સોલોમનનાં ગીતો 6 : 1 (IRVGU)
હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી તારો પ્રીતમ કઈ તરફ ગયો છે? તારો પ્રીતમ કઈ દિશા તરફ ગયો છે, (અમને કહે) જેથી અમે તારી સાથે તેને શોધીએ?
સોલોમનનાં ગીતો 6 : 2 (IRVGU)
મારો પ્રીતમ પોતાના બાગમાં ગયો છે, સુંગધીઓના ક્યારામાં, બાગોમાં આનંદ કરવા ગુલછડી વીણવા ગયો છે.
સોલોમનનાં ગીતો 6 : 3 (IRVGU)
હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે; તે ગુલછડીઓમાં પોતાને આનંદિત કરે છે.
સોલોમનનાં ગીતો 6 : 4 (IRVGU)
સ્ત્રીનો પ્રીતમ તેને કહે છે, મારી પ્રિયતમા તું તિર્સા જેવી સુંદર, યરુશાલેમ જેવી ખૂબસૂરત, અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયાવહ છે.
સોલોમનનાં ગીતો 6 : 5 (IRVGU)
તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે, કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે. ગિલ્યાદની બાજુએ બેઠેલા, બકરાંના ટોળાં જેવા તારા કેશ છે.
સોલોમનનાં ગીતો 6 : 6 (IRVGU)
ઘોવાઇને બહાર નીકળેલી ઘેટીઓના ટોળાં જેવા તારા દાંત છે જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે અને તેઓમાંના કોઈએ પોતાના બચ્ચાં ગુમાવ્યાં નથી.
સોલોમનનાં ગીતો 6 : 7 (IRVGU)
તારા બુરખા પાછળ તારા ગાલ દાડમની ફાડ જેવા છે.
સોલોમનનાં ગીતો 6 : 8 (IRVGU)
રાણીઓ તો સાઠ છે અને એંસી ઉપપત્નીઓ છે; અને બીજી અસંખ્ય કુમારિકાઓ છે.
સોલોમનનાં ગીતો 6 : 9 (IRVGU)
અને મારી હોલી, મારી નિષ્કલંક તો એક જ છે; તે પોતાની માતાની એકની એક છે; તે પોતાની જનેતાની માનીતી છે. પુત્રીઓએ તેને જોઈને કહ્યું કે તું પ્રશંસાપાત્ર છે; રાણીઓ અને ઉપપત્નીઓ તેને જોઈને તેની પ્રશંસા કરે છે.
સોલોમનનાં ગીતો 6 : 10 (IRVGU)
પ્રભાતના જેવી પ્રકાશિત ક્રાંતિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી ડાઘ વગરની, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર એ કોણ છે?
સોલોમનનાં ગીતો 6 : 11 (IRVGU)
વસંતઋતુ ખીલી છે તે જોવા દ્રાક્ષવેલાને કૂંપળો ફૂટી છે કે કેમ; દાડમોને મોર આવ્યો છે કે કેમ; તે જોવા માટે હું અખરોટના બગીચામાં ગયો.
સોલોમનનાં ગીતો 6 : 12 (IRVGU)
હું કંઈ સમજુ તે પહેલા તો મારા આત્માએ મને રાજવંશી રથમાં બેસાડ્યો.
સોલોમનનાં ગીતો 6 : 13 (IRVGU)
પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ; પાછી આવ કે અમે તને નિહાળીએ. માહનાઇમના નૃત્યની જેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13