 1 : 4 (IRVGU)
તિતસનં પત્ર 1 : 5 (IRVGU)
ઈશ્વરપિતા તરફથી તથા આપણા ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ હો. ક્રીતમાં તિતસની સેવા
તિતસનં પત્ર 1 : 6 (IRVGU)
જે કામ અધૂરાં હતાં તે તું યથાસ્થિત કરે અને જેમ મેં તને આજ્ઞા આપી હતી તેમ તું નગરેનગર વડીલો ઠરાવે; તે માટે મેં તને ક્રીતમાં રાખ્યો હતો. જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો.
તિતસનં પત્ર 1 : 7 (IRVGU)
કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વછંદી, ક્રોધી, દારૂડિયો, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ.
તિતસનં પત્ર 1 : 8 (IRVGU)
પણ તેણે આગતા-સ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, ઠરેલ, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી
તિતસનં પત્ર 1 : 9 (IRVGU)
અને ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય સંદેશને દૃઢતાથી વળગી રહેનાર હોવું જોઈએ; એ માટે કે તે શુદ્ધ સિદ્ધાંત પ્રમાણે બોધ કરવાને તથા વિરોધીઓની દલીલોનું ખંડન કરવાને શક્તિમાન થાય.
તિતસનં પત્ર 1 : 10 (IRVGU)
કેમ કે બંડખોર, બકવાસ કરનારા તથા ઠગનારા ઘણાં છે. તેઓ મુખ્યત્વે સુન્નત પક્ષના છે,
તિતસનં પત્ર 1 : 11 (IRVGU)
તેઓને બોલતા બંધ કરવા જોઈએ; તેઓ નીચ લાભ ખાટવા માટે જે ઉચિત નથી તેવું શીખવીને બધા કુટુંબોને ગેરમાર્ગે દોરે છે.
તિતસનં પત્ર 1 : 12 (IRVGU)
તેઓમાંના એક પ્રબોધકે કહ્યું છે કે, 'ક્રીતી લોકો સદા જૂઠા, જંગલી પશુઓ સમાન, આળસુ ખાઉધરાઓ છે.'
તિતસનં પત્ર 1 : 13 (IRVGU)
આ સાક્ષી ખરી છે માટે તેઓને સખત રીતે ધમકાવ
તિતસનં પત્ર 1 : 14 (IRVGU)
કે, તેઓ યહૂદીઓની દંતકથાઓ તથા સત્યથી ભટકનાર માણસોની આજ્ઞાઓ પર ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દ્રઢ રહે.
તિતસનં પત્ર 1 : 15 (IRVGU)
શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે.
તિતસનં પત્ર 1 : 16 (IRVGU)
અમે ઈશ્વરને જાણીએ છીએ એવો તેઓ દાવો કરે છે, પણ પોતાની કરણીઓથી તેમને નકારે છે; તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા અને કંઈ પણ સારું કામ કરવા માટે અયોગ્ય છે.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16